Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-460

Page 460

ਮਾਲੁ ਜੋਬਨੁ ਛੋਡਿ ਵੈਸੀ ਰਹਿਓ ਪੈਨਣੁ ਖਾਇਆ ॥ આ સમજતો નથી કે આ ધન-યુવાની બધું છોડીને ચાલ્યો જઈશ ત્યારે આ ખાવું-પહેરવું સમાપ્ત થઈ જશે.
ਨਾਨਕ ਕਮਾਣਾ ਸੰਗਿ ਜੁਲਿਆ ਨਹ ਜਾਇ ਕਿਰਤੁ ਮਿਟਾਇਆ ॥੧॥ હે નાનક! જ્યારે જીવ અહીંથી ચાલે છે તો કામાયેલ સારા ખરાબ કર્મ તેની સાથે ચાલ્યા જાય છે, કરેલા કર્મોના સંસ્કારના સિંચનને મિટાવી શકાતું નથી. ॥૧॥
ਫਾਥੋਹੁ ਮਿਰਗ ਜਿਵੈ ਪੇਖਿ ਰੈਣਿ ਚੰਦ੍ਰਾਇਣੁ ॥ હે જીવ! જેવી રીતે હરણ રાત્રીના સમયે શિકારીનો કરેલો ચંદ્ર જેવી ચાંદની જોઈને શિકારીના જાળમાં ફસાઈ જાય છે તેવી જ રીતે તું માયાવી પદાર્થોની ચમક જોઈને માયાની જાળમાં ફસાયેલો રહે છે.
ਸੂਖਹੁ ਦੂਖ ਭਏ ਨਿਤ ਪਾਪ ਕਮਾਇਣੁ ॥ જે સુખ માટે તું ફસાઈ જાય છે તે સુખોમાં દુઃખ ઉત્પન્ન થાય છે તો પણ તું પાપ કમાય છે.
ਪਾਪਾ ਕਮਾਣੇ ਛਡਹਿ ਨਾਹੀ ਲੈ ਚਲੇ ਘਤਿ ਗਲਾਵਿਆ ॥ હે જીવ! તું પાપ કરવું છોડતો નથી તને એ પણ યાદ નથી રહેતું કે યમદૂત તારા ગળામાં ફંદો નાખીને જલ્દી જ લઈ જવાના છે.
ਹਰਿਚੰਦਉਰੀ ਦੇਖਿ ਮੂਠਾ ਕੂੜੁ ਸੇਜਾ ਰਾਵਿਆ ॥ તું તો આકાશની ગંધર્વ નગરી જોઈને છેતરાઈ રહ્યો છે તું આ છેતરામણી-રૂપ પાથરીને આનંદથી ભોગવે છે.
ਲਬਿ ਲੋਭਿ ਅਹੰਕਾਰਿ ਮਾਤਾ ਗਰਬਿ ਭਇਆ ਸਮਾਇਣੁ ॥ હે જીવ! તું જીભના રસમાં, માયાના લોભમાં, અહંકારમાં મસ્ત છે, તું હંમેશા અહંકારમાં લીન ટકેલો રહે છે.
ਨਾਨਕ ਮ੍ਰਿਗ ਅਗਿਆਨਿ ਬਿਨਸੇ ਨਹ ਮਿਟੈ ਆਵਣੁ ਜਾਇਣੁ ॥੨॥ હે નાનક! આ જીવ-હરણ આધ્યાત્મિક જીવનની અજ્ઞાનતાને કારણે આધ્યાત્મિક મૃત્યુમરી રહ્યા છે તેમનું જન્મ મરણનું ચક્ર સમાપ્ત થઈ શકતું નથી. ॥૨॥
ਮਿਠੈ ਮਖੁ ਮੁਆ ਕਿਉ ਲਏ ਓਡਾਰੀ ॥ જેવી રીતે ગોળ વગેરે જેવા મીઠા પર બેસીને માખી ગોળથી ચોંટી જાય છે અને ત્યાં જ મરી જાય છે તેવી જ રીતે પોતાના મનની પાછળ ચાલવાવાળો મનુષ્ય માયાવી પદાર્થોના મોહમાં ફસાઈ જાય છે આધ્યાત્મિક મૃત્યુ સહી લે છે અને જીવન ઉચ્ચું કરી શકતો નથી.
