Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-437

Page 437

ਕਰਿ ਮਜਨੋ ਸਪਤ ਸਰੇ ਮਨ ਨਿਰਮਲ ਮੇਰੇ ਰਾਮ ॥  હે બહેનપણી! તેમાં પાંચેય ઈન્દ્રિયોને મન અને બુદ્ધિ સહિત સ્નાન કરાવ તારું મન પવિત્ર થઈ જશે.
ਨਿਰਮਲ ਜਲਿ ਨ੍ਹ੍ਹਾਏ ਜਾ ਪ੍ਰਭ ਭਾਏ ਪੰਚ ਮਿਲੇ ਵੀਚਾਰੇ ॥ જીવ ગુરુ શબ્દરૂપી પવિત્ર જળમાં ત્યારે જ સ્નાન કરી શકે છે જયારે પ્રભુને સારું લાગે છે ગુરુના શબ્દોની વિચારની કૃપાથી આને સત્ય-સંતોષ-દયા-ધર્મ અને ધીરજ પાંચેય પ્રાપ્ત થઈ જાય છે.
ਕਾਮੁ ਕਰੋਧੁ ਕਪਟੁ ਬਿਖਿਆ ਤਜਿ ਸਚੁ ਨਾਮੁ ਉਰਿ ਧਾਰੇ ॥ અને કામ-ક્રોધ ખોટ માયાનો મોહ વગેરે ત્યાગીને જીવ હંમેશા-સ્થિર પ્રભુ નામને પોતાના હૃદયમાં વસાવી લે છે.
ਹਉਮੈ ਲੋਭ ਲਹਰਿ ਲਬ ਥਾਕੇ ਪਾਏ ਦੀਨ ਦਇਆਲਾ ॥ જો મનુષ્ય ગરીબ પર દયા કરવાવાળા પરમાત્માને પ્રાપ્ત કરી લે છે તેની અંદરથી અહંકાર લોભની લહેર અને લાલચ વગેરે સમાપ્ત થઈ જાય છે.
ਨਾਨਕ ਗੁਰ ਸਮਾਨਿ ਤੀਰਥੁ ਨਹੀ ਕੋਈ ਸਾਚੇ ਗੁਰ ਗੋਪਾਲਾ ॥੩॥ હે નાનક! ગુરુ હંમેશા-સ્થિર પ્રભુ ગોપાલનું રૂપ છે ગુરુ જેવું બીજું કોઈ તીર્થ નથી ॥૩॥
ਹਉ ਬਨੁ ਬਨੋ ਦੇਖਿ ਰਹੀ ਤ੍ਰਿਣੁ ਦੇਖਿ ਸਬਾਇਆ ਰਾਮ ॥ હે પ્રભુ! હું દરેક જંગલ જોઈ ચૂકી છું બધી વનસ્પતિને નીરખી ચૂકી છું મને વિશ્વાસ આવી ગયો છે
ਤ੍ਰਿਭਵਣੋ ਤੁਝਹਿ ਕੀਆ ਸਭੁ ਜਗਤੁ ਸਬਾਇਆ ਰਾਮ ॥ કે આ આખું જગત તે જ ઉત્પન્ન કરેલ છે આ ત્રણેય ભવન તારા જ બનાવેલ છે.
ਤੇਰਾ ਸਭੁ ਕੀਆ ਤੂੰ ਥਿਰੁ ਥੀਆ ਤੁਧੁ ਸਮਾਨਿ ਕੋ ਨਾਹੀ ॥ આખું સંસાર તારું જ બનાવેલ છે ભલે જ આ સંસાર તો નાશવંત છે પરંતુ તું હંમેશા કાયમ રહેનાર છે તારી સરખામણીમાં બીજું કોઈ નથી.
