Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-324

Page 324

ਤੂੰ ਸਤਿਗੁਰੁ ਹਉ ਨਉਤਨੁ ਚੇਲਾ ॥ હે પ્રભુ! તું મારો ગુરુ છે હું તારો નવો શીખ છું.
ਕਹਿ ਕਬੀਰ ਮਿਲੁ ਅੰਤ ਕੀ ਬੇਲਾ ॥੪॥੨॥ કબીર કહે છે હવે તો મનુષ્ય જન્મ અંત સમય છે મને જરૂર મળ ॥૪॥૨॥
ਗਉੜੀ ਕਬੀਰ ਜੀ ॥ ગૌરી રાગ કબીરજી॥
ਜਬ ਹਮ ਏਕੋ ਏਕੁ ਕਰਿ ਜਾਨਿਆ ॥ જયારે અમે આ સમજી લીધું છે કે બધી જગ્યાએ એક પરમાત્મા જ વ્યાપક છે
ਤਬ ਲੋਗਹ ਕਾਹੇ ਦੁਖੁ ਮਾਨਿਆ ॥੧॥ તો ખબર નહીં લોકોએ આ વાતને કેમ ખરાબ મનાવી છે ॥૧॥
ਹਮ ਅਪਤਹ ਅਪੁਨੀ ਪਤਿ ਖੋਈ ॥ હું નિસંગ થઇ ગયો છું અને મને આ પરવાહ નથી કે કોઈ મનુષ્ય ઈજ્જત કરે કે ના કરે.
ਹਮਰੈ ਖੋਜਿ ਪਰਹੁ ਮਤਿ ਕੋਈ ॥੧॥ ਰਹਾਉ ॥ તમને લોકોને જગતમાં માન-સન્માનનો ખ્યાલ છે આ માટે જે રાહમાં પડ્યો છું તે રાહ પર મારી પાછળ ના ચાલ ॥૧॥વિરામ॥
ਹਮ ਮੰਦੇ ਮੰਦੇ ਮਨ ਮਾਹੀ ॥ જો હું ખરાબ છું તો પોતાની જ અંદર ખરાબ છું ને કોઈને આનાથી શું?
ਸਾਝ ਪਾਤਿ ਕਾਹੂ ਸਿਉ ਨਾਹੀ ॥੨॥ મેં કોઈને સાથે આથી કોઈ મેળ-જોડ રાખ્યો નથી ॥૨॥
ਪਤਿ ਅਪਤਿ ਤਾ ਕੀ ਨਹੀ ਲਾਜ ॥ મારી કોઈ ઈજ્જત કરે કે નિરાદરી કરે હું આમાં કોઈ હીનતા સમજતો નથી.
ਤਬ ਜਾਨਹੁਗੇ ਜਬ ਉਘਰੈਗੋ ਪਾਜ ॥੩॥ કારણ કે તે પણ ત્યારે સમજ આવશે કે વાસ્તવિક ઈજ્જત તેમજ નિરાદરી કઈ છે જયારે તારું આ જગત દેખાવ ઉઘડી જશે ॥૩॥
ਕਹੁ ਕਬੀਰ ਪਤਿ ਹਰਿ ਪਰਵਾਨੁ ॥ કબીર કહે છે વાસ્તવિક ઈજ્જત તેની જ છે જેને પ્રભુ સ્વીકારી લે.
ਸਰਬ ਤਿਆਗਿ ਭਜੁ ਕੇਵਲ ਰਾਮੁ ॥੪॥੩॥ આથી હે કબીર! બીજું બધું જ ત્યાગીને પરમાત્માનું સ્મરણ કર ॥૪॥૩॥
ਗਉੜੀ ਕਬੀਰ ਜੀ ॥ ગૌરી રાગ કબીરજી॥
ਨਗਨ ਫਿਰਤ ਜੌ ਪਾਈਐ ਜੋਗੁ ॥ જો નગ્ન ફરવાથી પરમાત્માની સાથે મેળાપ થઇ શકતો હોય
ਬਨ ਕਾ ਮਿਰਗੁ ਮੁਕਤਿ ਸਭੁ ਹੋਗੁ ॥੧॥ તો જંગલના દરેક પશુની મુક્તિ થઇ જવી જોઈએ ॥૧॥
ਕਿਆ ਨਾਗੇ ਕਿਆ ਬਾਧੇ ਚਾਮ ॥ હે ભાઈ! જ્યાં સુધી તું પરમાત્માને ઓળખતો નથી ત્યાં સુધી નગ્ન રહેવાથી શું શણગારી જવાનું છે
ਜਬ ਨਹੀ ਚੀਨਸਿ ਆਤਮ ਰਾਮ ॥੧॥ ਰਹਾਉ ॥ અને શરીર પર ચામડી લપેટવાથી શું મળી જવાનું છે? ॥૧॥ વિરામ॥
ਮੂਡ ਮੁੰਡਾਏ ਜੌ ਸਿਧਿ ਪਾਈ ॥ જો માથું ચઢાવવાથી સિદ્ધિ મળી શકે તો શું કારણ છે
ਮੁਕਤੀ ਭੇਡ ਨ ਗਈਆ ਕਾਈ ॥੨॥ કે કોઈ પણ ઘેટુ હજી સુધી મુક્ત થયું નથી? ॥૨॥
ਬਿੰਦੁ ਰਾਖਿ ਜੌ ਤਰੀਐ ਭਾਈ ॥ હે ભાઈ! જો બ્રહ્મચારી રહેવાથી સંસાર-સમુદ્રથી પાર થઇ શકાય છે
ਖੁਸਰੈ ਕਿਉ ਨ ਪਰਮ ਗਤਿ ਪਾਈ ॥੩॥ તો નપુંસકને કેમ મુક્તિ મળી જતી નથી? ॥૩॥
ਕਹੁ ਕਬੀਰ ਸੁਨਹੁ ਨਰ ਭਾਈ ॥ કબીર બેશક કહે છે હે ભાઈઓ!
