Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-41

Page 41

ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੪ ॥ શ્રી રાગ મહેલ ૪ ।।
ਹਉ ਪੰਥੁ ਦਸਾਈ ਨਿਤ ਖੜੀ ਕੋਈ ਪ੍ਰਭੁ ਦਸੇ ਤਿਨਿ ਜਾਉ ॥ હું હંમેશા ઉભી રહીને પરમાત્મા ના દેશ નો રસ્તો પૂછું છું ને હંમેશા એ જ વિચારું છું કે કોઈ મને પ્રભુ વિશે કહે અને તેની મદદ થી હું પ્રભુના શરણે પહોંચી જાવ
ਜਿਨੀ ਮੇਰਾ ਪਿਆਰਾ ਰਾਵਿਆ ਤਿਨ ਪੀਛੈ ਲਾਗਿ ਫਿਰਾਉ ॥ જે સત્સંગી સહેલીઓ એ મારા વહાલા પ્રભુ ની મુલાકાત પ્રાપ્ત કરી છે તેની સેવા કરવા તેની પાછળ લાગી જાવ છું
ਕਰਿ ਮਿੰਨਤਿ ਕਰਿ ਜੋਦੜੀ ਮੈ ਪ੍ਰਭੁ ਮਿਲਣੈ ਕਾ ਚਾਉ ॥੧॥ અને તેમને વિનંતી કરું છું કારણ કે મારા અંદર પણ પ્રભુ ના મિલાન ની ઈચ્છા છે।। ૧।।
ਮੇਰੇ ਭਾਈ ਜਨਾ ਕੋਈ ਮੋ ਕਉ ਹਰਿ ਪ੍ਰਭੁ ਮੇਲਿ ਮਿਲਾਇ ॥ હે મારા ભાઈ! મને કોઈ પરમાત્મા થી મળાવી દે, પરંતુ ગુરુ વગર કોણ મળાવી શકે?
ਹਉ ਸਤਿਗੁਰ ਵਿਟਹੁ ਵਾਰਿਆ ਜਿਨਿ ਹਰਿ ਪ੍ਰਭੁ ਦੀਆ ਦਿਖਾਇ ॥੧॥ ਰਹਾਉ ॥ હું સદગુરુ થી બલિદાન જાવ છું, જેને પરમાત્મા દેખાડી દીધા છે ।।૧।। વિરામ ।।
ਹੋਇ ਨਿਮਾਣੀ ਢਹਿ ਪਵਾ ਪੂਰੇ ਸਤਿਗੁਰ ਪਾਸਿ ॥ મારુ મન ઈચ્છે છે કે હું માન સન્માન નો સહારો છોડી ને પ્રભુના ચરણોમાં પડી જાઉં
ਨਿਮਾਣਿਆ ਗੁਰੁ ਮਾਣੁ ਹੈ ਗੁਰੁ ਸਤਿਗੁਰੁ ਕਰੇ ਸਾਬਾਸਿ ॥ ગુરુ જેનું મન ચોખ્ખું છે જેનો બીજો કોઈ સહારો નથી, ગુરુ આશ્વાસન આપે છે
ਹਉ ਗੁਰੁ ਸਾਲਾਹਿ ਨ ਰਜਊ ਮੈ ਮੇਲੇ ਹਰਿ ਪ੍ਰਭੁ ਪਾਸਿ ॥੨॥ ગુરુ ની મહાનતા નું વર્ણન કરી કરી ને મારુ મન ભરાતું નથી, ગુરુ મને મારી પાસે જ વસેલા પરમાત્મા ને મેળવવા સક્ષમ છે।।૨।।
ਸਤਿਗੁਰ ਨੋ ਸਭ ਕੋ ਲੋਚਦਾ ਜੇਤਾ ਜਗਤੁ ਸਭੁ ਕੋਇ ॥ જેટલું આ આખું જગત છે દરેક જીવ પરમાત્મા ને મળવા ની ઈચ્છા રાખે છે
