Gujarati Page 3

ਸੁਣਿਐ ਦੂਖ ਪਾਪ ਕਾ ਨਾਸੁ ॥੯॥
અકાલ પુરખની મહિમા સાંભળવાથી મનુષ્યના દુખ અને પાપોનો નાશ થઈ જાય છે ।।૯।।

Stanza 10
As in the previous two stanzas, every line in this stanza starts with the word ’Sunjae’. This word ‘Sunjae’ means listening with complete focus, ultimate devotion and having absolutely no apprehension about accepting what you are listening to.

પદ 10
પહેલાંના આ બંને પદ ની જેમ આ પદની દરેક પંક્તિ “સંજય” શબ્દથી શરૂ થાય છે. આ શબ્દ “સંજય” એટલે પૂરેપૂરા ધ્યાનથી સંપૂર્ણ સમર્પણ થી અને જરા પણ આ શંકા રાખ્યા વગર કે અનિચ્છા વગર પૂર્ણ સ્વીકાર ભાવથી સાંભળવું તે છે.

ਸੁਣਿਐ ਸਤੁ ਸੰਤੋਖੁ ਗਿਆਨੁ ॥
પ્રેમ અને ભક્તિથી ભગવાનનો શબ્દ સાંભળીને વ્યક્તિ સત્યતા, સંતોષ અને આધ્યાત્મિક જ્ ન મેળવે છે.

ਸੁਣਿਐ ਅਠਸਠਿ ਕਾ ਇਸਨਾਨੁ ॥
અકાલ પુરુષ ના નામ માં ધ્યાન જોડવાથી અડસઠ તીર્થોનું સ્નાન જ થઈ જાય છે

ਸੁਣਿਐ ਪੜਿ ਪੜਿ ਪਾਵਹਿ ਮਾਨੁ ॥
અકાલ પુરુષ ના નામ માં ધ્યાન જોડવાથી એટલો આદર પ્રાપ્ત થાય છે જેટલો આદર ભણી – ભણી ને થાય

ਸੁਣਿਐ ਲਾਗੈ ਸਹਜਿ ਧਿਆਨੁ ॥
અકાલ પુરુષ ના નામ માં ધ્યાન જોડવાથી તે અડોલ ચિત્ત થઈ જાય છે અને તેની અંદરસ્થિરતા આવે છે

ਨਾਨਕ ਭਗਤਾ ਸਦਾ ਵਿਗਾਸੁ ॥
હે નાનક! અકાલ પુરુષ ના નામ માં ધ્યાન જોડવાથી હૃદયમાં સદાય પ્રસન્નતા છવાયેલી રહે છે

ਸੁਣਿਐ ਦੂਖ ਪਾਪ ਕਾ ਨਾਸੁ ॥੧੦॥
અકાલ પુરુષ ના નામ માં ધ્યાન જોડવાથી દુ:ખ અને પાપોનો નાશ થઈ જાય છે ।।૧૦।।

Stanza 11
This stanza further emphasizes the importance of listening with concentration and accepting Guru’s word completely, without hesitation.

પદ ૧૧
આ પદ, આગળ ઉપર, સાંભળવાના મહત્વ ઉપર જોર આપે છે અને કહે છે કે પૂર્ણ ધ્યાનથી, ગુરુના શબ્દોને પૂર્ણ સ્વીકાર ભાવથી અને અચકાટ વગર સાંભળવા જોઈએ.

ਸੁਣਿਐ ਸਰਾ ਗੁਣਾ ਕੇ ਗਾਹ ॥
અકાલ પુરુષ ના નામ માં ધ્યાન જોડવાથી સાધારણ મનુષ્યની પણ ગુણોની સમજ અનંત થઈ જાય છે

ਸੁਣਿਐ ਸੇਖ ਪੀਰ ਪਾਤਿਸਾਹ ॥
અકાલ પુરુષ ના નામ માં ધ્યાન જોડવાથી શેખ પીર અને બાદશાહ ની પદવી પણ પ્રાપ્ત કરી લે છે

