Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-271

Page 271

ਪ੍ਰਭ ਕਿਰਪਾ ਤੇ ਹੋਇ ਪ੍ਰਗਾਸੁ ॥ પ્રભુની કૃપાથી મનમાં જ્ઞાનનો પ્રકાશ થાય છે
ਪ੍ਰਭੂ ਦਇਆ ਤੇ ਕਮਲ ਬਿਗਾਸੁ ॥ પ્રભુની કૃપાથી હૃદય રૂપી કમળ ફૂલ ખીલી જાય છે
ਪ੍ਰਭ ਸੁਪ੍ਰਸੰਨ ਬਸੈ ਮਨਿ ਸੋਇ ॥ તે પ્રભુ મનુષ્યના મનમાં વસે છે જેની ઉપર તે પ્રસન્ન થાય છે
ਪ੍ਰਭ ਦਇਆ ਤੇ ਮਤਿ ਊਤਮ ਹੋਇ ॥ પ્રભુની કૃપાથી મનુષ્યની બુદ્ધિ શ્રેષ્ઠ બને છે
ਸਰਬ ਨਿਧਾਨ ਪ੍ਰਭ ਤੇਰੀ ਮਇਆ ॥ હે પ્રભુ! તારી કૃપાથી નજરમાં જ બધાં જ ખજાના છે પોતાના પ્રયત્નથી કોઈને કાંઈ જ નથી મળતું
ਆਪਹੁ ਕਛੂ ਨ ਕਿਨਹੂ ਲਇਆ ॥ જીવ ગમે તેટલો ઉદ્યમ કરે તે ત્યારે જ સફળ થાય છે જ્યારે તારી સીધી નજર તેની ઉપર
ਜਿਤੁ ਜਿਤੁ ਲਾਵਹੁ ਤਿਤੁ ਲਗਹਿ ਹਰਿ ਨਾਥ ॥ હે હરિ! હે નાથ! જ્યાં તું મનને લગાડે છે જીવ પણ ત્યાં જ મનને લગાડે છે
ਨਾਨਕ ਇਨ ਕੈ ਕਛੂ ਨ ਹਾਥ ॥੮॥੬॥ હે નાનક! આજીવોના હાથમાં કાંઈ જ નથી ।।૮।।૬।।
ਸਲੋਕੁ ॥ શ્લોક ।।
ਅਗਮ ਅਗਾਧਿ ਪਾਰਬ੍ਰਹਮੁ ਸੋਇ ॥ હે અનંત પ્રભુ! જીવની પહોંચથી તું પરે છે અને તું અખૂટ છે
ਜੋ ਜੋ ਕਹੈ ਸੁ ਮੁਕਤਾ ਹੋਇ ॥ જે જેમનુષ્ય તારું સ્મરણ કરે છે તે વિકારોના જાળ માં થી મુક્ત થઈ જાય છે
ਸੁਨਿ ਮੀਤਾ ਨਾਨਕੁ ਬਿਨਵੰਤਾ ॥ હે મિત્ર! સાંભળ, નાનક વિનંતી કરે છે કે સ્મરણ કરવા વાળા ગુરુ મુખ ના ગુણો ના ચિત્રણ હેરાન કરી નાખવા વાળા છે
ਸਾਧ ਜਨਾ ਕੀ ਅਚਰਜ ਕਥਾ ॥੧॥ નામ જપની મહેરબાનીથી ભક્તજનો માં એટલા ગુણ આવી જાય છે કે તે ગુણો ની વાત કરીને તે આશ્ચર્યચકિત થઈ જાય છે ।।૧।।
ਅਸਟਪਦੀ ॥ અષ્ટપદી ।।
ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਮੁਖ ਊਜਲ ਹੋਤ ॥ સંતો ની સંગતિ માં રહેવાથી મુખ ઉજળું થઈ જાય છે ઈજ્જત બની રહે છે
ਸਾਧਸੰਗਿ ਮਲੁ ਸਗਲੀ ਖੋਤ ॥ સાધુઓની સંગતિ ની પાસે રહેવાથી વિકારોનો બધો મેલ મટી જાય છે ધોવાઈ જાય છે
ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਮਿਟੈ ਅਭਿਮਾਨੁ ॥ સંતો ની સંગતિ માં અહંકાર દૂર થઈ જાય છે
ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਪ੍ਰਗਟੈ ਸੁਗਿਆਨੁ ॥ સાધુઓની સંગતિ માં શ્રેષ્ઠ જ્ઞાન પ્રગટ થઈ જાય છે
ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਬੁਝੈ ਪ੍ਰਭੁ ਨੇਰਾ ॥ સાધુઓની સંગતિ માં પ્રભુ અંગેઅંગમાં વસતાં પ્રતીત થાય છે
ਸਾਧਸੰਗਿ ਸਭੁ ਹੋਤ ਨਿਬੇਰਾ ॥ સાધુઓની સંગતિ માં ખરાબ સંસ્કારો અથવા વાસના નો સફાયો થઈ જાય છે
ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਪਾਏ ਨਾਮ ਰਤਨੁ ॥ સાધુઓની સંગતિ માં ગુરુ ચરણની સંગતિ માં મનુષ્ય નામરૂપી રત્ન શોધી લે છે
ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਏਕ ਊਪਰਿ ਜਤਨੁ ॥ સંતો ની સંગતિ માં પ્રભુ ને મળવાનો પ્રયત્ન કરે છે
ਸਾਧ ਕੀ ਮਹਿਮਾ ਬਰਨੈ ਕਉਨੁ ਪ੍ਰਾਨੀ ॥ સાધુઓની મહિમા કયો મનુષ્ય બયાન કરી શકે?
ਨਾਨਕ ਸਾਧ ਕੀ ਸੋਭਾ ਪ੍ਰਭ ਮਾਹਿ ਸਮਾਨੀ ॥੧॥ કારણ કે હે નાનક! સાધુજનો ની શોભા અનેપ્રભુની શોભાની બંને બરાબરજછે ।।૧।।
ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਅਗੋਚਰੁ ਮਿਲੈ ॥ સાધુઓની સંગતિ માં મનુષ્યને તે પ્રભુ મળી જાય છે
ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਸਦਾ ਪਰਫੁਲੈ ॥ સાધુઓની સંગતિ માં જે શારીરિક ઇન્દ્રિયોની પહોંચ બહાર છે અને મનુષ્ય સદાય ખીલેલો રહે છે
ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਆਵਹਿ ਬਸਿ ਪੰਚਾ ॥ સાધુઓની સંગતિ માં રહેવાથી તે કામાદિક પાંચ વિકારો તેના કાબૂમાં કરી શકે છે
ਸਾਧਸੰਗਿ ਅੰਮ੍ਰਿਤ ਰਸੁ ਭੁੰਚਾ ॥ ગુરુ ચરણ ની સંગતિ માં મનુષ્ય નામ રૂપી અમૃત ના રસ નું પાન કરી લે છે
ਸਾਧਸੰਗਿ ਹੋਇ ਸਭ ਕੀ ਰੇਨ ॥ ગુરુ ચરણ ની સંગતિ કરવાથીમનુષ્ય બધાં પ્રાણીઓના ચરણોની ધૂળ બની જાય છે
ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਮਨੋਹਰ ਬੈਨ ॥ સાધુઓની સંગતિ માં સૌથી મીઠા વચન બોલવા લાગે છે
ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਨ ਕਤਹੂੰ ਧਾਵੈ ॥ સંતો ની સંગતિ માં રહેવાથી મનુષ્યનું મન કોઈ બીજી તરફ દોડતું જ નથી
ਸਾਧਸੰਗਿ ਅਸਥਿਤਿ ਮਨੁ ਪਾਵੈ ॥ ગુરુ ચરણ ની સંગતિ માં પ્રભુ ચરણમાં ટકી જાય છે પ્રભુના ચરણોની રજ હાસિલ કરી લે છે
ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਮਾਇਆ ਤੇ ਭਿੰਨ ॥ સાધુઓની સંગતિ માં રહીને મનુષ્ય માયાથી અસરથીબેદાગ રહે છે.
