Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-779

Page 779

ਹੋਇ ਰੇਣ ਸਾਧੂ ਪ੍ਰਭ ਅਰਾਧੂ ਆਪਣੇ ਪ੍ਰਭ ਭਾਵਾ ॥ હું સાધુઓની ચરણ-ધૂળ બનીને પ્રભુની પ્રાર્થના કરતો રહું છું અને આ રીતે પોતાના પ્રભુને સારો લાગવા લાગી ગયો છું.
ਬਿਨਵੰਤਿ ਨਾਨਕ ਦਇਆ ਧਾਰਹੁ ਸਦਾ ਹਰਿ ਗੁਣ ਗਾਵਾ ॥੨॥ હે હરિ! નાનક પ્રાર્થના કરે છે કે મારા પર દયા કર કેમ કે હું હંમેશા તારું ગુણગાન કરતો રહું.
ਗੁਰ ਮਿਲਿ ਸਾਗਰੁ ਤਰਿਆ ॥ હે ભાઈ! ગુરુથી મળીને સંસાર સમુદ્રથી પાર થઈ શકાય છે.
ਹਰਿ ਚਰਣ ਜਪਤ ਨਿਸਤਰਿਆ ॥ હરિ-ચરણોનું જાપ કરવાથી નિકાલ થઈ શકે છે.
ਹਰਿ ਚਰਣ ਧਿਆਏ ਸਭਿ ਫਲ ਪਾਏ ਮਿਟੇ ਆਵਣ ਜਾਣਾ ॥ હરિ-ચરણોનું ધ્યાન કરવાથી બધા ફળ પ્રાપ્ત થઈ જાય છે અને જન્મ-મરણનું ચક્ર પણ મટી જાય છે.
ਭਾਇ ਭਗਤਿ ਸੁਭਾਇ ਹਰਿ ਜਪਿ ਆਪਣੇ ਪ੍ਰਭ ਭਾਵਾ ॥ પ્રેમ-ભક્તિ દ્વારા સરળ-સ્વભાવ હરિને જપીને પોતાના પ્રભુને સારો લાગું છું.
ਜਪਿ ਏਕੁ ਅਲਖ ਅਪਾਰ ਪੂਰਨ ਤਿਸੁ ਬਿਨਾ ਨਹੀ ਕੋਈ ॥ હે ભાઈ! તું પણ તે અદ્રશ્ય, અપરંપાર તેમજ સંપૂર્ણ એક પરમાત્માનું જાપ કર, કારણ કે તેના વગર બીજું કોઈ મોટું નથી.
ਬਿਨਵੰਤਿ ਨਾਨਕ ਗੁਰਿ ਭਰਮੁ ਖੋਇਆ ਜਤ ਦੇਖਾ ਤਤ ਸੋਈ ॥੩॥ નાનક વિનંતી કરે છે કે ગુરુએ મારો ભ્રમ દૂર કરી દીધો છે. હવે હું જ્યાં પણ જોવ છું, ત્યાં જ પરમાત્મા દેખાઈ દે છે ॥૩॥
ਪਤਿਤ ਪਾਵਨ ਹਰਿ ਨਾਮਾ ॥ હે ભાઈ! હરિનું નામ પાપીઓને પવિત્ર કરનાર છે.
ਪੂਰਨ ਸੰਤ ਜਨਾ ਕੇ ਕਾਮਾ ॥ આ સંતજનોના બધા કાર્ય પૂર્ણ કરી દે છે.
ਗੁਰੁ ਸੰਤੁ ਪਾਇਆ ਪ੍ਰਭੁ ਧਿਆਇਆ ਸਗਲ ਇਛਾ ਪੁੰਨੀਆ ॥ જ્યારે મેં સંતરૂપી ગુરુને મેળવી લીધો તો પ્રભુનું જ ધ્યાન-મનન કર્યું, જેનાથી મારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ ગઈ છે.
ਹਉ ਤਾਪ ਬਿਨਸੇ ਸਦਾ ਸਰਸੇ ਪ੍ਰਭ ਮਿਲੇ ਚਿਰੀ ਵਿਛੁੰਨਿਆ ॥ મારો અભિમાનનો તાપ નાશ થઈ ગયો છે, હવે હું હંમેશા ખુશ રહું છું અને અનંતકાળથી અલગ થયેલા મને પ્રભુ મળી ગયો છે.