ਸੁਣਿਐ ਅੰਧੇ ਪਾਵਹਿ ਰਾਹੁ ॥
અકાલ પુરુષ ના નામ માં ધ્યાન જોડવાથી આંધળા અને જ્ઞાન હીન મનુષ્ય પણ રસ્તો શોધી લે છે

ਸੁਣਿਐ ਹਾਥ ਹੋਵੈ ਅਸਗਾਹੁ ॥
અકાલ પુરુષ ના નામ માં ધ્યાન જોડવાથી આ સંસાર સમુદ્ર ની હકીકત સમજાઈ જાય છે

ਨਾਨਕ ਭਗਤਾ ਸਦਾ ਵਿਗਾਸੁ ॥
હે નાનક! અકાલ પુરુષ ના નામ માં ધ્યાન જોડવાથી હૃદયમાં સદાય પ્રસન્નતા છવાયેલી રહે છે

ਸੁਣਿਐ ਦੂਖ ਪਾਪ ਕਾ ਨਾਸੁ ॥੧੧॥
અકાલ પુરુષ ના નામ માં ધ્યાન જોડવાથી દુ:ખ અને પાપોનો નાશ થઈ જાય છે ।।૧૧।।

Stanza 12
This stanza and the three stanzas that follow, are about having total faith in the Almighty God.
The word ‘Mannay’ means completely accepting God’s will with no exception. The spiritual level of a person in the state of ‘Mannay’ is so high that no words can explain it. It means one having complete trust in whatever God Almighty does.
It also means living the faith and not just being aware of it.

પદ ૧૨
આ પદ અને તેના પછીના ત્રણેય પદો પરમ પિતા પરમેશ્વર ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવા ઉપર છે.
મન્નઈ શબ્દ એટલે ભગવાનની મરજી ને પૂર્ણ રૂપેણ અપવાદ વગર સ્વીકાર કરવો. એ મનુષ્યનું આધ્યાત્મિક સ્થળ મનની સ્થિતિમાં કેટલું હોય છે કે શબ્દોમાં વર્ણન કરવું શક્ય નથી એનો અર્થ એ છે કે તે પરમ પિતા પરમેશ્વર જે કરે છે તેમાં પૂર્ણ શ્રદ્ધા હોવી.
એનો એ પણ અર્થ છે કે શ્રદ્ધાની સાથે “જીવવું”, તેના વિષે માત્ર જાગૃત હોવું એટલું નથી.

ਮੰਨੇ ਕੀ ਗਤਿ ਕਹੀ ਨ ਜਾਇ ॥
અકાલ પુરુષ ના નામ માં ધ્યાન જોડવાથી આત્મિક અવસ્થા ખૂબ જ ઊંચી થઈ જાય છે, તેનું વર્ણન કરી શકાય નહીં તેવું હોય છે

ਜੇ ਕੋ ਕਹੈ ਪਿਛੈ ਪਛੁਤਾਇ ॥
જો કોઈ મનુષ્ય વર્ણન કરે તો પણ તે પાછળથી પસ્તાય છે કે હું પૂર્ણ વર્ણન ન કરી શક્યો

ਕਾਗਦਿ ਕਲਮ ਨ ਲਿਖਣਹਾਰੁ ॥ਮੰਨੇ ਕਾ ਬਹਿ ਕਰਨਿ ਵੀਚਾਰੁ ॥
ઘણાં મનુષ્ય મળીને આ નામ ની અંદર રહેલી આત્મિક અવસ્થાનો અંદાજ લગાડે છે પણ કાગળ અને કલમ થી કોઈ પણ મનુષ્ય તે લખવામાં સમર્થ નથી, મન માં શ્રદ્ધા ધારણ કરનાર પણ એની મહાનતા નો વિચાર કરે છે

ਐਸਾ ਨਾਮੁ ਨਿਰੰਜਨੁ ਹੋਇ ॥ ਜੇ ਕੋ ਮੰਨਿ ਜਾਣੈ ਮਨਿ ਕੋਇ ॥੧੨॥
અકાલ પુરુષ નું નામ ખૂબ જ ઊંચું છે અને માયા ના પ્રભાવથી પર છે, જ્યારે પ્રભુના નામ ની લગની લાગી જાય તો પણ તેને આ ઊંચાઈ સમજમાં નથી આવતી ।।૧૨।।

Stanza 13
In the previous stanza, the word ‘Mannay’ was used, which meant one who loves God dearly and has full faith in Him. In this stanza and in the two stanzas that follow, every line starts with the word ‘Mannai’ which stands for ‘By the act of having complete faith in God and living that faith earnestly’. The stanza also gives us the benefits of living that faith.