ਸਾਧਸੰਗਿ ਨਾਨਕ ਪ੍ਰਭ ਸੁਪ੍ਰਸੰਨ ॥੨॥ હે નાનક! ગુરુ ચરણ ની સંગતિ માં અકાલ પુરખ તેની ઉપર દયા કરે છે ।।૨।।
ਸਾਧਸੰਗਿ ਦੁਸਮਨ ਸਭਿ ਮੀਤ ॥ ગુરુ ચરણોની સંગતિ માં રહીને બધાં જ વેરી પણ મિત્ર દેખાવા લાગે છે
ਸਾਧੂ ਕੈ ਸੰਗਿ ਮਹਾ ਪੁਨੀਤ ॥ કારણ કે સાધુ-સંતો ની સંગતિ માં મનુષ્યનું હૃદય એકદમ સાફ થઈ જાય છે
ਸਾਧਸੰਗਿ ਕਿਸ ਸਿਉ ਨਹੀ ਬੈਰੁ ॥ સંતો ની સંગતિ માં બેસવા થી તે કોઈની સાથે વેર નથી કરી શકતો
ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਨ ਬੀਗਾ ਪੈਰੁ ॥ સાધુઓની સંગતિ માં કોઈ તેની તરફ ખરાબ નજરથી ચાલીને નથી આવતું
ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਨਾਹੀ ਕੋ ਮੰਦਾ ॥ ભલા લોકોની સંગતમાં કોઈ મનુષ્ય બુરા નથી દેખાતા
ਸਾਧਸੰਗਿ ਜਾਨੇ ਪਰਮਾਨੰਦਾ ॥ કારણ કે દરેક જગ્યાએ ઉચ્ચ સુખ નો માલિક પ્રભુ ની જ તેને દેખાય છે
ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਨਾਹੀ ਹਉ ਤਾਪੁ ॥ ગુરુચરણની સંગતિ કરીને અહંકાર રૂપી તાપ નથી રહી જતો
ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਤਜੈ ਸਭੁ ਆਪੁ ॥ કારણ કે સાધુની સંગતિ માં મનુષ્ય બધા જ અપનત્વનો ત્યાગ કરી દે છે
ਆਪੇ ਜਾਨੈ ਸਾਧ ਬਡਾਈ ॥ સાધુ ની મહિમા પ્રભુ જ પોતે જાણે છે
ਨਾਨਕ ਸਾਧ ਪ੍ਰਭੂ ਬਨਿ ਆਈ ॥੩॥ કારણ કે હે નાનક! સાધુની અને પ્રભુની વચ્ચે નો પ્રેમ પાક્કો હોય છે ।।૩।।
ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਨ ਕਬਹੂ ਧਾਵੈ ॥ ગુરુ ચરણોની સંગતિ ના રહી મનુષ્યનું મન ક્યારેય ભટકતુ નથી
ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਸਦਾ ਸੁਖੁ ਪਾਵੈ ॥ સાધુ-સંતો ની સંગતિ માં મનુષ્ય સદાય સુખને પામે છે
ਸਾਧਸੰਗਿ ਬਸਤੁ ਅਗੋਚਰ ਲਹੈ ॥ સંત જનોની સંગતિ માં રહીને પ્રભુના નામની અગોચર વસ્તુ પ્રાપ્ત થઈ જાય છે
ਸਾਧੂ ਕੈ ਸੰਗਿ ਅਜਰੁ ਸਹੈ ॥ સાધુઓની સંગતિ માં મનુષ્ય તે ન સંભાળી શકવા વાળી મંઝિલ નો દરજ્જો સંભાળી લે છે
ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਬਸੈ ਥਾਨਿ ਊਚੈ ॥ ગુરુ ચરણોની સંગતમાં રહીને મનુષ્ય ઉચ્ચ આત્મિક ઠેકાણા ઉપર વસવાટ કરી લે છે
