Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-464

Page 464

ਵਿਸਮਾਦੁ ਪਉਣੁ ਵਿਸਮਾਦੁ ਪਾਣੀ ॥ ક્યાંક પવન છે તો ક્યાંક પાણી છે
ਵਿਸਮਾਦੁ ਅਗਨੀ ਖੇਡਹਿ ਵਿਡਾਣੀ ॥ ક્યાંક કોઈ અગ્નિ છે આશ્ચર્યનું ખેલ ચાલી રહ્યું છે
ਵਿਸਮਾਦੁ ਧਰਤੀ ਵਿਸਮਾਦੁ ਖਾਣੀ ॥ ધરતી ઉપર ધરતી અને જીવોની ઉત્પત્તિ ચારેકોર આ કુદરત ને જોઈને મનમાં હલચલ પેદા થઈ રહી છે
ਵਿਸਮਾਦੁ ਸਾਦਿ ਲਗਹਿ ਪਰਾਣੀ ॥ જીવ પદાર્થોના સ્વાદમાં લાગી રહ્યો છે
ਵਿਸਮਾਦੁ ਸੰਜੋਗੁ ਵਿਸਮਾਦੁ ਵਿਜੋਗੁ ॥ ક્યાંક જીવોના મેળ છે અને ક્યાંક વિજોગ છે
ਵਿਸਮਾਦੁ ਭੁਖ ਵਿਸਮਾਦੁ ਭੋਗੁ ॥ ક્યાંક ભૂખ સતાવી રહી છે ક્યાંક પદાર્થોના ભોગ છે, ક્યાંક ઘણાં બધાં છપ્પનભોગ ખાવા માટે મળે છે
ਵਿਸਮਾਦੁ ਸਿਫਤਿ ਵਿਸਮਾਦੁ ਸਾਲਾਹ ॥ ક્યાંક કુદરતની માલિકીની મહિમા ગવાઈ રહી છે
ਵਿਸਮਾਦੁ ਉਝੜ ਵਿਸਮਾਦੁ ਰਾਹ ॥ ક્યાંક ખોટો રસ્તો છે ક્યાંક સાચો રસ્તો છે આ આશ્ચર્ય જોઈને મનમાં હું હેરાની માં પડી ગયો છું
ਵਿਸਮਾਦੁ ਨੇੜੈ ਵਿਸਮਾਦੁ ਦੂਰਿ ॥ કોઈ કહે છે કે ઈશ્વર સાવ નજીક છે કોઈ કહે છેકે બધી જગ્યાએ વ્યક્ત છે
ਵਿਸਮਾਦੁ ਦੇਖੈ ਹਾਜਰਾ ਹਜੂਰਿ ॥ અને જીવો ની સંભાળ કરી રહ્યો છે.
ਵੇਖਿ ਵਿਡਾਣੁ ਰਹਿਆ ਵਿਸਮਾਦੁ ॥ આ આશ્ચર્યજનક ચમત્કાર જોઈને ઝળઝળાટી છેડાઇ રહી છે
ਨਾਨਕ ਬੁਝਣੁ ਪੂਰੈ ਭਾਗਿ ॥੧॥ હે નાનક! આ તમાશો ખૂબ જ ભાગ્યથી જ સમજી શકાય છે ।।૧।।
ਮਃ ੧ ॥ મહેલ ૧
ਕੁਦਰਤਿ ਦਿਸੈ ਕੁਦਰਤਿ ਸੁਣੀਐ ਕੁਦਰਤਿ ਭਉ ਸੁਖ ਸਾਰੁ ॥ હે પ્રભુ! જે કંઈ પણ દેખાઈ રહ્યું છે અને સંભળાઈ રહ્યું છે તે બધી તારી જ કળા છે આ ભાવના, જે સુખનું મૂળ છે એ પણ તારી જ કુદરત નો કમાલ છે
