Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-724

Page 724

ਹੈ ਤੂਹੈ ਤੂ ਹੋਵਨਹਾਰ ॥ તું વર્તમાન કાળમાં પણ છે અને ભવિષ્ય કાળમાં પણ તું જ હશે.
ਅਗਮ ਅਗਾਧਿ ਊਚ ਆਪਾਰ ॥ તું અગમ્ય, અસીમ, સર્વોચ્ચ તેમજ અપાર છે.
ਜੋ ਤੁਧੁ ਸੇਵਹਿ ਤਿਨ ਭਉ ਦੁਖੁ ਨਾਹਿ ॥ જે મનુષ્ય તને સ્મરણ કરતો રહે છે, તેને કોઈ ભય તેમજ દુઃખ લાગતું નથી.
ਗੁਰ ਪਰਸਾਦਿ ਨਾਨਕ ਗੁਣ ਗਾਹਿ ॥੨॥ હે પ્રભુ! ગુરુની કૃપાથી નાનક તારું જ ગુણ ગાય છે ॥૨॥
ਜੋ ਦੀਸੈ ਸੋ ਤੇਰਾ ਰੂਪੁ ॥ જે કાંઈ પણ દેખાઈ દે છે, તે તારુ જ રૂપ છે.
ਗੁਣ ਨਿਧਾਨ ਗੋਵਿੰਦ ਅਨੂਪ ॥ હે ગોવિંદ! તું ગુણોનો ભંડાર છે તેમજ ખુબ અનુપ છે.
ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਜਨ ਸੋਇ ॥ ભક્તજન તને સ્મરણ કરી-કરીને તારા જેવો જ થઈ જાય છે.
ਨਾਨਕ ਕਰਮਿ ਪਰਾਪਤਿ ਹੋਇ ॥੩॥ હે નાનક! પરમાત્મા ભાગ્યથી જ પ્રાપ્ત થાય છે ॥૩॥
ਜਿਨਿ ਜਪਿਆ ਤਿਸ ਕਉ ਬਲਿਹਾਰ ॥ જેને પરમાત્માનું નામ જપ્યું છે, હું તેના પર બલિહારી જાવ છું.
ਤਿਸ ਕੈ ਸੰਗਿ ਤਰੈ ਸੰਸਾਰ ॥ તેની સંગતિ કરીને સંસાર પણ સંસાર સમુદ્રથી તરી જાય છે.
ਕਹੁ ਨਾਨਕ ਪ੍ਰਭ ਲੋਚਾ ਪੂਰਿ ॥ હે પ્રભુ! નાનક કહે છે કે મારી ઈચ્છા પૂર્ણ કર;
ਸੰਤ ਜਨਾ ਕੀ ਬਾਛਉ ਧੂਰਿ ॥੪॥੨॥ હું તારા સંતજનોની ચરણ-ધૂળ જ ઈચ્છું છું ॥૪॥૨॥
ਤਿਲੰਗ ਮਹਲਾ ੫ ਘਰੁ ੩ ॥ તિલંગ મહેલ ૫ ઘર ૩॥
ਮਿਹਰਵਾਨੁ ਸਾਹਿਬੁ ਮਿਹਰਵਾਨੁ ॥ મારો માલિક ખુબ કૃપાળુ છે.
ਸਾਹਿਬੁ ਮੇਰਾ ਮਿਹਰਵਾਨੁ ॥ તે બધા પર જ કૃપાળુ છે અને
ਜੀਅ ਸਗਲ ਕਉ ਦੇਇ ਦਾਨੁ ॥ ਰਹਾਉ ॥ બધા જીવોને દાન દે છે ॥વિરામ॥
ਤੂ ਕਾਹੇ ਡੋਲਹਿ ਪ੍ਰਾਣੀਆ ਤੁਧੁ ਰਾਖੈਗਾ ਸਿਰਜਣਹਾਰੁ ॥ હે પ્રાણી! તું શા માટે ઘબરાય છે? જ્યારે કે તને ઉત્પન્ન કરનાર પરમાત્મા જ તારી રક્ષા કરશે.
ਜਿਨਿ ਪੈਦਾਇਸਿ ਤੂ ਕੀਆ ਸੋਈ ਦੇਇ ਆਧਾਰੁ ॥੧॥ જેને તારી પેદાશ કરી છે, તે જ તારા જીવનનો આધાર થશે ॥૧॥
ਜਿਨਿ ਉਪਾਈ ਮੇਦਨੀ ਸੋਈ ਕਰਦਾ ਸਾਰ ॥ જેને આ પૃથ્વી ઉત્પન્ન કરી છે, તે જ સંભાળ કરે છે.
