Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-776

Page 776

ਪੂਰਾ ਪੁਰਖੁ ਪਾਇਆ ਵਡਭਾਗੀ ਸਚਿ ਨਾਮਿ ਲਿਵ ਲਾਵੈ ॥ ભાગ્યશાળી જીવે સંપૂર્ણ પરમાત્માને મેળવી લીધો છે અને તે સત્ય-નામમાં જ વૃત્તિ લગાવીને રાખે છે.
ਮਤਿ ਪਰਗਾਸੁ ਭਈ ਮਨੁ ਮਾਨਿਆ ਰਾਮ ਨਾਮਿ ਵਡਿਆਈ ॥ તેની બુદ્ધિમાં પ્રકાશ થઈ ગયો છે અને રામ નામની મોટાઇથી તેનું મન ખુશ થઈ ગયું છે.
ਨਾਨਕ ਪ੍ਰਭੁ ਪਾਇਆ ਸਬਦਿ ਮਿਲਾਇਆ ਜੋਤੀ ਜੋਤਿ ਮਿਲਾਈ ॥੪॥੧॥੪॥ હે નાનક! તેને પ્રભુએ શબ્દ દ્વારા પોતાની સાથે મળાવી લીધો છે અને તેનો આત્મ-પ્રકાશ પરમપ્રકાશમાં જોડાય ગયો ॥૪॥૧॥૪॥
ਸੂਹੀ ਮਹਲਾ ੪ ਘਰੁ ੫ સુહી મહેલ ૪ ઘર ૫
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે
ਗੁਰੁ ਸੰਤ ਜਨੋ ਪਿਆਰਾ ਮੈ ਮਿਲਿਆ ਮੇਰੀ ਤ੍ਰਿਸਨਾ ਬੁਝਿ ਗਈਆਸੇ ॥ હે સંતજનો! મને પ્રેમાળ ગુરુ મળી ગયો છે, જેનાથી મારી તૃષ્ણા ઠરી ગઈ છે.
ਹਉ ਮਨੁ ਤਨੁ ਦੇਵਾ ਸਤਿਗੁਰੈ ਮੈ ਮੇਲੇ ਪ੍ਰਭ ਗੁਣਤਾਸੇ ॥ હું પોતાનું મન તેમજ શરીર સદ્દગુરુને અર્પણ કરુ છુ કેમ કે તે મને ગુણોના ભંડાર પ્રભુથી મળાવી દે.
ਧਨੁ ਧੰਨੁ ਗੁਰੂ ਵਡ ਪੁਰਖੁ ਹੈ ਮੈ ਦਸੇ ਹਰਿ ਸਾਬਾਸੇ ॥ તે મહાપુરુષ ગુરુ ધન્ય છે, તે ગુરુને મારી શાબાશ છે, જેને મને હરિ વિશે માર્ગદર્શન કર્યું છે.
ਵਡਭਾਗੀ ਹਰਿ ਪਾਇਆ ਜਨ ਨਾਨਕ ਨਾਮਿ ਵਿਗਾਸੇ ॥੧॥ હે નાનક! હું ખુશનસીબ છું, જે હરિને મેળવી લીધો છે અને નામ દ્વારા ફૂલની જેમ ખીલી ગયો છું અર્થાત ખુશ થઈ ગયો છું ॥૧॥
ਗੁਰੁ ਸਜਣੁ ਪਿਆਰਾ ਮੈ ਮਿਲਿਆ ਹਰਿ ਮਾਰਗੁ ਪੰਥੁ ਦਸਾਹਾ ॥ હે ભાઈ! મારો પ્રેમાળ સજ્જન ગુરુ મને મળી ગયો છે. હું તેનાથી હરિનો રસ્તો પૂછું છું.
ਘਰਿ ਆਵਹੁ ਚਿਰੀ ਵਿਛੁੰਨਿਆ ਮਿਲੁ ਸਬਦਿ ਗੁਰੂ ਪ੍ਰਭ ਨਾਹਾ ॥ હે પ્રભુ! શબ્દ-ગુરુ દ્વારા મને આવી મળ, મારા હૃદયમાં આવી વશ, હું અનંતકાળથી તારાથી અલગ થયેલી છું.
ਹਉ ਤੁਝੁ ਬਾਝਹੁ ਖਰੀ ਉਡੀਣੀਆ ਜਿਉ ਜਲ ਬਿਨੁ ਮੀਨੁ ਮਰਾਹਾ ॥ જેમ પાણી વગર માછલી તડપે છે તેમ જ તારા વગર હું ખૂબ બેચેન રહું છું.
ਵਡਭਾਗੀ ਹਰਿ ਧਿਆਇਆ ਜਨ ਨਾਨਕ ਨਾਮਿ ਸਮਾਹਾ ॥੨॥ હે નાનક! ભાગ્યથી મેં હરિનું ચિંતન કર્યું છે અને તેના નામમાં જ સમાઈ ગઈ છું ॥૨॥
ਮਨੁ ਦਹ ਦਿਸਿ ਚਲਿ ਚਲਿ ਭਰਮਿਆ ਮਨਮੁਖੁ ਭਰਮਿ ਭੁਲਾਇਆ ॥ હે ભાઈ! સ્વેચ્છાચારી જીવ ભ્રમમાં જ ભુલાયેલો છે અને તેનું મન દસેય દિશામાં ભટકી રહ્યું છે.
