Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-466

Page 466

ਸੂਖਮ ਮੂਰਤਿ ਨਾਮੁ ਨਿਰੰਜਨ ਕਾਇਆ ਕਾ ਆਕਾਰੁ ॥ યોગીઓના મતે, ભગવાન અમૂર્ત છે, માયાથી પ્રભાવિત નથી અને આખું બ્રહ્માંડ તેમના શરીરના રૂપ જેવું છે.
ਸਤੀਆ ਮਨਿ ਸੰਤੋਖੁ ਉਪਜੈ ਦੇਣੈ ਕੈ ਵੀਚਾਰਿ ॥ જે મનુષ્ય દાની છે તેના મનમાં ખુશી પેદા કરે છે
ਦੇ ਦੇ ਮੰਗਹਿ ਸਹਸਾ ਗੂਣਾ ਸੋਭ ਕਰੇ ਸੰਸਾਰੁ ॥ જ્યારે તે કોઈ જરૂરિયાત વાળા ને કંઈક દેવાનો વિચાર કરે છે અને દાન કરીને તેનાથી હજાર ગણું માંગે છે અને બાહ્ય જગતમાં તે પોતાના વખાણ કરે છે
ਚੋਰਾ ਜਾਰਾ ਤੈ ਕੂੜਿਆਰਾ ਖਾਰਾਬਾ ਵੇਕਾਰ ॥ બીજી તરફ જગતમાં અનંત ચોર, પર સ્ત્રી ગામી, જુઠ્ઠા, બુરા અને વિકારી છે જે વિકાર કરીને પાછલી કમાઈને ખતમ કરીને અહિંયાંથી ખાલી હાથે ચાલ્યા જાય છે
ਇਕਿ ਹੋਦਾ ਖਾਇ ਚਲਹਿ ਐਥਾਊ ਤਿਨਾ ਭਿ ਕਾਈ ਕਾਰ ॥ જે વિકાર કરીને પાછલી કમાઈને ખતમ કરીને અહિંયાંથી ખાલી હાથે ચાલ્યા જાય છે પણ આ કરતાર ના જ બધા રંગ છે તેણે જ તેમને આ કામ સોંપેલું છે
ਜਲਿ ਥਲਿ ਜੀਆ ਪੁਰੀਆ ਲੋਆ ਆਕਾਰਾ ਆਕਾਰ ॥ જળ માં રહેવા વાળા ધરતી ઉપર વસવા વાળા અનંત લોકોમાં અને બ્રહ્માંડમાં રહેવા વાળા જીવ બધા જ જે કાંઈ પણ કહે છે.
ਓਇ ਜਿ ਆਖਹਿ ਸੁ ਤੂੰਹੈ ਜਾਣਹਿ ਤਿਨਾ ਭਿ ਤੇਰੀ ਸਾਰ ॥ હે કર્તાર! તું જાણે છે તેમને તારો જ આશરો છે
ਨਾਨਕ ਭਗਤਾ ਭੁਖ ਸਾਲਾਹਣੁ ਸਚੁ ਨਾਮੁ ਆਧਾਰੁ ॥ હે નાનક! ભક્ત જન ને કેવળ પ્રભુની મહિમા કરવાની ચાહત લાગી ગઈ છે હરિ નું સદાય અટલ રહેવાવાળું નામ જ એમનું આશરો છે
ਸਦਾ ਅਨੰਦਿ ਰਹਹਿ ਦਿਨੁ ਰਾਤੀ ਗੁਣਵੰਤਿਆ ਪਾ ਛਾਰੁ ॥੧॥ તે સદાય દિવસ-રાત આનંદમાં રહે છે અને પોતાને પણ ગુણવાનો નાં પગ ની રાખ સમજે છે ।।૧।।
ਮਃ ੧ ॥ મહેલ ૧।।
ਮਿਟੀ ਮੁਸਲਮਾਨ ਕੀ ਪੇੜੈ ਪਈ ਕੁਮ੍ਹ੍ਹਿਆਰ ॥ મુસલમાનનો આ વિચાર છે એ મર્યા પછી જે નાશ કરીને બાળવામાં આવે છે તે નરકની આગમાં જલે છે પણ તેની જગ્યાએ માટી પણ જ્યાં મુસલમાન મળદાને તે કુંભાર ના હાથમાં આવી જાય છે કુંભાર આ માટીને વાસણ બનાવવા માટે લઈ આવે છે
ਘੜਿ ਭਾਂਡੇ ਇਟਾ ਕੀਆ ਜਲਦੀ ਕਰੇ ਪੁਕਾਰ ॥ કુંભાર માટીને ઘડીને તેના વાસણ અને ઈંટો બનાવે છે અને ભઠ્ઠીમાં શેકે છે અને તે માટી જલીને પોકાર કરે છે ને રડે છે અને તેમાંથી અંગારા ઉડી ઉડી ને પડી જાય છે
ਜਲਿ ਜਲਿ ਰੋਵੈ ਬਪੁੜੀ ਝੜਿ ਝੜਿ ਪਵਹਿ ਅੰਗਿਆਰ ॥ પરંતુ મડદાની માટીમાં દબાવો કે તેને જલાવી નાખો તેની સાથે કાંઈ જ સંબંધ નથી.
