Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-7

Page 7

ਆਦੇਸੁ ਤਿਸੈ ਆਦੇਸੁ ॥ પ્રણામ! તેમને પ્રણામ
ਆਦਿ ਅਨੀਲੁ ਅਨਾਦਿ ਅਨਾਹਤਿ ਜੁਗੁ ਜੁਗੁ ਏਕੋ ਵੇਸੁ ॥੨੯॥ જેનો કોઇ અંત નથી શોધી શકતા જે નાશ રહિત છે અને જે સદા એક સાર રહે છે ।।૨૯।।
ਏਕਾ ਮਾਈ ਜੁਗਤਿ ਵਿਆਈ ਤਿਨਿ ਚੇਲੇ ਪਰਵਾਣੁ ॥ લોકોની અંદર આ ખ્યાલ પ્રચલિત છે કે એકલી માયા યુક્તિથી ગર્ભવતી થઈ ગઈ અને પ્રત્યક્ષ રીતે તેના ત્રણ પુત્ર થયા
ਇਕੁ ਸੰਸਾਰੀ ਇਕੁ ਭੰਡਾਰੀ ਇਕੁ ਲਾਏ ਦੀਬਾਣੁ ॥ જેમાં એક બ્રહ્મા એક વિષ્ણુ અને એક મહેશ જે કચેરી લગાવે છે અને જીવોનો સંહાર કરે છે
ਜਿਵ ਤਿਸੁ ਭਾਵੈ ਤਿਵੈ ਚਲਾਵੈ ਜਿਵ ਹੋਵੈ ਫੁਰਮਾਣੁ ॥ પણ અસલમાં તો વાત એવી છે કે જેવી રીતે અકાલ પુરુષને ઠીક લાગે છે અને જેવી રીતે તેનો હુકમ હોય છે તેવી જ રીતે આ સંસારની કાર્યવાહી ચાલી રહી છે
ਓਹੁ ਵੇਖੈ ਓਨਾ ਨਦਰਿ ਨ ਆਵੈ ਬਹੁਤਾ ਏਹੁ ਵਿਡਾਣੁ ॥ અકાલ પુરુષ બધાં જ જીવો ની દેખભાળ કરી રહ્યો છે પણ જીવોને અકાલ પુરુષ દેખાતો નથી
ਆਦੇਸੁ ਤਿਸੈ ਆਦੇਸੁ ॥ પ્રણામ! તેમને પ્રણામ
ਆਦਿ ਅਨੀਲੁ ਅਨਾਦਿ ਅਨਾਹਤਿ ਜੁਗੁ ਜੁਗੁ ਏਕੋ ਵੇਸੁ ॥੩੦॥ જેનો કોઇ અંત નથી શોધી શકતા જે નાશ રહિત છે અને જે સદા એક સાર રહે છે ।।૩૦।।
ਆਸਣੁ ਲੋਇ ਲੋਇ ਭੰਡਾਰ ॥ અકાલ પુરખ ના ભંડારો નું ઠેકાણું દરેક ભુવનમાં છે,
ਜੋ ਕਿਛੁ ਪਾਇਆ ਸੁ ਏਕਾ ਵਾਰ ॥ જે કાંઈ પણ અકાલ પુરખ અને તેના ભંડારમાં નાખ્યું છે એક જ વાર માં નાખી દીધું છે
ਕਰਿ ਕਰਿ ਵੇਖੈ ਸਿਰਜਣਹਾਰੁ ॥ સૃષ્ટિને પેદા કરવા વાળો અકાલ પુરુષ જીવોને પેદા કરીને તેમની સંભાળ કરી રહ્યો છે
ਨਾਨਕ ਸਚੇ ਕੀ ਸਾਚੀ ਕਾਰ ॥ હે નાનક! સદા સ્થિર રહેવા વાળો અકાલ પુરુષ ની સૃષ્ટિ ની સંભાળ રાખવાનું આ કાર્ય સદા અટલ છે
