GUJARATI PAGE 4

ਅਸੰਖ ਭਗਤ ਗੁਣ ਗਿਆਨ ਵੀਚਾਰ ॥
અસંખ્ય ભક્તો અકાલ પુરખના ગુણ ગાન કરે છે।

ਅਸੰਖ ਸਤੀ ਅਸੰਖ ਦਾਤਾਰ ॥
અસંખ્ય દાની અને દાતા છે

ਅਸੰਖ ਸੂਰ ਮੁਹ ਭਖ ਸਾਰ ॥
અકાલ પુરખની રચનામાં અસંખ્ય શૂરવીરો છે જે પોતાના મોઢા ઉપર શાસ્ત્રોના વાર સહન કરી રહ્યા છે

ਅਸੰਖ ਮੋਨਿ ਲਿਵ ਲਾਇ ਤਾਰ ॥
અસંખ્ય મૌની હાથ જોડીને અકાલ પુરખની સાથે તાર બાંધીને બેઠા છે

ਕੁਦਰਤਿ ਕਵਣ ਕਹਾ ਵੀਚਾਰੁ ॥
કુદરત વિશે વિચારવા વાળો હું કોણ છું ,

ਵਾਰਿਆ ਨ ਜਾਵਾ ਏਕ ਵਾਰ ॥
એકવાર પણ તેની ઉપર કુરબાન થઇ થવા લાયક પણ નથી

ਜੋ ਤੁਧੁ ਭਾਵੈ ਸਾਈ ਭਲੀ ਕਾਰ ॥
જે તને યોગ્ય લાગે છે તે જ કામ યોગ્ય છે

ਤੂ ਸਦਾ ਸਲਾਮਤਿ ਨਿਰੰਕਾਰ ॥੧੭॥
હે નિરંકાર! તું સદાય અટલ રહેવાવાળો છે ।। ૧૭।।

ਅਸੰਖ ਮੂਰਖ ਅੰਧ ਘੋਰ ॥
નિરંકાર ની સૃષ્ટિની રચનામાં અસંખ્ય મહામૂર્ખ છે

ਅਸੰਖ ਚੋਰ ਹਰਾਮਖੋਰ ॥
અસંખ્ય ચોર છે જે બીજા નો માલ ચોરીને ઉપયોગ કરી રહ્યા છે

ਅਸੰਖ ਅਮਰ ਕਰਿ ਜਾਹਿ ਜੋਰ ॥
અસંખ્ય લોકો એવા મનુષ્ય પણ છે જે હુકમ ચલાવીને જોર-જબરદસ્તી કરીને અંતે આ સંસારમાંથી ચાલ્યા જાય છે

ਅਸੰਖ ਗਲਵਢ ਹਤਿਆ ਕਮਾਹਿ ॥
અસંખ્ય મનુષ્ય લોકો ના ગળા કાપી રહ્યા છે

ਅਸੰਖ ਪਾਪੀ ਪਾਪੁ ਕਰਿ ਜਾਹਿ ॥
અસંખ્ય પાપી મનુષ્ય પાપની કમાણી કરીને આ દુનિયામાંથી ચાલ્યા જાય છે

ਅਸੰਖ ਕੂੜਿਆਰ ਕੂੜੇ ਫਿਰਾਹਿ ॥
અસંખ્ય ખોટું બોલનારા લોકો પોતાના સ્વભાવમાં જ રહે છે

ਅਸੰਖ ਮਲੇਛ ਮਲੁ ਭਖਿ ਖਾਹਿ ॥
અને અસંખ્ય ખોટી બુદ્ધિવાળા મનુષ્ય મળ ખાઈને જીવી રહ્યા છે

ਅਸੰਖ ਨਿੰਦਕ ਸਿਰਿ ਕਰਹਿ ਭਾਰੁ ॥
અસંખ્ય નિંદા કરવા વાળા પોતાના માથે નિંદાનો ભાર ઉપાડી રહ્યા છે