પદ ૧૩
આની પહેલાં આ પદમાં “મન્નય” શબ્દનો પ્રયોગ થયો હતો એનો અર્થ એ છે કે જે પરમાત્માને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમનામાં પૂર્ણ શ્રધ્ધા છે. આ પદમાં અને તેની પછીના બે પદ માં દરેક પંક્તિ મન્નય શબ્દ થી શરૂ થાય છે. જે કર્મ થી ઈશ્વરમાં પૂર્ણ શ્રદ્ધા અને તે શ્રદ્ધા સાથે સાચા હૃદયથી જીવવું તેના માટે વપરાયો છે એ પદ આપણને તે શ્રદ્ધા સાથે ના જીવન નો લાભ પણ બતાવે છે.

ਮੰਨੈ ਸੁਰਤਿ ਹੋਵੈ ਮਨਿ ਬੁਧਿ ॥
પ્રભુના નામ ની લગની લાગી જાય તો તેની બુદ્ધિ ઊંચી થઈ જાય છે મનમાં જાગૃતિ આવી જાય છે

ਮੰਨੈ ਸਗਲ ਭਵਣ ਕੀ ਸੁਧਿ ॥
પ્રભુના નામ ની લગની લાગી જાય તો તેનામાં બધાં જ ભુવન અને ત્રણેય લોક ની સમજ આવી જાય છે

ਮੰਨੈ ਮੁਹਿ ਚੋਟਾ ਨਾ ਖਾਇ ॥
પ્રભુના નામ ની લગની લાગી જાય તોએ મનુષ્યને સંસારના વિકારોના ઘા મોઢા ઉપર નથી લાગતા.

ਮੰਨੈ ਜਮ ਕੈ ਸਾਥਿ ਨ ਜਾਇ ॥
પ્રભુના નામ ની લગની લાગી જાય તો યમ પણ તેના રસ્તા માં નથી આવતા

ਐਸਾ ਨਾਮੁ ਨਿਰੰਜਨੁ ਹੋਇ ॥ਜੇ ਕੋ ਮੰਨਿ ਜਾਣੈ ਮਨਿ ਕੋਇ ॥੧੩॥
અકાલ પુરુષ નું નામ ખૂબ જ ઊંચું છે અને માયા ના પ્રભાવથી પર છે, જ્યારે પ્રભુના નામ ની લગની લાગી જાય તો પણ તેને આ ઊંચાઈ સમજમાં નથી આવતી ।।૧3।।

Stanza 14
As in the previous stanza, in this stanza and in the next one also, every line starts with the word ‘Mannai’ which stands for ‘By the act of having complete faith in God and living that faith earnestly’. The stanza also gives us the benefits of living that faith.

પદ ૧૪
અગાઉના પદમાં, આ પદમાં અને આવતા પદમાં દરેક પંક્તિ “મન્નય” શબ્દથી શરૂ થાય છે. જે, કર્મથી ઈશ્વરમાં પૂર્ણ શ્રદ્ધા અને તે શ્રદ્ધા સાથે સાચા હૃદયથી જીવવું. તેના માટે વપરાયો છે એ પદ આપણને તે શ્રદ્ધા સાથે ના જીવન નો લાભ પણ બતાવે છે.