ਆਦੇਸੁ ਤਿਸੈ ਆਦੇਸੁ ॥ પ્રણામ! તેમને પ્રણામ
ਆਦਿ ਅਨੀਲੁ ਅਨਾਦਿ ਅਨਾਹਤਿ ਜੁਗੁ ਜੁਗੁ ਏਕੋ ਵੇਸੁ ॥੩੧॥ જેનો કોઇ અંત નથી શોધી શકતા જે નાશ રહિત છે અને જે સદા એક સાર રહે છે ।।૩૧।।
ਇਕ ਦੂ ਜੀਭੌ ਲਖ ਹੋਹਿ ਲਖ ਹੋਵਹਿ ਲਖ ਵੀਸ ॥ જો એક જીભથી લાખો જીભ થઈ જાય અને લાખો જીભથી થી વીસ લાખ થઇ જાય,
ਲਖੁ ਲਖੁ ਗੇੜਾ ਆਖੀਅਹਿ ਏਕੁ ਨਾਮੁ ਜਗਦੀਸ ॥ જે આ વિચારે છે કે મેં મારી મહેનતના બળ ઉપર આ રીતે નામ સ્મરણ કરીને અકાલ પુરુષને હું પ્રાપ્ત કરી શકું છું તો એક જુઠ્ઠો અહંકાર છે
ਏਤੁ ਰਾਹਿ ਪਤਿ ਪਵੜੀਆ ਚੜੀਐ ਹੋਇ ਇਕੀਸ ॥ આ રસ્તા ઉપર પરમાત્માની સાથે ની દૂરી દૂર કરવા વાળા ના રસ્તા ઉપર અકાળ પુરુષ નેમળવા માટે જે સીડીઓ છે તેની ઉપર અહંકાર ખતમ કરીને જઈ શકાય છે
ਸੁਣਿ ਗਲਾ ਆਕਾਸ ਕੀ ਕੀਟਾ ਆਈ ਰੀਸ ॥ માર્ગ દ્વારા, બ્રહ્મા-જ્ઞાનીઓની મહાન વાતો સાંભળીને, નીચ જીવો પણ દેહભાવમાં અનુસરવાની ઈચ્છા કરે છે.
ਨਾਨਕ ਨਦਰੀ ਪਾਈਐ ਕੂੜੀ ਕੂੜੈ ਠੀਸ ॥੩੨॥ પરંતુ ગુરુ નાનકજી કહે છે કે ભગવાન તેમની કૃપાથી જ પ્રાપ્ત થાય છે, નહીં તો આ ફક્ત ખોટા લોકોની ખોટી વાતો છે.
ਆਖਣਿ ਜੋਰੁ ਚੁਪੈ ਨਹ ਜੋਰੁ ॥ બોલવામાં અને ચૂપ રહેવામાં પણ આપણો કાંઈ જ હાથ નથી આપણો કંઈ જ અધિકાર નથી
ਜੋਰੁ ਨ ਮੰਗਣਿ ਦੇਣਿ ਨ ਜੋਰੁ ॥ ન તો માંગવામાં આપણી મરજી ચાલે છે અને ન તો આપવામા
ਜੋਰੁ ਨ ਜੀਵਣਿ ਮਰਣਿ ਨਹ ਜੋਰੁ ॥ જીવનમાં અને મરણ માં પણ આપણી કોઈ જ તાકાત કામ નથી આવતી
ਜੋਰੁ ਨ ਰਾਜਿ ਮਾਲਿ ਮਨਿ ਸੋਰੁ ॥ આ રાજ્ય અને વૈભવની પ્રાપ્તિ માં પણ આપણો કોઈ જ હાથ નથી જે રાજ્ય અને માલ ને કારણે મનમાં આટલો બધો અહંકાર થઈ જાય છે
