GUJARATI PAGE 468

ਸਤਿਗੁਰੁ ਭੇਟੇ ਸੋ ਸੁਖੁ ਪਾਏ ॥
જે મનુષ્યને ગુરુ મળી ગયા પછી સુખ તો તેને જ મળે છે

ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਮੰਨਿ ਵਸਾਏ ॥
તે ભાગ્યશાળી મનુષ્ય ઇશ્વરના નામ ને પોતાના હૃદયમાં સ્થિર કરે છે

ਨਾਨਕ ਨਦਰਿ ਕਰੇ ਸੋ ਪਾਏ ॥
પરંતુ હે નાનક! ગુરુ પણ તેને જ મળે છે જેની ઉપર પ્રભુ દાતાર ની મહેર ની નજર થઈ જાય છે

ਆਸ ਅੰਦੇਸੇ ਤੇ ਨਿਹਕੇਵਲੁ ਹਉਮੈ ਸਬਦਿ ਜਲਾਏ ॥੨॥
તે સંસારની આશાઓ અને ફિકરથી નિર્લેપ થઈને ગુરુના શબ્દ દ્વારા પોતાના અહંકારને જલાવી દે છે ।।૨।।

ਪਉੜੀ ॥
પગથિયું ૯।।

ਭਗਤ ਤੇਰੈ ਮਨਿ ਭਾਵਦੇ ਦਰਿ ਸੋਹਨਿ ਕੀਰਤਿ ਗਾਵਦੇ ॥
હે પ્રભુ! તને તારા ભક્તો ખૂબ જ પ્યારા લાગે છે જે તારી મહિમા કરે છે અને તારા દરબારમાં શોભા પામે છે

ਨਾਨਕ ਕਰਮਾ ਬਾਹਰੇ ਦਰਿ ਢੋਅ ਨ ਲਹਨ੍ਹ੍ਹੀ ਧਾਵਦੇ ॥
હે નાનક! ભાગ્ય હીન મનુષ્ય ભટકતા ફરે છે તેમને પ્રભુ ના દરબારમાં જગ્યા નથી મળતી

ਇਕਿ ਮੂਲੁ ਨ ਬੁਝਨ੍ਹ੍ਹਿ ਆਪਣਾ ਅਣਹੋਦਾ ਆਪੁ ਗਣਾਇਦੇ ॥
કારણ કે તે પોતાના અસલી સ્વરૂપને નથી સમજતાં ઈશ્વરીય ગુણોની પૂંજી પોતાની અંદર નથી તો પણ પોતાની જાતને ખૂબ જ મોટી બતાવે છે

ਹਉ ਢਾਢੀ ਕਾ ਨੀਚ ਜਾਤਿ ਹੋਰਿ ਉਤਮ ਜਾਤਿ ਸਦਾਇਦੇ ॥
હે પ્રભુ! હું નીચી જાતિ વાળો તારા દરબાર નો એક નાનકડો અમસ્તો આદનો માણસ છું

ਤਿਨ੍ਹ੍ਹ ਮੰਗਾ ਜਿ ਤੁਝੈ ਧਿਆਇਦੇ ॥੯॥
અને લોકો પોતે પોતાને ઊંચી જાતિ વાળા કહેવડાવે છે જે તારા ભજન કરે છે હું તેમને પાસેથી તારું નામ માંગુ છું ।।૯।।

ਸਲੋਕੁ ਮਃ ੧ ॥
શ્લોક મહેલ ૧।।

ਕੂੜੁ ਰਾਜਾ ਕੂੜੁ ਪਰਜਾ ਕੂੜੁ ਸਭੁ ਸੰਸਾਰੁ ॥
આ આખુંય જગત છલ રૂપ છે જેમ મદારીનો આખો તમાશો નકલી છે તે ફક્ત એક છલાવો છે તેમાં કોઇ રાજા છે કોઈ પ્રજા છે આ બધીયે મદારીના રૂપિયા ભેગા કરવાની રીત છે

ਕੂੜੁ ਮੰਡਪ ਕੂੜੁ ਮਾੜੀ ਕੂੜੁ ਬੈਸਣਹਾਰੁ ॥
આ જગતમાં ક્યાંક રાજાઓના મહેલ છે શામીયાણા અને છે એ પણ છલ રૂપ છે અને તેમાં વસવા વાળા રાજા એક છલ જ છે

