GUJARATI PAGE 262

ਨਾਨਕ ਦੀਜੈ ਨਾਮ ਦਾਨੁ ਰਾਖਉ ਹੀਐ ਪਰੋਇ ॥੫੫॥
નાનક કહે છે હું તારો એક દાસ છું, હું ગુણહીન છું, મારામાં કોઈ જ ગુણ નથી, મને તારા પોતાના નામ નું દાન કર, જેથી હું મારા હૃદયમાં તેને પરોવીને રાખી શકું ।।૫૫।।

ਸਲੋਕੁ ॥
શ્લોક ।।

ਗੁਰਦੇਵ ਮਾਤਾ ਗੁਰਦੇਵ ਪਿਤਾ ਗੁਰਦੇਵ ਸੁਆਮੀ ਪਰਮੇਸੁਰਾ ॥
ગુરુ જ માં છે, ગુરુ જ પિતા છે, ગુરુ જ આત્મિક જન્મ દેવાવાળા છે, ગુરુ માલિક પ્રભુ નું રૂપ છે, ગુરુ માયાના મોહના અંધકારનો નાશ કરવાવાળા મિત્ર છે

ਗੁਰਦੇਵ ਸਖਾ ਅਗਿਆਨ ਭੰਜਨੁ ਗੁਰਦੇਵ ਬੰਧਿਪ ਸਹੋਦਰਾ ॥
ગુરુ જ સંબંધી અને ભાઈ છે ગુરુ જ અસલી દાતા છે જે પ્રભુના નામનો ઉપદેશ આપે છે

ਗੁਰਦੇਵ ਦਾਤਾ ਹਰਿ ਨਾਮੁ ਉਪਦੇਸੈ ਗੁਰਦੇਵ ਮੰਤੁ ਨਿਰੋਧਰਾ ॥
ગુરુ નો ઉપદેશ એવો છે જેની અસર થી કોઈ વિકાર વગેરે પાસે ન આવી શકે ગુરુ શાંતિ સત્ય અને બુદ્ધિનું સ્વરૂપ છે

ਗੁਰਦੇਵ ਸਾਂਤਿ ਸਤਿ ਬੁਧਿ ਮੂਰਤਿ ਗੁਰਦੇਵ ਪਾਰਸ ਪਰਸ ਪਰਾ ॥
ગુરુ એક એવું પારસ છે જેની સાથે રહીને શ્રેષ્ઠ થઈ જવાય છે ગુરુ સાચું તીર્થ છે

ਗੁਰਦੇਵ ਤੀਰਥੁ ਅੰਮ੍ਰਿਤ ਸਰੋਵਰੁ ਗੁਰ ਗਿਆਨ ਮਜਨੁ ਅਪਰੰਪਰਾ ॥
ગુરુ અમૃતનું સરોવર છે ગુરુ જ્ઞાન જળ નું સ્નાન છે જે બધાં તીર્થોમાં શ્રેષ્ઠ છે

ਗੁਰਦੇਵ ਕਰਤਾ ਸਭਿ ਪਾਪ ਹਰਤਾ ਗੁਰਦੇਵ ਪਤਿਤ ਪਵਿਤ ਕਰਾ ॥
ગુરુ કર્તાર રૂપ બધાં પાપોને દૂર કરવા વાળા છે ગુરુ વિકારી લોકોના હૃદયને પવિત્ર કરવા વાળા છે

ਗੁਰਦੇਵ ਆਦਿ ਜੁਗਾਦਿ ਜੁਗੁ ਜੁਗੁ ਗੁਰਦੇਵ ਮੰਤੁ ਹਰਿ ਜਪਿ ਉਧਰਾ ॥
જ્યારથી જગત બન્યું છે ગુરુ પહેલેથી જ દરેક યુગમાં પરમાત્મા નામ ના ઉપદેશ દાતા છે

ਗੁਰਦੇਵ ਸੰਗਤਿ ਪ੍ਰਭ ਮੇਲਿ ਕਰਿ ਕਿਰਪਾ ਹਮ ਮੂੜ ਪਾਪੀ ਜਿਤੁ ਲਗਿ ਤਰਾ ॥
ગુરુના નું દીધેલું હરિનામ મંત્ર જપ થી સંસાર સમુદ્ર ના વિકારોની લહેરો ને પાર કરી શકાય છે

ਗੁਰਦੇਵ ਸਤਿਗੁਰੁ ਪਾਰਬ੍ਰਹਮੁ ਪਰਮੇਸਰੁ ਗੁਰਦੇਵ ਨਾਨਕ ਹਰਿ ਨਮਸਕਰਾ ॥੧॥
હે નાનક! ગુરુ પરમેશ્વર પરબ્રહ્મ રૂપ છે હરિ ના રૂપ ગુરુને સદા નમસ્કાર કરવા જોઈએ ।।૧।।