ਬਿਨੁ ਭਾਗਾ ਦਰਸਨੁ ਨਾ ਥੀਐ ਭਾਗਹੀਣ ਬਹਿ ਰੋਇ ॥ પરંતુ સારા નસીબ વગર સદગુરુ ના દર્શન થતા નથી , ખરાબ નસીબ વાળી સ્ત્રી દુઃખી બેઠી હોય છે
ਜੋ ਹਰਿ ਪ੍ਰਭ ਭਾਣਾ ਸੋ ਥੀਆ ਧੁਰਿ ਲਿਖਿਆ ਨ ਮੇਟੈ ਕੋਇ ॥੩॥ જે કઈ પરમાત્મા ને સાચું લાગે તે જ થઈ છે, ધુર થી પ્રભુ ની દરગાહ માં લખેલા આદેશ ને કોઈ કાઢી નથીં શકતું ।।૩।।
ਆਪੇ ਸਤਿਗੁਰੁ ਆਪਿ ਹਰਿ ਆਪੇ ਮੇਲਿ ਮਿਲਾਇ ॥ પરમાત્મા પોતે જ સદગુરુને મળાવે છે અને પોતાના ચરણોમાં મળે છે
ਆਪਿ ਦਇਆ ਕਰਿ ਮੇਲਸੀ ਗੁਰ ਸਤਿਗੁਰ ਪੀਛੈ ਪਾਇ ॥ ગુરુ જીવો ને પોતે જ સદગુરૂ થી જોડી ને કૃપા કરીને પોતાની સાથે મેળવવા માં સક્ષમ છે
ਸਭੁ ਜਗਜੀਵਨੁ ਜਗਿ ਆਪਿ ਹੈ ਨਾਨਕ ਜਲੁ ਜਲਹਿ ਸਮਾਇ ॥੪॥੪॥੬੮॥ હે નાનક ! જગત ના જીવો નો આશરો પરમાત્મા જગત બધી જગ્યાએ પોતે જ પોતે છે. જે જીવ ને તે પોતાના ચરણોમાં જોડે છે તેના થી એવી રીતે હળી-મળી જાય છે જેવી રીતે પાણી પાણી માં મળી જાય છે ।।૪।।૪।।૬૮।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੪ ॥ શ્રી રાગ મહેલ ૪ ।।
ਰਸੁ ਅੰਮ੍ਰਿਤੁ ਨਾਮੁ ਰਸੁ ਅਤਿ ਭਲਾ ਕਿਤੁ ਬਿਧਿ ਮਿਲੈ ਰਸੁ ਖਾਇ ॥ પરમાત્મા નું નામ શ્રેષ્ઠ રસ છે, આધ્યાત્મિક જીવન દેવા વાળું છે, આ રસ કેવી રીતે મળી શકે છે? કેવી રીતે કોઈ મનુષ્ય આ રસ ખાય શકે છે
ਜਾਇ ਪੁਛਹੁ ਸੋਹਾਗਣੀ ਤੁਸਾ ਕਿਉ ਕਰਿ ਮਿਲਿਆ ਪ੍ਰਭੁ ਆਇ ॥ જો આ ભેદ સમજવો હોય તો તે સારા નસીબ વાળી જીવંત સ્ત્રી ને પૂછો જેણે પ્રભુ પરમેશ્વર ને પ્રસન્ન કરી લીધા છે કે પ્રભુ કેવી રીતે આવી ને મળ્યા છે
ਓਇ ਵੇਪਰਵਾਹ ਨ ਬੋਲਨੀ ਹਉ ਮਲਿ ਮਲਿ ਧੋਵਾ ਤਿਨ ਪਾਇ ॥੧॥ તે દુનિયાની શોભા વગેરે થી અનિયંત્રિત થઈ જાય છે આ માટે તે વધારે બોલતી નથી હું તેના પગ મસળીને ધોવ છું ।।૧।।
