Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-316

Page 316

ਹਰਿ ਅੰਦਰਲਾ ਪਾਪੁ ਪੰਚਾ ਨੋ ਉਘਾ ਕਰਿ ਵੇਖਾਲਿਆ ॥ પ્રભુએ તપસ્વીની અંદરનો છુપાયેલ પાપ પંચો પ્રગટ કરીને દેખાડી દીધા.
ਧਰਮ ਰਾਇ ਜਮਕੰਕਰਾ ਨੋ ਆਖਿ ਛਡਿਆ ਏਸੁ ਤਪੇ ਨੋ ਤਿਥੈ ਖੜਿ ਪਾਇਹੁ ਜਿਥੈ ਮਹਾ ਮਹਾਂ ਹਤਿਆਰਿਆ ॥ ધર્મરાજે પોતાના યમદૂતોને કહી દીધું છે કે આ તપસ્વીને લઇ જઈને તે જગ્યા પર નાખવો જ્યાં મોટાથી મોટો પાપીને નાખવામાં આવે છે
ਫਿਰਿ ਏਸੁ ਤਪੇ ਦੈ ਮੁਹਿ ਕੋਈ ਲਗਹੁ ਨਾਹੀ ਏਹੁ ਸਤਿਗੁਰਿ ਹੈ ਫਿਟਕਾਰਿਆ ॥ પછી ત્યાં પણ આ તપસ્વીને મુખ કોઈએ નહીં લાગવું કારણ કે આ તપસ્વી સદ્દગુરૂ દ્વારા ધિક્કારાયેલ છે ગુરુથી અલગ થયેલ છે.
ਹਰਿ ਕੈ ਦਰਿ ਵਰਤਿਆ ਸੁ ਨਾਨਕਿ ਆਖਿ ਸੁਣਾਇਆ ॥ હે નાનક! જે આ કંઈ પ્રભુના દરબારમાં બનેલું છે તે કહીને સંભળાવી દીધું છે
ਸੋ ਬੂਝੈ ਜੁ ਦਯਿ ਸਵਾਰਿਆ ॥੧॥ આ વાતને તે મનુષ્ય સમજે છે જેને પ્રભુ પતિએ સંવારેલ છે ॥૧॥
ਮਃ ੪ ॥ મહેલ ૪॥
ਹਰਿ ਭਗਤਾਂ ਹਰਿ ਆਰਾਧਿਆ ਹਰਿ ਕੀ ਵਡਿਆਈ ॥ હરિના ભક્ત હરિને સ્મરણ કરે છે અને હરિની મહિમા કરે છે.
ਹਰਿ ਕੀਰਤਨੁ ਭਗਤ ਨਿਤ ਗਾਂਵਦੇ ਹਰਿ ਨਾਮੁ ਸੁਖਦਾਈ ॥ ભક્ત હંમેશાં હરિના કીર્તન ગાય છે અને હરિનું સુખદાયી નામ જપે છે.
ਹਰਿ ਭਗਤਾਂ ਨੋ ਨਿਤ ਨਾਵੈ ਦੀ ਵਡਿਆਈ ਬਖਸੀਅਨੁ ਨਿਤ ਚੜੈ ਸਵਾਈ ॥ પ્રભુએ ભક્તોને હંમેશા માટે નામ જપવાનો ગુણ આપ્યો છે જે દિવસેદિવસ સવાગણો વધે છે.
ਹਰਿ ਭਗਤਾਂ ਨੋ ਥਿਰੁ ਘਰੀ ਬਹਾਲਿਅਨੁ ਅਪਣੀ ਪੈਜ ਰਖਾਈ ॥ પ્રભુએ પોતાના ભક્તની લજ્જા રાખી છે અને પોતાના ભક્તોના હૃદયમાં સ્થિર કરી દીધા છે.
ਨਿੰਦਕਾਂ ਪਾਸਹੁ ਹਰਿ ਲੇਖਾ ਮੰਗਸੀ ਬਹੁ ਦੇਇ ਸਜਾਈ ॥ નિંદકોથી પ્રભુ લેખ માંગે છે અને ખુબ સજા દે છે.
ਜੇਹਾ ਨਿੰਦਕ ਅਪਣੈ ਜੀਇ ਕਮਾਵਦੇ ਤੇਹੋ ਫਲੁ ਪਾਈ ॥ નિંદક જેવું પોતાના મનમાં કમાય છે તેવું તેને ફળ મળે છે
ਅੰਦਰਿ ਕਮਾਣਾ ਸਰਪਰ ਉਘੜੈ ਭਾਵੈ ਕੋਈ ਬਹਿ ਧਰਤੀ ਵਿਚਿ ਕਮਾਈ ॥ કારણ કે અંદર બેસીને પણ કરેલું કામ જરૂર પ્રગટ થઈ જાય છે ભલે કોઈ ધરતીમાં છુપીને કરે.