ਹਸਤੀ ਗਰਤਿ ਪਇਆ ਕਿਉ ਤਰੀਐ ਤਾਰੀ ॥ સ્ત્રી-વશ થયેલો હાથી તે ખાડામાં પડી જાય છે જે હાથી પકડવા માટે ખોદવામાં આવે છે અને તેમાં કાગળની હાથણી ઉભી રાખેલી હોય છે આવી રીતે પોતાના મનની પાછળ ચાલવાવાળો મનુષ્ય ખાડામાં પડી જાય છે.
ਤਰਣੁ ਦੁਹੇਲਾ ਭਇਆ ਖਿਨ ਮਹਿ ਖਸਮੁ ਚਿਤਿ ਨ ਆਇਓ ॥ હે ભાઈ! વિકારોમાં પડી રહીને સંસાર-સમુદ્રથી પાર થવાતું નથી વિકારોના કારણે સંસાર-સમુદ્ર પાર કરવો મુશ્કેલ થઈ જાય છે ક્યારેય માલિક પ્રભુ મનમાં વસતા નથી.
ਦੂਖਾ ਸਜਾਈ ਗਣਤ ਨਾਹੀ ਕੀਆ ਅਪਣਾ ਪਾਇਓ ॥ એટલા દુઃખ કરેલા હોય છે એટલી સજા મળે છે કે ગણતરી કરી શકાતી નથી મનમુખ પોતાનું કરેલું ભોગવે છે.
ਗੁਝਾ ਕਮਾਣਾ ਪ੍ਰਗਟੁ ਹੋਆ ਈਤ ਉਤਹਿ ਖੁਆਰੀ ॥ જે-જે પાપ-કર્મ છુપાઈને કરે છે તે અંતે સામે આવી જ જાય છે મનમુખ આ લોકમાં પણ અને પરલોક માં પણ બેઈજ્જતી કરાવે છે.
ਨਾਨਕ ਸਤਿਗੁਰ ਬਾਝੁ ਮੂਠਾ ਮਨਮੁਖੋ ਅਹੰਕਾਰੀ ॥੩॥ હે નાનક! પોતાના મનની પાછળ ચાલવાવાળા અહંકારેલો મનુષ્ય ગુરુની શરણે પડ્યા વગર વિકારોના હાથે આધ્યાત્મિક જીવ લૂંટાવી બેસે છે. ॥૩॥
ਹਰਿ ਕੇ ਦਾਸ ਜੀਵੇ ਲਗਿ ਪ੍ਰਭ ਕੀ ਚਰਣੀ ॥ હે ભાઈ! પરમાત્માના દાસ પરમાત્માના ચરણે પડીને ઉચ્ચા આધ્યાત્મિક જીવનવાળો બની જાય છે.
ਕੰਠਿ ਲਗਾਇ ਲੀਏ ਤਿਸੁ ਠਾਕੁਰ ਸਰਣੀ ॥ તે માલિક-પ્રભુના ચરણે પડે છે અને તે પ્રભુ તેને પોતાના ગળેથી લગાવી લે છે.
ਬਲ ਬੁਧਿ ਗਿਆਨੁ ਧਿਆਨੁ ਅਪਣਾ ਆਪਿ ਨਾਮੁ ਜਪਾਇਆ ॥ પરમાત્મા તેને પોતાનું આધ્યાત્મિક બળ આપે છે, શ્રેષ્ઠ બુદ્ધિ આપે છે પોતાની સાથે ગાઢ સંધિ બક્ષે છે, પોતાનામાં તેનું ધ્યાન જોડી રાખે છે, અને તેને પોતાનું નામ જપાવે છે.
ਸਾਧਸੰਗਤਿ ਆਪਿ ਹੋਆ ਆਪਿ ਜਗਤੁ ਤਰਾਇਆ ॥ સાધુ-સંગતમાં પોતે તેના હૃદયની અંદર પ્રગટ થાય છે અને તેને પોતે જ સંસાર-સમુદ્રથી પાર કરાવે છે.
ਰਾਖਿ ਲੀਏ ਰਖਣਹਾਰੈ ਸਦਾ ਨਿਰਮਲ ਕਰਣੀ ॥ રાખવાવાળો પરમાત્મા પોતાના સંતોને વિકારોથી પોતે જ બચાવે છે ત્યારે તો સંત-જનોનું આચરણ પવિત્ર રહે છે.