ਨਿਤ ਆਸਾ ਮਨਿ ਚਿਤਵੈ ਮਨ ਤ੍ਰਿਸਨਾ ਭੁਖ ਲਗਾਇਆ ॥ તે રોજ પોતાના મનમાં નવીન આશા વિચારતો રહે છે અને તેને પોતાના મનને તૃષ્ણાની ભૂખ લગાવી લીધી છે.
ਅਨਤਾ ਧਨੁ ਧਰਿ ਦਬਿਆ ਫਿਰਿ ਬਿਖੁ ਭਾਲਣ ਗਇਆ ॥ તેને અનંત ધન ધરતીમાં દબાવી રાખ્યું છે પરંતુ તો પણ તે આનાથી વધુ માયારૂપી ઝેર શોધવા માટે ગયો છે.
ਜਨ ਨਾਨਕ ਨਾਮੁ ਸਲਾਹਿ ਤੂ ਬਿਨੁ ਨਾਵੈ ਪਚਿ ਪਚਿ ਮੁਇਆ ॥੩॥ હે નાનક! તું પણ નામનું સ્તુતિગાન કર્યા કર, કારણ કે નામ વગર સ્વેચ્છાચારી જીવ ખુબ દુઃખી થઈને દમ તોડી ગયો છે ॥૩॥
ਗੁਰੁ ਸੁੰਦਰੁ ਮੋਹਨੁ ਪਾਇ ਕਰੇ ਹਰਿ ਪ੍ਰੇਮ ਬਾਣੀ ਮਨੁ ਮਾਰਿਆ ॥ હે ભાઈ! મનને મુગ્ધ કરનાર સુંદર ગુરુને મેળવીને મેં હરિની પ્રેમવાણી દ્વારા મનને નિયંત્રણમાં કરી લીધું છે.
ਮੇਰੈ ਹਿਰਦੈ ਸੁਧਿ ਬੁਧਿ ਵਿਸਰਿ ਗਈ ਮਨ ਆਸਾ ਚਿੰਤ ਵਿਸਾਰਿਆ ॥ મેં પોતાના મનની ઈચ્છા તેમજ ચિંતા ભુલાવી દીધી છે અને મારા હૃદયમાંથી સાંસારિક ચેતના ભુલાઈ ચુકી છે.
ਮੈ ਅੰਤਰਿ ਵੇਦਨ ਪ੍ਰੇਮ ਕੀ ਗੁਰ ਦੇਖਤ ਮਨੁ ਸਾਧਾਰਿਆ ॥ મારા અંતરમનમાં પ્રભુ-પ્રેમની વેદના છે, પરંતુ ગુરુના દર્શન કરીને મનને ધીરજ થઈ ગઈ છે
ਵਡਭਾਗੀ ਪ੍ਰਭ ਆਇ ਮਿਲੁ ਜਨੁ ਨਾਨਕੁ ਖਿਨੁ ਖਿਨੁ ਵਾਰਿਆ ॥੪॥੧॥੫॥ હે નાનક! સૌભાગ્યથી મને પ્રભુ આવીને મળી ગયો છે અને હું તેના પર ક્ષણ-ક્ષણ બલિહાર થાવ છું ॥૪॥૧॥૫॥
ਸੂਹੀ ਛੰਤ ਮਹਲਾ ੪ ॥ સુહી છંદ મહેલ ૪॥
ਮਾਰੇਹਿਸੁ ਵੇ ਜਨ ਹਉਮੈ ਬਿਖਿਆ ਜਿਨਿ ਹਰਿ ਪ੍ਰਭ ਮਿਲਣ ਨ ਦਿਤੀਆ ॥ હે જીવ! તે અભિમાનરૂપી ઝેરને સમાપ્ત કરી દે, જેને તને પ્રભુથી મળવા દીધો નથી.
ਦੇਹ ਕੰਚਨ ਵੇ ਵੰਨੀਆ ਇਨਿ ਹਉਮੈ ਮਾਰਿ ਵਿਗੁਤੀਆ ॥ હે જીવ! તારું આ શરીર સોના જેવું સુંદર હતું પરંતુ આ અહંકારે આને કુરુપ કરી દીધો છે.
ਮੋਹੁ ਮਾਇਆ ਵੇ ਸਭ ਕਾਲਖਾ ਇਨਿ ਮਨਮੁਖਿ ਮੂੜਿ ਸਜੁਤੀਆ ॥ માયાનો મોહ બધું કલંક છે, પરંતુ મૂર્ખ મનમુખે પોતાને આનાથી જોડી રાખ્યો છે.