ਤੂੰ ਦਾਤਾ ਸਭ ਜਾਚਿਕ ਤੇਰੇ ਤੁਧੁ ਬਿਨੁ ਕਿਸੁ ਸਾਲਾਹੀ ॥ બધા જીવ તારા ઓટલા પર ભિખારી છે તું બધાને દાન દેનાર છે દુનિયાના પદાર્થો માટે હું તારા વગર બીજા કોની મહિમા કરું?
ਅਣਮੰਗਿਆ ਦਾਨੁ ਦੀਜੈ ਦਾਤੇ ਤੇਰੀ ਭਗਤਿ ਭਰੇ ਭੰਡਾਰਾ ॥ હે દાતાર! તું તો જીવોના માંગ્યા વગર જ બક્ષીશ કરે જાય છે મને પોતાની ભક્તિનું દાન દે ભક્તિના દાનથી તારા ખજાના ભરેલ પડ્યા છે.
ਰਾਮ ਨਾਮ ਬਿਨੁ ਮੁਕਤਿ ਨ ਹੋਈ ਨਾਨਕੁ ਕਹੈ ਵੀਚਾਰਾ ॥੪॥੨॥ નાનક આ વિચારની વાત કહે છે કે પરમાત્માના નામ વગર લબ-લોભ-કામ-ક્રોધ વગેરે વિકારથી છુટકારો મળી શકતો નથી ॥૪॥૨॥
ਆਸਾ ਮਹਲਾ ੧ ॥ આશા મહેલ ૧॥
ਮੇਰਾ ਮਨੋ ਮੇਰਾ ਮਨੁ ਰਾਤਾ ਰਾਮ ਪਿਆਰੇ ਰਾਮ ॥ ગુરુના શરણ પડીને શબ્દોમાં જોડાઈને મારુ મન તે પ્રેમાળ પ્રભુના નામ-રંગમાં રંગાઈ ગયું છે.
ਸਚੁ ਸਾਹਿਬੋ ਆਦਿ ਪੁਰਖੁ ਅਪਰੰਪਰੋ ਧਾਰੇ ਰਾਮ ॥ જે હંમેશા-સ્થિર રહેનાર છે જે બધાનો માલિક છે જે બધાનો આદિ છે જે બધામાં વ્યાપક છે જેનાથી ઉપર બીજું કોઈ નથી અને જે બધાને આશરો દે છે.
ਅਗਮ ਅਗੋਚਰੁ ਅਪਰ ਅਪਾਰਾ ਪਾਰਬ੍ਰਹਮੁ ਪਰਧਾਨੋ ॥ તે પરમાત્મા પહોંચથી ઉપર છે મનુષ્યની જ્ઞાનેન્દ્રિયોની તેના સુધી પહોંચ થઈ શકતી નથી તેનાથી ઉપર બીજું કોઈ નથી અનંત છે અને સૌથી મોટો છે.
ਆਦਿ ਜੁਗਾਦੀ ਹੈ ਭੀ ਹੋਸੀ ਅਵਰੁ ਝੂਠਾ ਸਭੁ ਮਾਨੋ ॥ સૃષ્ટિની શરૂઆતથી યુગોની શરૂઆતથી ચાલ્યો આવી રહ્યો છે હજી પણ હાજર છે હંમેશા માટે હાજર રહેશે. હે ભાઈ! બીજા આખા સંસારને નાશવંત જાણ.
ਕਰਮ ਧਰਮ ਕੀ ਸਾਰ ਨ ਜਾਣੈ ਸੁਰਤਿ ਮੁਕਤਿ ਕਿਉ ਪਾਈਐ ॥ મારુ મન શાસ્ત્રોમાં બતાવેલ ધાર્મિક કર્મોનો સાર જાણતું નથી મારા મનને આ સમજ પણ નથી કે મુક્તિ કેવી રીતે મળે છે.
ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਸਬਦਿ ਪਛਾਣੈ ਅਹਿਨਿਸਿ ਨਾਮੁ ਧਿਆਈਐ ॥੧॥ હે નાનક! ગુરુના શરણ પડીને ગુરુના શબ્દોમાં જોડાઈને મારુ મન આ જ ઓળખે છે કે દિવસ-રાત પરમાત્માનું નામ સ્મરણવુ જોઈએ ॥૧॥
ਮੇਰਾ ਮਨੋ ਮੇਰਾ ਮਨੁ ਮਾਨਿਆ ਨਾਮੁ ਸਖਾਈ ਰਾਮ ॥ ગુરુના શરણ પડીને મારુ મન માની ચૂક્યું છે કે પરમાત્માનું નામ જ વાસ્તવિક મિત્ર છે
ਹਉਮੈ ਮਮਤਾ ਮਾਇਆ ਸੰਗਿ ਨ ਜਾਈ ਰਾਮ ॥ માયાની મમતા અને અહંકાર મનુષ્યની સાથે જતા નથી
ਮਾਤਾ ਪਿਤ ਭਾਈ ਸੁਤ ਚਤੁਰਾਈ ਸੰਗਿ ਨ ਸੰਪੈ ਨਾਰੇ ॥ માતા-પિતા-ભાઈ-પુત્ર-ધન-સ્ત્રી-દુનિયાવાળી ચતુરાઈ હંમેશા માટે મિત્ર બની શકતા નથી.
ਸਾਇਰ ਕੀ ਪੁਤ੍ਰੀ ਪਰਹਰਿ ਤਿਆਗੀ ਚਰਣ ਤਲੈ ਵੀਚਾਰੇ ॥ આ માટે ગુરુના શબ્દના વિચારની કૃપાથી મેં માયાનો મોહ સંપૂર્ણપણે જ ત્યાગી દીધો છે અને આને પોતાના પગ નીચે રાખેલ છે.
ਆਦਿ ਪੁਰਖਿ ਇਕੁ ਚਲਤੁ ਦਿਖਾਇਆ ਜਹ ਦੇਖਾ ਤਹ ਸੋਈ ॥ મને આ વિશ્વાસ થઈ ગયો છે કે આદિ પુરખે જગતરૂપી એક તમાશો દેખાડી દીધો છે હું જ્યાં જોવ છું ત્યાં તે પરમાત્મા જ મને દેખાય છે.
ਨਾਨਕ ਹਰਿ ਕੀ ਭਗਤਿ ਨ ਛੋਡਉ ਸਹਜੇ ਹੋਇ ਸੁ ਹੋਈ ॥੨॥ નાનક કહે છે, હું પરમાત્માની ભક્તિ ક્યારેય ભૂલતો નથી મને વિશ્વાસ છે કે જગતમાં જે કંઈ થઈ રહ્યું છે પોતાની રીતે જ પ્રભુની રજામાં થઈ રહ્યું છે ॥૨॥
ਮੇਰਾ ਮਨੋ ਮੇਰਾ ਮਨੁ ਨਿਰਮਲੁ ਸਾਚੁ ਸਮਾਲੇ ਰਾਮ ॥ હંમેશા-સ્થિર પરમાત્માનું નામ હૃદયમાં સંભાળીને મારું મન પવિત્ર થઈ ગયું છે.
ਅਵਗਣ ਮੇਟਿ ਚਲੇ ਗੁਣ ਸੰਗਮ ਨਾਲੇ ਰਾਮ ॥ જીવન-રસ્તામાં હું અવગુણ પોતાની અંદરથી ભૂસીને ચાલી રહ્યો છું મારી સાથે ગુણોનો સાથ બની ગયો છે.
ਅਵਗਣ ਪਰਹਰਿ ਕਰਣੀ ਸਾਰੀ ਦਰਿ ਸਚੈ ਸਚਿਆਰੋ ॥ જે મનુષ્ય ગુરુ દ્વારા અવગુણ ત્યાગીને નામ-સ્મરણની શ્રેષ્ઠ કરણી કરે છે તે હંમેશા-સ્થિર પ્રભુના ઓટલા પર સાચો માનવામાં આવે છે.
