Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-462

Page 462

ਜਨਮ ਮਰਣ ਅਨੇਕ ਬੀਤੇ ਪ੍ਰਿਅ ਸੰਗ ਬਿਨੁ ਕਛੁ ਨਹ ਗਤੇ ॥ હે ભાઈ, જન્મ – મરણ ના અનેક ચક્કર ફરી ચુક્યા, પરંતુ પ્રભુ ભક્તિ વગર મારો કોઈ સારો હાલ નથી
ਕੁਲ ਰੂਪ ਧੂਪ ਗਿਆਨਹੀਨੀ ਤੁਝ ਬਿਨਾ ਮੋਹਿ ਕਵਨ ਮਾਤ ॥ હે વ્હલા પ્રભુ, મારો કોઈ સારો કુળ નથી, મારુ સુંદર રૂપ નથી, મારી અનાદર ગુણો ની સુગંધ નથી મારી અંદર આત્મિક જીવન ની કોઈ સમજ નથી, તારા વિનાકોણ છે મારો રખવાળો ?
ਕਰ ਜੋੜਿ ਨਾਨਕੁ ਸਰਣਿ ਆਇਓ ਪ੍ਰਿਅ ਨਾਥ ਨਰਹਰ ਕਰਹੁ ਗਾਤ ॥੧॥ તારો સેવક નાનક હાથ જોડી ને તારી શરણ માં પડ્યો છે, હે વ્હલા! હે પ્રભુ! મારી આત્મિક અવસ્થા ઉંચી બનાવ
ਮੀਨਾ ਜਲਹੀਨ ਮੀਨਾ ਜਲਹੀਨ ਹੇ ਓਹੁ ਬਿਛੁਰਤ ਮਨ ਤਨ ਖੀਨ ਹੇ ਕਤ ਜੀਵਨੁ ਪ੍ਰਿਅ ਬਿਨੁ ਹੋਤ ॥ એ ભાઈ! જ્યારે માછલી પાણી થી અલગ થઈ જાય છે પાણી થી અલગ થતાં વેંત જ તેનું મન તેનું શરીર નિઢાલ થઈ જાય છે પ્રીતમ પાણી વગર તે કેવી રીતે જીવી શકે?
ਸਨਮੁਖ ਸਹਿ ਬਾਨ ਸਨਮੁਖ ਸਹਿ ਬਾਨ ਹੇ ਮ੍ਰਿਗ ਅਰਪੇ ਮਨ ਤਨ ਪ੍ਰਾਨ ਹੇ ਓਹੁ ਬੇਧਿਓ ਸਹਜ ਸਰੋਤ ॥ હરણ આત્મિક જીવન દેવાવાળો અવાજ સાંભળીને પોતાનું શરીર પ્રાણ બધું જ તે અવાજ પ્રતિ કુરબાન કરી દે છે અને સીધો સામે જ મોઢા ઉપર શિકારીનું તીર સહે છે.
ਪ੍ਰਿਅ ਪ੍ਰੀਤਿ ਲਾਗੀ ਮਿਲੁ ਬੈਰਾਗੀ ਖਿਨੁ ਰਹਨੁ ਧ੍ਰਿਗੁ ਤਨੁ ਤਿਸੁ ਬਿਨਾ ॥ હે મારા પ્યારા! મારી પ્રીતી તારા ચરણમાં લાગી ગઈ છે હે પ્રભુ! તમે મને મળી ગયા મારું ચિત્ત દુનિયા ની બધી વસ્તુઓ તરફથી ઉદાસ થઈ ગયું છે, જો આ શરીર એક ક્ષણ પણ ટકી ગયું તો શરીર ધિક્કારને યોગ્ય છે
ਪਲਕਾ ਨ ਲਾਗੈ ਪ੍ਰਿਅ ਪ੍ਰੇਮ ਪਾਗੈ ਚਿਤਵੰਤਿ ਅਨਦਿਨੁ ਪ੍ਰਭ ਮਨਾ ॥ હે પ્યારા પ્રભુ! મને ઊંઘ નથી આવતી તારા ચરણોમાં મારી પ્રીતી લાગી ગઈ છે મારું મન હર ક્ષણ તને જ યાદ કરી રહ્યું છે
ਸ੍ਰੀਰੰਗ ਰਾਤੇ ਨਾਮ ਮਾਤੇ ਭੈ ਭਰਮ ਦੁਤੀਆ ਸਗਲ ਖੋਤ ॥ જે ભાગ્યશાળી પરમાત્માના પ્રેમના રંગમાં રંગાઈ જાય છે જે તેના નામમાં મસ્ત થઈ જાય છે તે દુનિયાના બધાં જ ડર માયાની ભટકાવ એ બધું જ દૂર કરી લે છે
ਕਰਿ ਮਇਆ ਦਇਆ ਦਇਆਲ ਪੂਰਨ ਹਰਿ ਪ੍ਰੇਮ ਨਾਨਕ ਮਗਨ ਹੋਤ ॥੨॥ નાનક કહે છે, હે સર્વવ્યાપક દયાળુ હરિ! મારા ઉપર મહેર કર મારા ઉપર તરસ કર હું સદા તારા પ્રેમમાં મસ્ત રહું ।।૨।।