ਕੂੜੁ ਸੁਇਨਾ ਕੂੜੁ ਰੁਪਾ ਕੂੜੁ ਪੈਨ੍ਹ੍ਹਣਹਾਰੁ ॥
સોના ચાંદી ના ઘરેણાં પહેરવા વાળાનો ભ્રમ છે

ਕੂੜੁ ਕਾਇਆ ਕੂੜੁ ਕਪੜੁ ਕੂੜੁ ਰੂਪੁ ਅਪਾਰੁ ॥
આ શારીરિક આકાર સુંદર સુંદર કપડાં શરીર ઉપર અનંત સુંદર રૂપ આ બધું જ છલાવો છે

ਕੂੜੁ ਮੀਆ ਕੂੜੁ ਬੀਬੀ ਖਪਿ ਹੋਏ ਖਾਰੁ ॥
પ્રભુએ ક્યાંક મનુષ્ય બનાવી દીધા તો ક્યાંક સ્ત્રીઓ આ બધાં પણ છલ રૂપ છે જે આ સ્ત્રી અને પુરુષ વાળા સંબંધો નાં છલ માં ખુવાર થઈ જાય છે

ਕੂੜਿ ਕੂੜੈ ਨੇਹੁ ਲਗਾ ਵਿਸਰਿਆ ਕਰਤਾਰੁ ॥
આ દૃશ્યમાં છલ માં ફસાયેલા જીવ પોત પોતાના મોહમાં ફસાઈ ગયા છે એટલે તે પોતાને ને પેદા કરવા વાળા ને ભૂલી ગયા છે

ਕਿਸੁ ਨਾਲਿ ਕੀਚੈ ਦੋਸਤੀ ਸਭੁ ਜਗੁ ਚਲਣਹਾਰੁ ॥
તેને યાદ નથી રહી ગયું કે આખુંય જગત નાશવાન છે કોઈની સાથે પણ મોહ ન કરવો જોઈએ

ਕੂੜੁ ਮਿਠਾ ਕੂੜੁ ਮਾਖਿਉ ਕੂੜੁ ਡੋਬੇ ਪੂਰੁ ॥
આ જગત તો છલાવો છે બધાં જીવો મધની જેમ મીઠા લાગી રહ્યા છે આવી રીતે આ છલ બધાં જીવોને ડુબાડીને રાખી છે

ਨਾਨਕੁ ਵਖਾਣੈ ਬੇਨਤੀ ਤੁਧੁ ਬਾਝੁ ਕੂੜੋ ਕੂੜੁ ॥੧॥
હે પ્રભુ! નાનક તારી સામે અરજી કરે છે કે તારા વિના આ જગત આખું એક છલાવો છે ।।૧।।

ਮਃ ੧ ॥
મહેલ ૧।।

ਸਚੁ ਤਾ ਪਰੁ ਜਾਣੀਐ ਜਾ ਰਿਦੈ ਸਚਾ ਹੋਇ ॥
જગતરૂપી છલ ની વાસના બદલાઈને અસલિયત ત્યારે જ સમજવામાં આવે છે જ્યારે અસલિયત નો માલિક ઈશ્વર મનુષ્યના હૃદયમાં સ્થિર થઈ જાય છે

ਕੂੜ ਕੀ ਮਲੁ ਉਤਰੈ ਤਨੁ ਕਰੇ ਹਛਾ ਧੋਇ ॥
ત્યારે માયાના છલાવાની ની અસર મનમાંથી દૂર થઈ જાય છે પછી મનની સાથે શરીર પણ સુંદર થઈ જાય છે શારીરિક ઇન્દ્રિઓ પણ ખોટા રસ્તે જતી નથી પણ શરીર ધોવાઈ ને સાફ થઈ જાય છે

ਸਚੁ ਤਾ ਪਰੁ ਜਾਣੀਐ ਜਾ ਸਚਿ ਧਰੇ ਪਿਆਰੁ ॥
જ્યારે મનુષ્ય તે અસલિયત માં મનને જોડી દે છે ત્યારે જ અસલિયત વાળા નું નામ સાંભળીને મનુષ્યનું મન ખીલી જાય છે

ਨਾਉ ਸੁਣਿ ਮਨੁ ਰਹਸੀਐ ਤਾ ਪਾਏ ਮੋਖ ਦੁਆਰੁ ॥
અને તે માયાના બંધનથી સ્વતંત્ર જવાનો રસ્તો શું રસ્તો શોધી લે છે