ਨਾਨਕ ਜਿਨਿ ਕਰਤੈ ਕਾਰਣੁ ਕੀਆ ਸੋ ਜਾਣੈ ਕਰਤਾਰੁ ॥੨॥ હે નાનક! જે કરતારે જગતની માયા રચી છે તે જ અસલ ભેદ ને જાણે છે ।।૨।।
ਪਉੜੀ ॥ પગથિયું ૬।।
ਬਿਨੁ ਸਤਿਗੁਰ ਕਿਨੈ ਨ ਪਾਇਓ ਬਿਨੁ ਸਤਿਗੁਰ ਕਿਨੈ ਨ ਪਾਇਆ ॥ કોઈ પણ મનુષ્યને જગજીવન, જગતના દાતા, સદગુરુ વગર સદગુરુ ની શરણ ગયા વગર નથી મળ્યા તે સત્યને જાણો
ਸਤਿਗੁਰ ਵਿਚਿ ਆਪੁ ਰਖਿਓਨੁ ਕਰਿ ਪਰਗਟੁ ਆਖਿ ਸੁਣਾਇਆ ॥ કારણ કે પ્રભુએ પોતાને, સ્વયંને સદગુરુ ની અંદર સ્થાપિત કરી દીધા છે
ਸਤਿਗੁਰ ਮਿਲਿਐ ਸਦਾ ਮੁਕਤੁ ਹੈ ਜਿਨਿ ਵਿਚਹੁ ਮੋਹੁ ਚੁਕਾਇਆ ॥ પ્રભુ ગુરુ ની અંદર સાક્ષાત વિદ્યમાન છે ખુલ્લમખુલ્લા કહીએ તો એ જ સમજો કે એવા ગુરુ જેણે પોતાની અંદરથી માયાના મોહને દૂર કરી દીધો છે મનુષ્યને મળી જાય તો મનુષ્ય મુક્ત
ਉਤਮੁ ਏਹੁ ਬੀਚਾਰੁ ਹੈ ਜਿਨਿ ਸਚੇ ਸਿਉ ਚਿਤੁ ਲਾਇਆ ॥ ਜਗਜੀਵਨੁ ਦਾਤਾ ਪਾਇਆ ॥੬॥ માયાવી બંધનોથી આઝાદ થઈ જાય છે છે કે જે મનુષ્યે પોતાના ગુરુની સાથે પોતાને ચિત્તથી જોડી દીધો તેને જગજીવન દાતા મળી ગયા ।।૬।।
ਸਲੋਕ ਮਃ ੧ ॥ શ્લોક મહેલ ૧।।
ਹਉ ਵਿਚਿ ਆਇਆ ਹਉ ਵਿਚਿ ਗਇਆ ॥ જ્યાં સુધી જીવ અહંકારમાં રહે છે અને જગતમાં આવે છે અને જગતમાંથી ચાલ્યો જાય છે
ਹਉ ਵਿਚਿ ਜੰਮਿਆ ਹਉ ਵਿਚਿ ਮੁਆ ॥ અહંકારમાં ક્યારેક જન્મે છે અહંકારમાં કયારેક મરે છે
ਹਉ ਵਿਚਿ ਦਿਤਾ ਹਉ ਵਿਚਿ ਲਇਆ ॥ જીવ આ અલગ અસ્તિત્વની સીમામાં રહીને ક્યારેક કોઈ જરૂરિયાતવાળાને કાંઈક દાન આપે છે ક્યારેક પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે કોઈની પાસેથી દાન લે છે
ਹਉ ਵਿਚਿ ਖਟਿਆ ਹਉ ਵਿਚਿ ਗਇਆ ॥ આ કામ ‘હું કરું છું’ ‘હું કરું છું’ એમ કરીને ક્યારેક તે કમાણી કરે છે અને ક્યારેક ગુમાવે છે જ્યાં સુધી જીવ મારું-તારું વાળી હદ બંદીમાં રહે છે
ਹਉ ਵਿਚਿ ਸਚਿਆਰੁ ਕੂੜਿਆਰੁ ॥ લોકોની નજરમાં ક્યારેક સત્ય અને ક્યારેક જૂઠ બોલે છે જ્યાં સુધી પોતાના અલગ અસ્તિત્વના ભ્રમમાં છે
ਹਉ ਵਿਚਿ ਪਾਪ ਪੁੰਨ ਵੀਚਾਰੁ ॥ ત્યાં સુધી પોતે કરેલ પાપ અને પુણ્ય ની ગણતરી કરતો રહે છે એ વિચારે છે કે મેં આ ભલું કામ કર્યું મેં આ બુરું કામ કર્યું
