Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-473

Page 473

ਪਉੜੀ ॥ પગથિયું ૧૮।।
ਸਤਿਗੁਰੁ ਵਡਾ ਕਰਿ ਸਾਲਾਹੀਐ ਜਿਸੁ ਵਿਚਿ ਵਡੀਆ ਵਡਿਆਈਆ ॥ સદગુરુ ના ગુણ ગાવા જોઈએ અને કહેવું જોઈએ કે ગુરુ ખૂબ જ મોટા છે કારણ કે ગુરુ માં ખૂબ મોટા મોટા ગુણ છે
ਸਹਿ ਮੇਲੇ ਤਾ ਨਦਰੀ ਆਈਆ ॥ જે મનુષ્ય ને પ્રભુ પતિને ગુરુનો મેળાપ કરાવ્યો છે તેમને એમનાં ગુણ આંખો થી દેખાય છે
ਜਾ ਤਿਸੁ ਭਾਣਾ ਤਾ ਮਨਿ ਵਸਾਈਆ ॥ અને જો પ્રભુ ઇચ્છે તો તેમના મનમાં પણ ગુણ વસી જાય છે
ਕਰਿ ਹੁਕਮੁ ਮਸਤਕਿ ਹਥੁ ਧਰਿ ਵਿਚਹੁ ਮਾਰਿ ਕਢੀਆ ਬੁਰਿਆਈਆ ॥ પ્રભુ પોતાના હુકમ પ્રમાણે તે મનુષ્યોનાં માથા ઉપર હાથ રાખી ને તેમના મનમાં થી બુરાઈઓને બહાર કાઢી નાખે છે
ਸਹਿ ਤੁਠੈ ਨਉ ਨਿਧਿ ਪਾਈਆ ॥੧੮॥ જો પ્રભુ પતિ પ્રસન્ન થઈ જાય તો સમજો કે બધાં જ પદાર્થો મળી ગયા ।।૧૮।।
ਸਲੋਕੁ ਮਃ ੧ ॥ શ્લોક મહેલ ૧।।
ਪਹਿਲਾ ਸੁਚਾ ਆਪਿ ਹੋਇ ਸੁਚੈ ਬੈਠਾ ਆਇ ॥ સૌથી પહેલા બ્રાહ્મણ નાઈ ધોઈને સ્વચ્છ થઈને સ્વચ્છ રસોડામાં આવીને બેસે છે
ਸੁਚੇ ਅਗੈ ਰਖਿਓਨੁ ਕੋਇ ਨ ਭਿਟਿਓ ਜਾਇ ॥ તેની સામે યજમાન ભોજન લઇ આવીને રાખે છે જેને હજી સુધી કોઈ અડ્યુ પણ નથી
ਸੁਚਾ ਹੋਇ ਕੈ ਜੇਵਿਆ ਲਗਾ ਪੜਣਿ ਸਲੋਕੁ ॥ બ્રાહ્મણ સ્વચ્છ થઈને તે સ્વચ્છ ભોજન ખાય છે અને ખાઈને શ્લોક બોલવા મંડી પડે છે
ਕੁਹਥੀ ਜਾਈ ਸਟਿਆ ਕਿਸੁ ਏਹੁ ਲਗਾ ਦੋਖੁ ॥ પણ આ પવિત્ર ભોજન ને ગંદી જગ્યાએ એટલે કે પેટમાં નાખે છે તે પવિત્ર ભોજનને ગંદી જગ્યા ફેકવાનો દોષ કોના ઉપર આવ્યો?