ਜਨ ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਉਬਰੇ ਗੁਰ ਸਬਦੀ ਹਉਮੈ ਛੁਟੀਆ ॥੧॥ હે નાનક! ગુરુમુખ સંસાર સમુદ્રમાં ડૂબવાથી બચી ગયો છે અને તે ગુરુના શબ્દ દ્વારા અહંકારથી છૂટી ગયો છે ॥૧॥
ਵਸਿ ਆਣਿਹੁ ਵੇ ਜਨ ਇਸੁ ਮਨ ਕਉ ਮਨੁ ਬਾਸੇ ਜਿਉ ਨਿਤ ਭਉਦਿਆ ॥ હે જીવ! આ મનને પોતાના વશમાં રાખ, આ તો શિકારી પક્ષીની જેમ દરરોજ ભટકતું રહે છે.
ਦੁਖਿ ਰੈਣਿ ਵੇ ਵਿਹਾਣੀਆ ਨਿਤ ਆਸਾ ਆਸ ਕਰੇਦਿਆ ॥ હે ભાઈ! દરરોજ નવીન ઇચ્છા કરતા મનુષ્યની જીવનરૂપી રાત દુઃખોમાં જ વીતી જાય છે.
ਗੁਰੁ ਪਾਇਆ ਵੇ ਸੰਤ ਜਨੋ ਮਨਿ ਆਸ ਪੂਰੀ ਹਰਿ ਚਉਦਿਆ ॥ હે સંતજનો! મેં ગુરુને મેળવી લીધો છે અને હરિનું નામ જપતા મારા મનની ઈચ્છા પૂર્ણ થઈ ગઈ છે.
ਜਨ ਨਾਨਕ ਪ੍ਰਭ ਦੇਹੁ ਮਤੀ ਛਡਿ ਆਸਾ ਨਿਤ ਸੁਖਿ ਸਉਦਿਆ ॥੨॥ હે પ્રભુ! નાનકની પ્રાર્થના છે કે મને આ જ બુદ્ધિ આપ કે હું બધી કામનાઓ છોડીને પોતાની જીવનરૂપી રાત સુખની ઊંઘમાં સુતા વિતાવું ॥૨॥
ਸਾ ਧਨ ਆਸਾ ਚਿਤਿ ਕਰੇ ਰਾਮ ਰਾਜਿਆ ਹਰਿ ਪ੍ਰਭ ਸੇਜੜੀਐ ਆਈ ॥ હે રામ! તે જીવ-સ્ત્રી પોતાના મનમાં આ જ ઈચ્છા કરે છે કે પ્રભુ તેની હૃદય-પથારી પર આવે.
ਮੇਰਾ ਠਾਕੁਰੁ ਅਗਮ ਦਇਆਲੁ ਹੈ ਰਾਮ ਰਾਜਿਆ ਕਰਿ ਕਿਰਪਾ ਲੇਹੁ ਮਿਲਾਈ ॥ તું મારો માલિક છે, અપહોચ છે તેમજ ખુબ દયાળુ છે કૃપા કરીને મને પોતાની સાથે મળાવી લે.
Scroll to Top
https://keuangan.usbypkp.ac.id/user_guide/lgacor/ https://learning.poltekkesjogja.ac.id/lib/pear/ https://learning.poltekkesjogja.ac.id/lib/ situs slot gacor slot gacor hari ini https://pelatihan-digital.smesco.go.id/.well-known/sgacor/ https://biropemotda.riau.go.id/wp-content/ngg/modules-demo/ https://jurnal.unpad.ac.id/classes/core/appdemo/ slot gacor
jp1131 https://bobabet-asik.com/ https://sugoi168daftar.com/ https://76vdomino.com/ https://jurnal.unpad.ac.id/help/ez_JP/ https://library.president.ac.id/event/jp-gacor/ https://biropemotda.riau.go.id/menus/1131-gacor/ https://akuntansi.feb.binabangsa.ac.id/beasiswa/sijp/ https://pmursptn.unib.ac.id/wp-content/boba/
https://pti.fkip.binabangsa.ac.id/product/hk/ http://febi.uindatokarama.ac.id/wp-content/hk/
https://keuangan.usbypkp.ac.id/user_guide/lgacor/ https://learning.poltekkesjogja.ac.id/lib/pear/ https://learning.poltekkesjogja.ac.id/lib/ situs slot gacor slot gacor hari ini https://pelatihan-digital.smesco.go.id/.well-known/sgacor/ https://biropemotda.riau.go.id/wp-content/ngg/modules-demo/ https://jurnal.unpad.ac.id/classes/core/appdemo/ slot gacor
jp1131 https://bobabet-asik.com/ https://sugoi168daftar.com/ https://76vdomino.com/ https://jurnal.unpad.ac.id/help/ez_JP/ https://library.president.ac.id/event/jp-gacor/ https://biropemotda.riau.go.id/menus/1131-gacor/ https://akuntansi.feb.binabangsa.ac.id/beasiswa/sijp/ https://pmursptn.unib.ac.id/wp-content/boba/
https://pti.fkip.binabangsa.ac.id/product/hk/ http://febi.uindatokarama.ac.id/wp-content/hk/