Page 438
ਰਾਗੁ ਆਸਾ ਮਹਲਾ ੧ ਛੰਤ ਘਰੁ ੨
રાગ આશા મહેલ ૧ છંદ ઘર ૨
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે.
ਤੂੰ ਸਭਨੀ ਥਾਈ ਜਿਥੈ ਹਉ ਜਾਈ ਸਾਚਾ ਸਿਰਜਣਹਾਰੁ ਜੀਉ ॥
હે પ્રભુ! હું જ્યાં પણ જાવ છું તું બધી જગ્યાએ હાજર છે તું હંમેશા-સ્થિર રહેનાર છે તું આખા જગતને ઉત્પન્ન કરનાર છે.
ਸਭਨਾ ਕਾ ਦਾਤਾ ਕਰਮ ਬਿਧਾਤਾ ਦੂਖ ਬਿਸਾਰਣਹਾਰੁ ਜੀਉ ॥
તું જીવોના કરેલા કર્મો પ્રમાણે ઉત્પન્ન કરનાર છે અને બધા દુ:ખોનું નાશ કરનાર છે
ਦੂਖ ਬਿਸਾਰਣਹਾਰੁ ਸੁਆਮੀ ਕੀਤਾ ਜਾ ਕਾ ਹੋਵੈ ॥
જે પ્રભુનું કરેલું જ બધું જ થાય છે તે બધાનો માલિક છે તે બધાના દુઃખ નાશ કરવાને સમર્થ છે.
ਕੋਟ ਕੋਟੰਤਰ ਪਾਪਾ ਕੇਰੇ ਏਕ ਘੜੀ ਮਹਿ ਖੋਵੈ ॥
જીવોના પાપોનાં ઢગલાને ઢગલા એક પળમાં નાશ કરી દે છે.
ਹੰਸ ਸਿ ਹੰਸਾ ਬਗ ਸਿ ਬਗਾ ਘਟ ਘਟ ਕਰੇ ਬੀਚਾਰੁ ਜੀਉ ॥
જીવ ભલે શ્રેષ્ઠથી શ્રેષ્ઠ હોય ભલે બેકારથી બેકાર પ્રભુ દરેકની સંભાળ કરે છે.
ਤੂੰ ਸਭਨੀ ਥਾਈ ਜਿਥੈ ਹਉ ਜਾਈ ਸਾਚਾ ਸਿਰਜਣਹਾਰੁ ਜੀਉ ॥੧॥
હે પ્રભુ! હું જ્યાં પણ જોવ છું તું દરેક જગ્યાએ હાજર છે તું હંમેશા સ્થિર રહેનાર છે તું બધાને ઉત્પન્ન કરનાર છે ॥૧॥
ਜਿਨ੍ਹ੍ਹ ਇਕ ਮਨਿ ਧਿਆਇਆ ਤਿਨ੍ਹ੍ਹ ਸੁਖੁ ਪਾਇਆ ਤੇ ਵਿਰਲੇ ਸੰਸਾਰਿ ਜੀਉ ॥
જે મનુષ્યોએ એકાગ્ર થઈને પ્રભુને સ્મરણ કર્યો છે તેને આધ્યાત્મિક આનંદ મેળવ્યો છે પરંતુ આવા લોકો સંસારમાં ખુબ-ખુબ ઓછા છે.
ਤਿਨ ਜਮੁ ਨੇੜਿ ਨ ਆਵੈ ਗੁਰ ਸਬਦੁ ਕਮਾਵੈ ਕਬਹੁ ਨ ਆਵਹਿ ਹਾਰਿ ਜੀਉ ॥
જે જે લોકો ગુરુના શબ્દ કમાય છે યમ તેની નજીક ભટકતો નથી તેને મૃત્યુનો ડર હેરાન કરી શકતો નથી તે ક્યારેય પણ મનુષ્ય જન્મની રમત હારીને આવતો નથી.
ਤੇ ਕਬਹੁ ਨ ਹਾਰਹਿ ਹਰਿ ਹਰਿ ਗੁਣ ਸਾਰਹਿ ਤਿਨ੍ਹ੍ਹ ਜਮੁ ਨੇੜਿ ਨ ਆਵੈ ॥
જે મનુષ્ય પરમાત્માના ગુણ હૃદયમાં વસાવે છે તે વિકારોથી સરખામણીમાં ક્યારેય હારતો નથી આધ્યાત્મિક મૃત્યુ તો તેની નજીક ભટકતુ નથી.
