Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-564

Page 564

ਤੁਧੁ ਆਪੇ ਕਾਰਣੁ ਆਪੇ ਕਰਣਾ ॥ તું પોતે જ કારણ અને તું જ કરનાર છે.
ਹੁਕਮੇ ਜੰਮਣੁ ਹੁਕਮੇ ਮਰਣਾ ॥੨॥ તારા હુકમમાં જ જીવોનો જન્મ થાય છે અને તારા હુકમમાં તેનું મૃત્યુ થાય છે ॥૨॥
ਨਾਮੁ ਤੇਰਾ ਮਨ ਤਨ ਆਧਾਰੀ ॥ તારું નામ જ મારું મન તેમજ શરીરનો સહારો છે.
ਨਾਨਕ ਦਾਸੁ ਬਖਸੀਸ ਤੁਮਾਰੀ ॥੩॥੮॥ દાસ નાનક પર તો તારી જ બક્ષીશ છે ॥૩॥૮॥
ਵਡਹੰਸੁ ਮਹਲਾ ੫ ਘਰੁ ੨॥ વડહંસ મહેલ ॥૨॥
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા જે સદ્દગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે
ਮੇਰੈ ਅੰਤਰਿ ਲੋਚਾ ਮਿਲਣ ਕੀ ਪਿਆਰੇ ਹਉ ਕਿਉ ਪਾਈ ਗੁਰ ਪੂਰੇ ॥ હે પ્રિયતમ પ્રભુ! મારા હ્રદયમાં તારાથી મળવાની પ્રબળ અભિલાષા છે. હું પોતાના સંપૂર્ણ ગુરુને કઈ રીતે મેળવી શકું છું?
ਜੇ ਸਉ ਖੇਲ ਖੇਲਾਈਐ ਬਾਲਕੁ ਰਹਿ ਨ ਸਕੈ ਬਿਨੁ ਖੀਰੇ ॥ ભલે બાળકને ઘણી પ્રકારની રમતમાં લગાવવામાં આવે પરંતુ તે દૂધ વગર રહી શકતું નથી.
ਮੇਰੈ ਅੰਤਰਿ ਭੁਖ ਨ ਉਤਰੈ ਅੰਮਾਲੀ ਜੇ ਸਉ ਭੋਜਨ ਮੈ ਨੀਰੇ ॥ હે બહેનપણી! જો મારા માટે ઘણા પ્રકારના સ્વાદિષ્ટ ભોજન પણ પીરસવામાં આવે, તો પણ મારા હૃદયની ભૂખ દૂર થતી નથી.
ਮੇਰੈ ਮਨਿ ਤਨਿ ਪ੍ਰੇਮੁ ਪਿਰੰਮ ਕਾ ਬਿਨੁ ਦਰਸਨ ਕਿਉ ਮਨੁ ਧੀਰੇ ॥੧॥ મારા મન તેમજ શરીરમાં પોતાના પ્રિયતમ પ્રભુનો જ પ્રેમ વસે છે અને તેના દર્શનો વગર મારા મનને કેવી રીતે ધીરજ થઈ શકે છે? ॥૧॥
ਸੁਣਿ ਸਜਣ ਮੇਰੇ ਪ੍ਰੀਤਮ ਭਾਈ ਮੈ ਮੇਲਿਹੁ ਮਿਤ੍ਰੁ ਸੁਖਦਾਤਾ ॥ હે સજ્જન! હે પ્રીતમ ભાઈ! ધ્યાનપૂર્વક સાંભળ, મારુ મિલન તે સુખોનાં દાતા મિત્રથી કરાવી દો, કારણ કે
ਓਹੁ ਜੀਅ ਕੀ ਮੇਰੀ ਸਭ ਬੇਦਨ ਜਾਣੈ ਨਿਤ ਸੁਣਾਵੈ ਹਰਿ ਕੀਆ ਬਾਤਾ ॥ તે મારા મનની બધી ઇજા-વેદનાને જાણે છે અને દરરોજ મને પરમેશ્વરની વાતો સંભળાવે છે.
