Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-366

Page 366

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે॥
ਰਾਗੁ ਆਸਾ ਘਰੁ ੨ ਮਹਲਾ ੪ ॥ રાગ આશા ઘર ૨ મહેલ ૪॥
ਕਿਸ ਹੀ ਧੜਾ ਕੀਆ ਮਿਤ੍ਰ ਸੁਤ ਨਾਲਿ ਭਾਈ ॥ કોઈ મનુષ્યએ પોતાના મિત્રથી પુત્રથી ભાઈથી સાથ બનાવેલ છે
ਕਿਸ ਹੀ ਧੜਾ ਕੀਆ ਕੁੜਮ ਸਕੇ ਨਾਲਿ ਜਵਾਈ ॥ કોઈએ પોતાના સગા-સંબંધીની સાથે જમાઈની સાથે સંબંધ બનાવેલ છે.
ਕਿਸ ਹੀ ਧੜਾ ਕੀਆ ਸਿਕਦਾਰ ਚਉਧਰੀ ਨਾਲਿ ਆਪਣੈ ਸੁਆਈ ॥ કોઈ મનુષ્યએ પોતાની ગરજ માટે ગામના સરદાર ચૌધરીની સાથે સંબંધ બનાવેલ છે
ਹਮਾਰਾ ਧੜਾ ਹਰਿ ਰਹਿਆ ਸਮਾਈ ॥੧॥ પરંતુ મારો સાથી તે પરમાત્મા છે જે દરેક જગ્યાએ હાજર છે ॥૧॥
ਹਮ ਹਰਿ ਸਿਉ ਧੜਾ ਕੀਆ ਮੇਰੀ ਹਰਿ ਟੇਕ ॥ અમે પરમાત્માની સાથે સાથ બનાવ્યો છે પરમાત્મા જ મારો આશરો છે.
ਮੈ ਹਰਿ ਬਿਨੁ ਪਖੁ ਧੜਾ ਅਵਰੁ ਨ ਕੋਈ ਹਉ ਹਰਿ ਗੁਣ ਗਾਵਾ ਅਸੰਖ ਅਨੇਕ ॥੧॥ ਰਹਾਉ ॥ પરમાત્મા વગર મારો બીજો કોઈ પક્ષ નથી સબંધ નથી હું પરમાત્માના જ અનેક અને અગણિત ગુણ ગાતો રહું છું ॥૧॥વિરામ॥
ਜਿਨ੍ਹ੍ਹ ਸਿਉ ਧੜੇ ਕਰਹਿ ਸੇ ਜਾਹਿ ॥ લોકો જેની સાથે સંબંધ બનાવે છે તે અંતે જગતથી મુસાફરી કરી જાય છે
ਝੂਠੁ ਧੜੇ ਕਰਿ ਪਛੋਤਾਹਿ ॥ સંબંધ બનાવનાર આ ખોટો દેખાવ કરીને આ સંબંધ બનાવીને તેના મરવા પર પસ્તાય છે.
ਥਿਰੁ ਨ ਰਹਹਿ ਮਨਿ ਖੋਟੁ ਕਮਾਹਿ ॥ સંબંધ બનાવનાર પોતે પણ હંમેશા દુનિયામાં ટકી રહેતાં નથી વ્યર્થ જ સંબંધ માટે પોતાના મનમાં ઠગાઈ-ફરેબ કરતો રહે છે.
ਹਮ ਹਰਿ ਸਿਉ ਧੜਾ ਕੀਆ ਜਿਸ ਕਾ ਕੋਈ ਸਮਰਥੁ ਨਾਹਿ ॥੨॥ પરંતુ મેં તો તે પરમાત્માની સાથે પોતાનો સાથ બનાવ્યો છે જેની સરખામણીની તાકાત રાખનાર બીજું કોઈ નથી ॥૨॥
ਏਹ ਸਭਿ ਧੜੇ ਮਾਇਆ ਮੋਹ ਪਸਾਰੀ ॥ હે ભાઈ! દુનિયાના આ બધા સંબંધ માયાનો ફેલાવો છે.
ਮਾਇਆ ਕਉ ਲੂਝਹਿ ਗਾਵਾਰੀ ॥ સંબંધ બનાવનાર મૂર્ખ લોકો માયા માટે જ વચમાં લડતા રહે છે.
ਜਨਮਿ ਮਰਹਿ ਜੂਐ ਬਾਜੀ ਹਾਰੀ ॥ આ કારણે તે વારંવાર જન્મે છે મરે છે તે જાણે જુગારમાં જ મનુષ્ય જીવનની રમત હારીને ચાલ્યા જાય છે જેમાંથી પ્રાપ્ત કંઈ થતું નથી.