ਅਲੀਅਲ ਗੁੰਜਾਤ ਅਲੀਅਲ ਗੁੰਜਾਤ ਹੇ ਮਕਰੰਦ ਰਸ ਬਾਸਨ ਮਾਤ ਹੇ ਪ੍ਰੀਤਿ ਕਮਲ ਬੰਧਾਵਤ ਆਪ ॥ હે ભાઈ કમળના ફૂલ ઉપર ફરવા વાળો ભમરો ગુંજન કરે છે ભમરો નિત્ય ગુંજન કરે છે કમળના ફૂલ ઉપર મકરંદ ના રસ ની સુગંધ માં મસ્ત છે પ્રીતિમાં ખેંચાઈને તે પોતાને કમળના પુષ્પ માં બંધ કરાવી લે છે
ਚਾਤ੍ਰਿਕ ਚਿਤ ਪਿਆਸ ਚਾਤ੍ਰਿਕ ਚਿਤ ਪਿਆਸ ਹੇ ਘਨ ਬੂੰਦ ਬਚਿਤ੍ਰਿ ਮਨਿ ਆਸ ਹੇ ਅਲ ਪੀਵਤ ਬਿਨਸਤ ਤਾਪ ॥ હે ભાઈ! ભલે સરોવર અને તળાવ પાણીથી ભરેલા હોય પણ બપૈયો પક્ષી નું ચિત્ત તો વાદળા માંથી પડતા વરસાદના ટીપા માટે તરસે છે બપૈયો ની ચાહત ફક્ત વાદળાં માંથી પડેલી પાણીની બૂંદ થી જ તૃપ્ત થઈ શકે
ਤਾਪਾ ਬਿਨਾਸਨ ਦੂਖ ਨਾਸਨ ਮਿਲੁ ਪ੍ਰੇਮੁ ਮਨਿ ਤਨਿ ਅਤਿ ਘਨਾ ॥ હે જીવોના કષ્ટ અને દુઃખના નાશ કરવાવાળા! તાપનો નાશ કરવાવાળા! મારી તારા દરવાજે વિનંતી છે કે તું મને મળે મારા મનમાં મારા હૃદયમાં તારાં ચરણોના પ્રતિ ખૂબ જ ગહેરો પ્રેમ છે
ਸੁੰਦਰੁ ਚਤੁਰੁ ਸੁਜਾਨ ਸੁਆਮੀ ਕਵਨ ਰਸਨਾ ਗੁਣ ਭਨਾ ॥ તું મારા સુંદર ચતુર સમજદાર માલિક છે હું મારી જીભથી તારા કયા કયા ગુણ નું વર્ણન કરું
ਗਹਿ ਭੁਜਾ ਲੇਵਹੁ ਨਾਮੁ ਦੇਵਹੁ ਦ੍ਰਿਸਟਿ ਧਾਰਤ ਮਿਟਤ ਪਾਪ ॥ હે વિકારોમાં પડેલાને પવિત્ર કરવા વાળા! મારી મને બાંય થી પકડી ને પોતાના ચરણોમાં લગાવી લે મને પોતાનું નામ આપ તારી નિગાહ મારી ઉપર પડતાની સાથે જ મારાં બધાં પાપ મટી જાય છે
ਨਾਨਕੁ ਜੰਪੈ ਪਤਿਤ ਪਾਵਨ ਹਰਿ ਦਰਸੁ ਪੇਖਤ ਨਹ ਸੰਤਾਪ ॥੩॥ નાનક વિનંતી કરે છે કે હરિ તારા દર્શન કરવાથી કોઈપણ દુઃખ અને કષ્ટ અડી પણ નથી શકતા ।।૩।।
ਚਿਤਵਉ ਚਿਤ ਨਾਥ ਚਿਤਵਉ ਚਿਤ ਨਾਥ ਹੇ ਰਖਿ ਲੇਵਹੁ ਸਰਣਿ ਅਨਾਥ ਹੇ ਮਿਲੁ ਚਾਉ ਚਾਈਲੇ ਪ੍ਰਾਨ ॥ હે મારા પતિ પ્રભુ! હું ચિત્તથી તને જ ચિત્તવુ છું હે નાથ! હું તને યાદ કરતો રહું છું મુજ અનાથ ને પોતાની શરણમાં રાખી લે હે નાથ! તું મને મળતને મળવા માટે મારી અંદર ખૂબ જ ઇચ્છા છે મારો જીવ આત્મા તારા દર્શન માટે ઉત્સાહ માટે આવી ગયો છે
ਸੁੰਦਰ ਤਨ ਧਿਆਨ ਸੁੰਦਰ ਤਨ ਧਿਆਨ ਹੇ ਮਨੁ ਲੁਬਧ ਗੋਪਾਲ ਗਿਆਨ ਹੇ ਜਾਚਿਕ ਜਨ ਰਾਖਤ ਮਾਨ ॥ હે પ્રભુ! તારા સુંદર સ્વરૂપ માં મારું ચિત્ત જોડાઈ ગયું છે તારા સુંદર શરીર ની તરફ મારું ધ્યાન લાગેલું છે હે ગોપાલ! મારું મન તારી સાથે મળી જવા માટે તડપે છે તું તે ભાગ્યશાળી ઓ ને આદર આપે છે જે તારા દરવાજા ઉપર ભિખારી બની ને આવે છે
