Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-34

Page 34

ਸਬਦਿ ਮੰਨਿਐ ਗੁਰੁ ਪਾਈਐ ਵਿਚਹੁ ਆਪੁ ਗਵਾਇ ॥ જો ગુરુ ના શબ્દો માં શ્રદ્ધા બની જાય તો ગુરુ મળી જાય છે, જે મનુષ્ય ગુરુ ના શબ્દ માં શ્રદ્ધા રાખે છે તે પોતા અંદર થી અહંકાર દૂર કરી શકે છે
ਅਨਦਿਨੁ ਭਗਤਿ ਕਰੇ ਸਦਾ ਸਾਚੇ ਕੀ ਲਿਵ ਲਾਇ ॥ તે હંમેશા સ્થિર પ્રભુ ના ચરણોમાં ધ્યાન ધરી ને હંમેશા તેની ભક્તિ કરે છે
ਨਾਮੁ ਪਦਾਰਥੁ ਮਨਿ ਵਸਿਆ ਨਾਨਕ ਸਹਜਿ ਸਮਾਇ ॥੪॥੧੯॥੫੨॥ હે નાનક ! તેના મનમાં પરમાત્મા નું અમૂલ્ય નામ આવી જાય છે, તે આત્મિક અટળતામાં પણ ટકી રહે છે।।૪।।૧૯।।૫૨।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੩ ॥ શ્રી રાગ મહેલ ૩।।
ਜਿਨੀ ਪੁਰਖੀ ਸਤਗੁਰੁ ਨ ਸੇਵਿਓ ਸੇ ਦੁਖੀਏ ਜੁਗ ਚਾਰਿ ॥ જે લોકો એ ગુરુ એ દેખાડેલી સેવા નથી કરી તે ચારેય યુગ માં દુઃખી રહે છે
ਘਰਿ ਹੋਦਾ ਪੁਰਖੁ ਨ ਪਛਾਣਿਆ ਅਭਿਮਾਨਿ ਮੁਠੇ ਅਹੰਕਾਰਿ ॥ તે મનુષ્ય હૃદય ઘરમાં રહેલા પરમાત્મા ને ઓળખી શકતા નથી, તે અહંકાર માં ફસાઈ ને પોતાના આધ્યાત્મિક જીવન ની રકમ મૂડી ખોઈ બેસે છે
ਸਤਗੁਰੂ ਕਿਆ ਫਿਟਕਿਆ ਮੰਗਿ ਥਕੇ ਸੰਸਾਰਿ ॥ ગુરુ દ્વારા બે મુખ મનુષ્ય જગતમાં માંગતો ફરે છે, માયા માટે ભટકતો રહે છે
ਸਚਾ ਸਬਦੁ ਨ ਸੇਵਿਓ ਸਭਿ ਕਾਜ ਸਵਾਰਣਹਾਰੁ ॥੧॥ તે લોકો અટળ ગુરુ શબ્દ ને નથી યાદ કરતા જે બધા કામ કરવામાં સમર્થ છે ।।૧।।
ਮਨ ਮੇਰੇ ਸਦਾ ਹਰਿ ਵੇਖੁ ਹਦੂਰਿ ॥ હે મારા મન ! પરમાત્મા ને હંમેશા પોતાના શરીર સાથે જો
ਜਨਮ ਮਰਨ ਦੁਖੁ ਪਰਹਰੈ ਸਬਦਿ ਰਹਿਆ ਭਰਪੂਰਿ ॥੧॥ ਰਹਾਉ ॥ પરમાત્મા જીવોનું જન્મ મરણનું દુઃખ દૂર કરે છે, તે ગુરુ ના શબ્દ માં સ્થિત છે તે માટે હે મન ગુરુ ના શબ્દ ને પોતાના અંદર ધારણ કર ।।૧।। વિરામ ।।
