Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-448

Page 448

ਆਸਾ ਮਹਲਾ ੪ ਛੰਤ ॥ આશા મહેલ 4, છંદ
ਵਡਾ ਮੇਰਾ ਗੋਵਿੰਦੁ ਅਗਮ ਅਗੋਚਰੁ ਆਦਿ ਨਿਰੰਜਨੁ ਨਿਰੰਕਾਰੁ ਜੀਉ ॥ મારો ગોવિંદ મોટો છે એના સુધી કોઈ પહોંચી શકતું નથી એ જ્ઞાનેદ્રીયોની પહોંચથી ઉપર છે એ મૂળ છે એને માયાનું કલંક લાગતું નથી એનો કોઈ ખાસ ચહેરો નથી
ਤਾ ਕੀ ਗਤਿ ਕਹੀ ਨ ਜਾਈ ਅਮਿਤਿ ਵਡਿਆਈ ਮੇਰਾ ਗੋਵਿੰਦੁ ਅਲਖ ਅਪਾਰ ਜੀਉ ॥ એ કહી શકાય તેમ નથી કે પરમાત્મા કેવા છે એની મહાનતા અનંત છે મારો ગોવિદ અનંત અવર્ણનીય છે
ਗੋਵਿੰਦੁ ਅਲਖ ਅਪਾਰੁ ਅਪਰੰਪਰੁ ਆਪੁ ਆਪਣਾ ਜਾਣੈ ॥ એ ગોવિદ અનંત અવર્ણનીય અનંત અપાર છે એ સ્વયં જ પોતાને જાણે છે
ਕਿਆ ਇਹ ਜੰਤ ਵਿਚਾਰੇ ਕਹੀਅਹਿ ਜੋ ਤੁਧੁ ਆਖਿ ਵਖਾਣੈ ॥ આ જીવોની શું વિસાત છે કે એ તારા સ્વરૂપનું વર્ણન કરીને સમજાવી શકે
ਜਿਸ ਨੋ ਨਦਰਿ ਕਰਹਿ ਤੂੰ ਅਪਣੀ ਸੋ ਗੁਰਮੁਖਿ ਕਰੇ ਵੀਚਾਰੁ ਜੀਉ ॥ હે પ્રભુ! જે માણસ પાર તું કૃપાની દ્રષ્ટિ રાખે છે એ ગુરુ શરણમાં રહીને વિચાર કરે છે
ਵਡਾ ਮੇਰਾ ਗੋਵਿੰਦੁ ਅਗਮ ਅਗੋਚਰੁ ਆਦਿ ਨਿਰੰਜਨੁ ਨਿਰੰਕਾਰੁ ਜੀਉ ॥੧॥ મારો ગોવિંદ મોટો છે એના સુધી કોઈ પહોંચી શકતું નથી એ જ્ઞાનેદ્રીયોની પહોંચથી ઉપર છે એ મૂળ છે એને માયાનું કલંક લાગતું નથી એનો કોઈ ખાસ ચહેરો નથી ।।1।।
ਤੂੰ ਆਦਿ ਪੁਰਖੁ ਅਪਰੰਪਰੁ ਕਰਤਾ ਤੇਰਾ ਪਾਰੁ ਨ ਪਾਇਆ ਜਾਇ ਜੀਉ ॥ હે પ્રભુ! તું આખા જગતનું મૂળ સર્વવ્યાપક અનંત અને બધી રચનાઓનો સર્જનહાર છે તારી મહાનતાનો બીજો કોઈ છેડો મળી શકતો નથી
ਤੂੰ ਘਟ ਘਟ ਅੰਤਰਿ ਸਰਬ ਨਿਰੰਤਰਿ ਸਭ ਮਹਿ ਰਹਿਆ ਸਮਾਇ ਜੀਉ ॥ તું દરેકના શરીરમાં હાજર છે તું એકરસ થઇ બધામાં સમાઈ રહ્યો છે
ਘਟ ਅੰਤਰਿ ਪਾਰਬ੍ਰਹਮੁ ਪਰਮੇਸਰੁ ਤਾ ਕਾ ਅੰਤੁ ਨ ਪਾਇਆ ॥ પરબ્રહ્મ પરમેશ્વર દરેકના શરીરમાં હાજર છે એના ગુણોનો કોઈ અંત પામી ના શકે