ਜੋਰੁ ਨ ਸੁਰਤੀ ਗਿਆਨਿ ਵੀਚਾਰਿ ॥ આત્મિક જાગૃતિની અવસ્થામાં ઘ્યાનમાં અને વિચારમાં રહેવા માટે પણ આપણે સમર્થ નથી
ਜੋਰੁ ਨ ਜੁਗਤੀ ਛੁਟੈ ਸੰਸਾਰੁ ॥ જગતમાં રહેવામાં અને જગતને છોડવામાં ક્યાંય આપણે સમર્થ નથી
ਜਿਸੁ ਹਥਿ ਜੋਰੁ ਕਰਿ ਵੇਖੈ ਸੋਇ ॥ જેણે આ સંસાર રચ્યો તેનું સામર્થ્ય છે, તેનું જ જોર ચાલી શકે
ਨਾਨਕ ਉਤਮੁ ਨੀਚੁ ਨ ਕੋਇ ॥੩੩॥ હે નાનક! ન તો કોઈ મનુષ્ય ઉત્તમ છે ન કોઈ મનુષ્ય નીચ છે જીવને સદાચારી અને દુરાચારી બનાવવામાં પણ પ્રભુનો જ હાથ છે ।।૩૩।।
ਰਾਤੀ ਰੁਤੀ ਥਿਤੀ ਵਾਰ ॥ રાત,ઋતુ, તિથિ અને વાર,
ਪਵਣ ਪਾਣੀ ਅਗਨੀ ਪਾਤਾਲ ॥ પવન, પાણી, અગ્નિ અને પાતાળ
ਤਿਸੁ ਵਿਚਿ ਧਰਤੀ ਥਾਪਿ ਰਖੀ ਧਰਮ ਸਾਲ ॥ આ બધું આપીને પૃથ્વીને ધરમ કમાવાનું સ્થાન નિર્મિત કર્યું
ਤਿਸੁ ਵਿਚਿ ਜੀਅ ਜੁਗਤਿ ਕੇ ਰੰਗ ॥ એ ધર્મશાળામાં અનેક પ્રકારના જીવો છે, જેમની પાસે ધાર્મિક કાર્યોની પૂજાની અનેક રીતો છે અને તેઓના રંગ સફેદ અને કાળા અનેક પ્રકારના છે.
ਤਿਨ ਕੇ ਨਾਮ ਅਨੇਕ ਅਨੰਤ ॥ તેના ઘણા અનંત નામો છે.
ਕਰਮੀ ਕਰਮੀ ਹੋਇ ਵੀਚਾਰੁ ॥ દરેક જીવના પોતાના કર્મ જ તેના જીવનનો નિર્ણય કરે છે,
ਸਚਾ ਆਪਿ ਸਚਾ ਦਰਬਾਰੁ ॥ ફક્ત ઈશ્વર જ સત્ય છે, અને તેનો દરબાર સત્ય છે
ਤਿਥੈ ਸੋਹਨਿ ਪੰਚ ਪਰਵਾਣੁ ॥ તેના દરબારમાં સંત સંતજનો પ્રત્યક્ષરૂપે શોભાયમાન હોય છે,
ਨਦਰੀ ਕਰਮਿ ਪਵੈ ਨੀਸਾਣੁ ॥ તેની રહેમ ની નજર પડે તો સંતોની ઉપર મહાનતાની ચમક દેખાય
ਕਚ ਪਕਾਈ ਓਥੈ ਪਾਇ ॥ અહીંયા સંસારમાં કોઈ નાનાં મોટુ કહેવડાવે છે એનો કોઈ અર્થ નથી કાચા પાકા ની પરખ તો અકાલ પુરુષ ના દરવાજે થાય છે,
ਨਾਨਕ ਗਇਆ ਜਾਪੈ ਜਾਇ ॥੩੪॥ હે નાનક! અકાલ પુરુષ ના દ્વાર ઉપર પહોંચીને સમજાઈ જાય છે કે અસલમાં કોણ પાકું ને કોણ કાચું ।।૩૪।।
