Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-528

Page 528

ਲੋਕਨ ਕੀ ਚਤੁਰਾਈ ਉਪਮਾ ਤੇ ਬੈਸੰਤਰਿ ਜਾਰਿ ॥ લોકોની ચતુરાઈ અને ઉપમાને મેં અગ્નિમાં સળગાવી દીધા છે
ਕੋਈ ਭਲਾ ਕਹਉ ਭਾਵੈ ਬੁਰਾ ਕਹਉ ਹਮ ਤਨੁ ਦੀਓ ਹੈ ਢਾਰਿ ॥੧॥ હવે ભલે કોઈ મને સારું કહે અથવા ખરાબ કહે મેં તો પોતાનું તન પ્રભુને ન્યોછાવર કરી દીધું છે ॥૧॥
ਜੋ ਆਵਤ ਸਰਣਿ ਠਾਕੁਰ ਪ੍ਰਭੁ ਤੁਮਰੀ ਤਿਸੁ ਰਾਖਹੁ ਕਿਰਪਾ ਧਾਰਿ ॥ હે ઠાકુર પ્રભુ! જે કોઈ તારી શરણે આવે છે કૃપા કરીને તું તેમની રક્ષા કર
ਜਨ ਨਾਨਕ ਸਰਣਿ ਤੁਮਾਰੀ ਹਰਿ ਜੀਉ ਰਾਖਹੁ ਲਾਜ ਮੁਰਾਰਿ ॥੨॥੪॥ હે પૂજ્ય પરમેશ્વર! દાસ નાનકે તારી જ શરણ લીધી છે તું તેની લાજ-પ્રતિષ્ઠા જાળવી રાખજે ॥૨॥૪॥
ਦੇਵਗੰਧਾਰੀ ॥ રાગ દેવગંધારી ॥
ਹਰਿ ਗੁਣ ਗਾਵੈ ਹਉ ਤਿਸੁ ਬਲਿਹਾਰੀ ॥ જે હરિનું ગુણગાન કરે છે હું તેના પર બલિહાર જાઉં છું
ਦੇਖਿ ਦੇਖਿ ਜੀਵਾ ਸਾਧ ਗੁਰ ਦਰਸਨੁ ਜਿਸੁ ਹਿਰਦੈ ਨਾਮੁ ਮੁਰਾਰੀ ॥੧॥ ਰਹਾਉ ॥ હું તે સાધુ ગુરુદેવના દર્શન જોઈ-જોઈને જીવતો છું, જેના હદયમાં પરમાત્માનું નામ વસેલું છે ॥૧॥વિરામ॥
ਤੁਮ ਪਵਿਤ੍ਰ ਪਾਵਨ ਪੁਰਖ ਪ੍ਰਭ ਸੁਆਮੀ ਹਮ ਕਿਉ ਕਰਿ ਮਿਲਹ ਜੂਠਾਰੀ ॥ હે સ્વામી પ્રભુ! તું પવિત્ર-પાવન સત્પુરુષ છો પરંતુ હું અપવિત્ર તને કેવી રીતે મળી શકું?