ਤਿਸੁ ਰੂਪੁ ਨ ਰੇਖ ਅਦਿਸਟੁ ਅਗੋਚਰੁ ਗੁਰਮੁਖਿ ਅਲਖੁ ਲਖਾਇਆ ॥ એ પ્રભુનું કોઈ ખાસ ચક્રચિહ્ન વર્ણન કરી શકાતું નથી એ પ્રભુ જ્ઞાનેંદ્રિયની પહોંચથી બહાર છે ગુરુ દ્વારા જ એ સમજાય છે કે એ પરમાત્માનું વર્ણન કરી શકાતું નથી
ਸਦਾ ਅਨੰਦਿ ਰਹੈ ਦਿਨੁ ਰਾਤੀ ਸਹਜੇ ਨਾਮਿ ਸਮਾਇ ਜੀਉ ॥ એ દિવસ રાત આખો દિવસ આત્મિક આનંદમાં મગ્ન રહે છે ને પ્રભુમાં લીન રહે છે
ਤੂੰ ਆਦਿ ਪੁਰਖੁ ਅਪਰੰਪਰੁ ਕਰਤਾ ਤੇਰਾ ਪਾਰੁ ਨ ਪਾਇਆ ਜਾਇ ਜੀਉ ॥੨॥ હે પ્રભુ તું આખા જગતનું મૂળ સર્વવ્યાપક અનંત અને બધી રચનાઓનો સર્જનહાર છે તારી મહાનતાનો બીજો કોઈ છેડો મળી શકતો નથી ।।2।।
ਤੂੰ ਸਤਿ ਪਰਮੇਸਰੁ ਸਦਾ ਅਬਿਨਾਸੀ ਹਰਿ ਹਰਿ ਗੁਣੀ ਨਿਧਾਨੁ ਜੀਉ ॥ હે પ્રભુ તું સદા કાયમ રહેવાવાળો પરમેશ્વર અને નાશવંત છે તું બધા ગુણોનો ખજાનો છે
ਹਰਿ ਹਰਿ ਪ੍ਰਭੁ ਏਕੋ ਅਵਰੁ ਨ ਕੋਈ ਤੂੰ ਆਪੇ ਪੁਰਖੁ ਸੁਜਾਨੁ ਜੀਉ ॥ હે પ્રભુ! તું એક જ માલિક છે તારી સમાનતામાં બીજું કોઈ નથી તું જ સ્વયં બધાની અંદર હાજર છે
ਪੁਰਖੁ ਸੁਜਾਨੁ ਤੂੰ ਪਰਧਾਨੁ ਤੁਧੁ ਜੇਵਡੁ ਅਵਰੁ ਨ ਕੋਈ ॥ તું બધાના દિલને જાણવાવાળો અકાલ પુરખ, તું સર્વવ્યાપક સર્વજ્ઞાની સર્વશ્રેષ્ઠ છે તારી સમાનતામાં બીજું કોઈ નથી
ਤੇਰਾ ਸਬਦੁ ਸਭੁ ਤੂੰਹੈ ਵਰਤਹਿ ਤੂੰ ਆਪੇ ਕਰਹਿ ਸੁ ਹੋਈ ॥ બધી જગ્યાએ તારો જ હુકમ ચાલે છે બધે જ તું હાજર છે જગતમાં એ જ થાય છે જે તું સ્વયં કરે છે
ਹਰਿ ਸਭ ਮਹਿ ਰਵਿਆ ਏਕੋ ਸੋਈ ਗੁਰਮੁਖਿ ਲਖਿਆ ਹਰਿ ਨਾਮੁ ਜੀਉ ॥ આખી દુનિયામાં એક જ પરમાત્મા વ્યાપક છે ગુરુશરણમાં રહી એ પ્રભુની સમજણ પડે છે
ਤੂੰ ਸਤਿ ਪਰਮੇਸਰੁ ਸਦਾ ਅਬਿਨਾਸੀ ਹਰਿ ਹਰਿ ਗੁਣੀ ਨਿਧਾਨੁ ਜੀਉ ॥੩॥ તું સદા કાયમ રહેવાવાળો સૌથી મોટો અને નાશવંત છે તું બધા ગુણોનો ખજાનો છે ।।3।।
ਸਭੁ ਤੂੰਹੈ ਕਰਤਾ ਸਭ ਤੇਰੀ ਵਡਿਆਈ ਜਿਉ ਭਾਵੈ ਤਿਵੈ ਚਲਾਇ ਜੀਉ ॥ હે કર્તાર! બધી જગ્યાએ તું જ છે આખી સૃષ્ટિ તારા તેજ પ્રતાપનો પ્રકાશ છે હે કરનાર જેમ તને ઠીક લાગે તેમ તું જીવોને ચલાવે છે