ਕੁਦਰਤਿ ਪਾਤਾਲੀ ਆਕਾਸੀ ਕੁਦਰਤਿ ਸਰਬ ਆਕਾਰੁ ॥ પાતાળમાં ને આકાશમાં તારી જ કુદરત છવાયેલી છે આ બધાં જ આકાર આખું જગત છે દેખાઈ રહ્યું છે તારો જ આશ્ચર્યજનક ખેલ છે
ਕੁਦਰਤਿ ਵੇਦ ਪੁਰਾਣ ਕਤੇਬਾ ਕੁਦਰਤਿ ਸਰਬ ਵੀਚਾਰੁ ॥ વેદ પુરાણ અને કુરાન બધાયની વિચાર સત્તા તારી જ કળા છે
ਕੁਦਰਤਿ ਖਾਣਾ ਪੀਣਾ ਪੈਨ੍ਹ੍ਹਣੁ ਕੁਦਰਤਿ ਸਰਬ ਪਿਆਰੁ ॥ જીવો નું ભોજન પાણી પહેરવું અને જગતનો બધો જ પ્યાર આ બધું જ તારી કુદરતનો કમાલ છે
ਕੁਦਰਤਿ ਜਾਤੀ ਜਿਨਸੀ ਰੰਗੀ ਕੁਦਰਤਿ ਜੀਅ ਜਹਾਨ ॥ જાતિઓમાં રંગોમાં જગતના જીવો માં તારી જ કુદરત વર્તાઈ રહી છે જગતમાં ક્યાંક ભલાઈના કામ થઈ રહ્યા છે અને ક્યાંક વિકાર છે
ਕੁਦਰਤਿ ਨੇਕੀਆ ਕੁਦਰਤਿ ਬਦੀਆ ਕੁਦਰਤਿ ਮਾਨੁ ਅਭਿਮਾਨੁ ॥ ક્યાંક કોઈને નો આદર થઈ રહ્યો છે ક્યાંક અહંકાર પ્રધાન રૂપમાં છે આ બધું જ આશ્ચર્ય ભરેલો ચમત્કાર છે
ਕੁਦਰਤਿ ਪਉਣੁ ਪਾਣੀ ਬੈਸੰਤਰੁ ਕੁਦਰਤਿ ਧਰਤੀ ਖਾਕੁ ॥ પવન પાણી આગ ધરતીની ધૂળ આ બધાં જ તત્વો બધો જ તારો જ તમાશો છે
ਸਭ ਤੇਰੀ ਕੁਦਰਤਿ ਤੂੰ ਕਾਦਿਰੁ ਕਰਤਾ ਪਾਕੀ ਨਾਈ ਪਾਕੁ ॥ હે પ્રભુ! બધી જગ્યાએ તારી કલા વર્તાઈ રહી છે તું કુદરતનો માલિક છે તું જ આ ખેલનો રચનાકાર છે તારી મહિમા સ્વચ્છ થી પણ સ્વચ્છ છે તું સ્વયં પવિત્ર છે
ਨਾਨਕ ਹੁਕਮੈ ਅੰਦਰਿ ਵੇਖੈ ਵਰਤੈ ਤਾਕੋ ਤਾਕੁ ॥੨॥ હે નાનક! પ્રભુ આ આખી કુદરતને પોતાના હુકમમાં રાખીને સંભાળ કરી રહ્યો છે અને બધી જગ્યાએ પોતે ને પોતે જ મોજુદ છે ।।૨।।
ਪਉੜੀ ॥ પગથિયું ૩।।
ਆਪੀਨ੍ਹ੍ਹੈ ਭੋਗ ਭੋਗਿ ਕੈ ਹੋਇ ਭਸਮੜਿ ਭਉਰੁ ਸਿਧਾਇਆ ॥ ઈશ્વર પોતેજ જીવ રૂપ બની ને પદાર્થોના રંગોનો ભોગ કરે છે આ પણ તેની એક આશ્ચર્યજનક કુદરત જ છે શરીર માટી નો ઢગલો થઈ જાય છે અને છેલ્લે જીવાત્મા રૂપી ભમરો શરીર છોડીને ચાલી નીકળે છે