ਅੰਨੁ ਦੇਵਤਾ ਪਾਣੀ ਦੇਵਤਾ ਬੈਸੰਤਰੁ ਦੇਵਤਾ ਲੂਣੁ ਪੰਜਵਾ ਪਾਇਆ ਘਿਰਤੁ ॥ ਤਾ ਹੋਆ ਪਾਕੁ ਪਵਿਤੁ ॥ અન્ન, પાણી, અગ્નિ અને મીઠું આ ચારેય દેવતા છે પવિત્ર પદાર્થ છે પાંચમું ઘી પણ પવિત્ર છે જે આ ચારેયમાં નાખવામાં આવે છે આ પાંચેય મળીને ખૂબ જ પવિત્ર ભોજન તૈયાર થાય છે
ਪਾਪੀ ਸਿਉ ਤਨੁ ਗਡਿਆ ਥੁਕਾ ਪਈਆ ਤਿਤੁ ॥ પણ દેવતાઓનાં આ શરીરને આ પવિત્ર ભોજનની પાપી મનુષ્ય ની સાથે સંગત થાય છે
ਜਿਤੁ ਮੁਖਿ ਨਾਮੁ ਨ ਊਚਰਹਿ ਬਿਨੁ ਨਾਵੈ ਰਸ ਖਾਹਿ ॥ જે મોઢા થી મનુષ્ય નામનું સ્મરણ નથી કરતો અને નામ સ્મરણ વગર સ્વાદિષ્ટ પદાર્થ ખાય છે
ਨਾਨਕ ਏਵੈ ਜਾਣੀਐ ਤਿਤੁ ਮੁਖਿ ਥੁਕਾ ਪਾਹਿ ॥੧॥ હે નાનક! આ રીતે સમજી લેવું જોઈએ કે તેને પણ ધિક્કાર જ મળે છે ।।૧।।
ਮਃ ੧ ॥ મહેલ ૧।।
ਭੰਡਿ ਜੰਮੀਐ ਭੰਡਿ ਨਿੰਮੀਐ ਭੰਡਿ ਮੰਗਣੁ ਵੀਆਹੁ ॥ સ્ત્રી થી જન્મ લે છે સ્ત્રીના પેટમાં જ પ્રાણી નું શરીર બને છે સ્ત્રી દ્વારા જ ઉત્પત્તિ નો રસ્તો મળે છે
ਭੰਡਹੁ ਹੋਵੈ ਦੋਸਤੀ ਭੰਡਹੁ ਚਲੈ ਰਾਹੁ ॥ સ્ત્રી દ્વારા લોકો સાથે સંબંધ બાંધવામાં આવે છે અને સ્ત્રી વિશ્વની બનાવટ ના રસ્તે ચાલે છે.
ਭੰਡੁ ਮੁਆ ਭੰਡੁ ਭਾਲੀਐ ਭੰਡਿ ਹੋਵੈ ਬੰਧਾਨੁ ॥ જો સ્ત્રી મરી જાય તો બીજી સ્ત્રીની તલાશ કરે છે સ્ત્રી દ્વારા સંબંધી ઓ બને છે
ਸੋ ਕਿਉ ਮੰਦਾ ਆਖੀਐ ਜਿਤੁ ਜੰਮਹਿ ਰਾਜਾਨ ॥ જે સ્ત્રી જાતિ થી રાજા પણ પેદા થાય છે તેને ગંદી કહેવી ઠીક નથી
ਭੰਡਹੁ ਹੀ ਭੰਡੁ ਊਪਜੈ ਭੰਡੈ ਬਾਝੁ ਨ ਕੋਇ ॥ સ્ત્રીથી જ સ્ત્રી પેદા થાય છે જગતમાં કોઇપણ જીવ સ્ત્રી વગર પેદા થઈ નથી શકતો
ਨਾਨਕ ਭੰਡੈ ਬਾਹਰਾ ਏਕੋ ਸਚਾ ਸੋਇ ॥ હે નાનક! કેવળ એક સાચો પ્રભુ જ છે જે સ્ત્રી થી પેદા નથી થયો
ਜਿਤੁ ਮੁਖਿ ਸਦਾ ਸਾਲਾਹੀਐ ਭਾਗਾ ਰਤੀ ਚਾਰਿ ॥ જે મનુષ્ય તે પછી સ્ત્રી હોય કે પુરુષ કોઈ પણ હોય પોતાના મોઢાથી સદાય પ્રભુના ગુણગાન ગાય છે તેના માથા ઉપર ભાગ્યોનું મણિ છે
ਨਾਨਕ ਤੇ ਮੁਖ ਊਜਲੇ ਤਿਤੁ ਸਚੈ ਦਰਬਾਰਿ ॥੨॥ હે નાનક! તે મુખ તે સાચા પ્રભુના દરબારમાં સુંદર લાગે છે ।।૨।।
ਪਉੜੀ ॥ પગથિયું ૧૯।।