ਭਾਈ ਰੇ ਮਿਲਿ ਸਜਣ ਹਰਿ ਗੁਣ ਸਾਰਿ ॥ હે ભાઈ ! સજ્જન ગુરુ ને મળી ને પરમાત્મા ના ગુણ પોતાના હૃદય માં રાખ
ਸਜਣੁ ਸਤਿਗੁਰੁ ਪੁਰਖੁ ਹੈ ਦੁਖੁ ਕਢੈ ਹਉਮੈ ਮਾਰਿ ॥੧॥ ਰਹਾਉ ॥ સજ્જન ગુરુ અકાળ-પુરખ નું રૂપ છે તે પોતાના ના શરણમાં આવેલા મનુષ્યના હૃદય માંથી અહમ નું દુઃખ મારી ને કાઢી નાખે છે।।૧।। વિરામ।।
ਗੁਰਮੁਖੀਆ ਸੋਹਾਗਣੀ ਤਿਨ ਦਇਆ ਪਈ ਮਨਿ ਆਇ ॥ જે જીવંત સ્ત્રી ગુરૂ ની સામે રહે છે તે સુહાગ ભાગ્ય વાળી થઈ જાય છે, તેને જીવન યુક્તિ પૂછવાથી તેના મન માં દયા આવી જાય છે
ਸਤਿਗੁਰ ਵਚਨੁ ਰਤੰਨੁ ਹੈ ਜੋ ਮੰਨੇ ਸੁ ਹਰਿ ਰਸੁ ਖਾਇ ॥ અને તે જ કહે છે કે સદગુરુના વચન એક અમૂલ્ય રત્ન છે જે મનુષ્ય ગુરુ ના વહન માં શ્રદ્ધા રાખી લે છે તે પરમાત્મા ના નામ નો રસ ચાખી લે છે
ਸੇ ਵਡਭਾਗੀ ਵਡ ਜਾਣੀਅਹਿ ਜਿਨ ਹਰਿ ਰਸੁ ਖਾਧਾ ਗੁਰ ਭਾਇ ॥੨॥ જે મનુષ્ય એ ગુરુ ની મુજબ રહી ને પરમાત્માના નામ નો રસ ચાખ્યો છે તેને ખુબ જ નસીબદાર સમજવામાં આવે છે ।।૨।।
ਇਹੁ ਹਰਿ ਰਸੁ ਵਣਿ ਤਿਣਿ ਸਭਤੁ ਹੈ ਭਾਗਹੀਣ ਨਹੀ ਖਾਇ ॥ જેમ પાણી વનસ્પતિ ને લીલી રાખે છે તેમ પરમાત્મા ના નામ નો આ રસ જંગલ ઘાસ માં બધી જગ્યાએ ઉપલબ્ધ છે, આખા જગતની જીવાત્મા નો આશરો છે પરંતુ ખરાબ નસીબ વળી જીવંત સ્ત્રી આ નામ નો રસ નથી ચાખી શકતી
ਬਿਨੁ ਸਤਿਗੁਰ ਪਲੈ ਨਾ ਪਵੈ ਮਨਮੁਖ ਰਹੇ ਬਿਲਲਾਇ ॥ ગુરુના શરણ માં પડ્યા વગર આ રસ નથી પ્રાપ્ત થતો, પોતાના મન ની પાછળ ચાલવા વાળા લોકો નામ રસ થી વંચિત રહી ને ઝંખ્યા રાખે છે
ਓਇ ਸਤਿਗੁਰ ਆਗੈ ਨਾ ਨਿਵਹਿ ਓਨਾ ਅੰਤਰਿ ਕ੍ਰੋਧੁ ਬਲਾਇ ॥੩॥ તેની અંદર ગુસ્સા નું સંકટ ટકી રહે છે, તે સદગુરુ પાસે માથું નમાવી શકતો નથી ।।૩।।
ਹਰਿ ਹਰਿ ਹਰਿ ਰਸੁ ਆਪਿ ਹੈ ਆਪੇ ਹਰਿ ਰਸੁ ਹੋਇ ॥ પરમાત્મા અને પરમાત્મા ના નામ ના રસ માં કોઈ જ ફેર નથી પરમાત્મા પોતે જ એક રસ છે