ਰਾਮ ਨਾਮ ਬਿਨੁ ਕਿਨਿ ਗਤਿ ਪਾਈ ॥੪॥੪॥ પરમાત્માનું નામ સ્મરણ કર્યા વગર કોઈને મુક્તિ મળી શકતી નથી ॥૪॥૪॥
ਗਉੜੀ ਕਬੀਰ ਜੀ ॥ ગૌરી રાગ કબીરજી॥
ਸੰਧਿਆ ਪ੍ਰਾਤ ਇਸ੍ਨਾਨੁ ਕਰਾਹੀ ॥ જે મનુષ્ય સવારના અને સાંજના સ્નાન જ કરે છે અને સમજે છે કે અમે પવિત્ર થઈ ગયા છીએ
ਜਿਉ ਭਏ ਦਾਦੁਰ ਪਾਨੀ ਮਾਹੀ ॥੧॥ તે આ રીતે છે જેમ પાણીમાં દેડકા વસી રહ્યા છે ॥૧॥
ਜਉ ਪੈ ਰਾਮ ਰਾਮ ਰਤਿ ਨਾਹੀ ॥ પરંતુ જો તેના હૃદયમાં પરમાત્માના નામનો પ્રેમ નથી
ਤੇ ਸਭਿ ਧਰਮ ਰਾਇ ਕੈ ਜਾਹੀ ॥੧॥ ਰਹਾਉ ॥ તો તે બધા ધર્મરાજને વશ પડે છે ॥૧॥વિરામ॥
ਕਾਇਆ ਰਤਿ ਬਹੁ ਰੂਪ ਰਚਾਹੀ ॥ કેટલાય મનુષ્ય શરીરના મોહમાં જ કેટલાય વેશ બનાવે છે
ਤਿਨ ਕਉ ਦਇਆ ਸੁਪਨੈ ਭੀ ਨਾਹੀ ॥੨॥ તેને ક્યારેય સપનામાં દયા આવતી નથી તેનું હૃદય ક્યારેય દ્રવિત થયું નથી ॥૨॥
ਚਾਰਿ ਚਰਨ ਕਹਹਿ ਬਹੁ ਆਗਰ ॥ ખુબ સમજદાર મનુષ્ય ચાર વેદ વગેરે ધર્મ પુસ્તકોને જ નીરા વાંચે છે પરંતુ નીરા વાંચવાથી શું થવાનું છે?
ਸਾਧੂ ਸੁਖੁ ਪਾਵਹਿ ਕਲਿ ਸਾਗਰ ॥੩॥ આ સંસાર સમુદ્રમાં ફક્ત સંત-જન જ વાસ્તવિક સુખ મેળવે છે ॥૩॥
ਕਹੁ ਕਬੀਰ ਬਹੁ ਕਾਇ ਕਰੀਜੈ ॥ કબીર કહે છે બધા વિચારોનો નિષ્કર્ષ આ છે
ਸਰਬਸੁ ਛੋਡਿ ਮਹਾ ਰਸੁ ਪੀਜੈ ॥੪॥੫॥ કે બધા પદાર્થોનો મોહ ત્યાગીને પરમાત્માના નામનો રસ પીવો જોઈએ ॥૪॥૫॥
ਕਬੀਰ ਜੀ ਗਉੜੀ ॥ કબીરજી ગૌરી રાગ॥
ਕਿਆ ਜਪੁ ਕਿਆ ਤਪੁ ਕਿਆ ਬ੍ਰਤ ਪੂਜਾ ॥ જે મનુષ્યના હૃદયમાં પરમાત્મા વગર કોઈ બીજાનો પ્રેમ છે તેનું જપ કરવું શું અર્થ? તેનું તપ કરવું શું મતલબનું? તેના વ્રત અને પૂજાનો શું ગુણ?
ਜਾ ਕੈ ਰਿਦੈ ਭਾਉ ਹੈ ਦੂਜਾ ॥੧॥ જે મનુષ્યના હૃદયમાં પ્રભુ સિવાય કોઈ બીજાનો પ્રેમ છે ॥૧॥
ਰੇ ਜਨ ਮਨੁ ਮਾਧਉ ਸਿਉ ਲਾਈਐ ॥ હે ભાઈ! મનને પરમાત્માની સાથે જોડવું જોઈએ.
