GUJARATI PAGE 287

ਅਪਨੀ ਕ੍ਰਿਪਾ ਜਿਸੁ ਆਪਿ ਕਰੇਇ ॥
જેની ઉપર પ્રભુની મહેરબાની થાય છે

ਨਾਨਕ ਸੋ ਸੇਵਕੁ ਗੁਰ ਕੀ ਮਤਿ ਲੇਇ ॥੨॥
હે નાનક! તે સેવક સદગુરુ ની શિક્ષા લઈ શકે છે ।।૨।।

ਬੀਸ ਬਿਸਵੇ ਗੁਰ ਕਾ ਮਨੁ ਮਾਨੈ ॥
જે સેવક પોતાના સદગુરુને પોતાની શ્રદ્ધાનો પૂર્ણ રૂપે વિશ્વાસઅપાવે છે

ਸੋ ਸੇਵਕੁ ਪਰਮੇਸੁਰ ਕੀ ਗਤਿ ਜਾਨੈ ॥
તે અકાલ પુરખની અવસ્થાને સમજી લે છે

ਸੋ ਸਤਿਗੁਰੁ ਜਿਸੁ ਰਿਦੈ ਹਰਿ ਨਾਉ ॥
સદગુરુ પણ તે છે જેના હૃદયમાં પ્રભુનું નામ વસે છે

ਅਨਿਕ ਬਾਰ ਗੁਰ ਕਉ ਬਲਿ ਜਾਉ ॥
હું એવા સદગુરુ ને કેટલીયે વાર કુરબાન જાઉં છું

ਸਰਬ ਨਿਧਾਨ ਜੀਅ ਕਾ ਦਾਤਾ ॥
સદગુરુ બધાં ખજાનો ના અને આત્મિક જિંદગી દેવાવાળા છે

ਆਠ ਪਹਰ ਪਾਰਬ੍ਰਹਮ ਰੰਗਿ ਰਾਤਾ ॥
કારણ કે તે આઠેય પહોર અકાલ પુરખના

ਬ੍ਰਹਮ ਮਹਿ ਜਨੁ ਜਨ ਮਹਿ ਪਾਰਬ੍ਰਹਮੁ ॥
સાચા ગુરુ સર્વોચ્ચ પ્રભુમાં સમાઈ જાય છે અને પરમપ્રભુ તેમના ભક્તોમાં વસે છે

ਏਕਹਿ ਆਪਿ ਨਹੀ ਕਛੁ ਭਰਮੁ ॥
ગુરુ અને પ્રભુ એક જ છે તે વાત ભૂલવી જોઈએ નહીં

ਸਹਸ ਸਿਆਨਪ ਲਇਆ ਨ ਜਾਈਐ ॥
હજારો ચતુરાઈ થી આવા સદગુરુ નથી મળતા

ਨਾਨਕ ਐਸਾ ਗੁਰੁ ਬਡਭਾਗੀ ਪਾਈਐ ॥੩॥
હે નાનક! ઘણા જ ભાગ્યથી તે મળે છે।।૩।।

ਸਫਲ ਦਰਸਨੁ ਪੇਖਤ ਪੁਨੀਤ ॥
ગુરુના દર્શન બધાં જ ફળ આપવા વાળા હોય છે

ਪਰਸਤ ਚਰਨ ਗਤਿ ਨਿਰਮਲ ਰੀਤਿ ॥
દર્શન કરીને તે પવિત્ર થઇ જાય છે; ગુરુના ચરણ ને રજ લઈને તે ઉચ્ચ અવસ્થા અને સ્વચ્છ વ્યવહારવાળો થઈ જાય છે

ਭੇਟਤ ਸੰਗਿ ਰਾਮ ਗੁਨ ਰਵੇ ॥
ગુરુ ની સંગતિ માં રહી ને તે પ્રભુના ગુણ ગાઇ શકે છે

ਪਾਰਬ੍ਰਹਮ ਕੀ ਦਰਗਹ ਗਵੇ ॥
અને અકાલ પુરખની દરગાહમાં પહોંચી જાય છે

ਸੁਨਿ ਕਰਿ ਬਚਨ ਕਰਨ ਆਘਾਨੇ ॥
ગુરુના વચન સાંભળીને તેના કાન તૃપ્ત થઈ જાય છે

ਮਨਿ ਸੰਤੋਖੁ ਆਤਮ ਪਤੀਆਨੇ ॥
મનમાં સંતોષ આવી જાય છે અને આત્મા પીગળી જાય છે

ਪੂਰਾ ਗੁਰੁ ਅਖ੍ਯ੍ਯਓ ਜਾ ਕਾ ਮੰਤ੍ਰ ॥
સદગુરુ પૂર્ણ પુરુષ છે તેનો ઉપદેશ પણ સદા માટે અટલ છે

