Gujarati Page 255

ਅਪਨੀ ਕ੍ਰਿਪਾ ਕਰਹੁ ਭਗਵੰਤਾ ॥

હે ભગવાન! તારી કૃપા કર

ਛਾਡਿ ਸਿਆਨਪ ਬਹੁ ਚਤੁਰਾਈ ॥

હે મન! બધી ચતુરાઈ અને સમજદારી છોડીને

ਸੰਤਨ ਕੀ ਮਨ ਟੇਕ ਟਿਕਾਈ ॥

સંત જનોના નો આશરો પકડ

ਛਾਰੁ ਕੀ ਪੁਤਰੀ ਪਰਮ ਗਤਿ ਪਾਈ ॥

સંત જન જે મનુષ્યની સહાયતા કરે છે તેના પણ આ શરીર ભલે માટીના પૂતળા હોય.

ਨਾਨਕ ਜਾ ਕਉ ਸੰਤ ਸਹਾਈ ॥੨੩॥

હે નાનક! પણ આમાં જ તે ઊંચામાં ઊંચી આધ્યાત્મિક અવસ્થા પ્રાપ્ત કરી લે છે ॥૨૩॥

ਸਲੋਕੁ ॥

શ્લોક॥

ਜੋਰ ਜੁਲਮ ਫੂਲਹਿ ਘਨੋ ਕਾਚੀ ਦੇਹ ਬਿਕਾਰ ॥

જે લોકો બીજા ઉપર ગેરવર્તન કરીને ખુબ જ માન કમાય છે શરીર તો તેમનું પણ નાશવાન છે તેમનું નાશવાન શરીર વ્યર્થ થઈ જાય છે

ਅਹੰਬੁਧਿ ਬੰਧਨ ਪਰੇ ਨਾਨਕ ਨਾਮ ਛੁਟਾਰ ॥੧॥

તે લોકો નો રણકાર ‘હું મોટો’ ‘હું મોટો’ કરવા વાળી બુદ્ધિ તેમને બંધનોમાં જકડી રાખે છે હે નાનક! આ બંધનોમાં થી પ્રભુ નું નામ જ છોડાવી શકે ॥૧॥

ਪਉੜੀ ॥

પગથિયું ॥

ਜਜਾ ਜਾਨੈ ਹਉ ਕਛੁ ਹੂਆ ॥

જે મનુષ્યને આ વાત સમજમાં આવી જાય છે કે હું મોટો બની ગયો છું

ਬਾਧਿਓ ਜਿਉ ਨਲਿਨੀ ਭ੍ਰਮਿ ਸੂਆ ॥

તે આ અહંકારમાં એવો બંધાઈ જાય છે જેવી રીતે પોપટ શિકારી ના જાળમાં સપડાઈ જાય છે

ਜਉ ਜਾਨੈ ਹਉ ਭਗਤੁ ਗਿਆਨੀ ॥

જ્યારે મનુષ્યને સમજમાં આવે છે કે હું ભક્ત થઈ ગયો હું જ્ઞાનવાન બની ગયો

ਆਗੈ ਠਾਕੁਰਿ ਤਿਲੁ ਨਹੀ ਮਾਨੀ ॥

તો પ્રભુ તેના આ અહંકાર નું મૂલ્ય રતીભાર પણ નથી કરતા

ਜਉ ਜਾਨੈ ਮੈ ਕਥਨੀ ਕਰਤਾ ॥

જ્યારે મનુષ્ય આ સમજી લે છે કે હું ખૂબ જ ધાર્મિક વ્યાખ્યાન કરવા લાગી ગયો છું

ਬਿਆਪਾਰੀ ਬਸੁਧਾ ਜਿਉ ਫਿਰਤਾ ॥

તો પછી તે એક ફેરી વાળા વેપારી ની જેમ ધરતી ઉપર ચાલતો ફરતો રહે છે અને કાંઈ પણ આધ્યાત્મિક લાભ નથી કમાતો