ਜਨ ਨਾਨਕੁ ਦੇਖਿ ਵਿਗਸਿਆ ਹਰਿ ਕੀ ਵਡਿਆਈ ॥੨॥ પ્રભુનો દાસ નાનક પ્રભુની મહિમા જોઈને ખુશ થઇ રહ્યો છે ॥૨॥
ਪਉੜੀ ਮਃ ੫ ॥ પગથિયું મહેલ ૫॥
ਭਗਤ ਜਨਾਂ ਕਾ ਰਾਖਾ ਹਰਿ ਆਪਿ ਹੈ ਕਿਆ ਪਾਪੀ ਕਰੀਐ ॥ પ્રભુ પોતાના ભક્તોનો પોતાની રીતે રખેવાળ છે પાપ ચિતવનાર તેનું શું બગાડી શકે છે?
ਗੁਮਾਨੁ ਕਰਹਿ ਮੂੜ ਗੁਮਾਨੀਆ ਵਿਸੁ ਖਾਧੀ ਮਰੀਐ ॥ મૂર્ખ અહંકારી મનુષ્ય અહંકાર કરે છે અને અહંકાર રૂપી ઝેર ખાઈને મરે છે.
ਆਇ ਲਗੇ ਨੀ ਦਿਹ ਥੋੜੜੇ ਜਿਉ ਪਕਾ ਖੇਤੁ ਲੁਣੀਐ ॥ કારણ કે જે જીવન પર માન કરે છે તેની ગણતરીનાં થોડા દિવસ અંતે સમાપ્ત થઈ જાય છે
ਜੇਹੇ ਕਰਮ ਕਮਾਵਦੇ ਤੇਵੇਹੋ ਭਣੀਐ ॥ જેમ પાકેલો પાક કાપવામાં આવે છે અને તે જેવા અહંકારના કામ કરે છે દરબારમાં પણ તે જ કહેવાય છે.
ਜਨ ਨਾਨਕ ਕਾ ਖਸਮੁ ਵਡਾ ਹੈ ਸਭਨਾ ਦਾ ਧਣੀਐ ॥੩੦॥ પરંતુ જે પ્રભુ બધાનો માલિક છે અને મોટો છે તે પોતાના દાસ નાનકનો રખેવાળ છે ॥૩૦॥
ਸਲੋਕ ਮਃ ੪ ॥ શ્લોક મહેલ ૪ ॥
ਮਨਮੁਖ ਮੂਲਹੁ ਭੁਲਿਆ ਵਿਚਿ ਲਬੁ ਲੋਭੁ ਅਹੰਕਾਰੁ ॥ સદ્દગુરૂથી ભુલેલા મનુષ્ય મૂળથી જ ભૂલેલા છે કારણ કે તેની અંદર લેબ-લોભ અને અહંકાર છે
ਝਗੜਾ ਕਰਦਿਆ ਅਨਦਿਨੁ ਗੁਦਰੈ ਸਬਦਿ ਨ ਕਰਹਿ ਵੀਚਾਰੁ ॥ તેનો દરેક દિવસ લાલચ-લોભ-અહંકાર સંબંધી ઝઘડા કરતા વીતે છે તે સદ્દગુરૂના શબ્દમાં વિચાર કરતો નથી.
ਸੁਧਿ ਮਤਿ ਕਰਤੈ ਸਭ ਹਿਰਿ ਲਈ ਬੋਲਨਿ ਸਭੁ ਵਿਕਾਰੁ ॥ કર્તારે મનમુખોનો હોશ અને અક્કલ સુધ-બુદ્ધ છીનવી લીધી છે નીરા વિકાર જ બોલે છે
ਦਿਤੈ ਕਿਤੈ ਨ ਸੰਤੋਖੀਅਹਿ ਅੰਤਰਿ ਤਿਸਨਾ ਬਹੁ ਅਗਿਆਨੁ ਅੰਧ੍ਯ੍ਯਾਰੁ ॥ તે કોઈ પણ દાન મળવા પર સંતુષ્ટ થતા નથી કારણ કે તેના મનમાં મોટી તૃષ્ણા અજ્ઞાન તેમજ અંધકાર છે.
ਨਾਨਕ ਮਨਮੁਖਾ ਨਾਲੋ ਤੁਟੀ ਭਲੀ ਜਿਨ ਮਾਇਆ ਮੋਹ ਪਿਆਰੁ ॥੧॥ હે નાનક! આવા મનમુખોથી સંબંધ તૂટેલ જ વધારે સારા છે કારણ કે તેનો તો મોહ-પ્રેમ જ માયાની સાથે છે ॥૧॥
ਮਃ ੪ ॥ મહેલ ૪ ॥
ਜਿਨਾ ਅੰਦਰਿ ਦੂਜਾ ਭਾਉ ਹੈ ਤਿਨ੍ਹ੍ਹਾ ਗੁਰਮੁਖਿ ਪ੍ਰੀਤਿ ਨ ਹੋਇ ॥ જે મનુષ્યના હૃદયમાં માયાનો પ્રેમ છે તેના હૃદયમાં સદ્દગુરૂની સનમુખ રહેનાર સ્નેહ હોતો નથી.