ਹਮਰੈ ਹਰਿ ਧੜਾ ਜਿ ਹਲਤੁ ਪਲਤੁ ਸਭੁ ਸਵਾਰੀ ॥੩॥ પરંતુ મારી સાથે તો સાથી છે પરમાત્મા જે મારુ લોક અને પરલોક બધું જ સંવારનાર છે ॥૩॥
ਕਲਿਜੁਗ ਮਹਿ ਧੜੇ ਪੰਚ ਚੋਰ ਝਗੜਾਏ ॥ પરમાત્માથી અલગ થઈને વિવાદવાળા સ્વભાવમાં ફસાઈને મનુષ્યોના સંબંધ બને છે કામાદિક પાંચેય ચોરોને કારણે ઝઘડા ઉત્પન્ન થાય છે
ਕਾਮੁ ਕ੍ਰੋਧੁ ਲੋਭੁ ਮੋਹੁ ਅਭਿਮਾਨੁ ਵਧਾਏ ॥ પરમાત્માથી વિખુટા મનુષ્યોની અંદર કામ-ક્રોધ-લોભ-મોહ તેમજ અહંકારને વધારે છે.
ਜਿਸ ਨੋ ਕ੍ਰਿਪਾ ਕਰੇ ਤਿਸੁ ਸਤਸੰਗਿ ਮਿਲਾਏ ॥ જે મનુષ્ય પર પરમાત્મા કૃપા કરે છે તેને સાધુ-સંગતમાં મેળવે છે અને તે આ પાંચેય ચોરોનાં મારથી બચે છે.
ਹਮਰਾ ਹਰਿ ਧੜਾ ਜਿਨਿ ਏਹ ਧੜੇ ਸਭਿ ਗਵਾਏ ॥੪॥ હે ભાઈ! મારી મદદ માટે પરમાત્મા પોતે છે જેને મારી અંદરથી આ બધા સંબંધ સમાપ્ત કરી દીધા છે ॥૪॥
ਮਿਥਿਆ ਦੂਜਾ ਭਾਉ ਧੜੇ ਬਹਿ ਪਾਵੈ ॥ પરમાત્માને છોડીને માયાનો અસત્ય પ્રેમ મનુષ્યની અંદર ટકીને સંબંધ-રમતો ઉત્પન્ન કરે છે
ਪਰਾਇਆ ਛਿਦ੍ਰੁ ਅਟਕਲੈ ਆਪਣਾ ਅਹੰਕਾਰੁ ਵਧਾਵੈ ॥ માયાના મોહના પ્રભાવ હેઠળ મનુષ્ય બીજાના દોષ ચકાસતો-ફરે છે અને આ રીતે પોતાને સારો સમજીને પોતાનો જ અહંકાર વધારે છે.
ਜੈਸਾ ਬੀਜੈ ਤੈਸਾ ਖਾਵੈ ॥ બીજાના દોષ ચકાસીને અને પોતાને ઉમદા સાબિત કરી-કરીને મનુષ્ય પોતાના આધ્યાત્મિક જીવન માટે જેવું બીજ વાવે છે તેવા જ ફળ પ્રાપ્ત કરે છે.
ਜਨ ਨਾਨਕ ਕਾ ਹਰਿ ਧੜਾ ਧਰਮੁ ਸਭ ਸ੍ਰਿਸਟਿ ਜਿਣਿ ਆਵੈ ॥੫॥੨॥੫੪॥ દાસ નાનકનો પક્ષ કરનાર સાથી તો પરમાત્મા છે પરમાત્માનો આશરો જ નાનકનો ધર્મ છે જેની કૃપાથી મનુષ્ય આખી સૃષ્ટિને જીતીને આવી શકે છે ॥૫॥૨॥૫૪॥
ਆਸਾ ਮਹਲਾ ੪ ॥ આશા મહેલ ૪॥
ਹਿਰਦੈ ਸੁਣਿ ਸੁਣਿ ਮਨਿ ਅੰਮ੍ਰਿਤੁ ਭਾਇਆ ॥ હે બહેનો! ગુરુની વાણી સાંભળીને જે મનુષ્યના હૃદયમાં આધ્યાત્મિક જીવન દેનાર નામ-જળ પ્રેમાળ લાગવા લાગે છે
ਗੁਰਬਾਣੀ ਹਰਿ ਅਲਖੁ ਲਖਾਇਆ ॥੧॥ ગુરુવાણીની કૃપાથી તે મનુષ્ય અદ્રશ્ય પરમાત્માનાં દર્શન કરી લે છે ॥૧॥
ਗੁਰਮੁਖਿ ਨਾਮੁ ਸੁਨਹੁ ਮੇਰੀ ਭੈਨਾ ॥ હે બહેનો! ગુરુની શરણ પડીને
ਏਕੋ ਰਵਿ ਰਹਿਆ ਘਟ ਅੰਤਰਿ ਮੁਖਿ ਬੋਲਹੁ ਗੁਰ ਅੰਮ੍ਰਿਤ ਬੈਨਾ ॥੧॥ ਰਹਾਉ ॥ તે પરમાત્માનું નામ સાંભળ્યા કરો જે પોતે જ દરેક જીવના શરીરમાં હાજર છે હે બહેનો! મુખથી આધ્યાત્મિક જીવન દેનાર શબ્દ બોલ્યા કરો ॥૧॥વિરામ॥