ਮੰਨੈ ਮਾਰਗਿ ਠਾਕ ਨ ਪਾਇ ॥
પ્રભુના નામ ની લગની લાગી જાય તો જિંદગીની સફરમાં વિકારોનો સામનો કરવો પડતો નથી

ਮੰਨੈ ਪਤਿ ਸਿਉ ਪਰਗਟੁ ਜਾਇ ॥
પ્રભુના નામ ની લગની લાગી જાય તો આદર સાથે પ્રસિદ્ધ થાય છે

ਮੰਨੈ ਮਗੁ ਨ ਚਲੈ ਪੰਥੁ ॥
પ્રભુના નામ ની લગની લાગી જાય તો તે દુનિયાના અલગ અલગ ધર્મોએબતાવેલા રસ્તા ઉપર નથી ચાલતો

ਮੰਨੈ ਧਰਮ ਸੇਤੀ ਸਨਬੰਧੁ ॥
પ્રભુના નામ ની લગની લાગી જાય તો તે એક જ ધર્મ ની સાથે ચાલે છે

ਐਸਾ ਨਾਮੁ ਨਿਰੰਜਨੁ ਹੋਇ ॥ਜੇ ਕੋ ਮੰਨਿ ਜਾਣੈ ਮਨਿ ਕੋਇ ॥੧੪॥
અકાલ પુરુષ નું નામ ખૂબ જ ઊંચું છે અને માયા ના પ્રભાવથી પર છે, જ્યારે પ્રભુના નામ ની લગની લાગી જાય તો પણ તેને આ ઊંચાઈ સમજમાં નથી આવતી ।।૧૪।।

Stanza 15
This is the last of the three stanzas where every line starts with the word ‘Mannai’ which stands for ‘By the act of having complete faith in God and living that faith earnestly’. The stanza also shows us the benefits of living that faith.

પદ ૧૫
આ એ ત્રણ પદમાં નુંછેલ્લું પદ છે, જેમાં મન્નય શબ્દથી દરેક પંક્તિ શરૂ થાય છે. જેનો અર્થ છે જે કર્મથી ઈશ્વરમાં પૂર્ણ શ્રદ્ધા અને તે શ્રદ્ધા સાથે સાચા હૃદયથી જીવવું.એ પદ આપણને તે શ્રદ્ધા સાથે ના જીવન નો લાભ પણ બતાવે છે.

ਮੰਨੈ ਪਾਵਹਿ ਮੋਖੁ ਦੁਆਰੁ ॥
પ્રભુના નામ ની લગની લાગી જાય તો મુક્તિ દ્વાર પ્રાપ્ત કરી લે છે

ਮੰਨੈ ਪਰਵਾਰੈ ਸਾਧਾਰੁ ॥
પ્રભુના નામ ની લગની લાગી જાય તો મનુષ્ય પોતાના પરિવારને પણ અકાલ પુરુષની સાથે દ્રઢ રીતે જોડી દે છે

ਮੰਨੈ ਤਰੈ ਤਾਰੇ ਗੁਰੁ ਸਿਖ ॥
પ્રભુના નામ ની લગની લાગી જાય તો સદગુરુ સ્વયં સંસાર સાગર પાર કરાવીને લઈ જાય છે

ਮੰਨੈ ਨਾਨਕ ਭਵਹਿ ਨ ਭਿਖ ॥
હે નાનક! પ્રભુના નામ ની લગની લાગી જાય તો મનુષ્ય દરેક પાસે માંગતો નથી

ਐਸਾ ਨਾਮੁ ਨਿਰੰਜਨੁ ਹੋਇ ॥ ਜੇ ਕੋ ਮੰਨਿ ਜਾਣੈ ਮਨਿ ਕੋਇ ॥੧੫॥
અકાલ પુરુષ નું નામ ખૂબ જ ઊંચું છે અને માયા ના પ્રભાવથી પર છે, જ્યારે પ્રભુના નામ ની લગની લાગી જાય તો પણ તેને આ ઊંચાઈ સમજમાં નથી આવતી ।।૧૫।।

Stanza 16
In this stanza, the word ‘Panch’ has been used several times. Panch means ‘the chosen one’.In old times in India, five respectable and responsible people in a village were chosen to resolve disputes among people and make proper decisions.They were called ‘Panch’ – the chosen ones.Here Guru Nanak refers to Panch as the chosen ones who practice ‘Suni-ai’ (listening to God’s Name with love and devotion) and ‘Mannai’ (having complete faith in God). ‘Suni-ai’ and ‘Mannai ‘‘have been explained in the last stanzas.