ਹਉ ਇਕੁ ਖਿਨੁ ਤਿਸੁ ਬਿਨੁ ਰਹਿ ਨ ਸਕਾ ਜਿਉ ਚਾਤ੍ਰਿਕੁ ਜਲ ਕਉ ਬਿਲਲਾਤਾ ॥ હું તેના વગર એક ક્ષણ માત્ર પણ રહી શકતો નથી જેમ બપૈયો વરસાદના ટીપા માટે રોતો રહે છે, આ રીતે હું પણ તેના માટે રોવ છું.
ਹਉ ਕਿਆ ਗੁਣ ਤੇਰੇ ਸਾਰਿ ਸਮਾਲੀ ਮੈ ਨਿਰਗੁਣ ਕਉ ਰਖਿ ਲੇਤਾ ॥੨॥ હે પરમેશ્વર! તારા ક્યાં એવા ગુણોને યાદ કરીને પોતાના મનમાં ધારણ કરું, તું મારા જેવા ગુણહીન જીવની રક્ષા કરતો રહે છે ॥૨॥
ਹਉ ਭਈ ਉਡੀਣੀ ਕੰਤ ਕਉ ਅੰਮਾਲੀ ਸੋ ਪਿਰੁ ਕਦਿ ਨੈਣੀ ਦੇਖਾ ॥ હે પ્રેમાળ બહેનપણી! પોતાના સ્વામીની રાહ જોતાં જોતાં હું નિરાશ થઈ ગઈ છું. પછી હું પોતાના તે પતિ-પરમેશ્વરને પોતાની નજરથી ક્યારે જોઇશ?
ਸਭਿ ਰਸ ਭੋਗਣ ਵਿਸਰੇ ਬਿਨੁ ਪਿਰ ਕਿਤੈ ਨ ਲੇਖਾ ॥ પતિ-પરમેશ્વર વગર મને બધા રસોના ભોગ ભુલાઈ ગયા છે અને તે કોઈ હિસાબમાં નથી અર્થાત વ્યર્થ જ છે.
ਇਹੁ ਕਾਪੜੁ ਤਨਿ ਨ ਸੁਖਾਵਈ ਕਰਿ ਨ ਸਕਉ ਹਉ ਵੇਸਾ ॥ આ કપડાં પણ મારા શરીરને સારા લાગતા નથી, આથી આ કપડાં પણ પહેરી શકતી નથી.
ਜਿਨੀ ਸਖੀ ਲਾਲੁ ਰਾਵਿਆ ਪਿਆਰਾ ਤਿਨ ਆਗੈ ਹਮ ਆਦੇਸਾ ॥੩॥ જે બહેનપણીઓએ પોતાના પ્રિયતમ પ્રભુને ખુશ કરીને આનંદ કર્યું છે, હું તેની સમક્ષ પ્રણામ કરું છું ॥૩॥
ਮੈ ਸਭਿ ਸੀਗਾਰ ਬਣਾਇਆ ਅੰਮਾਲੀ ਬਿਨੁ ਪਿਰ ਕਾਮਿ ਨ ਆਏ ॥ હે બહેનપણી! મેં બધા હાર-શણગાર કર્યા છે પરંતુ પોતાના પ્રિયતમ વગર આ કોઈ કામના નથી અર્થાત વ્યર્થ છે.
ਜਾ ਸਹਿ ਬਾਤ ਨ ਪੁਛੀਆ ਅੰਮਾਲੀ ਤਾ ਬਿਰਥਾ ਜੋਬਨੁ ਸਭੁ ਜਾਏ ॥ હે બહેનપણી! જયારે મારો સ્વામી જ મારી વાત પૂછતો નથી તો મારું બધું યૌવન વ્યર્થ જ જઈ રહ્યું છે.
ਧਨੁ ਧਨੁ ਤੇ ਸੋਹਾਗਣੀ ਅੰਮਾਲੀ ਜਿਨ ਸਹੁ ਰਹਿਆ ਸਮਾਏ ॥ હે બહેનપણી! તે સુહાગન જીવ-સ્ત્રીઓ ધન્ય-ધન્ય છે, જેની સાથે તેનો પતિ-પ્રભુ લીન થયેલ રહે છે.