ਪ੍ਰਭ ਮਾਨ ਪੂਰਨ ਦੁਖ ਬਿਦੀਰਨ ਸਗਲ ਇਛ ਪੁਜੰਤੀਆ ॥ હે પ્રભુ તું પોતાની અંદર પોતાના દરવાજે આવેલા માંગવા વાળાઓ નો આદર અને સન્માન કરે છે તો તેમના દુઃખોનો નાશ કરે છે તારી મહેરબાની થી તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઇ જાય છે
ਹਰਿ ਕੰਠਿ ਲਾਗੇ ਦਿਨ ਸਭਾਗੇ ਮਿਲਿ ਨਾਹ ਸੇਜ ਸੋਹੰਤੀਆ ॥ હે ભાઈ! જે ભાગ્યશાળી મનુષ્ય પ્રભુ પતિનેગળે મળે છે તેમની જિંદગી નો દિવસ ભાગ્યશાળી બની જાય છે પતિ પ્રભુને મળીને તેમના હૃદય ઉપરની સેજસોહામણી બની જાય છે જેની ઉપર પ્રભુની મહેરબાની ની નજર થાય છે
ਪ੍ਰਭ ਦ੍ਰਿਸਟਿ ਧਾਰੀ ਮਿਲੇ ਮੁਰਾਰੀ ਸਗਲ ਕਲਮਲ ਭਏ ਹਾਨ ॥ જેમને પરમાત્મા મળી જાય છે તેમના પૂર્વ માં કરેલા બધાં જ પાપોનો નાશ થઈ જાય છે
ਬਿਨਵੰਤਿ ਨਾਨਕ ਮੇਰੀ ਆਸ ਪੂਰਨ ਮਿਲੇ ਸ੍ਰੀਧਰ ਗੁਣ ਨਿਧਾਨ ॥੪॥੧॥੧੪॥ નાનક વિનંતી કરે છે હે ભાઈ લક્ષ્મી પતિ પ્રભુ બધાં જ ગુણોનો ખજાનો પ્રભુ, મને મળી ગયા મારા મનની મુરાદ પૂરી થઈ ગઈ ।।૪।।૧।।૧૪।।
ੴ ਸਤਿਨਾਮੁ ਕਰਤਾ ਪੁਰਖੁ ਨਿਰਭਉ ਨਿਰਵੈਰੁ ਅਕਾਲ ਮੂਰਤਿ ਅਜੂਨੀ ਸੈਭੰ ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ અકાલ પુરખ એક છે જેનું નામ ‘અસ્તિત્વ વાળો’ છે સૃષ્ટિના રચનાકાર છે જે બધી જગ્યાએ વ્યાપ્ત છે ભય રહિત છે વેર હિત છે જેનું સ્વરૂપ કાળથી પરે છે, જે યોનિઓમાં નથી ભટકતો જેનો પ્રકાશ તેની મેળાએ છે અને જે સદગુરૂની કૃપાથી મળે છે
ਆਸਾ ਮਹਲਾ ੧ ॥ આશા મહેલ ૧।।
ਵਾਰ ਸਲੋਕਾ ਨਾਲਿ ਸਲੋਕ ਭੀ ਮਹਲੇ ਪਹਿਲੇ ਕੇ ਲਿਖੇ ਟੁੰਡੇ ਅਸ ਰਾਜੈ ਕੀ ਧੁਨੀ ॥ આશા દી વાર ની શરૂઆતથી આ વાક્ય શ્લોક પણ મહેલ ની પહેલા લખવામાં આવી છે. તે પોતે લખે છે કે પહેલા પણ આપણે આ વાર સાથે શ્લોક મહેલ ની પહેલાલખ્યો છે.આ વાર એક ટૂંડા રાજા અસરાજ ના વાર ની સુર માં ગાવાની છે
ਸਲੋਕੁ ਮਃ ੧ ॥ શ્લોક મહેલ ૧।।
ਬਲਿਹਾਰੀ ਗੁਰ ਆਪਣੇ ਦਿਉਹਾੜੀ ਸਦ ਵਾਰ ॥ હું પોતાના ગુરૂ પાસેથી એક દિવસના સો વાર કુરબાન જાઉં છું જે ગુરુ એ થી મનુષ્યમાંથી દેવતા બનાવી દીધા
ਜਿਨਿ ਮਾਣਸ ਤੇ ਦੇਵਤੇ ਕੀਏ ਕਰਤ ਨ ਲਾਗੀ ਵਾਰ ॥੧॥ જેણે માણસને દેવતા બનાવવામાં વિલંબ ન કર્યો. 1


© 2017 SGGS ONLINE
Scroll to Top