ਹਮਰੈ ਜੀਇ ਹੋਰੁ ਮੁਖਿ ਹੋਰੁ ਹੋਤ ਹੈ ਹਮ ਕਰਮਹੀਣ ਕੂੜਿਆਰੀ ॥੧॥ અમારા અંતર મનમાં કાંઈ બીજું જ હોય છે તથા મુખમાં કાંઈ બીજું જ હોય છે અમે કર્મહીન તથા અસત્યવાદી છીએ ॥૧॥
ਹਮਰੀ ਮੁਦ੍ਰ ਨਾਮੁ ਹਰਿ ਸੁਆਮੀ ਰਿਦ ਅੰਤਰਿ ਦੁਸਟ ਦੁਸਟਾਰੀ ॥ હે મારા સ્વામી હરિ! બાહરી દેખાવની રીતે હું તારું નામ સ્મરણ કરું છું પરંતુ પોતાના હૃદયની અંદર મેં દુષ્ટો જેવી દુષ્ટતા ધારણ કરી છે
ਜਿਉ ਭਾਵੈ ਤਿਉ ਰਾਖਹੁ ਸੁਆਮੀ ਜਨ ਨਾਨਕ ਸਰਣਿ ਤੁਮ੍ਹ੍ਹਾਰੀ ॥੨॥੫॥ હે સ્વામી! નાનકે તારી શરણ લીધી છે જેવું તને ગમે છે તેમ જ તેની રક્ષા કર ॥૨॥૫॥
ਦੇਵਗੰਧਾਰੀ ॥ રાગ દેવગંધારી ॥
ਹਰਿ ਕੇ ਨਾਮ ਬਿਨਾ ਸੁੰਦਰਿ ਹੈ ਨਕਟੀ ॥ હરિ નામ વગર સુંદર વ્યક્તિ પણ નકટો અને નિર્લજ્જ કહેવાય છે
ਜਿਉ ਬੇਸੁਆ ਕੇ ਘਰਿ ਪੂਤੁ ਜਮਤੁ ਹੈ ਤਿਸੁ ਨਾਮੁ ਪਰਿਓ ਹੈ ਧ੍ਰਕਟੀ ॥੧॥ ਰਹਾਉ ॥ જેમ એક વેશ્યાના ઘર પર કોઈ પુત્ર જન્મ લે છે તો તેનું નામ ધિક્કાર યોગ્ય ગેરકાયદેસર અમાન્ય પડી જાય છે ॥૧॥વિરામ॥
ਜਿਨ ਕੈ ਹਿਰਦੈ ਨਾਹਿ ਹਰਿ ਸੁਆਮੀ ਤੇ ਬਿਗੜ ਰੂਪ ਬੇਰਕਟੀ ॥ જેના હદયમાં હરિ-સ્વામીનો નિવાસ નથી તે કુરૂપ અને કોઢી છે
ਜਿਉ ਨਿਗੁਰਾ ਬਹੁ ਬਾਤਾ ਜਾਣੈ ਓਹੁ ਹਰਿ ਦਰਗਹ ਹੈ ਭ੍ਰਸਟੀ ॥੧॥ જેવી રીતે ગુરુ વગરનો પુરુષ ઘણી વાતો જાણે છે પરંતુ હરિના દરબારમાં દુરાચારી જ છે. ॥૧॥
ਜਿਨ ਕਉ ਦਇਆਲੁ ਹੋਆ ਮੇਰਾ ਸੁਆਮੀ ਤਿਨਾ ਸਾਧ ਜਨਾ ਪਗ ਚਕਟੀ ॥ મારા સ્વામી જેના પર દયાળુ થઈ જાય છે તે સાધુજનોના ચરણ સ્પર્શ કરતા રહે છે
ਨਾਨਕ ਪਤਿਤ ਪਵਿਤ ਮਿਲਿ ਸੰਗਤਿ ਗੁਰ ਸਤਿਗੁਰ ਪਾਛੈ ਛੁਕਟੀ ॥੨॥੬॥ ਛਕਾ ੧ હે નાનક! સત્સંગતિમાં મળીને પતિત મનુષ્ય પણ પવિત્ર પાવન બની જાય છે અને સાચા ગુરુના માર્ગદર્શન પર ચાલીને જન્મ-મરણથી છૂટી જાય છે ॥૨॥૬॥ છકા ૧॥
ਦੇਵਗੰਧਾਰੀ ਮਹਲਾ ੫ ਘਰੁ ੨ રાગ દેવગંધારી મહેલ ૫ ઘર ૨ ॥
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સદ્દગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે ॥
ਮਾਈ ਗੁਰ ਚਰਣੀ ਚਿਤੁ ਲਾਈਐ ॥ હે મારી માતા! હંમેશા ગુરુ ચરણોમાં મન લગાડવું જોઈએ