ਸਾਧਸੰਗਿ ਜਿਹ ਹਉਮੈ ਮਾਰੀ ॥ ਨਾਨਕ ਤਾ ਕਉ ਮਿਲੇ ਮੁਰਾਰੀ ॥੨੪॥

હે નાનક! જે મનુષ્ય સાધુ સંગત માં જઈને પોતાના અહંકારનો નાશ કર્યો તેને જ પરમાત્મા મળે છે ॥૨૪॥

ਸਲੋਕੁ ॥

શ્લોક॥

ਝਾਲਾਘੇ ਉਠਿ ਨਾਮੁ ਜਪਿ ਨਿਸਿ ਬਾਸੁਰ ਆਰਾਧਿ ॥

અમૃતવેળાએ ઊઠીને પ્રભુના નામનો જપ કર એટલું જ નહીં દિવસ-રાત દરેક ક્ષણ યાદ કર

ਕਾਰ੍ਹਾ ਤੁਝੈ ਨ ਬਿਆਪਈ ਨਾਨਕ ਮਿਟੈ ਉਪਾਧਿ ॥੧॥

હે નાનક! કોઈ ચિંતા ફિકર તારા ઉપર જોર નહીં મારી શકે તારી અંદરથી વેર ઝઘડા વાળો સ્વભાવ મટી જશે ॥૧॥

ਪਉੜੀ ॥

પગથિયું ॥

ਝਝਾ ਝੂਰਨੁ ਮਿਟੈ ਤੁਮਾਰੋ ॥ ਰਾਮ ਨਾਮ ਸਿਉ ਕਰਿ ਬਿਉਹਾਰੋ ॥

હે વણઝારા જીવ! પરમાત્માના નામનો વેપાર કર તારી બધી જ પ્રકારની ચિંતા ફિકર મટી જશે

ਝੂਰਤ ਝੂਰਤ ਸਾਕਤ ਮੂਆ ॥

પ્રભુથી અલગ થયા થયેલો મનુષ્ય ચિંતામાં જ આધ્યાત્મિક મૃત્યુ મરતો રહે છે

ਜਾ ਕੈ ਰਿਦੈ ਹੋਤ ਭਾਉ ਬੀਆ ॥

કારણ કે તેના હૃદયમાં માયા પ્રત્યે પ્રેમ બનેલો હોય છે

ਝਰਹਿ ਕਸੰਮਲ ਪਾਪ ਤੇਰੇ ਮਨੂਆ ॥

હે ભાઈ! સત્સંગ માં જઈ ને પરમાત્માની આધ્યાત્મિક જીવન દેવાવાળી મહિમા સાંભળ

ਅੰਮ੍ਰਿਤ ਕਥਾ ਸੰਤਸੰਗਿ ਸੁਨੂਆ ॥

 એ સાંભળીને તારા મનમાંથી બધાં જ પાપો અને વિકાર પડી જશે

ਝਰਹਿ ਕਾਮ ਕ੍ਰੋਧ ਦ੍ਰੁਸਟਾਈ ॥

તેની અંદર તેનું નામ વસી જાય છે અને તેના કામ ક્રોધ વગેરે બધાં જ દુશ્મનનો નાશ થઈ જાય છે

ਨਾਨਕ ਜਾ ਕਉ ਕ੍ਰਿਪਾ ਗੁਸਾਈ ॥੨੫॥

હે નાનક! જે મનુષ્ય ઉપર સૃષ્ટિનો માલિક પ્રભુ કૃપા કરે છે ॥૨૫॥

ਸਲੋਕੁ ॥

શ્લોક ॥

ਞਤਨ ਕਰਹੁ ਤੁਮ ਅਨਿਕ ਬਿਧਿ ਰਹਨੁ ਨ ਪਾਵਹੁ ਮੀਤ ॥

હે મિત્ર! અનેક પ્રકારના પ્રયત્ન કરીને તેં જોઈ લીધું અહીંયા હંમેશાં ને માટે ટકવા માટે કોઈ જ નથી રહી શકતું