ਮਨਿ ਸਾਤਿ ਆਈ ਵਜੀ ਵਧਾਈ ਮਨਹੁ ਕਦੇ ਨ ਵੀਸਰੈ ॥ મારા મનમાં ખૂબ શાંતિ પ્રાપ્ત થઈ છે અને શુભકામનાઓ મળી રહી છે. હવે મારા મનથી પ્રભુ ક્યારેય પણ ભુલાતો નથી.
ਬਿਨਵੰਤਿ ਨਾਨਕ ਸਤਿਗੁਰਿ ਦ੍ਰਿੜਾਇਆ ਸਦਾ ਭਜੁ ਜਗਦੀਸਰੈ ॥੪॥੧॥੩॥ નાનક વિનંતી કરે છે કે સદ્દગુરૂએ મારા હ્રદયમાં આ વાત વસાવી દીધું છે કે હંમેશા પરમેશ્વરનું ભજન કરતો રહે ॥૪॥૧॥૩॥
ਰਾਗੁ ਸੂਹੀ ਛੰਤ ਮਹਲਾ ੫ ਘਰੁ ੩ રાગ સુહી છંદ મહેલ ૫ ઘર ૩
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે
ਤੂ ਠਾਕੁਰੋ ਬੈਰਾਗਰੋ ਮੈ ਜੇਹੀ ਘਣ ਚੇਰੀ ਰਾਮ ॥ હે પ્રભુ! તું બધાનો માલિક છે અને વૈરાગ્યવાન છે. મારા જેવી તારી અનેક દાસીઓ છે.
ਤੂੰ ਸਾਗਰੋ ਰਤਨਾਗਰੋ ਹਉ ਸਾਰ ਨ ਜਾਣਾ ਤੇਰੀ ਰਾਮ ॥ તું રત્નાકર સમુદ્ર છે, પરંતુ હું તારી કદર જાણતી નથી.
ਸਾਰ ਨ ਜਾਣਾ ਤੂ ਵਡ ਦਾਣਾ ਕਰਿ ਮਿਹਰੰਮਤਿ ਸਾਂਈ ॥ હે સ્વામી! તું ખુબ બુદ્ધિમાન છે, પરંતુ હું તારા ગુણોને જાણતી નથી, મારા પર કૃપા કર.
ਕਿਰਪਾ ਕੀਜੈ ਸਾ ਮਤਿ ਦੀਜੈ ਆਠ ਪਹਰ ਤੁਧੁ ਧਿਆਈ ॥ પોતાની કૃપા-દ્રષ્ટિ કર અને મને એવી બુદ્ધિ દે હું આઠેય પ્રહર તારું જ ધ્યાન કરતી રહું
ਗਰਬੁ ਨ ਕੀਜੈ ਰੇਣ ਹੋਵੀਜੈ ਤਾ ਗਤਿ ਜੀਅਰੇ ਤੇਰੀ ॥ હે જીવાત્મા! ઘમંડ ન કર, બધાની ચરણ-ધૂળ બની જા, તો તારી ગતિ થઈ જશે.
ਸਭ ਊਪਰਿ ਨਾਨਕ ਕਾ ਠਾਕੁਰੁ ਮੈ ਜੇਹੀ ਘਣ ਚੇਰੀ ਰਾਮ ॥੧॥ હે ભાઈ! નાનકનો માલિક બધાથી મહાન છે અને મારા જેવી તેની અનેક દાસીઓ છે ॥૧॥
ਤੁਮ੍ਹ੍ਹ ਗਉਹਰ ਅਤਿ ਗਹਿਰ ਗੰਭੀਰਾ ਤੁਮ ਪਿਰ ਹਮ ਬਹੁਰੀਆ ਰਾਮ ॥ હે પ્રભુ! તું ગુણોનો ઊંડો સમુદ્ર તેમજ ગહન-ગંભીર છે! તું મારો પતિ છે અને હું તારી પત્ની છું.
ਤੁਮ ਵਡੇ ਵਡੇ ਵਡ ਊਚੇ ਹਉ ਇਤਨੀਕ ਲਹੁਰੀਆ ਰਾਮ ॥ તું ખુબ મોટો છે, બધાથી ઊંચો છે પરંતુ હું ખુબ નાની એવી છું.
ਹਉ ਕਿਛੁ ਨਾਹੀ ਏਕੋ ਤੂਹੈ ਆਪੇ ਆਪਿ ਸੁਜਾਨਾ ॥ હું તો કાંઈ પણ નથી, એક તુ જ છે જે પોતે જ ખૂબ ચતુર છે.