ਵਡਾ ਹੋਆ ਦੁਨੀਦਾਰੁ ਗਲਿ ਸੰਗਲੁ ਘਤਿ ਚਲਾਇਆ ॥ આવી રીતે દુનિયાના ધંધા માં ફસાયેલો જીવ જ્યારે મરે છે ત્યારે તેના ગળામાં સાંકળ નાખીને તેને લઇ જવામાં આવે છે માયાથી ગ્રસિત જીવ જગત ને છોડવા નથી ઈચ્છતો પરલોકમાં ધર્મરાજના દરબારમાં ઈશ્વરની મહિમા રૂપિયાની કમાણી જ સ્વીકાર થાય છે
ਅਗੈ ਕਰਣੀ ਕੀਰਤਿ ਵਾਚੀਐ ਬਹਿ ਲੇਖਾ ਕਰਿ ਸਮਝਾਇਆ ॥ ત્યાં જીવના કરેલા કર્મોના હિસાબ સરસ રીતે તેને સમજાવવામાં આવે છે
ਥਾਉ ਨ ਹੋਵੀ ਪਉਦੀਈ ਹੁਣਿ ਸੁਣੀਐ ਕਿਆ ਰੂਆਇਆ ॥ માયાના ભોગમાં જ ફસાયેલા રહેવાને કારણે ત્યાં માર પડે છે ક્યાંય જગ્યા નથી મળતી તે વખતે તેની ચીસો અને કોઈ નથી સાંભળતું
ਮਨਿ ਅੰਧੈ ਜਨਮੁ ਗਵਾਇਆ ॥੩॥ મૂઢ મનવાળો જીવ પોતાનો જન્મ વ્યર્થ કરી નાખે છે ।।૩।।
ਸਲੋਕ ਮਃ ੧ ॥ શ્લોક મહેલ ૧
ਭੈ ਵਿਚਿ ਪਵਣੁ ਵਹੈ ਸਦਵਾਉ ॥ હવા સદાય ઈશ્વર ના ડર માં ચાલી રહી છે
ਭੈ ਵਿਚਿ ਚਲਹਿ ਲਖ ਦਰੀਆਉ ॥ લાખો નદીઓ પણ ભય માં વહી રહી છે
ਭੈ ਵਿਚਿ ਅਗਨਿ ਕਢੈ ਵੇਗਾਰਿ ॥ અગ્નિ જે સેવા કરે છે તે પણ ઈશ્વરના ભય માં જ છે
ਭੈ ਵਿਚਿ ਧਰਤੀ ਦਬੀ ਭਾਰਿ ॥ આખે આખી ધરતી ઈશ્વરના ડરને લીધે ભારમાં દબાયેલી છે.
ਭੈ ਵਿਚਿ ਇੰਦੁ ਫਿਰੈ ਸਿਰ ਭਾਰਿ ॥ ઈશ્વરના ભય થી ઈન્દ્ર રાજા શીર્ષાસન કરીને ફરી રહ્યા છે વાદળાં પણ તેની જ મરજીમાં ઊડી રહ્યા છે
ਭੈ ਵਿਚਿ ਰਾਜਾ ਧਰਮ ਦੁਆਰੁ ॥ ધર્મ રાજ નો દરબાર પણ ઈશ્વરના ડરની હેઠળ જ છે
ਭੈ ਵਿਚਿ ਸੂਰਜੁ ਭੈ ਵਿਚਿ ਚੰਦੁ ॥ સૂર્ય અને ચંદ્ર ભગવાનના ભયમાં જ સક્રિય છે.
ਕੋਹ ਕਰੋੜੀ ਚਲਤ ਨ ਅੰਤੁ ॥ કરોડો માઈલ ચાલ્યા પછી પણ તેમની યાત્રાનો કોઈ અંત નથી.