પદ ૧૬
હા પદમાં પંચ શબ્દ નો પ્રયોગ ઘણી વાર થયો છે. પંચ એટલે જેને પસંદ કરવામાં આવેલ છે ભારતમાં જૂના સમયમાં પાંચ આદરયુક્ત અને જવાબદારી પૂર્ણ લોકોને પસંદ કરવામાં આવતાં. જે, લોકોની વચ્ચેના વિવાદો હલ કરતા અને સાચા નિર્ણયો લેતાં. તેમને પંચ કહેવામાં આવતા. અહીંયા ગુરુનાનક, ‘પંચ’ એ સંદર્ભમાં વાપરે છે કે પસંદ કરેલા લોકો જે સુની-યાઈ(પરમાત્માનું નામ પ્રેમ અને સમર્પણથી સાંભળવું) અને ‘મન્નય’- (પરમાત્મામાં પૂર્ણ શ્રદ્ધા હોવી) સુની-યાઈ અને મન્નય ને છેલ્લા પદમાં સમજાવવામાં આવ્યા છે.

ਪੰਚ ਪਰਵਾਣ ਪੰਚ ਪਰਧਾਨੁ ॥ ਪੰਚੇ ਪਾਵਹਿ ਦਰਗਹਿ ਮਾਨੁ ॥
જે લોકોનું મન પરમાત્માના નામની સાથે જોડાઈ જાય છે તે મનુષ્ય જગતમાં મશહૂર થઈ જાય છે અને બધાંનો નાયક બની જાય છે, જે લોકોનું મન પરમાત્માના નામની સાથે જોડાઈ જાય છે તે અકાલ પુરુષ ના દરબારમાં માન અને સન્માન પ્રાપ્ત કરે છે

ਪੰਚੇ ਸੋਹਹਿ ਦਰਿ ਰਾਜਾਨੁ ॥ ਪੰਚਾ ਕਾ ਗੁਰੁ ਏਕੁ ਧਿਆਨੁ ॥
જે લોકોનું મન પરમાત્માના નામની સાથે જોડાઈ જાય છે રાજ દરબારમાં પણ તેની શોભા થાય છે, જે લોકોનું મન પરમાત્માના નામની સાથે જોડાઈ જાય છે આ બધી શોભા ગુરુ ના ભાવ દ્વારા જ પ્રાપ્ત થાય છે

ਜੇ ਕੋ ਕਹੈ ਕਰੈ ਵੀਚਾਰੁ ॥ ਕਰਤੇ ਕੈ ਕਰਣੈ ਨਾਹੀ ਸੁਮਾਰੁ ॥
ભલે કોઈપણ જોવે અથવા વિચાર કરે, પરંતુ તે અકાલ પુરખની દુનિયાનો કોઈ હિસાબ ના લગાવી શકે

ਧੌਲੁ ਧਰਮੁ ਦਇਆ ਕਾ ਪੂਤੁ ॥
અકાલ પુરુષ નો ધર્મ અટલ નિયમ બળદ જેવો છે જે ધર્મ દયા નો પુત્ર છે

ਸੰਤੋਖੁ ਥਾਪਿ ਰਖਿਆ ਜਿਨਿ ਸੂਤਿ ॥
આ ધર્મ એ પોતાની મર્યાદા અનુસાર સંતોષ ને જન્મ આપ્યો

ਜੇ ਕੋ ਬੁਝੈ ਹੋਵੈ ਸਚਿਆਰੁ ॥ ਧਵਲੈ ਉਪਰਿ ਕੇਤਾ ਭਾਰੁ ॥
જો કોઈ મનુષ્ય સમજી લે તો તે યોગ્ય બની જાય છે, આ બળદ ઉપર ધરતી નો અનંત ભાર છે

ਧਰਤੀ ਹੋਰੁ ਪਰੈ ਹੋਰੁ ਹੋਰੁ ॥ ਤਿਸ ਤੇ ਭਾਰੁ ਤਲੈ ਕਵਣੁ ਜੋਰੁ ॥
એકલો બળદ આ ભાર કેવી રીતે ઉપાડી શકે એટલે તેની નીચે બીજાં બળદ છે અને પછી ફરીથી બીજાં ઘણા બધાં બળદ છે આ બધાં બળદને સહારો આપવા માટે કયો આશરો હશે?

