Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-295

Page 295

ਜਿਸੁ ਪ੍ਰਸਾਦਿ ਸਭੁ ਜਗਤੁ ਤਰਾਇਆ ॥ જે માણસની કૃપાથી આખા જગતનો ઉદ્ધાર થાય છે
ਜਨ ਆਵਨ ਕਾ ਇਹੈ ਸੁਆਉ ॥ એવા માણસનો આવવાનો એક જ ઉદેશ્ય હોઈ છે
ਜਨ ਕੈ ਸੰਗਿ ਚਿਤਿ ਆਵੈ ਨਾਉ ॥ એની સંગતિમાં રહીને પ્રભુનામ ચિત્તમાં આવે છે
ਆਪਿ ਮੁਕਤੁ ਮੁਕਤੁ ਕਰੈ ਸੰਸਾਰੁ ॥ એ માણસ સ્વયં માયાથી મુક્ત છે અને સંસારને પણ આઝાદ કરે છે
ਨਾਨਕ ਤਿਸੁ ਜਨ ਕਉ ਸਦਾ ਨਮਸਕਾਰੁ ॥੮॥੨੩॥ હે નાનક આવા ઉત્તમ માણસને અમારા સદાય પ્રણામ છે. ।।8।। ।।23।।
ਸਲੋਕੁ ॥ શ્લોક||
ਪੂਰਾ ਪ੍ਰਭੁ ਆਰਾਧਿਆ ਪੂਰਾ ਜਾ ਕਾ ਨਾਉ ॥ જે માણસે અટલ નામવાળા પૂર્ણપ્રભુનું ધ્યાન ધર્યું છે
ਨਾਨਕ ਪੂਰਾ ਪਾਇਆ ਪੂਰੇ ਕੇ ਗੁਨ ਗਾਉ ॥੧॥ હે નાનક! એને એ પૂર્ણ પ્રભુ મળી ગયા છે તો એ પૂર્ણપ્રભુના ગુણ ગા. ।।1।।
ਅਸਟਪਦੀ ॥ અષ્ટપદી||
ਪੂਰੇ ਗੁਰ ਕਾ ਸੁਨਿ ਉਪਦੇਸੁ ॥ હે મન પુરા સતગુરુની શિક્ષા સાંભળ
ਪਾਰਬ੍ਰਹਮੁ ਨਿਕਟਿ ਕਰਿ ਪੇਖੁ ॥ પરબ્રહ્મ પ્રભુને બધી જગ્યાએ નજીકથી જોઈને જાણ
ਸਾਸਿ ਸਾਸਿ ਸਿਮਰਹੁ ਗੋਬਿੰਦ ॥ હે ભાઈ દરેક શ્વાસે પ્રભુને યાદ કર
ਮਨ ਅੰਤਰ ਕੀ ਉਤਰੈ ਚਿੰਦ ॥ આથી મારા મનમાંથી ચિંતા દૂર થઇ જાય
ਆਸ ਅਨਿਤ ਤਿਆਗਹੁ ਤਰੰਗ ॥ હે મન! દરરોજ ના રહેવાવાળી ક્ષણિક આશાઓની લહેરોને ત્યાગી દે
ਸੰਤ ਜਨਾ ਕੀ ਧੂਰਿ ਮਨ ਮੰਗ ॥ અને સંતજનોના ચરણની ધૂળ મનમાં માંગ
ਆਪੁ ਛੋਡਿ ਬੇਨਤੀ ਕਰਹੁ ॥ પોતાનો સ્વભાવ છોડીને પ્રભુ આગળ પ્રાર્થના કર
ਸਾਧਸੰਗਿ ਅਗਨਿ ਸਾਗਰੁ ਤਰਹੁ ॥ અને આ રીતે વિકારોની આગના દરિયાને પાર કર
ਹਰਿ ਧਨ ਕੇ ਭਰਿ ਲੇਹੁ ਭੰਡਾਰ ॥ પ્રભુનામરૂપી ધનના ખજાનાઓ ભરી લે
ਨਾਨਕ ਗੁਰ ਪੂਰੇ ਨਮਸਕਾਰ ॥੧॥ હે નાનક પૂર્ણ સતગુરુને નમસ્કાર કર. ।।1।।
ਖੇਮ ਕੁਸਲ ਸਹਜ ਆਨੰਦ ॥ અટલ સુખ શાંતિભર્યું જીવન આત્મિક અડગતાનો આનંદ પ્રાપ્ત થશે
ਸਾਧਸੰਗਿ ਭਜੁ ਪਰਮਾਨੰਦ ॥ હે ભાઈ સાધુ સંગતિમાં પરમાનંદ પ્રભુનું સ્મરણ કર
ਨਰਕ ਨਿਵਾਰਿ ਉਧਾਰਹੁ ਜੀਉ ॥ નરકો ને દૂર કરીને જીવાત્માઓને બચાવી લે
ਗੁਨ ਗੋਬਿੰਦ ਅੰਮ੍ਰਿਤ ਰਸੁ ਪੀਉ ॥ ગોવિંદ પ્રભુના ગુણ અને પ્રભુનામરૂપી અમૃત રસ પી
ਚਿਤਿ ਚਿਤਵਹੁ ਨਾਰਾਇਣ ਏਕ ॥ એ એક પ્રભુનું ધ્યાન ચિત્તમાં ધર
ਏਕ ਰੂਪ ਜਾ ਕੇ ਰੰਗ ਅਨੇਕ ॥ જેના અનેક રંગ અને એક જ રૂપ છે