ਅੰਮ੍ਰਿਤ ਦ੍ਰਿਸਟਿ ਪੇਖੈ ਹੋਇ ਸੰਤ ॥
જેની તરફ તેની અમર કરવાવાળી દ્રષ્ટિ પડી જાય છે,તે સંત થઈ જાય છે

ਗੁਣ ਬਿਅੰਤ ਕੀਮਤਿ ਨਹੀ ਪਾਇ ॥
સદગુરૂના ગુણ અનંત છે તેનું મૂલ્ય આંકી ન શકાય

ਨਾਨਕ ਜਿਸੁ ਭਾਵੈ ਤਿਸੁ ਲਏ ਮਿਲਾਇ ॥੪॥
હે નાનક! જે જીવ પ્રભુને ગમે છે તે ગુરુની સાથે મળી જાય છે ।। ૪।।

ਜਿਹਬਾ ਏਕ ਉਸਤਤਿ ਅਨੇਕ ॥
મનુષ્યની જીભ એક છે પણ પ્રભુના ગુણ અનેક છે

ਸਤਿ ਪੁਰਖ ਪੂਰਨ ਬਿਬੇਕ ॥
પૂર્ણ પુરુષ સદાય સ્થિર વ્યાપક છે

ਕਾਹੂ ਬੋਲ ਨ ਪਹੁਚਤ ਪ੍ਰਾਨੀ ॥
મનુષ્ય કોઈ બોલીને પ્રભુના ગુણો સુધી નથી પહોંચી શકતો; પ્રભુ પહોંચની પરે છે વાસના રહિત છે

ਅਗਮ ਅਗੋਚਰ ਪ੍ਰਭ ਨਿਰਬਾਨੀ ॥
મનુષ્યની શારીરિક ઇન્દ્રિયો તેના સુધી પહોંચી નથી શકતી

ਨਿਰਾਹਾਰ ਨਿਰਵੈਰ ਸੁਖਦਾਈ ॥
અકાલ પુરખ ને કોઈ ખોરાકની જરૂર નથી પ્રભુ વેર રહિત છે સુખ દેવાવાળા છે

ਤਾ ਕੀ ਕੀਮਤਿ ਕਿਨੈ ਨ ਪਾਈ ॥
કોઈ જીવ તેના ગુણોનો મૂલ્યોને પારખી નથી શકતો

ਅਨਿਕ ਭਗਤ ਬੰਦਨ ਨਿਤ ਕਰਹਿ ॥
અનેક ભક્તો સદાય પ્રભુને નમસ્કાર કરે છે

ਚਰਨ ਕਮਲ ਹਿਰਦੈ ਸਿਮਰਹਿ ॥
અને તેના કમળ સમાન સુંદર ચરણોને પોતાના હૃદયમાં સ્મરણ કરે છે

ਸਦ ਬਲਿਹਾਰੀ ਸਤਿਗੁਰ ਅਪਨੇ ॥
હું તે ગુરુને માટે હંમેશા કુરબાન છું

ਨਾਨਕ ਜਿਸੁ ਪ੍ਰਸਾਦਿ ਐਸਾ ਪ੍ਰਭੁ ਜਪਨੇ ॥੫॥
હે નાનક! જે ગુરુ ની મહેરથી આવા પ્રભુ નો જાપ કરી શકીએ છીએ ।।૫।।

ਇਹੁ ਹਰਿ ਰਸੁ ਪਾਵੈ ਜਨੁ ਕੋਇ ॥
કોઈ વિરલા મનુષ્ય જ પ્રભુના નામનો સ્વાદ લે છે

ਅੰਮ੍ਰਿਤੁ ਪੀਵੈ ਅਮਰੁ ਸੋ ਹੋਇ ॥
અને જે લે છે તે નામનો અમૃત પીવે છે અને અમર થઈ જાય છે

ਉਸੁ ਪੁਰਖ ਕਾ ਨਾਹੀ ਕਦੇ ਬਿਨਾਸ ॥
તેનો ક્યારેય નાશ નથી થતો

ਜਾ ਕੈ ਮਨਿ ਪ੍ਰਗਟੇ ਗੁਨਤਾਸ ॥
જેના મનમાં ગુણોનો ખજાનો અને પ્રભુ નો પ્રકાશ હોય છે

ਆਠ ਪਹਰ ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਲੇਇ ॥
સદગુરુ આઠે પહોર પ્રભુના નામનું સ્મરણ કરે છે

ਸਚੁ ਉਪਦੇਸੁ ਸੇਵਕ ਕਉ ਦੇਇ ॥
અને પોતાના સેવક ને પણ આ જ ઉપદેશ આપે છે

ਮੋਹ ਮਾਇਆ ਕੈ ਸੰਗਿ ਨ ਲੇਪੁ ॥
માયા ના મોહથી તેનો ક્યારેય લગાવ નથી હોતો

ਮਨ ਮਹਿ ਰਾਖੈ ਹਰਿ ਹਰਿ ਏਕੁ ॥
તે સદાય પોતાના મનમાં એક પ્રભુને જ સ્થિર રાખે છે

ਅੰਧਕਾਰ ਦੀਪਕ ਪਰਗਾਸੇ ॥
જેની અંદર નામ રૂપી દીવાથી અજ્ઞાનતાનું અંધારું હટીને પ્રકાશ થઈ જાય છે