ਸਚੁ ਸਲਾਹਨਿ ਸੇ ਸਚੇ ਸਚਾ ਨਾਮੁ ਅਧਾਰੁ ॥ જે મનુષ્ય હંમેશા સ્થિર પ્રભુના ગૌરવનું ગાન કરે છે તે હંમેશા સ્થિર નું રૂપ થઈ જાય છે, પરમાત્મા નું હંમેશા સ્થિર નામ તેના જીવન નો આશરો બની જાય છે
ਸਚੀ ਕਾਰ ਕਮਾਵਣੀ ਸਚੇ ਨਾਲਿ ਪਿਆਰੁ ॥ જેમણે નામ જપવાની આ હંમેશા સ્થિર રહેવા વાળા નું કાર્ય કરે છે, તેનો પ્રેમ હંમેશા સ્થિર પ્રભુ થી બની જાય છે
ਸਚਾ ਸਾਹੁ ਵਰਤਦਾ ਕੋਇ ਨ ਮੇਟਣਹਾਰੁ ॥ પરમાત્મા જ હંમેશા સ્થિર રહેવા વાળા રાજા છે જેનો આદેશ જગતમાં ચાલે છે, કોઈ પણ જીવ તેના આદેશ નું ઉલ્લંઘન કરી શકતું નથી
ਮਨਮੁਖ ਮਹਲੁ ਨ ਪਾਇਨੀ ਕੂੜਿ ਮੁਠੇ ਕੂੜਿਆਰ ॥੨॥ પોતાના મન ની પાછળ ચાલવા વાળા મનુષ્ય ક્યારેય પરમાત્મા નું ઘર શોધી શકતો નથી, નાશવંત વસ્તુ ના વ્યાપારી ખોટા ના આકર્ષણ માં આવી ને આધ્યાત્મિક જીવન ની રકમ મૂડી ખોઈ બેસે છે ।।૨।।
ਹਉਮੈ ਕਰਤਾ ਜਗੁ ਮੁਆ ਗੁਰ ਬਿਨੁ ਘੋਰ ਅੰਧਾਰੁ ॥ જગત “હું- હું ” કરીને જ અહંકાર માં જીવ આધ્યાત્મિક મૃત્યુ લઇ લે છે, ગુરુના શરણ થી વંચિત રહી ને તેના જીવન માં અંધારું રહે છે
ਮਾਇਆ ਮੋਹਿ ਵਿਸਾਰਿਆ ਸੁਖਦਾਤਾ ਦਾਤਾਰੁ ॥ માયાના આકર્ષણ માં ફસાઈ અને તેણે સુખદાયક અને બધા ને દાન દેવા વાળા પરમાત્મા ને ખોઈ દીધા
ਸਤਗੁਰੁ ਸੇਵਹਿ ਤਾ ਉਬਰਹਿ ਸਚੁ ਰਖਹਿ ਉਰ ਧਾਰਿ ॥ જ્યારે જીવ ગુરુ દેખાડેલી સેવા કરે છે ત્યારે માયા ના આકર્ષણ ના અંધારા માંથી બચી જાય છે તથા સ્થિર પ્રભુ ને પોતાના હૃદયમાં રાખે છે
ਕਿਰਪਾ ਤੇ ਹਰਿ ਪਾਈਐ ਸਚਿ ਸਬਦਿ ਵੀਚਾਰਿ ॥੩॥ પ્રભુ પોતાની કૃપા થી જ મળે છે હંમેશા ગુરુ શબ્દ દ્વારા તેના ગુણો નો વિચાર કરી શકાય છે ।।૩।।