ਮੈ ਮਨਿ ਤਨਿ ਪ੍ਰੇਮੁ ਮਹਾ ਬੈਰਾਗੁ ॥ તેની કૃપાથી મારા મનમાં હૃદયમાં પરમાત્મા માટે પ્રેમ ઉત્પન્ન થઇ ગયો છે પરમાત્મા માટે ખુબ લગન ઉત્પન્ન થઈ ગઈ છે
ਸਤਿਗੁਰੁ ਪੁਰਖੁ ਪਾਇਆ ਵਡਭਾਗੁ ॥੨॥ હે બહેનો! પરમાત્માનું રૂપ તેમજ ભાગ્યશાળી સદગુરુ તો મને પણ મળી ગયો છે ॥૨॥
ਦੂਜੈ ਭਾਇ ਭਵਹਿ ਬਿਖੁ ਮਾਇਆ ॥ ਭਾਗਹੀਨ ਨਹੀ ਸਤਿਗੁਰੁ ਪਾਇਆ ॥੩॥ તે માયાના મોહમાં ફસાઈને માયા માટે ભટકતા ફરે છે જે તેના માટે આધ્યાત્મિક મૃત્યુનું કારણ બને છે પરંતુ હે બહેનો! દુર્ભાગ્યપૂર્ણ છે તે મનુષ્ય જેને ગુરુ નથી મળ્યો ॥૩॥
ਅੰਮ੍ਰਿਤੁ ਹਰਿ ਰਸੁ ਹਰਿ ਆਪਿ ਪੀਆਇਆ ॥ જીવના વશની વાત નથી પરમાત્માએ પોતે જ જે મનુષ્યને આધ્યાત્મિક જીવન દેનાર નામ-જળ હરિ-નામ-રસ પીવડાવી દીધું
ਗੁਰਿ ਪੂਰੈ ਨਾਨਕ ਹਰਿ ਪਾਇਆ ॥੪॥੩॥੫੫॥ હે નાનક! તેને સંપૂર્ણ ગુરુ દ્વારા તે પરમાત્માને શોધી લીધા ॥૪॥૩॥૫૫॥
ਆਸਾ ਮਹਲਾ ੪ ॥ આશા મહેલ ૪॥
ਮੇਰੈ ਮਨਿ ਤਨਿ ਪ੍ਰੇਮੁ ਨਾਮੁ ਆਧਾਰੁ ॥ હે સજ્જન મિત્રો! પરમાત્માનો પ્રેમ અને પરમાત્માનું નામ જ મારા મનનો મારા હૃદયનો આશરો છે.
ਨਾਮੁ ਜਪੀ ਨਾਮੋ ਸੁਖ ਸਾਰੁ ॥੧॥ હું હંમેશા પ્રભુનું નામ જપતો રહું છું નામ જ મારા માટે બધા સુખોનું મૂળ છે ॥૧॥
ਨਾਮੁ ਜਪਹੁ ਮੇਰੇ ਸਾਜਨ ਸੈਨਾ ॥ હે સજ્જનો! હે મિત્રો! પરમાત્માનું નામ જપ્યા કર.
ਨਾਮ ਬਿਨਾ ਮੈ ਅਵਰੁ ਨ ਕੋਈ ਵਡੈ ਭਾਗਿ ਗੁਰਮੁਖਿ ਹਰਿ ਲੈਨਾ ॥੧॥ ਰਹਾਉ ॥ પરમાત્માના નામ વગર મને તો જીવનનો બીજો કોઈ આશરો દેખાઈ દેતો નથી આ હરિ-નામ ખૂબ કિસ્મતથી ગુરુ દ્વારા જ મળી શકે છે ॥૧॥વિરામ॥
ਨਾਮ ਬਿਨਾ ਨਹੀ ਜੀਵਿਆ ਜਾਇ ॥ હે મિત્રો! પરમાત્માનું નામ જ્પ્યા વગર આધ્યાત્મિક જીવન મળી શકતું નથી.
ਵਡੈ ਭਾਗਿ ਗੁਰਮੁਖਿ ਹਰਿ ਪਾਇ ॥੨॥ આ હરિ-નામ ખુબ જ કિસ્મતથી ગુરુના માધ્યમથી જ મળે છે ॥૨॥
ਨਾਮਹੀਨ ਕਾਲਖ ਮੁਖਿ ਮਾਇਆ ॥ હે મિત્રો! પરમાત્માને સ્મરણ કર્યા વગર જીવન ધિક્કાર્યોગ્ર્ય છે.
ਨਾਮ ਬਿਨਾ ਧ੍ਰਿਗੁ ਧ੍ਰਿਗੁ ਜੀਵਾਇਆ ॥੩॥ પરમાત્માના નામથી વંચિત રહેવાથી માયાના મોહને કારણે મુખ પર કલંક લાગે છે ॥૩॥


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top