ਨਾਨਕ ਨਰਕਿ ਨ ਜਾਹਿ ਕਬਹੂੰ ਹਰਿ ਸੰਤ ਹਰਿ ਕੀ ਸਰਣੀ ॥੪॥੨॥੧੧॥ હે નાનક! પરમાત્માની શરણે પડી રહેવાની કારણે નર્કમાં પડતા નથી. ॥૪॥૨॥૧૧॥
ਆਸਾ ਮਹਲਾ ੫ ॥ આશા મહેલ ૫॥
ਵੰਞੁ ਮੇਰੇ ਆਲਸਾ ਹਰਿ ਪਾਸਿ ਬੇਨੰਤੀ ॥ હે આળસ! ચાલ્યો જા મારા પ્રાણ છોડ, હું પ્રભુ-પતિની સ્મરણ કરું હે સખી! હું પરમાત્માની પાસે વિનંતી કરે છે કે મારી આળસ દૂર થઈ જાય.
ਰਾਵਉ ਸਹੁ ਆਪਨੜਾ ਪ੍ਰਭ ਸੰਗਿ ਸੋਹੰਤੀ ॥ હે સખી! જેમ-જેમ હું પોતાના પતિ-પ્રભુને પોતાના હૃદયમાં વસવું છું તેમ-તેમ પ્રભુના ચરણોમાં જોડાઈને મારુ જીવન સોહામણું બની રહ્યું છે.
ਸੰਗੇ ਸੋਹੰਤੀ ਕੰਤ ਸੁਆਮੀ ਦਿਨਸੁ ਰੈਣੀ ਰਾਵੀਐ ॥ હે સખી! તે પતિ-પ્રભુને દિવસ-રાત દરેક સમય હદયમાં વસાવવો જોઈએ જે જીવ-સ્ત્રી સ્વામી-સંતોના ચરણોમાં જોડાય છે તેનું જીવન સોહામણું બની જાય છે.
ਸਾਸਿ ਸਾਸਿ ਚਿਤਾਰਿ ਜੀਵਾ ਪ੍ਰਭੁ ਪੇਖਿ ਹਰਿ ਗੁਣ ਗਾਵੀਐ ॥ હે સખી! દરેક શ્વાસ સાથે પ્રભુને સ્મરણ કરીને અને પ્રભુના દર્શન કરીને મારી અંદર આધ્યાત્મિક જીવન ઉત્પન્ન થઈ રહ્યું છે હે સખી! તે હરિના ગુણ હંમેશા ગાવા જોઈએ.
ਬਿਰਹਾ ਲਜਾਇਆ ਦਰਸੁ ਪਾਇਆ ਅਮਿਉ ਦ੍ਰਿਸਟਿ ਸਿੰਚੰਤੀ ॥ જે જીવ-સ્ત્રીના હૃદયમાં પ્રભુએ પોતાની નજરથી આધ્યાત્મિક જીવન દેવાવાળું નામ જળ સીંચ્યું તેને પ્રભુ-પતિના દર્શન કરી લીધા તેની અંદરથી પ્રભુ-ચરણોથી અલગતા દૂર થઈ ગઈ છે.
ਬਿਨਵੰਤਿ ਨਾਨਕੁ ਮੇਰੀ ਇਛ ਪੁੰਨੀ ਮਿਲੇ ਜਿਸੁ ਖੋਜੰਤੀ ॥੧॥ નાનક વિનંતી કરે છે અને કહે, હે સખી! મારા મનની ઈચ્છા પૂરી થઈ ગઈ છે મને તે પ્રભુ મળી ગયા છે જેને હું શોધી રહી હતી. ॥૧॥
ਨਸਿ ਵੰਞਹੁ ਕਿਲਵਿਖਹੁ ਕਰਤਾ ਘਰਿ ਆਇਆ ॥ હે પાપ! મારા હૃદય-ઘરમાં મારા કર્તાર આવી વસ્યા છે હવે તું મારા હૃદયમાંથી ચાલ્યો જા.
ਦੂਤਹ ਦਹਨੁ ਭਇਆ ਗੋਵਿੰਦੁ ਪ੍ਰਗਟਾਇਆ ॥ હે ભાઈ! જે હૃદયમાં ગોવિંદ પ્રગટ થઈ જાય તેમાંથી વિકાર-દુશમનનો નાશ થઈ જાય છે.