ਘਟਿ ਘਟਿ ਮਾਲਕੁ ਦਿਲਾ ਕਾ ਸਚਾ ਪਰਵਦਗਾਰੁ ॥੨॥ દરેક શરીરમાં દિલોનો માલિક પરમાત્મા હાજર છે અને તે સાચો પાલનહાર છે ॥૨॥
ਕੁਦਰਤਿ ਕੀਮ ਨ ਜਾਣੀਐ ਵਡਾ ਵੇਪਰਵਾਹੁ ॥ તે ખુબ અચિંત છે અને તેની કુદરતની કિંમત જાણી શકાતી નથી.
ਕਰਿ ਬੰਦੇ ਤੂ ਬੰਦਗੀ ਜਿਚਰੁ ਘਟ ਮਹਿ ਸਾਹੁ ॥੩॥ હે મનુષ્ય! જ્યાં સુધી તારા શરીરમાં જીવનનો શ્વાસ છે, ત્યાં સુધી તું માલિકની પ્રાર્થના કર ॥૩॥
ਤੂ ਸਮਰਥੁ ਅਕਥੁ ਅਗੋਚਰੁ ਜੀਉ ਪਿੰਡੁ ਤੇਰੀ ਰਾਸਿ ॥ તું બધી શક્તિઓનો માલિક છે તારું સ્વરૂપ વર્ણન કરી શકાતું નથી જ્ઞાનેદ્રીઓ દ્વારા તારા સુધી પહોંચી શકાતું નથી અમારા જીવોનું આ શરીર અને પ્રાણ તારી જ દીધેલી પુંજી છે
ਰਹਮ ਤੇਰੀ ਸੁਖੁ ਪਾਇਆ ਸਦਾ ਨਾਨਕ ਕੀ ਅਰਦਾਸਿ ॥੪॥੩॥ હે પ્રભુ! નાનકની આ જ પ્રાર્થના છે કે તારી કૃપાથી મેં હંમેશા જ સુખ મેળવ્યું છે ॥૪॥૩॥
ਤਿਲੰਗ ਮਹਲਾ ੫ ਘਰੁ ੩ ॥ તિલંગ મહેલ ૫ ઘર ૩॥
ਕਰਤੇ ਕੁਦਰਤੀ ਮੁਸਤਾਕੁ ॥ હે જગતના રચયિતા! તારી કુદરતને જોઈને હું તારો પ્રેમી બની ગયો છું.
ਦੀਨ ਦੁਨੀਆ ਏਕ ਤੂਹੀ ਸਭ ਖਲਕ ਹੀ ਤੇ ਪਾਕੁ ॥ ਰਹਾਉ ॥ એક તુ જ લોક-પરલોકનો માલિક છે અને તું જ આખા વિશ્વથી પવિત્ર છે ॥વિરામ॥
ਖਿਨ ਮਾਹਿ ਥਾਪਿ ਉਥਾਪਦਾ ਆਚਰਜ ਤੇਰੇ ਰੂਪ ॥ તું ક્ષણમાં જ બનાવવા-બગાડનાર છે અને તારું રૂપ ખૂબ અદભૂત છે.
ਕਉਣੁ ਜਾਣੈ ਚਲਤ ਤੇਰੇ ਅੰਧਿਆਰੇ ਮਹਿ ਦੀਪ ॥੧॥ તારી લીલાને કોણ જાણી શકે છે? તું જ અજ્ઞાનતાના અંધારામાં જ્ઞાનરૂપી પ્રકાશ કરનાર દીવો છે ॥૧॥
ਖੁਦਿ ਖਸਮ ਖਲਕ ਜਹਾਨ ਅਲਹ ਮਿਹਰਵਾਨ ਖੁਦਾਇ ॥ હે ખુદા! તું પોતે જ આ દુનિયાનો માલિક છે અને આખા જગતનો કૃપાળુ અલ્લાહ છે.
