Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-449

Page 449

ਜਨੁ ਨਾਨਕੁ ਮੁਸਕਿ ਝਕੋਲਿਆ ਸਭੁ ਜਨਮੁ ਧਨੁ ਧੰਨਾ ॥੧॥ હે નાનક! કસ્તુરીથી પૂર્ણ રીતે સુગંધિત થઇ ગયો છે અને એનું આખું જીવન ભાગ્યશાળી બની ગયું છે ।।૧।।
ਹਰਿ ਪ੍ਰੇਮ ਬਾਣੀ ਮਨੁ ਮਾਰਿਆ ਅਣੀਆਲੇ ਅਣੀਆ ਰਾਮ ਰਾਜੇ ॥ પ્રભુ ચરણમાં પ્રેમ ઉત્પન્ન કરનારી ગુરુવાણીએ મારુ મન વીંધી નાખ્યું છે જેમ ધારદાર તીર વીંધે છે
ਜਿਸੁ ਲਾਗੀ ਪੀਰ ਪਿਰੰਮ ਕੀ ਸੋ ਜਾਣੈ ਜਰੀਆ ॥ જે માણસની અંદર પ્રભુપ્રેમ વિરહનું દુઃખ ઉત્પન્ન થાય એ જ જાણે છે કે એને કેવી રીતે કહી શકાય
ਜੀਵਨ ਮੁਕਤਿ ਸੋ ਆਖੀਐ ਮਰਿ ਜੀਵੈ ਮਰੀਆ ॥ જે માણસ માયા મોહ મારીને આત્મિક જીવન જીવે છે એ દુનિયાની મહેનત કમાણી કરતા જ મોહ બંધનમાંથી આઝાદ થાય છે
ਜਨ ਨਾਨਕ ਸਤਿਗੁਰੁ ਮੇਲਿ ਹਰਿ ਜਗੁ ਦੁਤਰੁ ਤਰੀਆ ॥੨॥ હે હરિ! દાસ નાનક કહે છે, મને ગુરુ મળ્યા કેમ કે હું મુશ્કેલીઓ તારી શકતો આ સંસાર પાર કરી શકું ।।૨।।
ਹਮ ਮੂਰਖ ਮੁਗਧ ਸਰਣਾਗਤੀ ਮਿਲੁ ਗੋਵਿੰਦ ਰੰਗਾ ਰਾਮ ਰਾਜੇ ॥ હે અનંત ચમત્કારોના માલિક ગોવિંદ અમને મળ અમે મૂર્ખ નાસમજ તારી શરણમાં આવ્યા છીએ
ਗੁਰਿ ਪੂਰੈ ਹਰਿ ਪਾਇਆ ਹਰਿ ਭਗਤਿ ਇਕ ਮੰਗਾ ॥ હું પ્રભુની ભક્તિ માંગુ છું પૂર્ણ ગુરુ દ્વારા પ્રભુ મળી શકે છે
ਮੇਰਾ ਮਨੁ ਤਨੁ ਸਬਦਿ ਵਿਗਾਸਿਆ ਜਪਿ ਅਨਤ ਤਰੰਗਾ ॥ ગુરુશરણ દ્વારા અનંત લહેરોવાળાનું સ્મરણ કરીને મારુ મન ખીલી ગયું છે મારુ હૃદય પ્રફુલ્લિત થયું છે
ਮਿਲਿ ਸੰਤ ਜਨਾ ਹਰਿ ਪਾਇਆ ਨਾਨਕ ਸਤਸੰਗਾ ॥੩॥ હે નાનક! સાધુ સંતોને મળીને એમની સંગતિમાં મેં પ્રભુને પામ્યા છે ।।૩।।
ਦੀਨ ਦਇਆਲ ਸੁਣਿ ਬੇਨਤੀ ਹਰਿ ਪ੍ਰਭ ਹਰਿ ਰਾਇਆ ਰਾਮ ਰਾਜੇ ॥ હે દીનદયાલ પ્રભુ! હે હરિ! હે પ્રભુ! બાદશાહ મારી વિનંતી સાંભળ
ਹਉ ਮਾਗਉ ਸਰਣਿ ਹਰਿ ਨਾਮ ਕੀ ਹਰਿ ਹਰਿ ਮੁਖਿ ਪਾਇਆ ॥ હે હરિ હું તારા નામનો આશરો માંગુ છું હે પ્રભુ તારું નામ મુખથી જાપ કરી શકું છું
ਭਗਤਿ ਵਛਲੁ ਹਰਿ ਬਿਰਦੁ ਹੈ ਹਰਿ ਲਾਜ ਰਖਾਇਆ ॥ પ્રભુનો એ મૂળ સ્વભાવ છે કે એ ભક્તોને પ્રેમ કરે છે અને એમની ઈજ્જત રાખી લે છે
