Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-238

Page 238

ਜੋ ਇਸੁ ਮਾਰੇ ਤਿਸ ਕਉ ਭਉ ਨਾਹਿ ॥ હે ભાઈ! જે મનુષ્ય આ દુવિધાને સમાપ્ત કરી લે છે, તેને દુનિયાનો કોઈ ડર હેરાન કરતો નથી શકતો.
ਜੋ ਇਸੁ ਮਾਰੇ ਸੁ ਨਾਮਿ ਸਮਾਹਿ ॥ જે જે મનુષ્ય આને સમાપ્ત કરી લે છે, તે બધા પરમાત્માના નામમાં લીન થઇ જાય છે.
ਜੋ ਇਸੁ ਮਾਰੇ ਤਿਸ ਕੀ ਤ੍ਰਿਸਨਾ ਬੁਝੈ ॥ જે મનુષ્ય આ તારા-મારાને પોતાની અંદરથી દુર કરી લે છે, તેની માયાની તૃષ્ણા સમાપ્ત થઇ જાય છે,
ਜੋ ਇਸੁ ਮਾਰੇ ਸੁ ਦਰਗਹ ਸਿਝੈ ॥੨॥ તે પરમાત્માની દરબારમાં સફળ થઇ જાય છે ॥૨॥
ਜੋ ਇਸੁ ਮਾਰੇ ਸੋ ਧਨਵੰਤਾ ॥ હે ભાઈ! જે મનુષ્ય દુવિધાને નષ્ટ કરી દે છે, તે નામ-ધનનો માલિક બની જાય છે,
ਜੋ ਇਸੁ ਮਾਰੇ ਸੋ ਪਤਿਵੰਤਾ ॥ તે ઇજ્જતવાળો થઇ જાય છે.
ਜੋ ਇਸੁ ਮਾਰੇ ਸੋਈ ਜਤੀ ॥ તે જ વાસ્તવિક જતી છે.
ਜੋ ਇਸੁ ਮਾਰੇ ਤਿਸੁ ਹੋਵੈ ਗਤੀ ॥੩॥ તેને ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત થઇ જાય છે ॥૩॥
ਜੋ ਇਸੁ ਮਾਰੇ ਤਿਸ ਕਾ ਆਇਆ ਗਨੀ ॥ હે ભાઈ! જે મનુષ્ય દુવિધાને નષ્ટ કરી દે છે, તેનું જગતમાં આવવાનું સફળ સમજવામાં આવે છે
ਜੋ ਇਸੁ ਮਾਰੇ ਸੁ ਨਿਹਚਲੁ ਧਨੀ ॥ તે માયાના હમલાઓની સરખમણીથી સ્થિર રહે છે, તે જ વાસ્તવિક ધનવાન છે.
ਜੋ ਇਸੁ ਮਾਰੇ ਸੋ ਵਡਭਾਗਾ ॥ જે મનુષ્ય પોતાની અંદરથી મારુ-તારુ દૂર કરી લે છે, તે મોટો ભાગ્યશાળી છે,
ਜੋ ਇਸੁ ਮਾਰੇ ਸੁ ਅਨਦਿਨੁ ਜਾਗਾ ॥੪॥ તે દરેક સમય માયાના હુમલાઓથી સુચેત રહે છે ॥૪॥
ਜੋ ਇਸੁ ਮਾਰੇ ਸੁ ਜੀਵਨ ਮੁਕਤਾ ॥ જે મનુષ્ય આ દુવિધાને સમાપ્ત કરી લે છે, તે દુનિયાના કાર્ય-વ્યવહાર કરતા જ વિકારોથી આઝાદ રહે છે,
ਜੋ ਇਸੁ ਮਾਰੇ ਤਿਸ ਕੀ ਨਿਰਮਲ ਜੁਗਤਾ ॥ તેની રહેણીકરણી હંમેશા પવિત્ર હોય છે,