ਹਉ ਵਿਚਿ ਨਰਕਿ ਸੁਰਗਿ ਅਵਤਾਰੁ ॥ અને એ જ દ્વિધામાં રહેવાને કારણે ક્યારેક નર્કમાં જાય છે ક્યારેક સ્વર્ગમાં જાય છે
ਹਉ ਵਿਚਿ ਹਸੈ ਹਉ ਵਿਚਿ ਰੋਵੈ ॥ જ્યાં સુધી કર્તાર થી અલગ અસ્તિત્વમાં જીવ બંધાઈને પડ્યો છે ત્યાં સુધી ક્યારેક હસે છે કે ક્યારેક રડે છે
ਹਉ ਵਿਚਿ ਭਰੀਐ ਹਉ ਵਿਚਿ ਧੋਵੈ ॥ પરમાત્માની પોતાની હસ્તી અલગ રહેવાના કારણે ક્યારેક તેનું મન પાપના મેલમાં લથપથ થઇ જાય છે અને ક્યારેક પોતાના ઉદ્યમથી આ પાપનો મેલ ધોતો રહે છે
ਹਉ ਵਿਚਿ ਜਾਤੀ ਜਿਨਸੀ ਖੋਵੈ ॥ આ અલગ અસ્તિત્વમાં અહંકારમાં ગ્રસિત થયેલો જીવ ક્યારેક જાતિ પાંતિ ના ખ્યાલમાં પડી ને પોતાનું પોતાપણું ગુમાવી દે છે
ਹਉ ਵਿਚਿ ਮੂਰਖੁ ਹਉ ਵਿਚਿ ਸਿਆਣਾ ॥ જ્યાં સુધી જીવ પોતાને અલગ અસ્તિત્વની ચારચાર દિવારીમાં છે ત્યાં સુધી લોકોની નજરમાં ક્યારેક મૂર્ખ માં ગણતરી થાય છે ક્યારેક સમજદાર માં થાય છે
ਮੋਖ ਮੁਕਤਿ ਕੀ ਸਾਰ ਨ ਜਾਣਾ ॥ પણ તેને મૂર્ખ સમજવામાં આવે કે સમજદાર જ્યાં સુધી સીમામાં બંધાયેલો છે ત્યાં સુધી તેને મુક્તિ નથી મળી શકતી મોક્ષ ની સમજ નથી આવી શકતી
ਹਉ ਵਿਚਿ ਮਾਇਆ ਹਉ ਵਿਚਿ ਛਾਇਆ ॥ જ્યાં સુધી ઈશ્વરથી વિજોગની હાલતમાં છે ત્યાં સુધી જીવ ‘માયા માયા’ ની ચીસો પાડે છે ત્યાં સુધી તેની ઉપર માયાનો પ્રભાવ પડેલો રહે છે
ਹਉਮੈ ਕਰਿ ਕਰਿ ਜੰਤ ਉਪਾਇਆ ॥ ઈશ્વર થી અલગ થઈને જીવ વારંવાર પેદા થાય છે
ਹਉਮੈ ਬੂਝੈ ਤਾ ਦਰੁ ਸੂਝੈ જ્યારે ઈશ્વરથી પોતાને અલગ થયેલો સમજી લે છે ત્યારે તેને સમજમાં આવે છે કે હું અલગાવ વાળી હદબંદી માં કેદ છું અને સુખથી તૂટેલો છું ત્યારે તેને ઇશ્વરના દરવાજા મળી જાય છે
ਗਿਆਨ ਵਿਹੂਣਾ ਕਥਿ ਕਥਿ ਲੂਝੈ ॥ જ્યાં સુધી તે આ જ્ઞાનથી વંચિત છે ત્યાં સુધી જ્ઞાનની વાતો કહી કહીને પોતે પોતાને જ્ઞાનવાન સમજીને પોતાની અંદરથી નથી બદલતો