ਹਉ ਵਾਰਿਆ ਤਿਨ ਸੋਹਾਗਣੀ ਅੰਮਾਲੀ ਤਿਨ ਕੇ ਧੋਵਾ ਸਦ ਪਾਏ ॥੪॥ હે બહેનપણીઓ! હું તે સુહાગન જીવ-સ્ત્રીઓ પર બલિહાર જાવ છું અને હંમેશા જ તેના ચરણ ધોવ છું ॥૪॥
ਜਿਚਰੁ ਦੂਜਾ ਭਰਮੁ ਸਾ ਅੰਮਾਲੀ ਤਿਚਰੁ ਮੈ ਜਾਣਿਆ ਪ੍ਰਭੁ ਦੂਰੇ ॥ હે બહેનપણીઓ! જ્યાં સુધી તારી અંદર દ્વેતભાવનો ભ્રમ હતો, ત્યાં સુધી મેં પોતાના પ્રભુને દૂર જ જાણ્યો.
ਜਾ ਮਿਲਿਆ ਪੂਰਾ ਸਤਿਗੁਰੂ ਅੰਮਾਲੀ ਤਾ ਆਸਾ ਮਨਸਾ ਸਭ ਪੂਰੇ ॥ હે બહેનપણી! જ્યારે મને સંપૂર્ણ સદ્દગુરુ મળી ગયો તો મારી બધી આશા તેમજ અભિલાષા પૂર્ણ થઈ ગઈ.
ਮੈ ਸਰਬ ਸੁਖਾ ਸੁਖ ਪਾਇਆ ਅੰਮਾਲੀ ਪਿਰੁ ਸਰਬ ਰਹਿਆ ਭਰਪੂਰੇ ॥ હે બહેનપણી! મેં સર્વ-સુખોના સુખ પતિ-પ્રભુને પ્રાપ્ત કરી લીધું છે, તે પતિ-પરમેશ્વર બધાના હૃદયમાં સમાયેલ છે.
ਜਨ ਨਾਨਕ ਹਰਿ ਰੰਗੁ ਮਾਣਿਆ ਅੰਮਾਲੀ ਗੁਰ ਸਤਿਗੁਰ ਕੈ ਲਗਿ ਪੈਰੇ ॥੫॥੧॥੯॥ હે બહેનપણી! ગુરુ-સદ્દગુરૂના ચરણોમાં લાગીને નાનકે પણ હરિના પ્રેમ-રંગનો આનંદ ભોગી લીધો છે ॥૫॥૧॥૯॥
ਵਡਹੰਸੁ ਮਹਲਾ ੩ ਅਸਟਪਦੀਆ॥ વડહંસ મહેલ ॥૩॥ અષ્ટપદ
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સદ્દગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે
ਸਚੀ ਬਾਣੀ ਸਚੁ ਧੁਨਿ ਸਚੁ ਸਬਦੁ ਵੀਚਾਰਾ ॥ વાણી સત્ય છે, વધુ અવાજ સત્ય છે અને શબ્દનું ચિંતન સત્ય છે.
ਅਨਦਿਨੁ ਸਚੁ ਸਲਾਹਣਾ ਧਨੁ ਧਨੁ ਵਡਭਾਗ ਹਮਾਰਾ ॥੧॥ મારુ ખુબ સૌભાગ્ય છે કે હું દરેક સમયે સાચા પ્રભુનું સ્તુતિગાન કરતો રહું છું ॥૧॥
ਮਨ ਮੇਰੇ ਸਾਚੇ ਨਾਮ ਵਿਟਹੁ ਬਲਿ ਜਾਉ ॥ હે મન! સાચા પરમેશ્વરના નામ પર બલિહાર થઈ જા.
ਦਾਸਨਿ ਦਾਸਾ ਹੋਇ ਰਹਹਿ ਤਾ ਪਾਵਹਿ ਸਚਾ ਨਾਉ ॥੧॥ ਰਹਾਉ ॥ દાસાનુદાસ બની જાય તો તે સત્ય નામ પ્રાપ્ત થઈ જશે ॥૧॥વિરામ॥


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top