ਪ੍ਰਭੁ ਹੋਇ ਕ੍ਰਿਪਾਲੁ ਕਮਲੁ ਪਰਗਾਸੇ ਸਦਾ ਸਦਾ ਹਰਿ ਧਿਆਈਐ ॥੧॥ ਰਹਾਉ ॥ જ્યારે પ્રભુ કૃપાળુ થઈ જાય છે તો હૃદય કમલ ખીલી જાય છે અપને હંમેશા જ હરિનું ધ્યાન કરવું જોઈએ ॥૧॥વિરામ॥
ਅੰਤਰਿ ਏਕੋ ਬਾਹਰਿ ਏਕੋ ਸਭ ਮਹਿ ਏਕੁ ਸਮਾਈਐ ॥ એક પરમાત્મા જ જીવોના મનમાં રહે છે અને તે જ આખી દુનિયામાં નિવાસ કરે છે સત્ય તો આ જ છે કે એક પ્રભુ જ બધા હદયમાં સમાયેલા છે
ਘਟਿ ਅਵਘਟਿ ਰਵਿਆ ਸਭ ਠਾਈ ਹਰਿ ਪੂਰਨ ਬ੍ਰਹਮੁ ਦਿਖਾਈਐ ॥੧॥ ઘરમાં અને ઘરથી બહાર દરેક જગ્યાએ સર્વવ્યાપક સંપૂર્ણ બ્રહ્મ હરિ જ દ્રષ્ટિગત થાય છે ॥૧॥
ਉਸਤਤਿ ਕਰਹਿ ਸੇਵਕ ਮੁਨਿ ਕੇਤੇ ਤੇਰਾ ਅੰਤੁ ਨ ਕਤਹੂ ਪਾਈਐ ॥ હે પ્રભુ! ઘણા બધા સેવક અને મુનિજન પણ તારી જ સ્તુતિ કરે છે પરંતુ કોઈ પણ તારો અંત જાણતા નથી
ਸੁਖਦਾਤੇ ਦੁਖ ਭੰਜਨ ਸੁਆਮੀ ਜਨ ਨਾਨਕ ਸਦ ਬਲਿ ਜਾਈਐ ॥੨॥੧॥ હે સુખોના દાતા! હે દુઃખ વિનાશક સ્વામી! નાનક હંમેશા જ તારા પર બલિહાર જાય છે ॥૨॥૧॥
ਦੇਵਗੰਧਾਰੀ ॥ રાગ દેવગંધારી ॥
ਮਾਈ ਹੋਨਹਾਰ ਸੋ ਹੋਈਐ ॥ હે મારી માતા! જે કાંઈ દુનિયામાં થાય છે પરમાત્માના હુકમ અનુસાર જ થાય છે
ਰਾਚਿ ਰਹਿਓ ਰਚਨਾ ਪ੍ਰਭੁ ਅਪਨੀ ਕਹਾ ਲਾਭੁ ਕਹਾ ਖੋਈਐ ॥੧॥ ਰਹਾਉ ॥ પ્રભુ પોતાની જગત-રચનામાં સક્રિય છે તે મનુષ્યને ઘણા લાભ પહોંચાડે છે અને કોઈ પાસેથી કંઈક છીનવી રહ્યો છે અર્થાત મનુષ્યના પોતાના કર્મોની જ લેવડ-દેવળ છે ॥૧॥વિરામ॥
ਕਹ ਫੂਲਹਿ ਆਨੰਦ ਬਿਖੈ ਸੋਗ ਕਬ ਹਸਨੋ ਕਬ ਰੋਈਐ ॥ કોઈ સમય મનુષ્ય આનંદમાં પ્રફુલ્લિત રહે છે અને કોઈ સમય તે વિષયાદિ વિકારોથી દુઃખી થાય છે ક્યારેક તે હશે છે અને ક્યારેક તે રડે છે
ਕਬਹੂ ਮੈਲੁ ਭਰੇ ਅਭਿਮਾਨੀ ਕਬ ਸਾਧੂ ਸੰਗਿ ਧੋਈਐ ॥੧॥ ક્યારેક અભિમાની મનુષ્ય અભિમાનની ગંદકીથી ભરેલો હોય છે અને ક્યારેક તે સત્સંગતિમાં સામીલ થઈને ગંદકીને ધોઈને પાવન થઈ જાય છે ॥૧॥
ਕੋਇ ਨ ਮੇਟੈ ਪ੍ਰਭ ਕਾ ਕੀਆ ਦੂਸਰ ਨਾਹੀ ਅਲੋਈਐ ॥ પ્રભુનું કરેલું કોઈ પણ જીવ મિટાવી શકતો નથી મને તે પ્રભુની સમાન કોઈ બીજું દેખાતું નથી
ਕਹੁ ਨਾਨਕ ਤਿਸੁ ਗੁਰ ਬਲਿਹਾਰੀ ਜਿਹ ਪ੍ਰਸਾਦਿ ਸੁਖਿ ਸੋਈਐ ॥੨॥੨॥ હે નાનક! હું તે ગુરુ પર બલિહાર જાઉં છું જેની કૃપાથી સુખપૂર્વક રહી શકાય છે ॥૨॥૨॥


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top