ਆਪਿ ਦਇਆ ਕਰਿ ਦੇਵਸੀ ਗੁਰਮੁਖਿ ਅੰਮ੍ਰਿਤੁ ਚੋਇ ॥ પરમાત્મા પોતે જ કૃપા કરી ને આ નામ નો રસ આપે છે ; ગુરુ ની શરણ માં પડી ને આધ્યાત્મિક જીવન દેવા વાળો રસ અંદર થી ટપકે છે
ਸਭੁ ਤਨੁ ਮਨੁ ਹਰਿਆ ਹੋਇਆ ਨਾਨਕ ਹਰਿ ਵਸਿਆ ਮਨਿ ਸੋਇ ॥੪॥੫॥੬੯॥ હે નાનક! જે મનુષ્ય ના મન માં તે પરમાત્મા વસે છે તેનું શરીર અને મન લીલું થઈ જાય છે ।।૪।।૫।।૬૯।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੪ ॥ શ્રી રાગ મહેલ ૪ ।।
ਦਿਨਸੁ ਚੜੈ ਫਿਰਿ ਆਥਵੈ ਰੈਣਿ ਸਬਾਈ ਜਾਇ ॥ દિવસ થાય છે પછી આથમી જાય છે આખી રાત પણ વીતી જાય છે
ਆਵ ਘਟੈ ਨਰੁ ਨਾ ਬੁਝੈ ਨਿਤਿ ਮੂਸਾ ਲਾਜੁ ਟੁਕਾਇ ॥ આવી રીતે ધીમે ધીમે તે ઘટતી જાય છે પરંતુ મનુષ્ય સમજતો નથી કે પસાર થતો સમય મનુષ્ય ની ઉંમર ને એવી રીતે કાપતો જાય છે જેમ ઉંદર હંમેશા દોરી ને કોતરતો જાય છે
ਗੁੜੁ ਮਿਠਾ ਮਾਇਆ ਪਸਰਿਆ ਮਨਮੁਖੁ ਲਗਿ ਮਾਖੀ ਪਚੈ ਪਚਾਇ ॥੧॥ જેમ ગોળ જીવો ને મીઠો લાગે છે તેમ જ માયા નો મોહ મીઠી અસર કરે છે ; પોતાના મન ની પાછળ ચાલવા વાળો મનુષ્ય મોહ ની મીઠાશ માં ફસાઈ ને મરી જાય છે જેમ માખી ગોળ માં ચોંટી ને મરી જાય છે ।।૧।।
ਭਾਈ ਰੇ ਮੈ ਮੀਤੁ ਸਖਾ ਪ੍ਰਭੁ ਸੋਇ ॥ હે ભાઈ! મારા માટે તો તે પરમાત્મા જ મિત્ર છે સાથી છે
ਪੁਤੁ ਕਲਤੁ ਮੋਹੁ ਬਿਖੁ ਹੈ ਅੰਤਿ ਬੇਲੀ ਕੋਇ ਨ ਹੋਇ ॥੧॥ ਰਹਾਉ ॥ પુત્રની, સ્ત્રી ની માયા ઝેર છે, જે આધ્યાત્મિક જીવન ને સમાપ્ત કરી દે છે અને પુત્ર, સ્ત્રી માંથી અંત માં કોઈ સાથી બનતું નથી ।।૧।। વિરામ।।
ਗੁਰਮਤਿ ਹਰਿ ਲਿਵ ਉਬਰੇ ਅਲਿਪਤੁ ਰਹੇ ਸਰਣਾਇ ॥ જે મનુષ્ય ગુરુ ની બુદ્ધિ અનુસાર પરમાત્મા નું ધ્યાન ધરે છે તે મૃત્યુ થી બચી જાય છે, પ્રભુ ની શરણ માં જય ને તે શુદ્ધ રહે છે


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top