ਨਾਨਕੁ ਨੀਚੁ ਕਹੈ ਵੀਚਾਰੁ ॥
હે નાનક! મારી શું તાકાત છે કે તારી કુદરત ઉપર હું વિચાર કરી શકું , હું તો ખૂબ જ તુચ્છ વિચાર કરી રહ્યો છે

ਵਾਰਿਆ ਨ ਜਾਵਾ ਏਕ ਵਾਰ ॥
હું તો તમારા એક પણ બલિદાન ને લાયક નથી

ਜੋ ਤੁਧੁ ਭਾਵੈ ਸਾਈ ਭਲੀ ਕਾਰ ॥
જે તને ગમ્યું તે જ કામ ભલું છે

ਤੂ ਸਦਾ ਸਲਾਮਤਿ ਨਿਰੰਕਾਰ ॥੧੮॥
હે નિરંકાર! તું સદાય અટલ રહેવાવાળો છે ।।૧૮।।

ਅਸੰਖ ਨਾਵ ਅਸੰਖ ਥਾਵ ॥
કુદરતના અસંખ્ય જીવો અને અન્ય અનંત પદાર્થો ના અસંખ્ય નામ છે

ਅਗੰਮ ਅਗੰਮ ਅਸੰਖ ਲੋਅ ॥
અસંખ્ય તેના સ્થાન છે અસંખ્ય તેના ભવન છે જ્યાં સુધી મનુષ્ય ની પહોંચ ન હોઈ શકે

ਅਸੰਖ ਕਹਹਿ ਸਿਰਿ ਭਾਰੁ ਹੋਇ ॥
જો મનુષ્ય કુદરતના લેખ લખવાને માટે અસંખ્ય શબ્દ કહે તો તેમના માથા ઉપર ભાર થઈ જાય છે કારણ કે અસંખ્ય શબ્દ પણ પર્યાપ્ત નથી

ਅਖਰੀ ਨਾਮੁ ਅਖਰੀ ਸਾਲਾਹ ॥
પણ અકાલ પુરુષનું નામ અક્ષરો દ્વારા જે લઈ શકાય છે તેની સ્તુતિ પણ અક્ષરો દ્વારા જ કરી શકાય છે

ਅਖਰੀ ਗਿਆਨੁ ਗੀਤ ਗੁਣ ਗਾਹ ॥
અકાલ પુરુષનું જ્ઞાન પણ અક્ષરો દ્વારા વિચારી શકાય છે અક્ષરો દ્વારા તેના ગીત અને ગુણ થી પરિચિત થઇ શકીએ છીએ

ਅਖਰੀ ਲਿਖਣੁ ਬੋਲਣੁ ਬਾਣਿ ॥
લખવું અને બોલવું પણ અક્ષરો દ્વારા જ સંભવ છે

ਅਖਰਾ ਸਿਰਿ ਸੰਜੋਗੁ ਵਖਾਣਿ ॥
જે અકાલ પુરખને માટે અક્ષરો લખ્યાં છે તેના સ્વયંના માથા ઉપર કોઈ લેખ લખ્યા નથી

ਜਿਨਿ ਏਹਿ ਲਿਖੇ ਤਿਸੁ ਸਿਰਿ ਨਾਹਿ ॥
જેણે લેખ લખ્યા છે તેના પોતાના માથા ઉપર કોઈ જ લેખ નથી

ਜਿਵ ਫੁਰਮਾਏ ਤਿਵ ਤਿਵ ਪਾਹਿ ॥
અકાલ પુરખ, હુકમ કરે છે તેમ તેમમનુષ્યપોતાના સંજોગોના ભોગવે છે

