GUJARATI PAGE 296

ਗਿਆਨੁ ਸ੍ਰੇਸਟ ਊਤਮ ਇਸਨਾਨੁ ॥
ઉત્તમ જ્ઞાન,સારા માં સારી લાગણી , તીર્થો નું સ્નાન

ਚਾਰਿ ਪਦਾਰਥ ਕਮਲ ਪ੍ਰਗਾਸ ॥
ધર્મ, અર્થ, કામ, અને, મોક્ષ આ ચાર પદાર્થ , હદય કમલ નું ખીલવું

ਸਭ ਕੈ ਮਧਿ ਸਗਲ ਤੇ ਉਦਾਸ ॥
બધા માં રહી ને પણ બધા થી અલગ રહેવું

ਸੁੰਦਰੁ ਚਤੁਰੁ ਤਤ ਕਾ ਬੇਤਾ ॥
સુંદર, સમજદાર, જગત ના મૂળ તત્વ ને જાણવા વાળા

ਸਮਦਰਸੀ ਏਕ ਦ੍ਰਿਸਟੇਤਾ ॥
બધા ને એક જ રીતે જાણવું અને બધા ને એક જ રીતે જોવું

ਇਹ ਫਲ ਤਿਸੁ ਜਨ ਕੈ ਮੁਖਿ ਭਨੇ ॥
આ બધાફળ તે મનુષ્ય ની અંદર વસે જે ગુરુ ના શબ્દ અને પ્રભુ નું નામ મોઢે થી બોલે છે

ਗੁਰ ਨਾਨਕ ਨਾਮ ਬਚਨ ਮਨਿ ਸੁਨੇ ॥੬॥
હે નાનક! ગુરુ ને સાંભળીને, પ્રભુના નામ માં મન લગાવી દે ।।૬।।

ਇਹੁ ਨਿਧਾਨੁ ਜਪੈ ਮਨਿ ਕੋਇ ॥
જે પણ મનુષ્ય આ નામ નું રટણ કરે છે

ਸਭ ਜੁਗ ਮਹਿ ਤਾ ਕੀ ਗਤਿ ਹੋਇ ॥
બધી ઉમર તેની ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ બની રહે છે

ਗੁਣ ਗੋਬਿੰਦ ਨਾਮ ਧੁਨਿ ਬਾਣੀ ॥
તે મનુષ્ય ના સદા શબ્દો પણ ગોવિંદ ના ગુણ અને નામ ની તરંગ હોય છે

ਸਿਮ੍ਰਿਤਿ ਸਾਸਤ੍ਰ ਬੇਦ ਬਖਾਣੀ ॥
સ્મૃતિઓ, શાસ્ત્રો અને વેદો એ પણ આ જ વાત કહી છે

ਸਗਲ ਮਤਾਂਤ ਕੇਵਲ ਹਰਿ ਨਾਮ ॥
બધી ધારણાનો અંત પ્રભુ નું નામ જ છે

ਗੋਬਿੰਦ ਭਗਤ ਕੈ ਮਨਿ ਬਿਸ੍ਰਾਮ ॥
આ નામ નું રહેઠાણ પ્રભુ ના ભક્ત ના મન માં જ હોય છે

ਕੋਟਿ ਅਪ੍ਰਾਧ ਸਾਧਸੰਗਿ ਮਿਟੈ ॥
જે મનુષ્ય નામ રટે છે તેને કરોડો પાપ સત્સંગ માં રહી ને ધોવાય જાય છે

ਸੰਤ ਕ੍ਰਿਪਾ ਤੇ ਜਮ ਤੇ ਛੁਟੈ ॥
ગુરુ ની કૃપાથી તે મનુષ્ય યમરાજથી બચી જાય છે

ਜਾ ਕੈ ਮਸਤਕਿ ਕਰਮ ਪ੍ਰਭਿ ਪਾਏ ॥
જેના મસ્તક પર પ્રભુ ના નામ નું ભાગ્ય લખેલું છે

ਸਾਧ ਸਰਣਿ ਨਾਨਕ ਤੇ ਆਏ ॥੭॥
હે નાનક ! તે મનુષ્ય ગુરુ ની શરણ માં આવે છે ।।૭।।

ਜਿਸੁ ਮਨਿ ਬਸੈ ਸੁਨੈ ਲਾਇ ਪ੍ਰੀਤਿ ॥
જે મનુષ્ય ના મન માં આ નામ વસે છે જે પ્રીત લગાવીને નામ સાંભળે છે