ਜੀਵਤ ਰਹਹੁ ਹਰਿ ਹਰਿ ਭਜਹੁ ਨਾਨਕ ਨਾਮ ਪਰੀਤਿ ॥੧॥

હે નાનક! જો પ્રભુ ના નામની સાથે પ્રેમ કરશો જો હંમેશાં હરિના નામનું સ્મરણ કરશો તો આધ્યાત્મિક જીવન મળશે ।।૧।।

ਪਵੜੀ ॥

પગથિયું ॥

ਞੰਞਾ ਞਾਣਹੁ ਦ੍ਰਿੜੁ ਸਹੀ ਬਿਨਸਿ ਜਾਤ ਏਹ ਹੇਤ ॥

હે ભાઈ! આ વાત સરસ રીતે સમજી લ્યો કે આ દુનિયા માટેના મોહનો નાશ થઈ જ જશે

ਗਣਤੀ ਗਣਉ ਨ ਗਣਿ ਸਕਉ ਊਠਿ ਸਿਧਾਰੇ ਕੇਤ ॥

 કેટલાંય જીવો જગતમાંથી ચાલ્યા ગયા જેની ગણતરી ન હું કરી શકું છું અને ના કરી શકીશ

ਞੋ ਪੇਖਉ ਸੋ ਬਿਨਸਤਉ ਕਾ ਸਿਉ ਕਰੀਐ ਸੰਗੁ ॥

જે કાંઈ પણ મેં મારી આંખો થી જોયું છે તે નાશવાન છે પછી પાક્કી પ્રીતિ કોની સાથે કરવી જોઈએ?

ਞਾਣਹੁ ਇਆ ਬਿਧਿ ਸਹੀ ਚਿਤ ਝੂਠਉ ਮਾਇਆ ਰੰਗੁ ॥

હે મારા મન તું આ જાણી લે કે માયાની સાથેનો પ્રેમ અસત્ય છે

ਞਾਣਤ ਸੋਈ ਸੰਤੁ ਸੁਇ ਭ੍ਰਮ ਤੇ ਕੀਚਿਤ ਭਿੰਨ ॥

એવા મનુષ્ય માયાના ભટકાવથી બચી જાય છે એવો મનુષ્ય સંત છે જે સાચા જીવનનો અર્થ સમજે છે

ਅੰਧ ਕੂਪ ਤੇ ਤਿਹ ਕਢਹੁ ਜਿਹ ਹੋਵਹੁ ਸੁਪ੍ਰਸੰਨ ॥

હે પ્રભુ! જે મનુષ્ય ઉપર તું મહેરબાન થાય છે તેને મોહ ના અંધારા કૂવામાંથી તું જ બહાર કાઢે છે

ਞਾ ਕੈ ਹਾਥਿ ਸਮਰਥ ਤੇ ਕਾਰਨ ਕਰਨੈ ਜੋਗ ॥

હું તે પ્રભુની મહિમા કરું છું જે કૃપા કરીને મહિમા કરવાની સમજ મારી અંદર બનાવે છે જેના હાથમાં છે આ કરવાનું સામર્થ્ય છે.

ਨਾਨਕ ਤਿਹ ਉਸਤਤਿ ਕਰਉ ਞਾਹੂ ਕੀਓ ਸੰਜੋਗ ॥੨੬॥

હે નાનક! જે બધી જ સમજ મારા માટે બનાવે છે આ એક જ રીતે થી માયાના રંગ થી બચી શકાય ॥૨૬॥

ਸਲੋਕੁ ॥

શ્લોક ॥

ਟੂਟੇ ਬੰਧਨ ਜਨਮ ਮਰਨ ਸਾਧ ਸੇਵ ਸੁਖੁ ਪਾਇ ॥

તેના મોહના બંધન તૂટી જાય છે જે આપણને જન્મ-મરણના ચક્કરમાં નાખે છે તે મનુષ્ય ગુરુની સેવા કરીને આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત કરે છે.