ਓਹੁ ਆਵੈ ਜਾਇ ਭਵਾਈਐ ਸੁਪਨੈ ਸੁਖੁ ਨ ਕੋਇ ॥ તેને સપનામાં પણ સુખ મળતું નથી અને તે જન્મના મરવાના ચક્ર-વ્યૂહમાં ભટકતો ફરે છે
ਕੂੜੁ ਕਮਾਵੈ ਕੂੜੁ ਉਚਰੈ ਕੂੜਿ ਲਗਿਆ ਕੂੜੁ ਹੋਇ ॥ જે મનુષ્ય માયા મોહ-રૂપ ખોટું કામ કરે છે અને જીભથી પણ ખોટું બોલે છે અને અસત્યમાં લાગીને અસત્યમાંનું જ રૂપ થઇ જાય છે.
ਮਾਇਆ ਮੋਹੁ ਸਭੁ ਦੁਖੁ ਹੈ ਦੁਖਿ ਬਿਨਸੈ ਦੁਖੁ ਰੋਇ ॥ કારણ કે માયાનું મોહરૂપી અસત્ય ફક્ત દુઃખનું કારણ છે આથી તે દુઃખમાં જ સમાપ્ત થઇ જાય છે અને દુઃખનું રોણુ જ રોતો રહે છે ॥
ਨਾਨਕ ਧਾਤੁ ਲਿਵੈ ਜੋੜੁ ਨ ਆਵਈ ਜੇ ਲੋਚੈ ਸਭੁ ਕੋਇ ॥ ભલે દરેક મનુષ્ય ઈચ્છતો રહે પરંતુ હે નાનક! માયા અને લગનનો મેળ ફળી શકતો નથી.
ਜਿਨ ਕਉ ਪੋਤੈ ਪੁੰਨੁ ਪਇਆ ਤਿਨਾ ਗੁਰ ਸਬਦੀ ਸੁਖੁ ਹੋਇ ॥੨॥ પાછલા કરેલ સારા કર્મો અનુસાર જેને મન-રૂપી ત્રાજવામાં સારા સંસ્કારોના એકત્રિત રૂપી પુણ્ય ઉકરાયેલ છે તેને સદ્દગુરૂના શબ્દ દ્વારા સુખ મળે છે ॥૨॥
ਪਉੜੀ ਮਃ ੫ ॥ પગથિયું મહેલ ૫॥
ਨਾਨਕ ਵੀਚਾਰਹਿ ਸੰਤ ਮੁਨਿ ਜਨਾਂ ਚਾਰਿ ਵੇਦ ਕਹੰਦੇ ॥ હે નાનક! સંત અને મુનિ જણ પોતાના વિચાર દે છે અને ચારેય વેદ પણ આ જ વાત કહે છે
ਭਗਤ ਮੁਖੈ ਤੇ ਬੋਲਦੇ ਸੇ ਵਚਨ ਹੋਵੰਦੇ ॥ કે ભક્ત જણ જે વચન મુખથી બોલે છે તે સાચા હોય છે.
ਪਰਗਟ ਪਾਹਾਰੈ ਜਾਪਦੇ ਸਭਿ ਲੋਕ ਸੁਣੰਦੇ ॥ ભક્ત આખા સંસારમાં પ્રખ્યાત થાય છે અને તેની શોભા બધા લોક સાંભળે છે.
ਸੁਖੁ ਨ ਪਾਇਨਿ ਮੁਗਧ ਨਰ ਸੰਤ ਨਾਲਿ ਖਹੰਦੇ ॥ જે મૂર્ખ મનુષ્ય આવા સંતોથી દુશ્મની કરે છે તે સુખ મેળવતા નથી.
ਓਇ ਲੋਚਨਿ ਓਨਾ ਗੁਣਾ ਨੋ ਓਇ ਅਹੰਕਾਰਿ ਸੜੰਦੇ ॥ તે દુઃખદાયી સળગતા તો અહંકારમાં છે પરંતુ ભક્ત જનોના ગુણોને તરસે છે.
ਓਇ ਵੇਚਾਰੇ ਕਿਆ ਕਰਹਿ ਜਾਂ ਭਾਗ ਧੁਰਿ ਮੰਦੇ ॥ આ દુઃખદાયી મનુષ્યોના વશમાં પણ શું છે? કારણ કે શરૂઆતથી જ ખરાબ કર્મ કરવાને કારણે ખરાબ સંસ્કાર જ તેનો હિસ્સો છે.
error: Content is protected !!
Scroll to Top
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html