ਤਿਸੁ ਜਨ ਆਵੈ ਹਰਿ ਪ੍ਰਭੁ ਚੀਤਿ ॥
તે મનુષ્ય ના મન માં પ્રભુ યાદ આવ છે

ਜਨਮ ਮਰਨ ਤਾ ਕਾ ਦੂਖੁ ਨਿਵਾਰੈ ॥
તે મનુષ્ય ના જન્મ અને મૃત્યુ ના દુઃખ દૂર કરે છે

ਦੁਲਭ ਦੇਹ ਤਤਕਾਲ ਉਧਾਰੈ ॥
તે આ દુર્લભ માનવ શરીર ને તે જ સમયે અવ્યવ્શ્થા થી બચાવી લે છે

ਨਿਰਮਲ ਸੋਭਾ ਅੰਮ੍ਰਿਤ ਤਾ ਕੀ ਬਾਨੀ ॥
તેની પવિત્ર શોભા અને તેની વાણી અમૃત થી ભરેલી હોય છે

ਏਕੁ ਨਾਮੁ ਮਨ ਮਾਹਿ ਸਮਾਨੀ ॥m.
કારણ કે તેના મન માં પ્રભુ નું નામ રહેલું હોય છે

ਦੂਖ ਰੋਗ ਬਿਨਸੇ ਭੈ ਭਰਮ ॥
દુઃખ, રોગ, ડર, અને ભ્રમ નો વિનાશ થઈ જાય છે

ਸਾਧ ਨਾਮ ਨਿਰਮਲ ਤਾ ਕੇ ਕਰਮ ॥
તેનું નામ “સાધુ ” પડી જાય છે અને તેના કામ નિર્મળ થઈ જાય છે

ਸਭ ਤੇ ਊਚ ਤਾ ਕੀ ਸੋਭਾ ਬਨੀ ॥
બધા થી ઉચ્ચી શોભા તેને મળે છે

ਨਾਨਕ ਇਹ ਗੁਣਿ ਨਾਮੁ ਸੁਖਮਨੀ ॥੮॥੨੪॥
હે નાનક ! આ ગુણ ના કારણે પ્રભુ નું નામ સુખો ની મણિ છે ।।૮।।૨૪।।

ਥਿਤੀ ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥
થિતિ, ગૌરી મહેલ ૫।।

ਸਲੋਕੁ ॥
શ્લોક।।

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપા થી પ્રાપ્ત થાય છે

ਜਲਿ ਥਲਿ ਮਹੀਅਲਿ ਪੂਰਿਆ ਸੁਆਮੀ ਸਿਰਜਨਹਾਰੁ ॥
આખા જગત ને જન્મ દેવાવાળા માલિક પ્રભુ પાણી માં, ધરતી પર, અને આકાશ માં ભરપૂર છે

ਅਨਿਕ ਭਾਂਤਿ ਹੋਇ ਪਸਰਿਆ ਨਾਨਕ ਏਕੰਕਾਰੁ ॥੧॥
હે નાનક ! તે એક અકાળ-પુરખઅલગ જ રીતે જગત માં બધી જગ્યા એ વેર વિખેર થયેલું છે ।।૧।।

ਪਉੜੀ ॥
પગથિયું।।

ਏਕਮ ਏਕੰਕਾਰੁ ਪ੍ਰਭੁ ਕਰਉ ਬੰਦਨਾ ਧਿਆਇ ॥
હે પ્રભુ ! હું એક અકાળ પૂર્વજ ને પ્રભુ ને સ્મરણ કરી ને તેની આગળ જ નમષ્કારકરું છું

ਗੁਣ ਗੋਬਿੰਦ ਗੁਪਾਲ ਪ੍ਰਭ ਸਰਨਿ ਪਰਉ ਹਰਿ ਰਾਇ ॥
હું ગોવિંદ ગોપાલ! પ્રભુ ના ગીત ગાઉ છું અને તે પ્રભુ પરમેશ્વર ની શરણ માં પડું છું

ਤਾ ਕੀ ਆਸ ਕਲਿਆਣ ਸੁਖ ਜਾ ਤੇ ਸਭੁ ਕਛੁ ਹੋਇ ॥
જે મલિક પ્રભુ ના આદેશ થી જ આ જગત માં બધું જ થઈ છે, તેની આશા રાખી ને જ બધા સુખ મળે છે

ਚਾਰਿ ਕੁੰਟ ਦਹ ਦਿਸਿ ਭ੍ਰਮਿਓ ਤਿਸੁ ਬਿਨੁ ਅਵਰੁ ਨ ਕੋਇ ॥
મેં ચારેય ખૂણા અને દશેય દિશા માં ફરીને જોય લીધું છે તે માલિક પ્રભુ વગર બિજુ કોઈ રક્ષક નથી

ਬੇਦ ਪੁਰਾਨ ਸਿਮ੍ਰਿਤਿ ਸੁਨੇ ਬਹੁ ਬਿਧਿ ਕਰਉ ਬੀਚਾਰੁ ॥
વેદ, પુરાણ, સ્મૃતિઓ વગેરે સાંભળીને હું અનેક રીત-ભાત થી વિચાર કરું છું