ਗੋਪਾਲ ਦਾਮੋਦਰ ਦੀਨ ਦਇਆਲ ॥ ગરીબો પર દયા કરનાર ગોપાલ દામોદર
ਦੁਖ ਭੰਜਨ ਪੂਰਨ ਕਿਰਪਾਲ ॥ એ દુઃખોનો નાશ કરનાર છે અને સર્વવ્યાપક અને કૃપા કરનાર છે
ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਨਾਮੁ ਬਾਰੰ ਬਾਰ ॥ એનું નામ વારંવાર સ્મરણ કર
ਨਾਨਕ ਜੀਅ ਕਾ ਇਹੈ ਅਧਾਰ ॥੨॥ હે નાનક! જીવનનો આસરો આ નામ જ છે. ।।2।।
ਉਤਮ ਸਲੋਕ ਸਾਧ ਕੇ ਬਚਨ ॥ સાધુ અને ગુરુના વચન સૌથી સારી મહિમાની વાણી છે
ਅਮੁਲੀਕ ਲਾਲ ਏਹਿ ਰਤਨ ॥ આ લાલ અમૂલ્ય રત્ન છે
ਸੁਨਤ ਕਮਾਵਤ ਹੋਤ ਉਧਾਰ ॥ આ વચનોને સાંભળીને કમાણી કરવાથી ઉદ્ધાર થાય છે
ਆਪਿ ਤਰੈ ਲੋਕਹ ਨਿਸਤਾਰ ॥ જે કમાય છે એ સ્વયં તરી જાય છે અને લોકોને પણ તારે છે
ਸਫਲ ਜੀਵਨੁ ਸਫਲੁ ਤਾ ਕਾ ਸੰਗੁ ॥ એનું જીવન સફળ થઇ જાય છે અને એનો સંગ પણ ઈચ્છાઓ પુરી કરનાર હોઈ છે
ਜਾ ਕੈ ਮਨਿ ਲਾਗਾ ਹਰਿ ਰੰਗੁ ॥ જેના મનમાં પ્રભુ માટે પ્રેમ વસી જાય છે
ਜੈ ਜੈ ਸਬਦੁ ਅਨਾਹਦੁ ਵਾਜੈ ॥ જયજયકાર શબ્દની ગુંજ હંમેશા ચાલતી રહે છે
ਸੁਨਿ ਸੁਨਿ ਅਨਦ ਕਰੇ ਪ੍ਰਭੁ ਗਾਜੈ ॥ જેને સાંભળીને સદાસ્થિર પ્રભુ એમની અંદર ખુશી રોશન કરે છે
ਪ੍ਰਗਟੇ ਗੁਪਾਲ ਮਹਾਂਤ ਕੈ ਮਾਥੇ ॥ ગોપાલ પ્રભુ ઉચ્ચ કર્મ કરનારના માથા પર પ્રગટ થાય છે
ਨਾਨਕ ਉਧਰੇ ਤਿਨ ਕੈ ਸਾਥੇ ॥੩॥ હે નાનક! આવા માણસોની સાથે બીજા માણસોનો પણ ઉદ્ધાર થાય છે. ।।3।।
ਸਰਨਿ ਜੋਗੁ ਸੁਨਿ ਸਰਨੀ ਆਏ ॥ હે પ્રભુ! આ સાંભળ કે તું શરણે આવેલાની રક્ષા માટે સમર્થ છે
ਕਰਿ ਕਿਰਪਾ ਪ੍ਰਭ ਆਪ ਮਿਲਾਏ ॥ હે પ્રભુ! અમે તારી શરણે આવ્યા હતા. તે કૃપા કરીને પોતાની સાથે અમને મેળવી લીધા
ਮਿਟਿ ਗਏ ਬੈਰ ਭਏ ਸਭ ਰੇਨ ॥ હવે અમારા બધા વેર દૂર થઇ ગયા છે અને અમે ચરણરજ બની ગયા છીએ
ਅੰਮ੍ਰਿਤ ਨਾਮੁ ਸਾਧਸੰਗਿ ਲੈਨ ॥ હવે સાધુઓની સંગતમાં અમર કરાવવાવાળું પ્રભુ નામ જપી રહ્યા છીએ
ਸੁਪ੍ਰਸੰਨ ਭਏ ਗੁਰਦੇਵ ॥ ગુરૂદેવજી અમારા પર પ્રસન્ન થઈ ગયા છે
ਪੂਰਨ ਹੋਈ ਸੇਵਕ ਕੀ ਸੇਵ ॥ આથી અમારી સેવકોની સેવા સફળ થઇ ગઈ છે
ਆਲ ਜੰਜਾਲ ਬਿਕਾਰ ਤੇ ਰਹਤੇ ॥ અમે હવે ઘરના ધંધા અને વિકારોથી બચી ગયા છીએ
ਰਾਮ ਨਾਮ ਸੁਨਿ ਰਸਨਾ ਕਹਤੇ ॥ પ્રભુનામ સાંભળીને જીભથી ઉચ્ચારીએ પણ છીએ
ਕਰਿ ਪ੍ਰਸਾਦੁ ਦਇਆ ਪ੍ਰਭਿ ਧਾਰੀ ॥ પ્રભુએ કૃપા કરીને અમારા પર દયા કરી છે