ਸਚੁ ਤਾ ਪਰੁ ਜਾਣੀਐ ਜਾ ਜੁਗਤਿ ਜਾਣੈ ਜੀਉ ॥
જગતના અસલ પ્રભુ ની સમજ ત્યારે જ પડે છે જ્યારે મનુષ્ય ઈશ્વરીય જીવન વિતાવવા ની યુક્તિ જાણે છે

ਧਰਤਿ ਕਾਇਆ ਸਾਧਿ ਕੈ ਵਿਚਿ ਦੇਇ ਕਰਤਾ ਬੀਉ ॥
શરીરરૂપી ધરતી ને તૈયાર કરીને તેમાં પ્રભુના નામ નું બીજ રોપી દે છે

ਸਚੁ ਤਾ ਪਰੁ ਜਾਣੀਐ ਜਾ ਸਿਖ ਸਚੀ ਲੇਇ ॥
સાચી પરખ તો ત્યારે જ થાય છે જ્યારે સાચું શિક્ષણ ગુરુ પાસેથી લઈને તેની શિક્ષા ઉપર ચાલીનેબધાં જીવો ઉપર દયા કરવાની વિધિ શીખી લે છે અને જરૂરિયાતવાળાને દાન-પુણ્ય કરે છે

ਸਚੁ ਤਾਂ ਪਰੁ ਜਾਣੀਐ ਜਾ ਆਤਮ ਤੀਰਥਿ ਕਰੇ ਨਿਵਾਸੁ ॥
તેની અંદર ની અસલિયત થી તો જ ઓળખાણ તો જ થાય જ્યારે મનુષ્ય હૃદય ની અંદર ના તીર્થમાં સ્થિર થઈને ટકી જાય

ਸਤਿਗੁਰੂ ਨੋ ਪੁਛਿ ਕੈ ਬਹਿ ਰਹੈ ਕਰੇ ਨਿਵਾਸੁ ॥
પોતાના સતગુરુના ઉપદેશ લઈને તે અંદરના તીર્થમાં બેઠો રહે ત્યાં જ સદા નિવાસ કરે

ਸਚੁ ਸਭਨਾ ਹੋਇ ਦਾਰੂ ਪਾਪ ਕਢੈ ਧੋਇ ॥
બધાં વિકારો તે હૃદય માંથી ધોઈને કાઢી નાખે છે જ્યાં તે વસી રહ્યો છે

ਨਾਨਕੁ ਵਖਾਣੈ ਬੇਨਤੀ ਜਿਨ ਸਚੁ ਪਲੈ ਹੋਇ ॥੨॥
નાનક અરજી કરે છે કે જે મનુષ્યના હૃદયમાં અસલિયત નો માલિક પ્રભુ ટકેલો છે તેમના બધાં જ દુઃખો ના ઈલાજ તે સ્વયં જ બની જાય છે ।।૨।।

ਪਉੜੀ ॥
પગથિયું ૧૦।।

ਦਾਨੁ ਮਹਿੰਡਾ ਤਲੀ ਖਾਕੁ ਜੇ ਮਿਲੈ ਤ ਮਸਤਕਿ ਲਾਈਐ ॥
મારું ચિત્ત કહે છે કે મને પણ સંતો ના પગ ના રજ નું દાન મળી જાય પરંતુ આ દાન મળી જાય તો માથા ઉપર લગાડી દેવી જોઈએ

ਕੂੜਾ ਲਾਲਚੁ ਛਡੀਐ ਹੋਇ ਇਕ ਮਨਿ ਅਲਖੁ ਧਿਆਈਐ ॥
લાલચ જે માયાના જાળમાં જ ફસાવે છે તે છોડી દેવી જોઈએ અને મનને કેવળ પ્રભુમાં જોડીને તેની ભક્તિ કરવી જોઈએ

ਫਲੁ ਤੇਵੇਹੋ ਪਾਈਐ ਜੇਵੇਹੀ ਕਾਰ ਕਮਾਈਐ ॥
કારણ કે મનુષ્ય જેવી રીતે કાર્ય કરે છે તેવા જ ફળ તેને મળે છે

ਜੇ ਹੋਵੈ ਪੂਰਬਿ ਲਿਖਿਆ ਤਾ ਧੂੜਿ ਤਿਨ੍ਹ੍ਹਾ ਦੀ ਪਾਈਐ ॥
પણ સંત જનોના પગની રજ ત્યારે જ મળે છે જ્યારે તમારા ભાગ્ય સારા હોય