ਪਤਿਤ ਉਧਾਰਨ ਭੈ ਹਰਨ ਸੁਖ ਸਾਗਰ ਨਿਰੰਕਾਰ ॥
આકારહીન પરમાત્મા જ અવ્યવસ્થા માં પડેલા જીવો ને અવ્યવસ્થા માંથીબચાવવા વાળા છે, બધા દુઃખ દૂર કરવા વાળા છે અને સુખ નો દરિયો છે

ਦਾਤਾ ਭੁਗਤਾ ਦੇਨਹਾਰੁ ਤਿਸੁ ਬਿਨੁ ਅਵਰੁ ਨ ਜਾਇ ॥
તે પરમાત્મા જ બધા દાન દેવા વાળા છે, પીડિત, બધું દેવાની ક્ષમતા વાળા છે તેના વગર જીવો પાસે બીજી કોઈ જગ્યાએ આશરો નથી

ਜੋ ਚਾਹਹਿ ਸੋਈ ਮਿਲੈ ਨਾਨਕ ਹਰਿ ਗੁਨ ਗਾਇ ॥੧॥
હે નાનક ! હંમેશા પરમાત્મા ના ગુણ ગાતો રહે તેનાથી તું જે કઈ પણ માંગીશ તે મળી જશે ।૧।

ਗੋਬਿੰਦ ਜਸੁ ਗਾਈਐ ਹਰਿ ਨੀਤ ॥
હંમેશા ગોવિંદ પ્રભુ નું ગૌરવ ગાવું જોઈએ

ਮਿਲਿ ਭਜੀਐ ਸਾਧਸੰਗਿ ਮੇਰੇ ਮੀਤ ॥੧॥ ਰਹਾਉ ॥
હે મારા મિત્ર ! સાધુ સંગત માં મળીને તેનું ભજન સ્મરણ કરવું જોઈએ ।। વિરામ ।।

ਸਲੋਕੁ ॥
શ્લોક।।

ਕਰਉ ਬੰਦਨਾ ਅਨਿਕ ਵਾਰ ਸਰਨਿ ਪਰਉ ਹਰਿ ਰਾਇ ॥
હું પ્રભુ પરમેશ્વર ની શરણ માં પડું છું ઓટલા પર અનેક વાર નમષ્કાર કરું છું

ਕਟੀਐ ਨਾਨਕ ਸਾਧਸੰਗਿ ਦੁਤੀਆ ਭਾਉ ਮਿਟਾਇ ॥੨॥
હે નાનક ! સાધુ સ્નગત માં રહી ને પ્રભુ વગર વધારે વધારે આકર્ષણ અને વ્હાલ દૂર કરવાથી મન નો ભટકાવ દૂર થઈજાય છે ।।૨।।

ਪਉੜੀ ॥
પગથિયું ।।

ਦੁਤੀਆ ਦੁਰਮਤਿ ਦੂਰਿ ਕਰਿ ਗੁਰ ਸੇਵਾ ਕਰਿ ਨੀਤ ॥
હંમેશા ગુરુ એ બતાવેલી સેવા કરતા રહો અને પોતની અંદર રહેલી ખોટી બુદ્ધિ કાઢી નખો

ਰਾਮ ਰਤਨੁ ਮਨਿ ਤਨਿ ਬਸੈ ਤਜਿ ਕਾਮੁ ਕ੍ਰੋਧੁ ਲੋਭੁ ਮੀਤ ॥
હે મારા મિત્ર !પોતાના અંદર થી કામ, ગુસ્સો, લોભ દૂર કર જે મનુષ્ય ઉદ્યમ કરે છે તેના મન માં હદય માં રત્ન જવું કિંમતી પ્રભુ નું નામ વસી જાય છે,અહમ ને દૂર કરો અને પ્રભુ ના નામનું ભજન કરો

ਮਰਣੁ ਮਿਟੈ ਜੀਵਨੁ ਮਿਲੈ ਬਿਨਸਹਿ ਸਗਲ ਕਲੇਸ ॥
ઉઠતા-બેઠતા દર વખતે પરમાત્મા નું ભજન કરો અને ગુરુ ની સંગતિ માં પ્રેમ ઉત્પન કરો

ਆਪੁ ਤਜਹੁ ਗੋਬਿੰਦ ਭਜਹੁ ਭਾਉ ਭਗਤਿ ਪਰਵੇਸ ॥
હે નાનક ! જે મનુષ્ય એ ઉદ્યમ કર્યો છે તેની ખોટી બુદ્ધિ નથી રહી , પરમાત્મા હમેંશા માટે તેના હદય માં વસી ગયા છે ।।૨।।