ਸਤਗੁਰੁ ਸੇਵਿ ਮਨੁ ਨਿਰਮਲਾ ਹਉਮੈ ਤਜਿ ਵਿਕਾਰ ॥ ગુરુ દ્વારા દેખાડેલી સેવા કરીને અભિમાન થી જન્મેલી અવ્યવસ્થા છોડી ને મનુષ્ય નું મન પવિત્ર થઈ જાય છે
ਆਪੁ ਛੋਡਿ ਜੀਵਤ ਮਰੈ ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਵੀਚਾਰ ॥ ગુરુના શબ્દ દ્વારા પ્રભુ ના ગુણો ના વિચાર હૃદય માં રાખી ને અને આત્મ ભાવ દૂર કરીને મનુષ્ય દુનિયાના કામ વ્યવહાર કરીને અવ્યવસ્થા થી બચતો રહે છે
ਧੰਧਾ ਧਾਵਤ ਰਹਿ ਗਏ ਲਾਗਾ ਸਾਚਿ ਪਿਆਰੁ ॥ જે મનુષ્ય નો હંમેશા સ્થિત પ્રભુ ના ચરણો માં પ્રેમ બની જાય છે તે મોહ ના જાળ માં ભટકવા થી બચી જાય છે
ਸਚਿ ਰਤੇ ਮੁਖ ਉਜਲੇ ਤਿਤੁ ਸਾਚੈ ਦਰਬਾਰਿ ॥੪॥ હંમેશા સ્થિર પ્રભુ ના રંગમાં રંગાયેલા લોકો હંમેશા પ્રભુ ના દરબાર માં આઝાદ થઈ જાય છે ।।૪।।
ਸਤਗੁਰੁ ਪੁਰਖੁ ਨ ਮੰਨਿਓ ਸਬਦਿ ਨ ਲਗੋ ਪਿਆਰੁ ॥ જે લોકો એ પ્રભુ ને પોતાના જીવન ના નેતા નથી માન્યા, ગુરુ શબ્દ માં પ્રેમ નથી, તે જેટલું પણ તીર્થ સ્નાન કરી લે
ਇਸਨਾਨੁ ਦਾਨੁ ਜੇਤਾ ਕਰਹਿ ਦੂਜੈ ਭਾਇ ਖੁਆਰੁ ॥ જેટલું પણ દાન પુણ્ય કરી લે માયા ના પ્રેમ ના કારણે તે બધું તેને ખુવાર જ કરી દે છે
ਹਰਿ ਜੀਉ ਆਪਣੀ ਕ੍ਰਿਪਾ ਕਰੇ ਤਾ ਲਾਗੈ ਨਾਮ ਪਿਆਰੁ ॥ જ્યારે પરમાત્મા પોતે જ પોતાની કૃપા કરે છે ત્યારે જ જીવને તેના નામ થી પ્રેમ થઈ છે
ਨਾਨਕ ਨਾਮੁ ਸਮਾਲਿ ਤੂ ਗੁਰ ਕੈ ਹੇਤਿ ਅਪਾਰਿ ॥੫॥੨੦॥੫੩॥ હે નાનક! ગુરુ ના અતૂટ પ્રેમ ની કૃપા થી પરમાત્મા નું નામ પોતાના હૃદય માં સાચવી ને રાખ ।।૫।।૨૦।।૫૩।।
ਸਿਰੀਰਾਗੁ ਮਹਲਾ ੩ ॥ શ્રી રાગ મહેલ ૩ ।।
ਕਿਸੁ ਹਉ ਸੇਵੀ ਕਿਆ ਜਪੁ ਕਰੀ ਸਤਗੁਰ ਪੂਛਉ ਜਾਇ ॥ જ્યારે હું મારા ગુરુ ને પૂછું કે વિકાર થી બચવા માટે કોની સેવા કરું ક્યાં જાપ કરું?