ਸਭੁ ਕੋ ਆਖੈ ਆਪਣਾ ਜਿਸੁ ਨਾਹੀ ਸੋ ਚੁਣਿ ਕਢੀਐ ॥ જગતના દરેક જીવને મમતા લાગેલી છે જેને મમતા નથી તેવા લોકો ને વીણી ને અલગ કરીને દેખાડી દ્યો
ਕੀਤਾ ਆਪੋ ਆਪਣਾ ਆਪੇ ਹੀ ਲੇਖਾ ਸੰਢੀਐ ॥ કોઈ વિરલા જ છે જેને મમતા નથી પોતાના કરેલા કર્મોના લેખ પોતેજ ભરવા પડે છે
ਜਾ ਰਹਣਾ ਨਾਹੀ ਐਤੁ ਜਗਿ ਤਾ ਕਾਇਤੁ ਗਾਰਬਿ ਹੰਢੀਐ ॥ જ્યારે આ જગતમાં સદાય રહેવાનું જ નથી તો શા માટે અહંકારમાં ખપી જાય છે?
ਮੰਦਾ ਕਿਸੈ ਨ ਆਖੀਐ ਪੜਿ ਅਖਰੁ ਏਹੋ ਬੁਝੀਐ ॥ ਮੂਰਖੈ ਨਾਲਿ ਨ ਲੁਝੀਐ ॥੧੯॥ ઉપદેશ વાંચીને સમજી લે કે કોઈને પણ બુરા ન કહેવા જોઈએ અને મૂર્ખ સાથે માથાકૂટ માં ન પડવું જોઈએ ।।૧૯।।
ਸਲੋਕੁ ਮਃ ੧ ॥ શ્લોક મહેલ ૧।।
ਨਾਨਕ ਫਿਕੈ ਬੋਲਿਐ ਤਨੁ ਮਨੁ ਫਿਕਾ ਹੋਇ ॥ હે નાનક! જે મનુષ્ય અસભ્ય વચન બોલે છે બોલતો રહે છે તો તેનું તન અને મન બંને અસભ્ય થઈ જાય છે ભાવશૂન્ય થઈ જાય છે મનુષ્યની અંદર થી પ્રેમ ખતમ થઇ જાય છે
ਫਿਕੋ ਫਿਕਾ ਸਦੀਐ ਫਿਕੇ ਫਿਕੀ ਸੋਇ ॥ અસભ્ય બોલવાવાળા લોકોમાં અસભ્ય જ મશહૂર થઈ જાય છે અને તે લોકો પણ તેને અસભ્ય વચનોથી જ સદાય યાદ કરે છે
ਫਿਕਾ ਦਰਗਹ ਸਟੀਐ ਮੁਹਿ ਥੁਕਾ ਫਿਕੇ ਪਾਇ ॥ તેને અસભ્ય લોકો જે પ્રેમથી વંચિત છે તે પ્રભુના દરબારમાં રદ્દ થઈ જાય છે
ਫਿਕਾ ਮੂਰਖੁ ਆਖੀਐ ਪਾਣਾ ਲਹੈ ਸਜਾਇ ॥੧॥ તેમને લોકો ધિક્કારે છે અને થુ તું કરે છે જોઈએ પ્રેમથી વંચિતો ને જોડા નો ભાર પડે છે તેની હંમેશા બેઇજ્જતી જ થાય છે ।।૧।।
ਮਃ ੧ ॥ મહેલ ૧।।
ਅੰਦਰਹੁ ਝੂਠੇ ਪੈਜ ਬਾਹਰਿ ਦੁਨੀਆ ਅੰਦਰਿ ਫੈਲੁ ॥ જે મનુષ્ય મનથી તો ખોટ્ટા છે પણ બહારથી ખોટ્ટી ઈજ્જત બનાવીને બેઠો છે અને જગતમાં દેખાડો કરીને રાખે છે
ਅਠਸਠਿ ਤੀਰਥ ਜੇ ਨਾਵਹਿ ਉਤਰੈ ਨਾਹੀ ਮੈਲੁ ॥ તે ભલે અડસઠ તીર્થો પર જઈને સ્નાન કરે તેમના મનમાં થી કપટનો મેલ નથી ઉતરતો
ਜਿਨ੍ਹ੍ਹ ਪਟੁ ਅੰਦਰਿ ਬਾਹਰਿ ਗੁਦੜੁ ਤੇ ਭਲੇ ਸੰਸਾਰਿ ॥ જે મનુષ્યની અંદર કોમળતા અને પ્રેમરૂપી પુટ છે પણ બાહર અસ્વચ્છ ગોદડી છે જગતમાં તે મનુષ્ય નેક છે
