Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-260

Page 260

ਸਲੋਕੁ ॥ શ્લોક ।।
ਹਉ ਹਉ ਕਰਤ ਬਿਹਾਨੀਆ ਸਾਕਤ ਮੁਗਧ ਅਜਾਨ ॥ માયાથી ગ્રસિત થયેલા મૂર્ખ નાસમજ મનુષ્ય ની ઉંમર એ જ સ્થિતિમાં વહી જાય છે કે હું મોટો થઈ જાઉં
ੜੜਕਿ ਮੁਏ ਜਿਉ ਤ੍ਰਿਖਾਵੰਤ ਨਾਨਕ ਕਿਰਤਿ ਕਮਾਨ ॥੧॥ હે નાનક! અહંકારને આશરે કરેલાં ખોટા કામો ના સંસ્કારોને લીધે અહંકારનો કાંટો ખૂંચતો રહે છે અને તેનાથી આધ્યાત્મિક મૃત્યુ થઈ જાય છે જેવી રીતે કોઇ તરસ્યો પાણી વગર મરે છે તેમ તે આધ્યાત્મિક સુખ વગર તડપતો રહે છે ।।૧।।
ਪਉੜੀ ॥ પગથિયું ।।
ੜਾੜਾ ੜਾੜਿ ਮਿਟੈ ਸੰਗਿ ਸਾਧੂ ॥ મનુષ્યની અંદર અહંકારના કાંટાની ચુભન ગુરુ ની સંગતિ માં જ મટી શકે છે
ਕਰਮ ਧਰਮ ਤਤੁ ਨਾਮ ਅਰਾਧੂ ॥ કારણકે સંગતિ માં પ્રભુનું નામ મળે છે અને હરિના નામનું સ્મરણ બધા ધાર્મિક કર્મોનો નિચોડ છે
ਰੂੜੋ ਜਿਹ ਬਸਿਓ ਰਿਦ ਮਾਹੀ ॥ જે મનુષ્યના હૃદયમાં સુંદર પ્રભુ આવીને વસે છે
ਉਆ ਕੀ ੜਾੜਿ ਮਿਟਤ ਬਿਨਸਾਹੀ ॥ તેની અંદરથી અહંકારના કાંટાની ચુભન નો અવશ્ય નાશ થઈ જાય છે મટી જાય છે
ੜਾੜਿ ਕਰਤ ਸਾਕਤ ਗਾਵਾਰਾ ॥ તે અહંકાર વાળી ચુભન તે મૂર્ખ માયાથી ગ્રસિત લોકો પોતાની અંદર કાયમ રાખે છે
ਜੇਹ ਹੀਐ ਅਹੰਬੁਧਿ ਬਿਕਾਰਾ ॥ તેના હૃદયમાં અહંકાર વાળી બુદ્ધિથી ઉપજેલી દુષ્ટતા ટકીને રહે છે
ੜਾੜਾ ਗੁਰਮੁਖਿ ੜਾੜਿ ਮਿਟਾਈ ॥ હે નાનક! જે લોકોએ ગુરૂની શરણ પડી ને અહંકાર વાળી ચુભન દૂર કરી લીધી
ਨਿਮਖ ਮਾਹਿ ਨਾਨਕ ਸਮਝਾਈ ॥੪੭॥ તેમણે ગુરુની આંખને એક ઝપક માં જ આધ્યાત્મિક આનંદની ઝલક દેખાઈ ગઈ ।।૪૭।।
ਸਲੋਕੁ ॥ શ્લોક ।।
ਸਾਧੂ ਕੀ ਮਨ ਓਟ ਗਹੁ ਉਕਤਿ ਸਿਆਨਪ ਤਿਆਗੁ ॥ હે મન! જો અહંકારની ચુભન થી બચવું હોય તો ગુરુ નો આશરો લે તારી દલીલબાજી અને સમજદારી ને છોડ