ਪ੍ਰਗਟੇ ਗੁਪਾਲ ਗੋਬਿੰਦ ਲਾਲਨ ਸਾਧਸੰਗਿ ਵਖਾਣਿਆ ॥ વ્હાલા ગોપાલ ગોવિંદ તે મનુષ્યના હૃદયમાં પ્રગટ થાય છે જે મનુષ્ય સાધુ-સંગતમાં ગોવિંદની મહિમા કરે છે.
ਆਚਰਜੁ ਡੀਠਾ ਅਮਿਉ ਵੂਠਾ ਗੁਰ ਪ੍ਰਸਾਦੀ ਜਾਣਿਆ ॥ જે મનુષ્ય ગુરુની કૃપા દ્વારા ગોવિંદથી ગાઢ સંધિ નાખી લે છે પોતાની અંદર એક હેરાન કરવાવાળો તમાશો દેખાય છે કે તેની અંદર આધ્યાત્મિક જીવન દેવાવાળું નામ-જળ આવી વસે છે.
ਮਨਿ ਸਾਂਤਿ ਆਈ ਵਜੀ ਵਧਾਈ ਨਹ ਅੰਤੁ ਜਾਈ ਪਾਇਆ ॥ તેના મનમાં અનંત ઠંડી પડી જાય છે તેની અંદર અનંત વધવા ફૂલવાનો પ્રભાવ બની જાય છે.
ਬਿਨਵੰਤਿ ਨਾਨਕ ਸੁਖ ਸਹਜਿ ਮੇਲਾ ਪ੍ਰਭੂ ਆਪਿ ਬਣਾਇਆ ॥੨॥ નાનક વિનંતી કરે છે કે, હે ભાઈ! જે મનુષ્ય પર તું કૃપા કરે છે તેને પ્રભુ પોતે જ આનંદમયી આધ્યાત્મિક સ્થિરતામાં ટકાવે છે પ્રભુ પોતે જ તેને પોતાની સાથે મેળાપ બનાવે છે. ॥૨॥
ਨਰਕ ਨ ਡੀਠੜਿਆ ਸਿਮਰਤ ਨਾਰਾਇਣ ॥ જે મનુષ્ય પરમાત્માનું સ્મરણ કરે છે તેને નર્ક જોવું પડતું નથી.
ਜੈ ਜੈ ਧਰਮੁ ਕਰੇ ਦੂਤ ਭਏ ਪਲਾਇਣ ॥ ધર્મરાજ પણ તેને નમસ્કાર કરે છે યમદૂત તેનાથી દૂર ભાગી જાય છે.
ਧਰਮ ਧੀਰਜ ਸਹਜ ਸੁਖੀਏ ਸਾਧਸੰਗਤਿ ਹਰਿ ਭਜੇ ॥ સાધુ-સંગતમાં પરમાત્માનું ભજન કરીને તે મનુષ્ય સુખી થઈ જાય છે તેને ધર્મ પ્રાપ્ત થઈ જાય છે આધ્યાત્મિક સ્થિરતા મળી જાય છે.
ਕਰਿ ਅਨੁਗ੍ਰਹੁ ਰਾਖਿ ਲੀਨੇ ਮੋਹ ਮਮਤਾ ਸਭ ਤਜੇ ॥ પરમાત્મા કૃપા કરીને તેને મોહ,મમતા વગેરે વિકારથી બચાવી લે છે, તે મનુષ્ય મોહ-મમતા વગેરે બધું ત્યાગી દે છે.
ਗਹਿ ਕੰਠਿ ਲਾਏ ਗੁਰਿ ਮਿਲਾਏ ਗੋਵਿੰਦ ਜਪਤ ਅਘਾਇਣ ॥ જે પરમાત્મા ગુરુ દ્વારા પોતાની સાથે મેળવે છે તેને હાથથી પકડીને પોતાના ગળેથી લગાવી લે છે પરમાત્માનું નામ જપીને તે માયાની તૃષ્ણા તરફથી તૃપ્ત થઈ જાય છે.
ਬਿਨਵੰਤਿ ਨਾਨਕ ਸਿਮਰਿ ਸੁਆਮੀ ਸਗਲ ਆਸ ਪੁਜਾਇਣ ॥੩॥ નાનક વિનંતી કરે છે, તે મનુષ્ય માલિક-પ્રભુનું સ્મરણ કરીને પોતાની બધી ઈચ્છા પૂરી કરી લે છે. ॥૩॥


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top