ਆਵਣੁ ਜਾਵਣੁ ਠਾਕਿ ਰਹਾਏ ਗੁਰਮੁਖਿ ਤਤੁ ਵੀਚਾਰੋ ॥ તે મનુષ્ય પોતાના જન્મ-મરણનો ચક્કર ભૂંસી નાખે છે તે જગતના મૂળને પોતાના વિચાર મંડળમાં ટકાવી રાખે છે.
ਸਾਜਨੁ ਮੀਤੁ ਸੁਜਾਣੁ ਸਖਾ ਤੂੰ ਸਚਿ ਮਿਲੈ ਵਡਿਆਈ ॥ હે પ્રભુ! તું જ મારો સજ્જન છે તું જ મારો મિત્ર છે તું જ મારા દિલને જાણનાર મિત્ર છે તારા હંમેશા-સ્થિર નામમાં જોડાવાથી તારા ઓટલા પર આદર મળે છે.
ਨਾਨਕ ਨਾਮੁ ਰਤਨੁ ਪਰਗਾਸਿਆ ਐਸੀ ਗੁਰਮਤਿ ਪਾਈ ॥੩॥ નાનક કહે છે, મને ગુરુની એવી મતિ પ્રાપ્ત થઈ છે કે મારા હ્રદયમાં પરમાત્માનું શ્રેષ્ઠ નામ પ્રગટ થઈ ગયું છે ॥૩॥
ਸਚੁ ਅੰਜਨੋ ਅੰਜਨੁ ਸਾਰਿ ਨਿਰੰਜਨਿ ਰਾਤਾ ਰਾਮ ॥ પ્રભુના જ્ઞાનનો સુરમો નાખીને મારુ મન માયા-રહિત પરમાત્માના નામમાં રંગાઈ ગયું છે.
ਮਨਿ ਤਨਿ ਰਵਿ ਰਹਿਆ ਜਗਜੀਵਨੋ ਦਾਤਾ ਰਾਮ ॥ જગતનું જીવન તેમજ બધા દાન દેનાર પ્રભુ મારા મનમાં મારા હ્રદયમાં દરેક સમયે હાજર રહે છે.
ਜਗਜੀਵਨੁ ਦਾਤਾ ਹਰਿ ਮਨਿ ਰਾਤਾ ਸਹਜਿ ਮਿਲੈ ਮੇਲਾਇਆ ॥ ગુરુ દ્વારા જગતનું જીવન અને બધાને દાન દેનાર પરમાત્મા મનમાં વસી જાય છે મન તેના નામ-રંગમાં રંગાઈ જાય છે અને મન આધ્યાત્મિક સ્થિરતામાં ટકી જાય છે.
ਸਾਧ ਸਭਾ ਸੰਤਾ ਕੀ ਸੰਗਤਿ ਨਦਰਿ ਪ੍ਰਭੂ ਸੁਖੁ ਪਾਇਆ ॥ ગુરુમુખોની સંગતિમાં રહેવાથી પરમાત્માની કૃપાની નજરથી આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત થાય છે.
ਹਰਿ ਕੀ ਭਗਤਿ ਰਤੇ ਬੈਰਾਗੀ ਚੂਕੇ ਮੋਹ ਪਿਆਸਾ ॥ જગતમાં એવા દુર્લભ લોકો છે જે પરમાત્માની ભક્તિના રંગમાં રંગાઈ માયાના મોહથી નિર્લિપ રહે છે
ਨਾਨਕ ਹਉਮੈ ਮਾਰਿ ਪਤੀਣੇ ਵਿਰਲੇ ਦਾਸ ਉਦਾਸਾ ॥੪॥੩॥ હે નાનક! જેની અંદરથી મોહ અને તૃષ્ણા સમાપ્ત થઈ જાય છે જે અહંકારને મારીને પરમાત્માના નામમાં હંમેશા જ ફસાયેલ રહે છે ॥૪॥૩॥


© 2025 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top