ਤਿਨ੍ਹ੍ਹ ਨੇਹੁ ਲਗਾ ਰਬ ਸੇਤੀ ਦੇਖਨ੍ਹ੍ਹੇ ਵੀਚਾਰਿ ॥ તેમનો ઈશ્વરની સાથે સ્નેહ લાગેલો છે અને તે ઈશ્વરના દર્શન કરવાનાં વિચારો માં જ સદાય રહે છે
ਰੰਗਿ ਹਸਹਿ ਰੰਗਿ ਰੋਵਹਿ ਚੁਪ ਭੀ ਕਰਿ ਜਾਹਿ ॥ તે મનુષ્ય પ્રભુના પ્રેમમાં રંગાયેલા ક્યારેક હસે છે અને પ્રેમમાં જ ક્યારેક રડે છે અને પ્રેમમાં જ ક્યારેક ચૂપ પણ થઈ જાય છે પ્રેમમાં જ મસ્ત રહે છે
ਪਰਵਾਹ ਨਾਹੀ ਕਿਸੈ ਕੇਰੀ ਬਾਝੁ ਸਚੇ ਨਾਹ ॥ તેમની ઉપર સાચા પ્રભુ વગર કોઈ બીજાનો અધિકાર નથી રહેતો
ਦਰਿ ਵਾਟ ਉਪਰਿ ਖਰਚੁ ਮੰਗਾ ਜਬੈ ਦੇਇ ਤ ਖਾਹਿ ॥ જિંદગી રૂપી દરવાજે પડેલા તે મનુષ્ય ઈશ્વરના દરવાજે નામરૂપી ખોરાક માંગે છે જ્યારે ઈશ્વર દે છે ત્યારે ખાય છે
ਦੀਬਾਨੁ ਏਕੋ ਕਲਮ ਏਕਾ ਹਮਾ ਤੁਮ੍ਹ੍ਹਾ ਮੇਲੁ ॥ પ્રભુ પોતે જ ફેસલો કરવાવાળા છે અને પોતે જ લેખ લખવાવાળા છે બધાં જ સારા અને ખરાબ જીવો નો મેળો તેમના દરબારમાં જ થાય છે પ્રભુ બધાયના કરેલા કર્મો નો હિસાબ માંગે છે
ਦਰਿ ਲਏ ਲੇਖਾ ਪੀੜਿ ਛੁਟੈ ਨਾਨਕਾ ਜਿਉ ਤੇਲੁ ॥੨॥ હે નાનક! તેમની અંદર આ વાત દ્રઢ થઈ ગઈ છે કે તે તેમના ખરાબ સંસ્કારો અંદરથી કાઢવા માટે તેમણે દુઃખરૂપ કોલ્હુમાં નાખીને પીલે છે મનુષ્યોને તેલ ની જેમ પીલે છે ।।૨।।
error: Content is protected !!
Scroll to Top
https://pendidikanmatematika.pasca.untad.ac.id/wp-content/upgrade/demo-slot/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ https://bppkad.mamberamorayakab.go.id/.tmb/-/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/thailand/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html
https://pendidikanmatematika.pasca.untad.ac.id/wp-content/upgrade/demo-slot/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ https://bppkad.mamberamorayakab.go.id/.tmb/-/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/thailand/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html