ਨਾਨਕ ਹੁਕਮੀ ਲਿਖੀਐ ਲੇਖੁ ॥ હે નાનક! જીવ જેવું જુએ છે તેમજ તેનું સ્વરૂપ બની જાય છે જે નિયતથી તે બીજા મનુષ્યોની સાથે વર્તન કરે છે તેવી જ રીતે તેની અંદર સંસ્કાર ભેગાં થાય છે પણ આ લેખ પણ ઈશ્વરના હુકમમાં લખેલો હોય છે દરેક જીવની અલગ-અલગ હસ્તી અલગ અલગ કાર્ય ઈશ્વરના હુકમ અનુસાર જ બને છે
ਜੇਹਾ ਵੇਖਹਿ ਤੇਹਾ ਵੇਖੁ ॥੧॥ ઈશ્વરનો એક નિયમ બનેલો છે કે દરેક મનુષ્યને પોતાના કરેલા કર્મોના સંસ્કાર અનુસાર તેની આસપાસ પોતાના આ સંસ્કારો નું જાળું ગુથાઈ જાય છે અને એવી રીતે ઇશ્વરીય નિયમ અનુસાર તે મનુષ્યની એક પોતાની જ સ્વાર્થી હસ્તી બની જાય છે ।।૧।।
ਮਹਲਾ ੨ ॥ મહેલ ૨।।
ਹਉਮੈ ਏਹਾ ਜਾਤਿ ਹੈ ਹਉਮੈ ਕਰਮ ਕਮਾਹਿ ॥ અહંકાર નો સ્વભાવ જ એ છે કે તે એજ કામ કરે છે જેનાથી અલગ અસ્તિત્વ બનેલું રહે
ਹਉਮੈ ਏਈ ਬੰਧਨਾ ਫਿਰਿ ਫਿਰਿ ਜੋਨੀ ਪਾਹਿ ॥ આ અલગ અસ્તિત્વનું બંધન પણ એ જ છે કે તે વારંવાર તે યોનિઓમાં જન્મ લેતો રહે છે
ਹਉਮੈ ਕਿਥਹੁ ਊਪਜੈ ਕਿਤੁ ਸੰਜਮਿ ਇਹ ਜਾਇ ॥ મનમાં સહજ રીતે આ પ્રશ્ન ઊઠી શકે છે કે જીવને આ અલગ હસ્તી વાળો ભ્રમ ક્યાંથી પેદા થાય છે? કેવી રીતે તે દૂર થઇ શકે?
ਹਉਮੈ ਏਹੋ ਹੁਕਮੁ ਹੈ ਪਇਐ ਕਿਰਤਿ ਫਿਰਾਹਿ ॥ તેનો ઉત્તર એ છે કે તે અલગ વ્યક્તિત્વ બનાવવા વાળો ઈશ્વરનો જ હુકમ છે અને જે પાછલા કરેલા કર્મોના કરીવા તરફ તે દોડતો રહે છે અને અહંકારને કાયમ રાખવા ઈચ્છે છે
ਹਉਮੈ ਦੀਰਘ ਰੋਗੁ ਹੈ ਦਾਰੂ ਭੀ ਇਸੁ ਮਾਹਿ ॥ આ અહંકાર એક લાંબો રોગ છે પણ તે ઈલાજ નથી
ਕਿਰਪਾ ਕਰੇ ਜੇ ਆਪਣੀ ਤਾ ਗੁਰ ਕਾ ਸਬਦੁ ਕਮਾਹਿ ॥ જો પ્રભુની મહેરબાની થાય તો જીવ ગુરુ ના શબ્દો ની કમાણી કરે છે
ਨਾਨਕੁ ਕਹੈ ਸੁਣਹੁ ਜਨਹੁ ਇਤੁ ਸੰਜਮਿ ਦੁਖ ਜਾਹਿ ॥੨॥ નાનક કહે છે હે લોકો! આ રીતે અહંકાર રૂપી દીર્ઘ રોગ ના દુઃખ દૂર થાય છે ।।૨।।
ਪਉੜੀ ॥ પગથિયું ૬।।
ਸੇਵ ਕੀਤੀ ਸੰਤੋਖੀਈ ਜਿਨ੍ਹ੍ਹੀ ਸਚੋ ਸਚੁ ਧਿਆਇਆ ॥ જેણે માત્ર એક પરમ સત્યનું જ ધ્યાન કર્યું છે, તે સંતુષ્ટ વ્યક્તિઓએ પરમાત્માની સેવા અને ભક્તિ કરી છે.


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top