ਤੁਧੁ ਆਪੇ ਭਾਵੈ ਤਿਵੈ ਚਲਾਵਹਿ ਸਭ ਤੇਰੈ ਸਬਦਿ ਸਮਾਇ ਜੀਉ ॥ જેમ તને ગમે તેમ તું સંસારને કામમાં લગાડે છે
ਸਭ ਸਬਦਿ ਸਮਾਵੈ ਜਾਂ ਤੁਧੁ ਭਾਵੈ ਤੇਰੈ ਸਬਦਿ ਵਡਿਆਈ ॥ આખી દુનિયા તારા હુકમમાં ચાલે છે અને આખી દુનિયા તારા હુકમમાં ટકી રહે છે જયારે તને ઠીક લાગે ત્યારે તારા હુકમ પ્રમાણે જ સન્માન મળે છે
ਗੁਰਮੁਖਿ ਬੁਧਿ ਪਾਈਐ ਆਪੁ ਗਵਾਈਐ ਸਬਦੇ ਰਹਿਆ ਸਮਾਈ ॥ ગુરુશરણમાં પડીને સદબુદ્ધિ મેળવીને અહંકાર દૂર કરી લો તો ગુરુશરણના પ્રભાવથી એ કર્તાર સર્વવ્યાપક દેખાય છે
ਤੇਰਾ ਸਬਦੁ ਅਗੋਚਰੁ ਗੁਰਮੁਖਿ ਪਾਈਐ ਨਾਨਕ ਨਾਮਿ ਸਮਾਇ ਜੀਉ ॥ નાનક કહે છે, હે કર્તાર! તારો હુકમ જીવોની જ્ઞાનેદ્રીયોની પહોંચથી ઉપર છે ગુરુશરણમાં રહેવાથી પ્રાપ્ત થાય છે અને એ પ્રભુનામમાં લીન થઇ જાય છે
ਸਭੁ ਤੂੰਹੈ ਕਰਤਾ ਸਭ ਤੇਰੀ ਵਡਿਆਈ ਜਿਉ ਭਾਵੈ ਤਿਵੈ ਚਲਾਇ ਜੀਉ ॥੪॥੭॥੧੪॥ હે કર્તાર! બધી જગ્યાએ તું જ છે આખી સૃષ્ટિ તારા તેજ પ્રતાપનો પ્રકાશ છે હે કરનાર જેમ તને ઠીક લાગે તેમ તું જીવોને ચલાવે છે. ।।૪।।૭।।૧૪।।
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપા થી પ્રાપ્ત થાય છે
ਆਸਾ ਮਹਲਾ ੪ ਛੰਤ ਘਰੁ ੪ ॥ આશા મહેલ 4, ઘર 4, છંદ
ਹਰਿ ਅੰਮ੍ਰਿਤ ਭਿੰਨੇ ਲੋਇਣਾ ਮਨੁ ਪ੍ਰੇਮਿ ਰਤੰਨਾ ਰਾਮ ਰਾਜੇ ॥ હે પ્રભુ! મારી આંખો આત્મિક જીવન આપનાર પ્રભુનામ જળથી ભીની થઇ ગઈ છે ને મારુ મન પ્રભુના પ્રેમ રંગમાં રંગાયું છે
ਮਨੁ ਰਾਮਿ ਕਸਵਟੀ ਲਾਇਆ ਕੰਚਨੁ ਸੋਵਿੰਨਾ ॥ અકાલ પુરખે મારા મનને કસોટી પાર ઘસાવ્યું છે અને એ શુદ્ધ સોનુ બની ગયું છે
ਗੁਰਮੁਖਿ ਰੰਗਿ ਚਲੂਲਿਆ ਮੇਰਾ ਮਨੁ ਤਨੋ ਭਿੰਨਾ ॥ ગુરુશરણમાં રહેવાથી મારુ મન પ્રભુ રંગમાં ઘાટું લાલ થઇ ગયું છે ને મન તન ભીના થઇ ગયા છે


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top