ਨਾਨਕ ਮਨਹੁ ਨ ਬੀਸਰੈ ਗੁਣ ਨਿਧਿ ਗੋਬਿਦ ਰਾਇ ॥੧॥

હે નાનક! ગુણોના ખજાના ગોવિંદ જે મનુષ્યના મનમાં થી ભુલાતા નથી ॥૧॥

ਪਉੜੀ ॥

પગથિયું ॥

ਟਹਲ ਕਰਹੁ ਤਉ ਏਕ ਕੀ ਜਾ ਤੇ ਬ੍ਰਿਥਾ ਨ ਕੋਇ ॥

હે ભાઈ! ફક્ત પરમાત્માની સેવા ભક્તિ કરો જેના દરવાજેથી કોઈપણ યાચક ખાલી નથી જતો.

ਮਨਿ ਤਨਿ ਮੁਖਿ ਹੀਐ ਬਸੈ ਜੋ ਚਾਹਹੁ ਸੋ ਹੋਇ ॥

જો તમારા મનમાં તમારા શરીરમાં તમારા હૃદયમાં પ્રભુ વસી જાય તો તમે જે માંગો તે મળી જાય છે

ਟਹਲ ਮਹਲ ਤਾ ਕਉ ਮਿਲੈ ਜਾ ਕਉ ਸਾਧ ਕ੍ਰਿਪਾਲ ॥

પણ આ સેવા ભક્તિ નો મોકો તેને જ મળે છે જેની ઉપર ગુરુની દયા થઈ જાય

ਸਾਧੂ ਸੰਗਤਿ ਤਉ ਬਸੈ ਜਉ ਆਪਨ ਹੋਹਿ ਦਇਆਲ ॥

અને ગુરુની સંગતિ માં મનુષ્ય ત્યારે જ ટકી શકે છે જો પ્રભુની સ્વયંની કૃપા થઈ જાય

ਟੋਹੇ ਟਾਹੇ ਬਹੁ ਭਵਨ ਬਿਨੁ ਨਾਵੈ ਸੁਖੁ ਨਾਹਿ ॥

આપણે બધી જગ્યાઓ ગોતી ને જોઈ લીધી પ્રભુ ના ભજન વિના આધ્યાત્મિક સુખ ક્યાંય પણ નથી મળતું

ਟਲਹਿ ਜਾਮ ਕੇ ਦੂਤ ਤਿਹ ਜੁ ਸਾਧੂ ਸੰਗਿ ਸਮਾਹਿ ॥

જે લોકો ગુરુની હજુરી માં સ્વયંને લીન કરી લે છે તેનાથી તો યમદૂતો પણ દૂર ભાગે છે તેમને મૃત્યુનો ડર પણ લાગતો નથી

ਬਾਰਿ ਬਾਰਿ ਜਾਉ ਸੰਤ ਸਦਕੇ ॥

હું વારંવાર ગુરુ ઉપર કુરબાન જાઉં છું

ਨਾਨਕ ਪਾਪ ਬਿਨਾਸੇ ਕਦਿ ਕੇ ॥੨੭॥

હે નાનક! જે મનુષ્ય ગુરુ ના દરવાજે આવીને પડે છે તેના અનેકો જન્મના કરેલા ખરાબ કર્મો ના સંસ્કારો નાશ થઈ જાય છે ॥૨૭॥

ਸਲੋਕੁ ॥

શ્લોક ॥

ਠਾਕ ਨ ਹੋਤੀ ਤਿਨਹੁ ਦਰਿ ਜਿਹ ਹੋਵਹੁ ਸੁਪ੍ਰਸੰਨ ॥

હે પ્રભુ! જેની ઉપર તું કૃપા કરે છે તેમના રસ્તામાં તારા દ્વાર પર પહોંચવા માટે કોઈપણ રોકટોક ઉત્પન્ન નથી થતી કોઈપણ વિકાર તેને પ્રભુ ચરણમાં જોડવાથી રોકી રાખવામાં સક્ષમ નથી

ਜੋ ਜਨ ਪ੍ਰਭਿ ਅਪੁਨੇ ਕਰੇ ਨਾਨਕ ਤੇ ਧਨਿ ਧੰਨਿ ॥੧॥

હે નાનક! તે લોકો ઘણાં જ ભાગ્યશાળી છે જેને પ્રભુએ પોતાના બનાવી લીધાં ॥૧॥