ਜੰਮਣੁ ਮਰਣੁ ਤਿਨ੍ਹ੍ਹਾ ਕਾ ਚੂਕਾ ਜੋ ਹਰਿ ਲਾਗੇ ਪਾਵੈ ॥
જે લોકો પરમાત્માના ચરણોમાં લાગે છે તેના જન્મ-મરણના ચક્કર સમાપ્ત થઈ જાય છે.
ਗੁਰਮਤਿ ਹਰਿ ਰਸੁ ਹਰਿ ਫਲੁ ਪਾਇਆ ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਉਰ ਧਾਰਿ ਜੀਉ ॥
ગુરુની બુદ્ધિ લઈને જેને પ્રભુના નામનો રસ ચાખ્યો છે નામ ફળ પ્રાપ્ત કર્યું છે
ਜਿਨ੍ਹ੍ਹ ਇਕ ਮਨਿ ਧਿਆਇਆ ਤਿਨ੍ਹ੍ਹ ਸੁਖੁ ਪਾਇਆ ਤੇ ਵਿਰਲੇ ਸੰਸਾਰਿ ਜੀਉ ॥੨॥
પ્રભુનું નામ હૃદયમાં ટકાવ્યું છે એકાગ્ર થઈને પ્રભુને સ્મરણ કર્યો છે તેને આધ્યાત્મિક આનંદ મેળવ્યો છે પરંતુ આવા લોકો જગતમાં દુર્લભ જ છે ॥૨॥
ਜਿਨਿ ਜਗਤੁ ਉਪਾਇਆ ਧੰਧੈ ਲਾਇਆ ਤਿਸੈ ਵਿਟਹੁ ਕੁਰਬਾਣੁ ਜੀਉ ॥
હું તે પ્રભુથી બલિહાર છું જેને જગત ઉત્પન્ન કર્યું છે અને આને માયાની દોડ-ભાગમાં લગાવી દીધો છે.
ਤਾ ਕੀ ਸੇਵ ਕਰੀਜੈ ਲਾਹਾ ਲੀਜੈ ਹਰਿ ਦਰਗਹ ਪਾਈਐ ਮਾਣੁ ਜੀਉ ॥
હે ભાઈ! તે પ્રભુની સેવા-ભક્તિ કરવી જોઈએ આ જ લાભ જગતમાં કમાવવો જોઈએ આ રીતે પ્રભુની દરબારમાં આદર મળે છે.
ਹਰਿ ਦਰਗਹ ਮਾਨੁ ਸੋਈ ਜਨੁ ਪਾਵੈ ਜੋ ਨਰੁ ਏਕੁ ਪਛਾਣੈ ॥
તે જ મનુષ્ય પરમાત્માની હાજરીમાં આદર મેળવે છે જે એક પરમાત્માને પોતાની આજુબાજુ ઓળખે છે.
ਓਹੁ ਨਵ ਨਿਧਿ ਪਾਵੈ ਗੁਰਮਤਿ ਹਰਿ ਧਿਆਵੈ ਨਿਤ ਹਰਿ ਗੁਣ ਆਖਿ ਵਖਾਣੈ ॥
જે મનુષ્ય ગુરુની બુદ્ધિ લઈને પ્રભુનું સ્મરણ કરે છે પરમાત્માની મહિમા કરે છે તે જાણે જગતના નવ ખજાના પ્રાપ્ત કરી લે છે.
ਅਹਿਨਿਸਿ ਨਾਮੁ ਤਿਸੈ ਕਾ ਲੀਜੈ ਹਰਿ ਊਤਮੁ ਪੁਰਖੁ ਪਰਧਾਨੁ ਜੀਉ ॥
હે ભાઈ! દિવસ-રાત તે પરમાત્માનું નામ સ્મરણવુ જોઈએ જે બધાથી શ્રેષ્ઠ છે જે બધામાં વ્યાપક છે જે બધાથી મોટો છે.
ਜਿਨਿ ਜਗਤੁ ਉਪਾਇਆ ਧੰਧੈ ਲਾਇਆ ਹਉ ਤਿਸੈ ਵਿਟਹੁ ਕੁਰਬਾਨੁ ਜੀਉ ॥੩॥
હું તે પરમાત્માથી બલિહાર જાવ છું જેને જગત ઉત્પન્ન કર્યું છે અને આને માયાની દોડ-ભાગમાં લગાવી રાખ્યો છે ॥૩॥
ਨਾਮੁ ਲੈਨਿ ਸਿ ਸੋਹਹਿ ਤਿਨ ਸੁਖ ਫਲ ਹੋਵਹਿ ਮਾਨਹਿ ਸੇ ਜਿਣਿ ਜਾਹਿ ਜੀਉ ॥
જે મનુષ્ય પરમાત્માનું નામ સ્મરણ કરે છે તે લોક-પરલોકમાં શોભા મેળવે છે તેને આધ્યાત્મિક આનંદરૂપી ફળ મળે છે તે દરેક જ્ગ્યાએ આદર મેળવે છે તે મનુષ્ય જન્મની રમત જીતીને અહીંથી જાય છે.