ਗੁਰ ਦੀਖਿਆ ਜਿਹ ਮਨਿ ਬਸੈ ਨਾਨਕ ਮਸਤਕਿ ਭਾਗੁ ॥੧॥ હે નાનક! જે મનુષ્યના મનમાં ગુરુની શિક્ષા વસી જાય છે તેના તેના ભાગ્ય ઊઘડી ગયા સમજો ।।૧।।
ਪਉੜੀ ॥ પગથિયું ।।
ਸਸਾ ਸਰਨਿ ਪਰੇ ਅਬ ਹਾਰੇ ॥ હે ધરતીના સાંઈ! અહંકાર થી બચવા માટે અને ચતુરાઈ અને સમજદારી દેખાડી પણ કાંઈ જ ફાયદો ન થયો હવે હારીને તારી શરણ પડેલા છીએ
ਸਾਸਤ੍ਰ ਸਿਮ੍ਰਿਤਿ ਬੇਦ ਪੂਕਾਰੇ ॥ પંડિત લોકો સ્મૃતિ શાસ્ત્ર વેદ વગેરે ધર્મ પુસ્તકો પુસ્તકો વાંચે છે
ਸੋਧਤ ਸੋਧਤ ਸੋਧਿ ਬੀਚਾਰਾ ॥ પણ ખૂબ જ વિચાર કરીને આ જ પરિણામ ઉપર પહોંચે છે
ਬਿਨੁ ਹਰਿ ਭਜਨ ਨਹੀ ਛੁਟਕਾਰਾ ॥ કે હરિ નામના સ્મરણ વગર અહંકારથી છુટકારો નથી થતો
ਸਾਸਿ ਸਾਸਿ ਹਮ ਭੂਲਨਹਾਰੇ ॥ હે ગોપાલ! અમે જીવ દરેક શ્વાસની સાથે ભૂલ કરીએ છીએ તું અમારી ભૂલો ને માફ કરી શકે છે
ਤੁਮ ਸਮਰਥ ਅਗਨਤ ਅਪਾਰੇ ॥ તારા ગુણો અગણિત છે જે અમે કયારેય ન જાણી શકીએ તારા ગુણોનો પાર ન પામી શકીએ
ਸਰਨਿ ਪਰੇ ਕੀ ਰਾਖੁ ਦਇਆਲਾ ॥ હે નાનક! પ્રભુની સામે અરદાસ કર અને બોલ
ਨਾਨਕ ਤੁਮਰੇ ਬਾਲ ਗੁਪਾਲਾ ॥੪੮॥ હે ગોપાલ! અમે તારાં બાળકો છીએ હે દીન દયાળ! શરણ પડેલા ની લાજ રાખ અને અમને અહંકારથી બચાવીને રાખ ।।૪૮।।
ਸਲੋਕੁ ॥ શ્લોક ।।
ਖੁਦੀ ਮਿਟੀ ਤਬ ਸੁਖ ਭਏ ਮਨ ਤਨ ਭਏ ਅਰੋਗ ॥ જ્યારે મનુષ્ય નો અહંકાર દૂર થઈ જાય છે ત્યારે તેને આત્મિક આનંદ મળે છે તેની કૃપાથી તેનું મન અને તન પુલકિત થઈ જાય છે
ਨਾਨਕ ਦ੍ਰਿਸਟੀ ਆਇਆ ਉਸਤਤਿ ਕਰਨੈ ਜੋਗੁ ॥੧॥ હે નાનક! અહંકાર ઘટવાની સાથે જ મનુષ્યને પરમાત્મા દરેક જગ્યાએ દેખાવા લાગે છે જે મહિમાના હકદાર છે ।।૧।।
ਪਉੜੀ ॥ પગથિયું ।।
ਖਖਾ ਖਰਾ ਸਰਾਹਉ ਤਾਹੂ ॥ હું તે પ્રભુની મહિમા મન લગાડીને કરું છું
ਜੋ ਖਿਨ ਮਹਿ ਊਨੇ ਸੁਭਰ ਭਰਾਹੂ ॥ જે એક જ ક્ષણમાં હૃદયોને સારા ગુણો થી લબાલબ ભરી દે છે.