ਚਤੁਰਾਈ ਨ ਚਤੁਰਭੁਜੁ ਪਾਈਐ ॥ ਰਹਾਉ ॥ સ્મરણને ત્યાગીને બીજી સમજદારીઓથી ઈશ્વર મળી શકતા નથી ॥૧॥વિરામ॥
ਪਰਹਰੁ ਲੋਭੁ ਅਰੁ ਲੋਕਾਚਾਰੁ ॥ હે ભાઈ! લાલચ, દેખાવ
ਪਰਹਰੁ ਕਾਮੁ ਕ੍ਰੋਧੁ ਅਹੰਕਾਰੁ ॥੨॥ કામ, ક્રોધ, અને અહંકાર છોડી દે ॥૨॥
ਕਰਮ ਕਰਤ ਬਧੇ ਅਹੰਮੇਵ ॥ મનુષ્ય ધાર્મિક રીતો કરતા-કરતા અહંકારમાં બંધાયેલ છે
ਮਿਲਿ ਪਾਥਰ ਕੀ ਕਰਹੀ ਸੇਵ ॥੩॥ અને મળીને પથ્થરોની જ પૂજા કરી રહ્યો છે પરંતુ આ બધું જ વ્યર્થ છે ॥૩॥
ਕਹੁ ਕਬੀਰ ਭਗਤਿ ਕਰਿ ਪਾਇਆ ॥ કબીર કહે છે પરમાત્મા બંદગી કરવાથી જ મળે છે
ਭੋਲੇ ਭਾਇ ਮਿਲੇ ਰਘੁਰਾਇਆ ॥੪॥੬॥ ભોળા સ્વભાવથી પ્રાપ્ત થાય છે ॥૪॥૬॥
ਗਉੜੀ ਕਬੀਰ ਜੀ ॥ ગૌરી રાગ કબીરજી॥
ਗਰਭ ਵਾਸ ਮਹਿ ਕੁਲੁ ਨਹੀ ਜਾਤੀ ॥ બધા જીવોની ઉત્પત્તિ પરમાત્માના અંશથી થઇ રહી છે બધાનું મૂળ કારણ પરમાત્મા પોતે છે
ਬ੍ਰਹਮ ਬਿੰਦੁ ਤੇ ਸਭ ਉਤਪਾਤੀ ॥੧॥ માના પેટમાં તો કોઈને આ સમજ આવતી નથી કે હું ક્યાં કુળનો છું ॥૧॥
ਕਹੁ ਰੇ ਪੰਡਿਤ ਬਾਮਨ ਕਬ ਕੇ ਹੋਏ ॥ કહો હે પંડિત! તું બ્રાહ્મણ ક્યારથી બની ગયો છે?
ਬਾਮਨ ਕਹਿ ਕਹਿ ਜਨਮੁ ਮਤ ਖੋਏ ॥੧॥ ਰਹਾਉ ॥ આ કહીને કહીને કે હું બ્રાહ્મણ છું હું બ્રાહ્મણ છું મનુષ્ય જન્મ અહંકારમાં વ્યર્થ ના ગુમાવ ॥૧॥વિરામ॥
ਜੌ ਤੂੰ ਬ੍ਰਾਹਮਣੁ ਬ੍ਰਹਮਣੀ ਜਾਇਆ ॥ જો હે પંડિત! તું સાચે જ બ્રાહ્મણ છે અને બ્રાહ્મણીના ગર્ભથી ઉત્પન્ન થયો છે
ਤਉ ਆਨ ਬਾਟ ਕਾਹੇ ਨਹੀ ਆਇਆ ॥੨॥ તો કોઈ બીજા રસ્તેથી કેમ ઉત્પન્ન થઇ ગયો નથી? ॥૨॥
ਤੁਮ ਕਤ ਬ੍ਰਾਹਮਣ ਹਮ ਕਤ ਸੂਦ ॥ હે પંડિત! તું કેમ બ્રાહ્મણ બની ગયો? અમે કેમ નીચ જાતિનો રહી ગયા?
ਹਮ ਕਤ ਲੋਹੂ ਤੁਮ ਕਤ ਦੂਧ ॥੩॥ અમારા શરીરમાં કેમ નિરા લોહી જ છે? તારા શરીરમાં કેમ લોહીની જગ્યાએ દુધ છે? ॥૩॥
ਕਹੁ ਕਬੀਰ ਜੋ ਬ੍ਰਹਮੁ ਬੀਚਾਰੈ ॥ કબીર કહે છે, અમે તો તે મનુષ્યને બ્રાહ્મણ કહીએ છીએ
ਸੋ ਬ੍ਰਾਹਮਣੁ ਕਹੀਅਤੁ ਹੈ ਹਮਾਰੈ ॥੪॥੭॥ જે પરમાત્મા બ્રહ્મને સ્મરણ કરે છે ॥૪॥૭॥


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top