ਸਾਧੂ ਕੈ ਸੰਗਿ ਮਹਲਿ ਪਹੂਚੈ ॥ સંતો ની સંગતિ માંઅકાલ પુરખ ના ચરણો માં જોડાઈને રહે છે
ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਦ੍ਰਿੜੈ ਸਭਿ ਧਰਮ ॥ સંતો ની સંગતિ માં રહીને મનુષ્ય બધાં ધર્મો અને ફરજ ને સરખી રીતે સમજી લે છે
ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਕੇਵਲ ਪਾਰਬ੍ਰਹਮ ॥ સાધુઓની સંગતિ માં ફક્ત અકાલ પુરખ ને બધી જગ્યાએ જોવે છે
ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਪਾਏ ਨਾਮ ਨਿਧਾਨ ॥ સાધુઓની સંગતિ માં મનુષ્ય નામરૂપી ખજાનો શોધી લે છે
ਨਾਨਕ ਸਾਧੂ ਕੈ ਕੁਰਬਾਨ ॥੪॥ હે નાનક! હું સાધુ જનોને કુરબાન થઇ જાઉં છું ।।૪।।
ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਸਭ ਕੁਲ ਉਧਾਰੈ ॥ ગુરુ ચરણોની સંગતિ માં રહીને મનુષ્ય પોતાની પોતાના બધાં વિકારો થી બચીને પાર થઈ જાય છે
ਸਾਧਸੰਗਿ ਸਾਜਨ ਮੀਤ ਕੁਟੰਬ ਨਿਸਤਾਰੈ ॥ ગુરુ ચરણોની સંગતિ માં પોતાના સજ્જન મિત્ર અને પરિવારને પણ તારી લે છે
ਸਾਧੂ ਕੈ ਸੰਗਿ ਸੋ ਧਨੁ ਪਾਵੈ ॥ સંતો ની સંગતિ માં મનુષ્ય તે ધનને પ્રાપ્ત કરી લે છે
ਜਿਸੁ ਧਨ ਤੇ ਸਭੁ ਕੋ ਵਰਸਾਵੈ ॥ જે ધન મળવાથી દરેક મનુષ્ય મશહૂર બની જાય છે
ਸਾਧਸੰਗਿ ਧਰਮ ਰਾਇ ਕਰੇ ਸੇਵਾ ॥ સાધુ-સંતો ની સંગતિ માં રહેવાથી ધર્મરાજ પણ સેવા કરે છે
ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਸੋਭਾ ਸੁਰਦੇਵਾ ॥ ગુરુ ચરણોની સંગતમાં દેવતાઓ પણ શોભા કરે છે પાપ દૂર થઈ જાય છે
ਸਾਧੂ ਕੈ ਸੰਗਿ ਪਾਪ ਪਲਾਇਨ ॥ ગુરુ ચરણોની સંગતમાં પાપ દૂર થઈ જાય છે
ਸਾਧਸੰਗਿ ਅੰਮ੍ਰਿਤ ਗੁਨ ਗਾਇਨ ॥ કારણકે સંતો ની સંગતિ માં અમર કરવાવાળા ગુણ મનુષ્ય ગાય છે
ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਸ੍ਰਬ ਥਾਨ ਗੰਮਿ ॥ સંતો ની સંગતિ માં રહીને બધી જગ્યાએ પહોંચબની જાય છે (ઉંચી આત્મિક અવસ્થા આવી જાય છે)
error: Content is protected !!
Scroll to Top
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html