ਸਤਗੁਰ ਕਾ ਭਾਣਾ ਮੰਨਿ ਲਈ ਵਿਚਹੁ ਆਪੁ ਗਵਾਇ ॥ તો ગુરુ તરફથીઉપદેશ મળે છે કે હું મારા અંદર ના અભિમાન ને દૂર કરીને ગુરુ નો આદેશ માનું
ਏਹਾ ਸੇਵਾ ਚਾਕਰੀ ਨਾਮੁ ਵਸੈ ਮਨਿ ਆਇ ॥ ગુરુ નો આદેશ માનવો એ જ એક એવી સેવા છે કેજેની કૃપા થી પરમાત્મા નું નામ પોતાના મન માં આવીને રહે છે
ਨਾਮੈ ਹੀ ਤੇ ਸੁਖੁ ਪਾਈਐ ਸਚੈ ਸਬਦਿ ਸੁਹਾਇ ॥੧॥ પરમાત્મા ના નામ થી આધ્યાત્મિક આનંદ મળે છે અને પરમાત્માના ગૌરવ ની વાણી થી જ આધ્યાત્મિક જીવન સુંદર બને છે ।।૧।।
ਮਨ ਮੇਰੇ ਅਨਦਿਨੁ ਜਾਗੁ ਹਰਿ ਚੇਤਿ ॥ હે મારા મન ! દર વખતે વિકારના હમલા થી સાવધાન રહે અને પરમાત્મા ના નામ ને યાદ કર
ਆਪਣੀ ਖੇਤੀ ਰਖਿ ਲੈ ਕੂੰਜ ਪੜੈਗੀ ਖੇਤਿ ॥੧॥ ਰਹਾਉ ॥ આવી રીતે પોતાના આધ્યાત્મિક જીવન નો પાક આ વિકારથી બચાવે છે અંત માં તારા ઉંમર ના ખેતર માં વૃદ્ધાવસ્થા આવી જશે ।।૧।। વિરામ ।।
ਮਨ ਕੀਆ ਇਛਾ ਪੂਰੀਆ ਸਬਦਿ ਰਹਿਆ ਭਰਪੂਰਿ ॥ જે લોકો પરમાત્મા ની અજાયબી તથા પ્રેમ માં રહી ને તેની ભક્તિ દિવસ રાત કરે છે તેના મનની ઈચ્છા પૂરી થઈ જાય છે
ਭੈ ਭਾਇ ਭਗਤਿ ਕਰਹਿ ਦਿਨੁ ਰਾਤੀ ਹਰਿ ਜੀਉ ਵੇਖੈ ਸਦਾ ਹਦੂਰਿ ॥ ગુરુ ના શબ્દો ની કૃપા થી તેને પરમાત્મા બધી જગ્યાએ દેખાય છે તેને વિશ્વાસ થઈ જાય છે કે પરમાત્મા બધી જગ્યાએ હાજર નજર થઈ ને બધા જીવો ની કાળજી રાખે છે
ਸਚੈ ਸਬਦਿ ਸਦਾ ਮਨੁ ਰਾਤਾ ਭ੍ਰਮੁ ਗਇਆ ਸਰੀਰਹੁ ਦੂਰਿ ॥ તેનું મન હંમેશા સ્થિર પ્રભુ ની મહિમા ની વાણી માં રંગાયેલું રહે છે,ભટકાવ તેના શરીરમાંથી દૂર થઈ જાય છે
ਨਿਰਮਲੁ ਸਾਹਿਬੁ ਪਾਇਆ ਸਾਚਾ ਗੁਣੀ ਗਹੀਰੁ ॥੨॥ તે હંમેશા સ્થિર રહેવાવાળા ગુણો ના ખજાના પવિત્ર સ્વરૂપ માલિક પ્રભુ ને મળી જાય છે ।।૨।।
ਜੋ ਜਾਗੇ ਸੇ ਉਬਰੇ ਸੂਤੇ ਗਏ ਮੁਹਾਇ ॥ જે લોકો માયાના હમલા થી સાવધાન રહે છે તે વિકારથી બચી જાય છે, જે માયા ની ઊંઘમાં સુય જાય છે તે આત્મિક જીવન ની મૂડી રકમ લુંટાવી બેસે છે
ਸਚਾ ਸਬਦੁ ਨ ਪਛਾਣਿਓ ਸੁਪਨਾ ਗਇਆ ਵਿਹਾਇ ॥ તે હંમેશા સ્થિર પ્રભુ ની મહિમા ની વાણી નો બોધ નથી જાણતા તેનું જીવન મદારી ની જેમ અર્થહીન છે
ਸੁੰਞੇ ਘਰ ਕਾ ਪਾਹੁਣਾ ਜਿਉ ਆਇਆ ਤਿਉ ਜਾਇ ॥ તે જગત માંથી એવી રીતે ખાલી હાથે જાય છે જેવી રીતે કોઈ ખાલી ઘર માંથી મહેમાન આવી ને ચાલ્યા જાય છે


© 2017 SGGS ONLINE
Scroll to Top