ਨਾਨਕ ਨਿਬਹੀ ਖੇਪ ਹਮਾਰੀ ॥੪॥ હે નાનક! અમારો કરેલો વેપાર પ્રભુ દરબારમાં સ્વીકાર થઇ ગયો છે. ।।4।।
ਪ੍ਰਭ ਕੀ ਉਸਤਤਿ ਕਰਹੁ ਸੰਤ ਮੀਤ ॥ હે સંત મિત્રો! પ્રભુની મહિમા કરો
ਸਾਵਧਾਨ ਏਕਾਗਰ ਚੀਤ ॥ ધ્યાનથી એક ચિતે નામ સ્મરણ કરો
ਸੁਖਮਨੀ ਸਹਜ ਗੋਬਿੰਦ ਗੁਨ ਨਾਮ ॥ પ્રભુની મહિમા અને પ્રભુનામની અડગતાનું કારણ સુખરૂપી રત્ન છે
ਜਿਸੁ ਮਨਿ ਬਸੈ ਸੁ ਹੋਤ ਨਿਧਾਨ ॥ જેના મનમાં નામ વસે છે એ ગુણોનો ખજાનો થઇ જાય છે
ਸਰਬ ਇਛਾ ਤਾ ਕੀ ਪੂਰਨ ਹੋਇ ॥ એ માણસની બધી ઈચ્છાઓ પુરી થઇ જાય છે
ਪ੍ਰਧਾਨ ਪੁਰਖੁ ਪ੍ਰਗਟੁ ਸਭ ਲੋਇ ॥ એ માણસ જગતમાં સર્વશ્રેષ્ઠ બની જાય છે
ਸਭ ਤੇ ਊਚ ਪਾਏ ਅਸਥਾਨੁ ॥ અને સૌથી ઉચ્ચું આસન પામે છે
ਬਹੁਰਿ ਨ ਹੋਵੈ ਆਵਨ ਜਾਨੁ ॥ વારંવાર એને જન્મ મરણના ચક્કરમાં ફરવું પડતું નથી
ਹਰਿ ਧਨੁ ਖਾਟਿ ਚਲੈ ਜਨੁ ਸੋਇ ॥ એ માણસ પ્રભુનામરૂપી ધન કમાઈને જગતમાંથી જાય છે
ਨਾਨਕ ਜਿਸਹਿ ਪਰਾਪਤਿ ਹੋਇ ॥੫॥ હે નાનક! જેને આ પ્રભુ જાતે જ આ ભેટ પ્રાપ્ત થાય છે. ।।5।।
ਖੇਮ ਸਾਂਤਿ ਰਿਧਿ ਨਵ ਨਿਧਿ ॥ અટલ સુખ, મન ની શાંતિ, યોગ ની તાકાતો અને નવ ખજાના
ਬੁਧਿ ਗਿਆਨੁ ਸਰਬ ਤਹ ਸਿਧਿ ॥ બુદ્ધિ, જ્ઞાન અને બધી જ યુક્તિઓ તે મનુષ્ય માં આવી જાય છે
ਬਿਦਿਆ ਤਪੁ ਜੋਗੁ ਪ੍ਰਭ ਧਿਆਨੁ ॥ વિદ્યા, તપ, જોગ, દુકાળ પૂર્વજ નું ધ્યાન
error: Content is protected !!
Scroll to Top
https://s2pbio.fkip.uns.ac.id/stats/demoslot/ https://s2pbio.fkip.uns.ac.id/wp-content/plugins/sbo/ https://ijwem.ulm.ac.id/pages/demo/ slot gacor https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/ https://bappelitbangda.bangkatengahkab.go.id/storage/images/x-demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://s2pbio.fkip.uns.ac.id/stats/demoslot/ https://s2pbio.fkip.uns.ac.id/wp-content/plugins/sbo/ https://ijwem.ulm.ac.id/pages/demo/ slot gacor https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/ https://bappelitbangda.bangkatengahkab.go.id/storage/images/x-demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/