ਭੈ ਵਿਚਿ ਸਿਧ ਬੁਧ ਸੁਰ ਨਾਥ ॥ સિધ્ધ દેવતાઓ અને નાથ બધા જ તે ઈશ્વરના ભયમાં જ જીવે છે
ਭੈ ਵਿਚਿ ਆਡਾਣੇ ਆਕਾਸ ॥ આ ઉપર છવાયેલું આકાશ જે દેખાય છે તે પણ તેના જ ભયમાં છે
ਭੈ ਵਿਚਿ ਜੋਧ ਮਹਾਬਲ ਸੂਰ ॥ મોટા-મોટા બળશાળી યોદ્ધાઓ અને શૂરવીરો બધા જ ઈશ્વરના ભયમાં જીવે છે
ਭੈ ਵਿਚਿ ਆਵਹਿ ਜਾਵਹਿ ਪੂਰ ॥ પૂરના પુર જીવ જે જગતમાં પેદા થાય છે અને મરે છે બધાં જ તેના ભય માં છે
ਸਗਲਿਆ ਭਉ ਲਿਖਿਆ ਸਿਰਿ ਲੇਖੁ ॥ બધાં જ જીવોને માથે ભયરૂપ લેખ લખેલા છે પ્રભુ નો નિયમ એવો છે કે બધાં તેના ભય માં જ છે
ਨਾਨਕ ਨਿਰਭਉ ਨਿਰੰਕਾਰੁ ਸਚੁ ਏਕੁ ॥੧॥ હે નાનક! કેવળ એક સાચો નિરંકાર જ ભય રહિત છે ।।૧।।
ਮਃ ੧ ॥ મહેલ ૧।।
ਨਾਨਕ ਨਿਰਭਉ ਨਿਰੰਕਾਰੁ ਹੋਰਿ ਕੇਤੇ ਰਾਮ ਰਵਾਲ ॥ હે નાનક! એક નિરંકાર જ ભય રહિતો છે અવતારી રામ જેવાં કેટલાંય બીજાં તે નિરંકાર ની સામે ચૂપ છે
ਕੇਤੀਆ ਕੰਨ੍ਹ੍ਹ ਕਹਾਣੀਆ ਕੇਤੇ ਬੇਦ ਬੀਚਾਰ ॥ તે નિરંકાર ના જ્ઞાનના મુકાબલામાં કૃષ્ણ ની કેટલીય વાર્તાઓ અને વેદો કેટલાય વિચાર પણ તુચ્છ છે
ਕੇਤੇ ਨਚਹਿ ਮੰਗਤੇ ਗਿੜਿ ਮੁੜਿ ਪੂਰਹਿ ਤਾਲ ॥ તે નિરંકાર નું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કેટલાંય મનુષ્ય ભિખારી બનીને નાચે છે અને કેટલાંય તેમાં તાલ પૂરે છે
ਬਾਜਾਰੀ ਬਾਜਾਰ ਮਹਿ ਆਇ ਕਢਹਿ ਬਾਜਾਰ ॥ રાસ કરવાવાળા પણ બજારોમાં આવીને રાસ કરે છે
ਗਾਵਹਿ ਰਾਜੇ ਰਾਣੀਆ ਬੋਲਹਿ ਆਲ ਪਤਾਲ ॥ રાજા અને રાણી ઓ ના સ્વરૂપો બનાવી બનાવીને ગીત ગાય છે અને મોઢાથી કેટલાય પ્રકારના વચન બોલે છે
ਲਖ ਟਕਿਆ ਕੇ ਮੁੰਦੜੇ ਲਖ ਟਕਿਆ ਕੇ ਹਾਰ ॥ લાખો રૂપિયા ના કીમતી હાર પહેરે છે પણ
ਜਿਤੁ ਤਨਿ ਪਾਈਅਹਿ ਨਾਨਕਾ ਸੇ ਤਨ ਹੋਵਹਿ ਛਾਰ ॥ હે નાનક! તે બિચારા એ નથી જાણતાં કે આ હાર અને ઝુમખા જેપ શરીરને પહેરાવામાં આવે છે
error: Content is protected !!
Scroll to Top
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/