ਅੰਮ੍ਰਿਤ ਦ੍ਰਿਸਟਿ ਨਿਮਖ ਪ੍ਰਭ ਜੀਵਾ ਸਰਬ ਰੰਗ ਰਸ ਮਾਨਾ ॥ હે પ્રભુ! તારી નિમેષ માત્ર અમૃત દ્રષ્ટિ દ્વારા મને જીવન મળે છે અને બધા રંગ રસ પ્રાપ્ત થતા રહે છે.
ਚਰਣਹ ਸਰਨੀ ਦਾਸਹ ਦਾਸੀ ਮਨਿ ਮਉਲੈ ਤਨੁ ਹਰੀਆ ॥ હું તારી દસેય દાસી છું અને તારા જ ચરણોની શરણ લીધી છે, જેનાથી મારુ મન ખુશ થઈ ગયું છે અને આખું શરીર ફૂલો ખીલી ગયું છે.
ਨਾਨਕ ਠਾਕੁਰੁ ਸਰਬ ਸਮਾਣਾ ਆਪਨ ਭਾਵਨ ਕਰੀਆ ॥੨॥ હે નાનક! પ્રભુ બધા જીવોમાં સમાયેલ છે અને તેને યોગ્ય લાગે છે તે જ કરે છે ॥૨॥
ਤੁਝੁ ਊਪਰਿ ਮੇਰਾ ਹੈ ਮਾਣਾ ਤੂਹੈ ਮੇਰਾ ਤਾਣਾ ਰਾਮ ॥ હે રામ! મને તારા પર ખુબ ગર્વ છે, તું જ મારું બળ છે.
ਸੁਰਤਿ ਮਤਿ ਚਤੁਰਾਈ ਤੇਰੀ ਤੂ ਜਾਣਾਇਹਿ ਜਾਣਾ ਰਾਮ ॥ મને સુર, બુદ્ધિ તેમજ ચતુરાઈ તારી જ આપેલી છે. જો તું મને સમજાવી દે તો જ હું તને સમજુ.
ਸੋਈ ਜਾਣੈ ਸੋਈ ਪਛਾਣੈ ਜਾ ਕਉ ਨਦਰਿ ਸਿਰੰਦੇ ॥ જેના પર પરમાત્માની કૃપા દ્રષ્ટિ હોય છે તે જ તેને જાણે અને તે જ તેને ઓળખે છે.
ਮਨਮੁਖਿ ਭੂਲੀ ਬਹੁਤੀ ਰਾਹੀ ਫਾਥੀ ਮਾਇਆ ਫੰਦੇ ॥ મનમુખી જીવ સ્ત્રી ઘણા બધા રસ્તાઓ પર ભટકતી રહે છે અને માયા જાળમાં ફસાયેલી રહે છે.
ਠਾਕੁਰ ਭਾਣੀ ਸਾ ਗੁਣਵੰਤੀ ਤਿਨ ਹੀ ਸਭ ਰੰਗ ਮਾਣਾ ॥ જે જીવ સ્ત્રી પ્રભુને સારી લાગે છે તે જ ગુણવાન છે અને તેને જીવનની બધી ખુશીઓ પ્રાપ્ત કરી છે.
ਨਾਨਕ ਕੀ ਧਰ ਤੂਹੈ ਠਾਕੁਰ ਤੂ ਨਾਨਕ ਕਾ ਮਾਣਾ ॥੩॥ હે ઠાકોર! તું જ નાનકનો સહારો છે અને તું જ નાનકનું સમ્માન છે ॥૩॥
ਹਉ ਵਾਰੀ ਵੰਞਾ ਘੋਲੀ ਵੰਞਾ ਤੂ ਪਰਬਤੁ ਮੇਰਾ ਓਲ੍ਹ੍ਹਾ ਰਾਮ ॥ હે રામ! હું તારા પર બલિહાર જાવ છું, તું મારો પર્વતરૂપી આશરો છે.
ਹਉ ਬਲਿ ਜਾਈ ਲਖ ਲਖ ਲਖ ਬਰੀਆ ਜਿਨਿ ਭ੍ਰਮੁ ਪਰਦਾ ਖੋਲ੍ਹ੍ਹਾ ਰਾਮ ॥ હું તારા પર લાખ-લાખ વાર બલિહાર જાવ છું, મારો ભ્રમનો પડદો ખોલી દીધો છે.


© 2025 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top