ਮਤਿ ਥੋੜੀ ਸੇਵ ਗਵਾਈਐ ॥੧੦॥
ગુરુચરણ નો આશરો છોડીને જો પોતાની બુદ્ધિ ને આશરે જે મહેનત કરે છે તેની મહેનત વ્યર્થ જાય છે ।।૧૦।।

ਸਲੋਕੁ ਮਃ ੧ ॥
શ્લોક મહેલ ૧

ਸਚਿ ਕਾਲੁ ਕੂੜੁ ਵਰਤਿਆ ਕਲਿ ਕਾਲਖ ਬੇਤਾਲ ॥
સાંસારિક જીવો ના હૃદયમાંથી સત્ય ઉડી ગયું છે અને જુઠ્ઠાણું પ્રધાન થઈ ગયું છે કળિયુગ ના પાપોનો કાલિખ ને કારણે જીવ ભૂત બની રહ્યા છે જગતનો મોહ પ્રબળ થઇ રહ્યો છે જગતના વિધાતાની સાથે એક થવાના ખ્યાલ જીવોના દિલમાંથી દૂર થઇ રહ્યા છે અને સ્મરણ કર્યા વગર જીવ સમજો કે ભૂત જેવા થઈ ગયા છે અને સ્મરણ કર્યા વગર જીવ સમજો કે ભૂત જેવા થઈ ગયા છે

ਬੀਉ ਬੀਜਿ ਪਤਿ ਲੈ ਗਏ ਅਬ ਕਿਉ ਉਗਵੈ ਦਾਲਿ ॥
જે લોકોએ હરિના નામનું બીજ પોતાના હૃદયમાં વાવી દીધું છે તેમણે જગતમાં શોભા કમાઈ લીધી પણ હવે તો હરિ ના નામના અંકુર ફૂટવા નાં રહી ગયા છે કારણકે મન છે તે દાળની જેમ બે ફાડ વાળું થઇ રહ્યું છે

ਜੇ ਇਕੁ ਹੋਇ ਤ ਉਗਵੈ ਰੁਤੀ ਹੂ ਰੁਤਿ ਹੋਇ ॥
બીજ ઉગતા ત્યારે જ હતાં જ્યારે દાણા સાબૂત હોય અને બીજ ની ઋતુ પણ અનુકૂળ હોય એવી જ રીતે ભગવાનના નામનું અંકુર પણ ત્યારે જ ફૂટે છે જો મન સાબૂત હોય જો પૂર્ણ રીતે ઈશ્વરની તરફ લાગેલું રહે અને સમયની અમૃત વેળા પણ ન ગુમાવી હોય

ਨਾਨਕ ਪਾਹੈ ਬਾਹਰਾ ਕੋਰੈ ਰੰਗੁ ਨ ਸੋਇ ॥
હે નાનક! જો સમયસર ચેતી નથી ગયો તો કોરા કપડા ઉપર સુંદર અને પાકો રંગ નથી ચડતો

ਭੈ ਵਿਚਿ ਖੁੰਬਿ ਚੜਾਈਐ ਸਰਮੁ ਪਾਹੁ ਤਨਿ ਹੋਇ ॥
પહેલાં તેને ગરમ પાણીમાં ડુબાડવું પડે ત્યારે તેની ઉપર રંગ ચડે છે તેવી જ રીતે ઈશ્વર ના રંગને ચડાવવા માટે તેને ઇશ્વરના ડર રૂપી પાણીની અંદર ડૂબવું પડે પછી ઉદ્યમ કરવો પડે

ਨਾਨਕ ਭਗਤੀ ਜੇ ਰਪੈ ਕੂੜੈ ਸੋਇ ਨ ਕੋਇ ॥੧॥
હે નાનક! તેના પછી જ આ મન ઈશ્વરની ભક્તિમાં રંગાઈ જાય તો માયાના છલાવા તેની નજીક પણ નથી આવતા ।।૧।।

ਮਃ ੧ ॥
મહેલ ૧।।

ਲਬੁ ਪਾਪੁ ਦੁਇ ਰਾਜਾ ਮਹਤਾ ਕੂੜੁ ਹੋਆ ਸਿਕਦਾਰੁ ॥
જગતમાં જીવને માટે જીભના ચસ્કા રાજા છે પાપ મંત્રી છે અને જૂઠ ચૌધરી છે અહીંયા જીભ અને પાપના દરબારમાં કામ નાયબ છે