ਜੀਅ ਜਾਤਿ ਰੰਗਾ ਕੇ ਨਾਵ ॥ ਸਭਨਾ ਲਿਖਿਆ ਵੁੜੀ ਕਲਾਮ ॥
આ સૃષ્ટિમાં ઘણી બધી જાતિઓ છે ,ઘણાં પ્રકારના બીજાં જીવો પણ છે, આ બધાંના લેખ અકાલ પુરુષ એક જ કલમથી લખે છે

ਏਹੁ ਲੇਖਾ ਲਿਖਿ ਜਾਣੈ ਕੋਇ ॥ ਲੇਖਾ ਲਿਖਿਆ ਕੇਤਾ ਹੋਇ ॥
પણ કોઈ વિરલા મનુષ્ય આ લેખ લખવાનું જાણે છે, કોઈ આ લેખ લખવા જાય તો તે એટલો લાંબો થઈ જાય કે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે

ਕੇਤਾ ਤਾਣੁ ਸੁਆਲਿਹੁ ਰੂਪੁ ॥ ਕੇਤੀ ਦਾਤਿ ਜਾਣੈ ਕੌਣੁ ਕੂਤੁ ॥
અકાલ પુરખ અનંત બળ રૂપ છે અનંત સુંદર છે, અને અનંત તેનું દાન છે પણ તેનો અંદાજ કોણ લગાડી શકે

ਕੀਤਾ ਪਸਾਉ ਏਕੋ ਕਵਾਉ ॥ਤਿਸ ਤੇ ਹੋਏ ਲਖ ਦਰੀਆਉ ॥
તેના હુકમ અનુસાર જ આખો સંસાર બનાવી દીધો તેના હુકમ થી જ ઘણાં બધાં સમુદ્ર પણ બની ગયા

ਕੁਦਰਤਿ ਕਵਣ ਕਹਾ ਵੀਚਾਰੁ ॥ ਵਾਰਿਆ ਨ ਜਾਵਾ ਏਕ ਵਾਰ ॥
મારી શું તાકાત છે કે કુદરતના વિચાર કરી શકું, હું તો તમારા એક પણ બલિદાન ને લાયક નથી.

ਜੋ ਤੁਧੁ ਭਾਵੈ ਸਾਈ ਭਲੀ ਕਾਰ ॥ ਤੂ ਸਦਾ ਸਲਾਮਤਿ ਨਿਰੰਕਾਰ ॥੧੬॥
જે તને ગમ્યું તે જ કામ ભલું છે, હે નિરંકાર! તું સદાય અટલ રહેવાવાળો છે ।।૧૬।।

Stanza 17
Every line in the next three stanzas starts with the word ‘Asankh’, which means countless or infinite. Guru Nanak is expressing astonishment and admiration of the vastness of God’s Creation in these stanzas.

પદ ૧૭
આગલા ત્રણ પદમાં દરેક પંક્તિ “અસંખ્ય” શબ્દથી શરૂ થાય છે જેનો અર્થ છે અગણિત અથવા અનંત.ગુરુ નાનકે ઈશ્વરના સર્જનની વિશાળતા અહોભાવથી અને પ્રશંસા પૂર્ણ રીતે અભિવ્યક્ત કરી છે.

ਅਸੰਖ ਜਪ ਅਸੰਖ ਭਾਉ ॥ ਅਸੰਖ ਪੂਜਾ ਅਸੰਖ ਤਪ ਤਾਉ ॥
અકાલ પુરખની રચનામાં અસંખ્ય જીવો જપ કરે છે અસંખ્ય જીવ પ્રેમ કરે છે, અસંખ્ય જીવો પૂજા કરે છે અસંખ્ય જીવ તપમાં તપે છે

ਅਸੰਖ ਗਰੰਥ ਮੁਖਿ ਵੇਦ ਪਾਠ ॥ ਅਸੰਖ ਜੋਗ ਮਨਿ ਰਹਹਿ ਉਦਾਸ ॥
અસંખ્ય જીવ ગ્રંથોના પાઠ કરે છે, અસંખ્ય જીવ જે યોગ કરે છે તે મનમાં ઉદાસ રહે છે