ਧਰਮ ਖੰਡ ਕਾ ਏਹੋ ਧਰਮੁ ॥ ધર્મ ખંડનું માત્ર એક જ કર્તવ્ય છે જે ઉપર પ્રમાણે છે
ਗਿਆਨ ਖੰਡ ਕਾ ਆਖਹੁ ਕਰਮੁ ॥ હવે જ્ઞાન ખંડ નું કર્તવ્ય પણ સમજી લ્યો જે આગળ ઉપરના પદોમાં છે
ਕੇਤੇ ਪਵਣ ਪਾਣੀ ਵੈਸੰਤਰ ਕੇਤੇ ਕਾਨ ਮਹੇਸ ॥ અકાલ પુરુષ ની રચનામાં કેટલાય પ્રકારના પવન પાણી અને અગ્નિ છે કેટલાય કૃષ્ણ અને છે કેટલાય શિવ છે
ਕੇਤੇ ਬਰਮੇ ਘਾੜਤਿ ਘੜੀਅਹਿ ਰੂਪ ਰੰਗ ਕੇ ਵੇਸ ॥ કેટલાય પ્રકારના બ્રહ્મ અને કેટલાય કૃષ્ણના ઘાટ ઘડ્યા છે, જે અનેક રૂપ રંગ અને વેશના છે
ਕੇਤੀਆ ਕਰਮ ਭੂਮੀ ਮੇਰ ਕੇਤੇ ਕੇਤੇ ਧੂ ਉਪਦੇਸ ॥ અકાલ પુરખની સૃષ્ટિ માં કેટલીયે ધરતી, કેટલાય મેરુ, કેટલાય ભક્ત ધ્રુવ અને કેટલાય ઉપદેશ છે
ਕੇਤੇ ਇੰਦ ਚੰਦ ਸੂਰ ਕੇਤੇ ਕੇਤੇ ਮੰਡਲ ਦੇਸ ॥ કેટલાય ઇન્દ્ર, કેટલાય ચંદ્ર કેટલાય દેવતા અને કેટલાય મંડળ છે
ਕੇਤੇ ਸਿਧ ਬੁਧ ਨਾਥ ਕੇਤੇ ਕੇਤੇ ਦੇਵੀ ਵੇਸ ॥ કેટલાંય સિદ્ધ, કેટલાંય નાથ અને અનેક પ્રકારની દેવીઓ છે
ਕੇਤੇ ਦੇਵ ਦਾਨਵ ਮੁਨਿ ਕੇਤੇ ਕੇਤੇ ਰਤਨ ਸਮੁੰਦ ॥ કેટલાય દેવ, કેટલાંય દાનવ, કેટલાંય મુનિ અને કેટલાય રત્નો અને સમુદ્રો છે
ਕੇਤੀਆ ਖਾਣੀ ਕੇਤੀਆ ਬਾਣੀ ਕੇਤੇ ਪਾਤ ਨਰਿੰਦ ॥ કેટલીયે ખાણ અને કેટલીયે બોલી, કેટલાય રાજા બાદશાહ છે
ਕੇਤੀਆ ਸੁਰਤੀ ਸੇਵਕ ਕੇਤੇ ਨਾਨਕ ਅੰਤੁ ਨ ਅੰਤੁ ॥੩੫॥ હે નાનક! કેટલા પ્રકારના વિચારો અને કેટલાય સેવક છે ,જેનાં અંત નો કોઈ અંત નથી ।।૩૫।।
ਗਿਆਨ ਖੰਡ ਮਹਿ ਗਿਆਨੁ ਪਰਚੰਡੁ ॥ જ્ઞાન ખંડમાં મનુષ્યની જ્ઞાન અવસ્થામાં જ્ઞાન બળવાન હોય છે,
ਤਿਥੈ ਨਾਦ ਬਿਨੋਦ ਕੋਡ ਅਨੰਦੁ ॥ આ અવસ્થામાં જેમ કે બધાં રાગ તમાશા અને ચમત્કારોના આનંદ આવી જાય છે


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top