ਜਨੁ ਨਾਨਕੁ ਸਰਣਾਗਤੀ ਹਰਿ ਨਾਮਿ ਤਰਾਇਆ ॥੪॥੮॥੧੫॥ હે પ્રભુ! દાસ નાનક પણ તારા શરણમાં આવી પડ્યો છે પ્રભુ એને નામથી જોડાવી પાર કરાવી દે છે ।।૪।।૮।।૧૫।।
ਆਸਾ ਮਹਲਾ ੪ ॥ આશા મહેલ 4,
ਗੁਰਮੁਖਿ ਢੂੰਢਿ ਢੂਢੇਦਿਆ ਹਰਿ ਸਜਣੁ ਲਧਾ ਰਾਮ ਰਾਜੇ ॥ ગુરુશરણમાં રહી શોધ કરતા કરતા મેં પ્રભુ મિત્રને પામી લીધો છે
ਕੰਚਨ ਕਾਇਆ ਕੋਟ ਗੜ ਵਿਚਿ ਹਰਿ ਹਰਿ ਸਿਧਾ ॥ મારુ આ શરીર સોનાના કિલ્લા જેવું બની ગયું છે એમાં પ્રભુ પ્રગટ થયા છે
ਹਰਿ ਹਰਿ ਹੀਰਾ ਰਤਨੁ ਹੈ ਮੇਰਾ ਮਨੁ ਤਨੁ ਵਿਧਾ ॥ પ્રભુ નામનું રત્ન પ્રભુ નામનો હીરો મળી ગયો છે જેનાથી મન અને હૃદય વીંધાય ગયા છે
ਧੁਰਿ ਭਾਗ ਵਡੇ ਹਰਿ ਪਾਇਆ ਨਾਨਕ ਰਸਿ ਗੁਧਾ ॥੧॥ હે નાનક! પ્રભુ દરબારમાં સન્માનથી સારા નસીબે મને પ્રભુ મળી ગયા ને મારો સ્વભાવ એના પ્રેમરસમાં ભીનો થઇ ગયો છે ।।૧।।
ਪੰਥੁ ਦਸਾਵਾ ਨਿਤ ਖੜੀ ਮੁੰਧ ਜੋਬਨਿ ਬਾਲੀ ਰਾਮ ਰਾਜੇ ॥ હે સતગુરુ! યૌવનવંતી હું અજાણી જીવસ્ત્રી સદા ઉભી રહીને રસ્તો પૂછું છું
ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਚੇਤਾਇ ਗੁਰ ਹਰਿ ਮਾਰਗਿ ਚਾਲੀ ॥ હે સતગુરુ! મને પ્રભુપતિનું નામ યાદ કરાવ્યા કર, હું પ્રભુના રસ્તા પર ચાલીસ
ਮੇਰੈ ਮਨਿ ਤਨਿ ਨਾਮੁ ਆਧਾਰੁ ਹੈ ਹਉਮੈ ਬਿਖੁ ਜਾਲੀ ॥ મારા મનમાં હૃદયમાં પ્રભુનામનો જ સહારો છે જેના દ્વારા હું અહંકારના ઝેર ને બાળી નાખું છું
ਜਨ ਨਾਨਕ ਸਤਿਗੁਰੁ ਮੇਲਿ ਹਰਿ ਹਰਿ ਮਿਲਿਆ ਬਨਵਾਲੀ ॥੨॥ હે દાસ નાનક! ગુરુ મળ્યા જે પણ કોઈ પ્રભુને મળ્યા એ ગુરુ દ્વારા જ મળ્યા ।।૨।।
ਗੁਰਮੁਖਿ ਪਿਆਰੇ ਆਇ ਮਿਲੁ ਮੈ ਚਿਰੀ ਵਿਛੁੰਨੇ ਰਾਮ ਰਾਜੇ ॥ હે પ્યારા પ્રભુ મનથી છુટા પડેલા મને ગુરુ દ્વારા આવીને મળ
ਮੇਰਾ ਮਨੁ ਤਨੁ ਬਹੁਤੁ ਬੈਰਾਗਿਆ ਹਰਿ ਨੈਣ ਰਸਿ ਭਿੰਨੇ ॥ મારુ મન તન વૈરાગી થયું છે ને મારી આંખો પ્રેમજળ માં ભીની થયેલી છે
ਮੈ ਹਰਿ ਪ੍ਰਭੁ ਪਿਆਰਾ ਦਸਿ ਗੁਰੁ ਮਿਲਿ ਹਰਿ ਮਨੁ ਮੰਨੇ ॥ હે હરિ! મને પ્યારા ગુરુનું સરનામું કહે ગુરુને મળીને મારુ મન તારી યાદોમાં લીન થઇ જાય
ਹਉ ਮੂਰਖੁ ਕਾਰੈ ਲਾਈਆ ਨਾਨਕ ਹਰਿ ਕੰਮੇ ॥੩॥ હે હરિ! નાનક કહે છે હું મૂર્ખ છું મને તારા કામ માં જોડ ।।3।।