ਖਰਾ ਨਿਮਾਨਾ ਹੋਤ ਪਰਾਨੀ ॥ જે પહેલાં ગુણો થી વંચિત હતા
ਅਨਦਿਨੁ ਜਾਪੈ ਪ੍ਰਭ ਨਿਰਬਾਨੀ ॥ મનુષ્ય સારી રીતે નિરંકાર થઈ જાય છે તો દરેક ક્ષણ વાસના રહિત પરમાત્માનું સ્મરણ કરે છે
ਭਾਵੈ ਖਸਮ ਤ ਉਆ ਸੁਖੁ ਦੇਤਾ ॥ આવી રીતે પતિ પ્રભુ નો પ્યારો બનવા લાગે છે
ਪਾਰਬ੍ਰਹਮੁ ਐਸੋ ਆਗਨਤਾ ॥ પ્રભુ તેને આધ્યાત્મિક સુખ બક્ષે છે
ਅਸੰਖ ਖਤੇ ਖਿਨ ਬਖਸਨਹਾਰਾ ॥ હે નાનક! પરબ્રહ્મ ખૂબ જ અનંત છે માલિક પ્રભુ હંમેશા દયા કરવાવાળો છે
ਨਾਨਕ ਸਾਹਿਬ ਸਦਾ ਦਇਆਰਾ ॥੪੯॥ તે જીવોના અગણિત પાપો ક્ષણ માત્રમાં માફ કરી દે છે ।।૪૯।।
ਸਲੋਕੁ ॥ શ્લોક ।।
ਸਤਿ ਕਹਉ ਸੁਨਿ ਮਨ ਮੇਰੇ ਸਰਨਿ ਪਰਹੁ ਹਰਿ ਰਾਇ ॥ હે મારા મન! હું તને સાચી વાત કહી રહ્યો છું તું એને સાંભળ પરમાત્માની શરણે જા
ਉਕਤਿ ਸਿਆਨਪ ਸਗਲ ਤਿਆਗਿ ਨਾਨਕ ਲਏ ਸਮਾਇ ॥੧॥ હે નાનક! બધી જ દલીલબાજી અને સમજદારી છોડી દે સરળ સ્વભાવનો થઈ અને પ્રભુ નો આશરો લઈશ તો પ્રભુ તને પોતાના ચરણમાં જગ્યા આપી દેશે ।।૧।।
ਪਉੜੀ ॥ પગથિયું ।।
ਸਸਾ ਸਿਆਨਪ ਛਾਡੁ ਇਆਨਾ ॥ હે મારા અજાણ મન! ચાલાકી છોડ પરમાત્મા ચાલાકીથી અને હુકમ કરવાથી અને અકડ દેખાડવાથી ખુશ નથી થતો
ਹਿਕਮਤਿ ਹੁਕਮਿ ਨ ਪ੍ਰਭੁ ਪਤੀਆਨਾ ॥ પ્રભુની જી હાજરીમાં તારી સાથે આ બધું નહિ જાય
ਸਹਸ ਭਾਤਿ ਕਰਹਿ ਚਤੁਰਾਈ ॥ જો તું હજારો પ્રકારની ચાલાકી પણ કરીશ એક પણ ચાલાકી તારી મદદ નહીં કરી શકે\
ਸੰਗਿ ਤੁਹਾਰੈ ਏਕ ਨ ਜਾਈ ॥ અને તે ત્યાં સ્વીકાર કરવામાં નહિ આવે
ਸੋਊ ਸੋਊ ਜਪਿ ਦਿਨ ਰਾਤੀ ॥ હે મારા પ્રાણ! બસ તે પ્રભુને જ દિવસ રાત યાદ કરતો રહે
ਰੇ ਜੀਅ ਚਲੈ ਤੁਹਾਰੈ ਸਾਥੀ ॥ પ્રભુની યાદ જ તારી સાથે જશે