ਜੇਤਾ ਕੀਤਾ ਤੇਤਾ ਨਾਉ ॥
આખું જગત અકાલ પુરુષે બનાવ્યું છે

ਵਿਣੁ ਨਾਵੈ ਨਾਹੀ ਕੋ ਥਾਉ ॥
કોઈપણ જગ્યા અકાલ પુરખ ના સ્વરૂપ વગર ખાલી નથી

ਕੁਦਰਤਿ ਕਵਣ ਕਹਾ ਵੀਚਾਰੁ ॥
મારી શું તાકાત છે કે હું કુદરત નો વિચાર કરી શકું

ਵਾਰਿਆ ਨ ਜਾਵਾ ਏਕ ਵਾਰ ॥
હું તો તમારા એક પણ બલિદાન ને લાયક નથી

ਜੋ ਤੁਧੁ ਭਾਵੈ ਸਾਈ ਭਲੀ ਕਾਰ ॥
જે તને ગમ્યું તે જ કામ ભલું છે

ਤੂ ਸਦਾ ਸਲਾਮਤਿ ਨਿਰੰਕਾਰ ॥੧੯॥
હે નિરંકાર! તું સદાય અટલ રહેવાવાળો છે ।।૧૯।।

ਭਰੀਐ ਹਥੁ ਪੈਰੁ ਤਨੁ ਦੇਹ ॥
જો હાથ અથવા પગ અથવા શરીર મેલું થઈ જાય

ਪਾਣੀ ਧੋਤੈ ਉਤਰਸੁ ਖੇਹ ॥
તો પાણીથી ધોવાથી મેલ ઉતરી જાય છે

ਮੂਤ ਪਲੀਤੀ ਕਪੜੁ ਹੋਇ ॥
મૂત્ર થી કપડાં ગંદા થઈ જાય છે

ਦੇ ਸਾਬੂਣੁ ਲਈਐ ਓਹੁ ਧੋਇ ॥
તે સાબુથી ધોવા થી સાફ થઈ જાય છે

ਭਰੀਐ ਮਤਿ ਪਾਪਾ ਕੈ ਸੰਗਿ ॥
અને બુદ્ધિ પાપોથી ભરાઈ જાય છે

ਓਹੁ ਧੋਪੈ ਨਾਵੈ ਕੈ ਰੰਗਿ ॥
તો તે પાપ અકાલ પુરખ ના નામ ને પ્રેમ કરવાથી ધોઈ શકાય છે

ਪੁੰਨੀ ਪਾਪੀ ਆਖਣੁ ਨਾਹਿ ॥
પુણ્ય અથવા પાપ ફક્ત નામ નથી

ਕਰਿ ਕਰਿ ਕਰਣਾ ਲਿਖਿ ਲੈ ਜਾਹੁ ॥
જેવા કર્મો તું કરીશ તેવા સંસ્કાર તારી અંદર અંકુરિત થઈ જશે

ਆਪੇ ਬੀਜਿ ਆਪੇ ਹੀ ਖਾਹੁ ॥
જે કાંઈ પણ તું વાવીશ તેનું ફળ સ્વયં તું જ ખાઈશ

ਨਾਨਕ ਹੁਕਮੀ ਆਵਹੁ ਜਾਹੁ ॥੨੦॥
હે નાનક!અકાલ પુરખ ના હુકમમાં જન્મ-મરણના ચક્કરમાં પડ્યો જ રહીશ ।। ૨૦।।

ਤੀਰਥੁ ਤਪੁ ਦਇਆ ਦਤੁ ਦਾਨੁ ॥
તીર્થ, યાત્રાઓ, સાધના, દયા કરવી, દીધેલું દાન

ਜੇ ਕੋ ਪਾਵੈ ਤਿਲ ਕਾ ਮਾਨੁ ॥
તેના થકીજો કોઈ મનુષ્ય ને કોઈ આદર સત્કાર મળી પણ જાય તો તે નામ માત્ર છે

ਸੁਣਿਆ ਮੰਨਿਆ ਮਨਿ ਕੀਤਾ ਭਾਉ ॥
પરંતુ જે મનુષ્ય એ અકાલ પુરખ ના નામ માં પોતાને જોડી દીધો અને તેના નામમાં રંગાઈ ગયો