ਦਿਨਸੁ ਰੈਣਿ ਜਿ ਤੁਧੁ ਅਰਾਧੇ ਸੋ ਕਿਉ ਦੋਜਕਿ ਜਾਇ ॥੨॥ જે લોકો દિવસ-રાત તને યાદ કરતા રહે છે, તે શા માટે નરકમાં જશે ॥૨॥
ਅਜਰਾਈਲੁ ਯਾਰੁ ਬੰਦੇ ਜਿਸੁ ਤੇਰਾ ਆਧਾਰੁ ॥ હે અલ્લાહ! જેને તારો આશરો છે, મૃત્યુનો દેવદૂત ઇઝરાઇલ પણ તે મનુષ્યનો મિત્ર બની જાય છે.
ਗੁਨਹ ਉਸ ਕੇ ਸਗਲ ਆਫੂ ਤੇਰੇ ਜਨ ਦੇਖਹਿ ਦੀਦਾਰੁ ॥੩॥ તેના બધા ગુનાઓ માફ થઈ જાય છે, તેથી તારા ભક્તજન તારા જ દર્શન કરે છે ॥૩॥
ਦੁਨੀਆ ਚੀਜ ਫਿਲਹਾਲ ਸਗਲੇ ਸਚੁ ਸੁਖੁ ਤੇਰਾ ਨਾਉ ॥ દુનિયાની બધી વસ્તુઓ થોડા સમય માટે જ છે અને એક તારું નામ સાચું સુખ દેનાર છે.
ਗੁਰ ਮਿਲਿ ਨਾਨਕ ਬੂਝਿਆ ਸਦਾ ਏਕਸੁ ਗਾਉ ॥੪॥੪॥ હે નાનક! ગુરુને મળીને મેં સત્યને સમજી લીધું છે અને હવે હું એક પરમાત્માના જ ગુણ ગાતો રહું છું ॥૪॥૪॥
ਤਿਲੰਗ ਮਹਲਾ ੫ ॥ તિલંગ મહેલ ૫॥
ਮੀਰਾਂ ਦਾਨਾਂ ਦਿਲ ਸੋਚ ॥ હે ભાઈ! જગતનો બાદશાહ તેમજ ચતુર પરમાત્માને પોતાના દિલમાં યાદ કર,
ਮੁਹਬਤੇ ਮਨਿ ਤਨਿ ਬਸੈ ਸਚੁ ਸਾਹ ਬੰਦੀ ਮੋਚ ॥੧॥ ਰਹਾਉ ॥ બંધનોથી મુક્ત કરનાર તે સાચો શાહ પ્રેમથી જ મન તેમજ શરીરમાં વસે છે ॥૧॥વિરામ॥
ਦੀਦਨੇ ਦੀਦਾਰ ਸਾਹਿਬ ਕਛੁ ਨਹੀ ਇਸ ਕਾ ਮੋਲੁ ॥ તે માલિકના દર્શનની કોઈ કિંમત નથી.
ਪਾਕ ਪਰਵਦਗਾਰ ਤੂ ਖੁਦਿ ਖਸਮੁ ਵਡਾ ਅਤੋਲੁ ॥੧॥ હે ખુદા! તું પવિત્ર પરવરદિગાર છે અને પોતે જ અમારા બધાનો મોટો તેમજ અતુલનીય માલિક છે ॥૧॥
ਦਸ੍ਤਗੀਰੀ ਦੇਹਿ ਦਿਲਾਵਰ ਤੂਹੀ ਤੂਹੀ ਏਕ ॥ હે પરમાત્મા! મને પોતાની મદદ આપ, કારણ કે એક તું જ તું જ મારો મદદગાર છે.
ਕਰਤਾਰ ਕੁਦਰਤਿ ਕਰਣ ਖਾਲਕ ਨਾਨਕ ਤੇਰੀ ਟੇਕ ॥੨॥੫॥ હે કર્તાર! તું જ કુદરત બનાવનાર તેમજ આખી સૃષ્ટિનો માલિક છે અને નાનકને તો તારો જ સહારો છે ॥૨॥૫॥
ਤਿਲੰਗ ਮਹਲਾ ੧ ਘਰੁ ੨ તિલંગ મહેલ ૧ ઘર ૨
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે
ਜਿਨਿ ਕੀਆ ਤਿਨਿ ਦੇਖਿਆ ਕਿਆ ਕਹੀਐ ਰੇ ਭਾਈ ॥ હે ભાઈ! જે પ્રભુએ આ જગત ઉત્પન્ન કર્યું છે, તે જ આની સંભાળ કરે છે. આના વિશે શું કહેવાય?


© 2017 SGGS ONLINE
Scroll to Top