ਏਹੁ ਸਲੋਕੁ ਆਦਿ ਅੰਤਿ ਪੜਣਾ ॥
આ શ્લોક બાવન આખરી ની શરૂઆતમાં પણ વાંચવાનો છે અને છેલ્લે પણ વાંચવાનો છે

ਗਉੜੀ ਸੁਖਮਨੀ ਮਃ ੫ ॥
ગૌરી રાગ, સુખમાંની મહેલ ૫।।

ਸਲੋਕੁ ॥
શ્લોક ।।

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપા થી પ્રાપ્ત થાય છે

ਆਦਿ ਗੁਰਏ ਨਮਹ ॥
સૌથી ઊંચા અકાલ પુરખને મારા નમસ્કાર છે

ਜੁਗਾਦਿ ਗੁਰਏ ਨਮਹ ॥
જે બધાં નો આરંભ છે અને જે યુગોના આરંભથી છે એને મારા નમસ્કાર છે

ਸਤਿਗੁਰਏ ਨਮਹ ॥.
સદગુરુ ને મારા નમસ્કાર

ਸ੍ਰੀ ਗੁਰਦੇਵਏ ਨਮਹ ॥੧॥
શ્રી ગુરુદેવને મારા નમસ્કાર ।।૧।।

ਅਸਟਪਦੀ ॥
અષ્ટપદી ।।

ਸਿਮਰਉ ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਸੁਖੁ ਪਾਵਉ ॥
હું તે અકાલ પુરખ ના નામનું સ્મરણ કરું છુંઅને સ્મરણ કરી કરીને સુખ હાસિલ કરું છું

ਕਲਿ ਕਲੇਸ ਤਨ ਮਾਹਿ ਮਿਟਾਵਉ ॥
આવી રીતે શરીરમાં જે દુઃખ અને વ્યાધિ છે તેને દૂર કરું છું

ਸਿਮਰਉ ਜਾਸੁ ਬਿਸੁੰਭਰ ਏਕੈ ॥
જે આ જગતનો પાલક હરિ નું નામ અનેક

ਨਾਮੁ ਜਪਤ ਅਗਨਤ ਅਨੇਕੈ ॥
અગણિત જીવ તે નામ જપે છે હું પણ તેનું સ્મરણ કરું છું

ਬੇਦ ਪੁਰਾਨ ਸਿੰਮ੍ਰਿਤਿ ਸੁਧਾਖ੍ਯ੍ਯਰ ॥
વેદ પુરાણ શ્રુતિએ એક અકાલ પુરખ નું નામ સૌથી પવિત્ર માન્યું છે

ਕੀਨੇ ਰਾਮ ਨਾਮ ਇਕ ਆਖ੍ਯ੍ਯਰ ॥
જે મનુષ્ય એ પોતાની અંદર અકાલ પુરખનું નામ થોડુંક પણ વસાવ્યું છે

ਕਿਨਕਾ ਏਕ ਜਿਸੁ ਜੀਅ ਬਸਾਵੈ ॥ ਤਾ ਕੀ ਮਹਿਮਾ ਗਨੀ ਨ ਆਵੈ ॥
જે મનુષ્ય એ પોતાની અંદર અકાલ પુરખનું નામ થોડુંક પણ વસાવ્યું છે. તેની મહિમાનું વર્ણન નથી કરી શકતો

ਕਾਂਖੀ ਏਕੈ ਦਰਸ ਤੁਹਾਰੋ ॥ ਨਾਨਕ ਉਨ ਸੰਗਿ ਮੋਹਿ ਉਧਾਰੋ ॥੧॥
હે અકાલ પુરખ જે મનુષ્યને તારા દર્શનની આકાંક્ષા છે, નાનક કહે છે તેમની સ્મૃતિમાં રહીને મને સંસારસાગર થી બચાવી લે ।।૧।।

ਸੁਖਮਨੀ ਸੁਖ ਅੰਮ੍ਰਿਤ ਪ੍ਰਭ ਨਾਮੁ ॥
પ્રભુનું અમર કરવાવાળું સુખદાઈ નામ બધાં સુખોની મણી છે

ਭਗਤ ਜਨਾ ਕੈ ਮਨਿ ਬਿਸ੍ਰਾਮ ॥ ਰਹਾਉ ॥
તેનું ઠેકાણું ભક્તોના હૃદયમાં છે. વિરામ।।

ਪ੍ਰਭ ਕੈ ਸਿਮਰਨਿ ਗਰਭਿ ਨ ਬਸੈ ॥
પ્રભુનું સ્મરણ કરવાથી જીવ જન્મ-મરણના ફેરામાં નથી આવતો

ਪ੍ਰਭ ਕੈ ਸਿਮਰਨਿ ਦੂਖੁ ਜਮੁ ਨਸੈ ॥
પ્રભુનું સ્મરણ કરવાથી જીવ નું દુઃખ દૂર થઈ જાય છે

ਪ੍ਰਭ ਕੈ ਸਿਮਰਨਿ ਕਾਲੁ ਪਰਹਰੈ ॥
પ્રભુનું સ્મરણ કરવાથી યમરાજ નો ડર દૂર થઈ જાય છે

ਪ੍ਰਭ ਕੈ ਸਿਮਰਨਿ ਦੁਸਮਨੁ ਟਰੈ ॥
પ્રભુનું સ્મરણ કરવાથી મોતનો ભય પણ દૂર થઈ જાય છે વિકાર રૂપી દુશ્મન પણ ટળી જાય છે