ਅੰਤਰਗਤਿ ਤੀਰਥਿ ਮਲਿ ਨਾਉ ॥
તેવા મનુષ્યે પોતાની અંદરજ તીર્થ સ્નાન માં ઘસી ઘસીને નાહી લીધું

ਸਭਿ ਗੁਣ ਤੇਰੇ ਮੈ ਨਾਹੀ ਕੋਇ ॥
હે અકાલ પુરખ જો તમે સ્વયંમારી અંદર ગુણો પેદા ના કરો

ਵਿਣੁ ਗੁਣ ਕੀਤੇ ਭਗਤਿ ਨ ਹੋਇ ॥
તો જ મારાથી તમારી ભક્તિ ના નહીં થઈ શકે

ਸੁਅਸਤਿ ਆਥਿ ਬਾਣੀ ਬਰਮਾਉ ॥
તું સ્વયં માયા છે તું સ્વયં જ બ્રહ્માછે

ਸਤਿ ਸੁਹਾਣੁ ਸਦਾ ਮਨਿ ਚਾਉ ॥
તું સદા સ્થિર છે સુંદર છે તારું મન હંમેશા પ્રસન્નતાથી ભરેલું છે

ਕਵਣੁ ਸੁ ਵੇਲਾ ਵਖਤੁ ਕਵਣੁ ਕਵਣ ਥਿਤਿ ਕਵਣੁ ਵਾਰੁ ॥
તે કયો સમય હતો કઈ તિથિ હતી કયો દિવસ હતો

ਕਵਣਿ ਸਿ ਰੁਤੀ ਮਾਹੁ ਕਵਣੁ ਜਿਤੁ ਹੋਆ ਆਕਾਰੁ ॥
કઈ ઋતુ હતી અને કયો મહિનો હતો જ્યારે આ સંસાર બન્યો

ਵੇਲ ਨ ਪਾਈਆ ਪੰਡਤੀ ਜਿ ਹੋਵੈ ਲੇਖੁ ਪੁਰਾਣੁ ॥
આ સંસાર ક્યારે બન્યું તે સમયની પંડિતોને પણ ખબર નથી નહીંતર તેની ઉપર તે લોકોએ એક પુરાણ લખી લીધું હોત

ਵਖਤੁ ਨ ਪਾਇਓ ਕਾਦੀਆ ਜਿ ਲਿਖਨਿ ਲੇਖੁ ਕੁਰਾਣੁ ॥
તે સમયની કાજી ને પણ ખબર ન લાગી નહીંતર તે લોકોએ પણ એક કુરાન લખી નાખી હોત

ਥਿਤਿ ਵਾਰੁ ਨਾ ਜੋਗੀ ਜਾਣੈ ਰੁਤਿ ਮਾਹੁ ਨਾ ਕੋਈ ॥
જ્યારે આ જગત બન્યું હતું ત્યારે કઈ તિથિ કયો દિવસ હતો, કઈ ઋતુ હતી અને કયો મહિનો હતોઆ વાત કોઈ યોગી પણ નથી જાણતા કે કોઈ મનુષ્ય નથી જાણતો

ਜਾ ਕਰਤਾ ਸਿਰਠੀ ਕਉ ਸਾਜੇ ਆਪੇ ਜਾਣੈ ਸੋਈ ॥
નિર્માતાએ આ જગત ને પેદા કર્યો છે તે સ્વયં જ જાણે છે કે તેણે આની રચના ક્યારે કરી

ਕਿਵ ਕਰਿ ਆਖਾ ਕਿਵ ਸਾਲਾਹੀ ਕਿਉ ਵਰਨੀ ਕਿਵ ਜਾਣਾ ॥
કેવી રીતે બતાવું, કેવી રીતે તેની મહિમા ગાઉં, કેવી રીતે તેનું વર્ણન કરું, કેવી રીતે તેને સમજું