ਤਿਨ ਫਲ ਤੋਟਿ ਨ ਆਵੈ ਜਾ ਤਿਸੁ ਭਾਵੈ ਜੇ ਜੁਗ ਕੇਤੇ ਜਾਹਿ ਜੀਉ ॥
તેને આધ્યાત્મિક સુખના ફળ એટલા મળે છે કે પરમાત્માની રજા પ્રમાણે તે ક્યારેય પણ ઘટતા નથી ભલે અનેક યુગ વીતી જાય.
ਜੇ ਜੁਗ ਕੇਤੇ ਜਾਹਿ ਸੁਆਮੀ ਤਿਨ ਫਲ ਤੋਟਿ ਨ ਆਵੈ ॥
હે પ્રભુ સ્વામી! ભલે જ અનેક જ યુગ વીતી જાય સ્મરણ કરનારને આધ્યાત્મિક આનંદનું મળેલું ફળ ક્યારેય ઓછું થતું નથી.
ਤਿਨ੍ਹ੍ਹ ਜਰਾ ਨ ਮਰਣਾ ਨਰਕਿ ਨ ਪਰਣਾ ਜੋ ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਵੈ ॥
જે જે મનુષ્ય હરિનું નામ સ્મરણ કરે છે તેને પ્રાપ્ત થયેલી ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિને ન વૃદ્ધાવસ્થા આવે છે ન મૃત્યુ હેરાન કરે છે. તે ક્યારેય નર્કમાં પણ પડતો નથી.
ਹਰਿ ਹਰਿ ਕਰਹਿ ਸਿ ਸੂਕਹਿ ਨਾਹੀ ਨਾਨਕ ਪੀੜ ਨ ਖਾਹਿ ਜੀਉ ॥
હે નાનક! જે લોકો પરમાત્માનું નામ સ્મરણ કરે છે તે ક્યારેય સૂકાતાં નથી તે ક્યારેય દુઃખી થતા નથી.
ਨਾਮੁ ਲੈਨ੍ਹ੍ਹਿ ਸਿ ਸੋਹਹਿ ਤਿਨ੍ਹ੍ਹ ਸੁਖ ਫਲ ਹੋਵਹਿ ਮਾਨਹਿ ਸੇ ਜਿਣਿ ਜਾਹਿ ਜੀਉ ॥੪॥੧॥੪॥
જે મનુષ્ય નામ સ્મરણ કરે છે તે લોક-પરલોકમાં શોભા મેળવે છે તેને આધ્યાત્મિક આનંદરૂપી ફળ મળે છે તે દરેક જગ્યાએ આદર મેળવે છે તે મનુષ્ય જન્મની રમત જીતીને અહીંથી જાય છે ॥૪॥૧॥૪॥
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે॥
ਆਸਾ ਮਹਲਾ ੧ ਛੰਤ ਘਰੁ ੩ ॥
આશા મહેલ ૧ છંદ ઘર ૩॥
ਤੂੰ ਸੁਣਿ ਹਰਣਾ ਕਾਲਿਆ ਕੀ ਵਾੜੀਐ ਰਾਤਾ ਰਾਮ ॥
હે કાળા હરણ! સંસારરૂપી વનમાં ચિંતામુક્ત થઈને અટકચાળો કરનાર મન! તું મારી વાત સાંભળ! તું આ જગત-ફૂલવાડીમાં શા માટે મસ્ત થઈ રહ્યો છે?
ਬਿਖੁ ਫਲੁ ਮੀਠਾ ਚਾਰਿ ਦਿਨ ਫਿਰਿ ਹੋਵੈ ਤਾਤਾ ਰਾਮ ॥
આ ફૂલવાડીનું ફળ ઝેર છે આ થોડા દિવસ જ સ્વાદિષ્ટ લાગે છે પછી આ દુ:ખદાયી બની જાય છે.
ਫਿਰਿ ਹੋਇ ਤਾਤਾ ਖਰਾ ਮਾਤਾ ਨਾਮ ਬਿਨੁ ਪਰਤਾਪਏ ॥
પરમાત્માના નામ વગર આ ખુબ દુઃખ દે છે. આમ તો છે પણ થોડા સમય રહેનાર