ਪ੍ਰਭ ਸਿਮਰਤ ਕਛੁ ਬਿਘਨੁ ਨ ਲਾਗੈ ॥
પ્રભુનું સ્મરણ કરવાથી પ્રભુનું સ્મરણ કરવાથી જીવનની રાહમાં કોઇ રૂકાવટ નથી આવતી

ਪ੍ਰਭ ਕੈ ਸਿਮਰਨਿ ਅਨਦਿਨੁ ਜਾਗੈ ॥
પ્રભુનું સ્મરણ કરવાથી મનુષ્ય દરેક ક્ષણ વિકારોની તરફથી સચેત થઈ જાય છે

ਪ੍ਰਭ ਕੈ ਸਿਮਰਨਿ ਭਉ ਨ ਬਿਆਪੈ ॥
પ્રભુનું સ્મરણ કરવાથી કોઈ પણ ડર નો દબાવ જીવ ઉપર નથી આવતો

ਪ੍ਰਭ ਕੈ ਸਿਮਰਨਿ ਦੁਖੁ ਨ ਸੰਤਾਪੈ ॥
પ્રભુનું સ્મરણ કરવાથી કોઈ પણ દુઃખ વ્યાકુળ નથી કરી શકતું

ਪ੍ਰਭ ਕਾ ਸਿਮਰਨੁ ਸਾਧ ਕੈ ਸੰਗਿ ॥
પ્રભુનું સ્મરણ કરવાથી ગુરુ મુખની સંગતિ માંથી મળે છે

ਸਰਬ ਨਿਧਾਨ ਨਾਨਕ ਹਰਿ ਰੰਗਿ ॥੨॥
હે નાનક! અકાલ પુરખ ના પ્રેમમાં દુનિયાનો બધો જ ખજાનો મળી જાય છે ।।૨।।

ਪ੍ਰਭ ਕੈ ਸਿਮਰਨਿ ਰਿਧਿ ਸਿਧਿ ਨਉ ਨਿਧਿ ॥
પ્રભુના સ્મરણમાં જ બધી જ રિદ્ધિ અને સિદ્ધિ અને નવ ખજાના છે

ਪ੍ਰਭ ਕੈ ਸਿਮਰਨਿ ਗਿਆਨੁ ਧਿਆਨੁ ਤਤੁ ਬੁਧਿ ॥
પ્રભુ સ્મરણમાં જ જ્ઞાન ટકી શકે છે અને જગતનું મૂળ સમજવાની બુદ્ધિ આવી જાય છે

ਪ੍ਰਭ ਕੈ ਸਿਮਰਨਿ ਜਪ ਤਪ ਪੂਜਾ ॥
પ્રભુના સ્મરણમાં જ બધાં જ જપ પૂજા છે

ਪ੍ਰਭ ਕੈ ਸਿਮਰਨਿ ਬਿਨਸੈ ਦੂਜਾ ॥
કારણ કે સ્મરણ કરવાથી પ્રભુ વગર કોઈ બીજું તેના જેવું અસ્તિત્વ ધરાવતું હશે એવો ખ્યાલ જ દૂર થઈ જાય છે

ਪ੍ਰਭ ਕੈ ਸਿਮਰਨਿ ਤੀਰਥ ਇਸਨਾਨੀ ॥
પ્રભુનું સ્મરણ કરવાથી આત્મા તીર્થ સ્નાન કરી લે છે

ਪ੍ਰਭ ਕੈ ਸਿਮਰਨਿ ਦਰਗਹ ਮਾਨੀ ॥
પ્રભુનું સ્મરણ કરવાથી દરગાહમાં તેને આદર મળે છે

ਪ੍ਰਭ ਕੈ ਸਿਮਰਨਿ ਹੋਇ ਸੁ ਭਲਾ ॥
પ્રભુનું સ્મરણ કરવાથી જ જગતમાં જે કાંઇ પણ ઘટી રહ્યું છે તે તેને યોગ્ય લાગે છે

ਪ੍ਰਭ ਕੈ ਸਿਮਰਨਿ ਸੁਫਲ ਫਲਾ ॥
પ્રભુનું સ્મરણ કરવાથી તેનાં માનવ જન્મનો શ્રેષ્ઠ ઉદ્દેશ્ય સિદ્ધ થઈ જાય છે

ਸੇ ਸਿਮਰਹਿ ਜਿਨ ਆਪਿ ਸਿਮਰਾਏ ॥
તે જ સ્મરણ કરી શકે છે જેને પ્રભુ સ્વયં પ્રેરિત કરે છે