ਗੁਰ ਅੰਮ੍ਰਿਤ ਭਿੰਨੀ ਦੇਹੁਰੀ ਅੰਮ੍ਰਿਤੁ ਬੁਰਕੇ ਰਾਮ ਰਾਜੇ ॥ ગુરુનું સુંદર હૃદય સદા આત્મિક જીવન આપનાર નામજળથી ભીનું રહે છે એ આત્મિક જીવન આપનાર નામજળ હંમેશા છાંટતા રહે છે
ਜਿਨਾ ਗੁਰਬਾਣੀ ਮਨਿ ਭਾਈਆ ਅੰਮ੍ਰਿਤਿ ਛਕਿ ਛਕੇ ॥ જે માણસને મનમાં સતગુરુની વાણી પ્યારી લાગવા માંડે છે એ આત્મિક જીવન આપનાર જળ પીધા કરે છે
ਗੁਰ ਤੁਠੈ ਹਰਿ ਪਾਇਆ ਚੂਕੇ ਧਕ ਧਕੇ ॥ જેમ ગુરુ પ્રસન્ન થાય છે તેમ પ્રભુ પ્રાપ્ત થાય છે અને દયાવાન પ્રભુ જન્મ મરણના ધક્કાઓ પુરા કરે છે
ਹਰਿ ਜਨੁ ਹਰਿ ਹਰਿ ਹੋਇਆ ਨਾਨਕੁ ਹਰਿ ਇਕੇ ॥੪॥੯॥੧੬॥ નાનક પ્રભુ અને પ્રભુના ભકત એકરૂપ થઇ જાય છે ભક્ત પ્રભુમાં લીન થઇ જાય છે ।।૪।।૯।।૧૬।।
ਆਸਾ ਮਹਲਾ ੪ ॥ આશા મહેલ 4
ਹਰਿ ਅੰਮ੍ਰਿਤ ਭਗਤਿ ਭੰਡਾਰ ਹੈ ਗੁਰ ਸਤਿਗੁਰ ਪਾਸੇ ਰਾਮ ਰਾਜੇ ॥ આત્મિક જીવન આપનાર પ્રભુહ્ક્તીનો ખજાનો ગુરુ અને સતગુરુની પાસે જ છે
ਗੁਰੁ ਸਤਿਗੁਰੁ ਸਚਾ ਸਾਹੁ ਹੈ ਸਿਖ ਦੇਇ ਹਰਿ ਰਾਸੇ ॥ આ સદા સ્થિર પ્રભુભક્તિના ખજાનાનો શાહુકાર ગુરુ સતગુરુ જ છે એ પોતાના શીખોને ભક્તિની આ સંપત્તિ આપે છે
ਧਨੁ ਧੰਨੁ ਵਣਜਾਰਾ ਵਣਜੁ ਹੈ ਗੁਰੁ ਸਾਹੁ ਸਾਬਾਸੇ ॥ આ વેપાર શ્રેષ્ઠ છે ભાગ્યશાળી એ લોકો છે જે આ વેપાર કરે છે નામધનનો શાહુકાર ગુરુ એ માણસને શાબાશી આપે છે
ਜਨੁ ਨਾਨਕੁ ਗੁਰੁ ਤਿਨ੍ਹ੍ਹੀ ਪਾਇਆ ਜਿਨ ਧੁਰਿ ਲਿਖਤੁ ਲਿਲਾਟਿ ਲਿਖਾਸੇ ॥੧॥ દાસ નાનક કહે છે જે માણસના માથા પાર પ્રભુ દરબારથી જ લેખ લખેલો હોઈ છે એને જ એ મળે છે ।।૧।।
ਸਚੁ ਸਾਹੁ ਹਮਾਰਾ ਤੂੰ ਧਣੀ ਸਭੁ ਜਗਤੁ ਵਣਜਾਰਾ ਰਾਮ ਰਾਜੇ ॥ હે પ્રભુ તું અમારો માલિક અમારો સદા કાયમ રહેવાવાળો વેપારી છે આખું જગત તારી દીધેલી નામ સંપત્તિનો વેપાર કરવા આવ્યું છે
ਸਭ ਭਾਂਡੇ ਤੁਧੈ ਸਾਜਿਆ ਵਿਚਿ ਵਸਤੁ ਹਰਿ ਥਾਰਾ ॥ હે પ્રભુ આ બધા જીવજંતુઓ તે જ ઉત્પન્ન કર્યા છે એમની અંદર પણ તારી દીધેલી જીવાત્મા છે
ਜੋ ਪਾਵਹਿ ਭਾਂਡੇ ਵਿਚਿ ਵਸਤੁ ਸਾ ਨਿਕਲੈ ਕਿਆ ਕੋਈ ਕਰੇ ਵੇਚਾਰਾ ॥ કોઈ બિચારું જીવ કઈ કરી શકતું નથી જે કંઈપણ પદાર્થ તું એના શરીરમાં નાખે છે એ ખુલીને બહાર આવે છે


© 2025 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top