ਸਾਧ ਸੇਵਾ ਲਾਵੈ ਜਿਹ ਆਪੈ ॥ પણ આ સ્મરણ તે જ કરી શકે જેને પ્રભુ પોતે ગુરુ ના દરવાજે લઈ જાય
ਨਾਨਕ ਤਾ ਕਉ ਦੂਖੁ ਨ ਬਿਆਪੈ ॥੫੦॥ હે નાનક! જે મનુષ્ય ને પ્રભુ સ્વયં ગુરુ ની સેવા માં જોડે છે તેની ઉપર કોઈ દુઃખ અને કષ્ટ કામ નથી કરી શકતા ।।૫૦।।
ਸਲੋਕੁ ॥ શ્લોક ।।
ਹਰਿ ਹਰਿ ਮੁਖ ਤੇ ਬੋਲਨਾ ਮਨਿ ਵੂਠੈ ਸੁਖੁ ਹੋਇ ॥ તે હરિનો જાપ મોઢાથી કરવાથી જ્યારે તે મનમાં આવીને વસી જાય છે ત્યારે આધ્યાત્મિક આનંદ ઉત્પન્ન થાય છ
ਨਾਨਕ ਸਭ ਮਹਿ ਰਵਿ ਰਹਿਆ ਥਾਨ ਥਨੰਤਰਿ ਸੋਇ ॥੧॥ હે નાનક! તે પ્રભુ બધાં જીવોમાં વ્યાપક છે દરેક જગ્યાએ હાજર છે
ਪਉੜੀ ॥ પગથિયું ।।
ਹੇਰਉ ਘਟਿ ਘਟਿ ਸਗਲ ਕੈ ਪੂਰਿ ਰਹੇ ਭਗਵਾਨ ॥ હું બધા જીવો ના શરીર માં જોઉં છું તો બધાં જ ની અંદર પરમાત્મા સ્વયં હાજર દેખાય છે પરમાત્મા નું અસ્તિત્વ સદા થી હતું
ਹੋਵਤ ਆਏ ਸਦ ਸਦੀਵ ਦੁਖ ਭੰਜਨ ਗੁਰ ਗਿਆਨ ॥ તે બધાં જ જીવો ના દુઃખોનો નાશ કરવાવાળો છે આ સમજ ગુરુનું જ્ઞાન જ આપી શકે ગુરૂના ઉપદેશથી આ સમજ ઉત્પન્ન થાય છે
ਹਉ ਛੁਟਕੈ ਹੋਇ ਅਨੰਦੁ ਤਿਹ ਹਉ ਨਾਹੀ ਤਹ ਆਪਿ ॥ મનુષ્યનો અહંકાર સમાપ્ત થાય છે મનમાં આનંદ ઉત્પન્ન થાય છે
ਹਤੇ ਦੂਖ ਜਨਮਹ ਮਰਨ ਸੰਤਸੰਗ ਪਰਤਾਪ ॥ સંતો ની સંગતિ ની કૃપાથી મનુષ્યના જન્મ-મરણના દુઃખનો નાશ થાય છે
ਹਿਤ ਕਰਿ ਨਾਮ ਦ੍ਰਿੜੈ ਦਇਆਲਾ ॥ મનમાંથી અહંકાર નો ભાવ દૂર થાય છે ત્યાં પ્રભુ સ્વયં આવીને વસે છે
ਸੰਤਹ ਸੰਗਿ ਹੋਤ ਕਿਰਪਾਲਾ ॥ જે મનુષ્ય સંત જનો ની સંગતિ માં રહી ને પ્રેમથી દયાવાન પ્રભુનું નામ પોતાના હૃદયમાં ટકાવે છે પ્રભુની તેની ઉપર કૃપા થાય છે


© 2017 SGGS ONLINE
Scroll to Top