ਨਾਨਕ ਭਰਮ ਮੋਹ ਦੁਖ ਤਹ ਤੇ ਨਾਸੇ ॥੬॥
હે નાનક! તેનાભુલાવામાં અને મોહ માં આવેલા મોહના કારણે આવેલા દુઃખ દૂર થઈ જાય છે ।।૬।।

ਤਪਤਿ ਮਾਹਿ ਠਾਢਿ ਵਰਤਾਈ ॥
ગુરુના પૂર્ણ ઉપદેશથી વિકારોની આગમાં વસવા છતાંય પ્રભુ એ આપણી અંદર ઠંડક આપી દીધી છે

ਅਨਦੁ ਭਇਆ ਦੁਖ ਨਾਠੇ ਭਾਈ ॥
હે ભાઈ! ચારેકોર સુખ જ સુખ થઈ ગયું છે દુઃખ ભાગી ગયું છે

ਜਨਮ ਮਰਨ ਕੇ ਮਿਟੇ ਅੰਦੇਸੇ ॥
અને જન્મ-મરણના ફેરામાં પડવાનો ડર અને ફિકર મટી ગયા છે

ਸਾਧੂ ਕੇ ਪੂਰਨ ਉਪਦੇਸੇ ॥
સદગુરુ ના ઉપદેશથી જ આ થયું છે

ਭਉ ਚੂਕਾ ਨਿਰਭਉ ਹੋਇ ਬਸੇ ॥
બધો જ ડર ખતમ થઈ ગયો છે હવે નીડરતા મનમાં વસી ગઈ છે

ਸਗਲ ਬਿਆਧਿ ਮਨ ਤੇ ਖੈ ਨਸੇ ॥
અને રોગોના નાશ થઇ ને મન તેને ભૂલી ગયું છે

ਜਿਸ ਕਾ ਸਾ ਤਿਨਿ ਕਿਰਪਾ ਧਾਰੀ ॥
જે ગુરુ બન્યા હતા તેણે અમારી ઉપર કૃપા કરી છે

ਸਾਧਸੰਗਿ ਜਪਿ ਨਾਮੁ ਮੁਰਾਰੀ ॥
સત્સંગમાં પ્રભુના નામનો જાપ કરીને

ਥਿਤਿ ਪਾਈ ਚੂਕੇ ਭ੍ਰਮ ਗਵਨ ॥
અને અમારા ભૂલાવા અને ભટકાવ સમાપ્ત થઈ ગયા છે

ਸੁਨਿ ਨਾਨਕ ਹਰਿ ਹਰਿ ਜਸੁ ਸ੍ਰਵਨ ॥੭॥
હે નાનક! પ્રભુનો યશ કાનથી સાંભળીને અમને શાંતિ મળી ગઈ છે ।।૭।।

ਨਿਰਗੁਨੁ ਆਪਿ ਸਰਗੁਨੁ ਭੀ ਓਹੀ ॥
તું સ્વયં માયા ત્રણ ગુણોથી પર છે ત્રિગુણી સંસારનું રૂપ પણ તું પોતે જ છે

ਕਲਾ ਧਾਰਿ ਜਿਨਿ ਸਗਲੀ ਮੋਹੀ ॥
જે પ્રભુએ પોતાની તાકાત કાયમ કરવા માટે આખા જગતને મોહિત કરી લીધો છે

ਅਪਨੇ ਚਰਿਤ ਪ੍ਰਭਿ ਆਪਿ ਬਨਾਏ ॥
પ્રભુને પોતાના ખેલ તમાશો સ્વયં જ બનાવેલો છે

ਅਪੁਨੀ ਕੀਮਤਿ ਆਪੇ ਪਾਏ ॥
પોતાની પ્રતિભા નું મૂલ્ય પણ પોતે જ કર્યું છે

ਹਰਿ ਬਿਨੁ ਦੂਜਾ ਨਾਹੀ ਕੋਇ ॥
પ્રભુ સિવાય તેના જેવો બીજો કોઈ જ નથી

ਸਰਬ ਨਿਰੰਤਰਿ ਏਕੋ ਸੋਇ ॥
બધાની અંદર પ્રભુ સ્વયં મોજુદ છે

ਓਤਿ ਪੋਤਿ ਰਵਿਆ ਰੂਪ ਰੰਗ ॥
ઓતપ્રોત થઈને બધાં જ ગુણ રૂપ રંગમાં વ્યાપક છે

ਭਏ ਪ੍ਰਗਾਸ ਸਾਧ ਕੈ ਸੰਗ ॥
આ પ્રકાશ સદગુરુ ની સંગતિ માં પ્રકાશિત થાય છે