ਜੋ ਇਸੁ ਮਾਰੇ ਸੋਈ ਸੁਗਿਆਨੀ ॥ તે જ મનુષ્ય પરમાત્માની સાથે ગાઢ સંધિવાળો છે
ਜੋ ਇਸੁ ਮਾਰੇ ਸੁ ਸਹਜ ਧਿਆਨੀ ॥੫॥ તે હંમેશા આધ્યાત્મિક સ્થિરતામાં ટકી રહે છે ॥૫॥
ਇਸੁ ਮਾਰੀ ਬਿਨੁ ਥਾਇ ਨ ਪਰੈ ॥ હે ભાઈ! આ મારા-તારાને દૂર કર્યા વગર કોઈ પણ મનુષ્ય પરમાત્માની નજરોમાં સ્વીકાર થતો નથી,
ਕੋਟਿ ਕਰਮ ਜਾਪ ਤਪ ਕਰੈ ॥ ભલે તે કરોડો જપ અને તપ વગેરે કર્મ કરતો રહે
ਇਸੁ ਮਾਰੀ ਬਿਨੁ ਜਨਮੁ ਨ ਮਿਟੈ ॥ દુવિધાને મટાવ્યા વગર મનુષ્યનો જન્મોનો ચક્ર સમાપ્ત થતો નથી,
ਇਸੁ ਮਾਰੀ ਬਿਨੁ ਜਮ ਤੇ ਨਹੀ ਛੁਟੈ ॥੬॥ યમરાજથી છુટકારો મળતો નથી ॥૬॥
ਇਸੁ ਮਾਰੀ ਬਿਨੁ ਗਿਆਨੁ ਨ ਹੋਈ ॥ હે ભાઈ! દુવિધા દૂર કર્યા વગર મનુષ્યની પરમાત્મા સાથે ગાઢ સંધિ બની શકતી નથી,
ਇਸੁ ਮਾਰੀ ਬਿਨੁ ਜੂਠਿ ਨ ਧੋਈ ॥ મનમાંથી વિકારોની ગંદકી નથી ધોવાતી.
ਇਸੁ ਮਾਰੀ ਬਿਨੁ ਸਭੁ ਕਿਛੁ ਮੈਲਾ ॥ જ્યાં સુધી મનુષ્ય દુવિધાને સમાપ્ત કરતો નથી,
ਇਸੁ ਮਾਰੀ ਬਿਨੁ ਸਭੁ ਕਿਛੁ ਜਉਲਾ ॥੭॥ તે જે કાંઈ પણ કરે છે મનને વધુ વિકારી બનાવે છે અને પરમાત્માથી દૂરી બનાવી રાખે છે ॥૭॥
ਜਾ ਕਉ ਭਏ ਕ੍ਰਿਪਾਲ ਕ੍ਰਿਪਾ ਨਿਧਿ ॥ જે મનુષ્ય પર દયાનો ખજાનો પરમાત્મા દયાવાન થાય છે, તેને દુવિધાથી છુટકારો મળી જાય છે,
ਤਿਸੁ ਭਈ ਖਲਾਸੀ ਹੋਈ ਸਗਲ ਸਿਧਿ ॥ તેને જીવનની સંપૂર્ણ સફળતા પ્રાપ્ત થઇ જાય છે.
ਗੁਰਿ ਦੁਬਿਧਾ ਜਾ ਕੀ ਹੈ ਮਾਰੀ ॥ ગુરુએ જે મનુષ્યની અંદરથી મારુ-તારુ દૂર કરી દીધું,
ਕਹੁ ਨਾਨਕ ਸੋ ਬ੍ਰਹਮ ਬੀਚਾਰੀ ॥੮॥੫॥ નાનક કહે છે, તે પરમાત્માના ગુણોને વિચારવાને સક્ષમ થઇ ગયો ॥૮॥૫॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਹਰਿ ਸਿਉ ਜੁਰੈ ਤ ਸਭੁ ਕੋ ਮੀਤੁ ॥ હે ભાઈ! જયારે મનુષ્ય પરમાત્માની સાથે પ્રેમ ઉત્પન્ન કરે છે, તો તેને દરેક મનુષ્ય પોતાનો મિત્ર દેખાઈ દે છે,
ਹਰਿ ਸਿਉ ਜੁਰੈ ਤ ਨਿਹਚਲੁ ਚੀਤੁ ॥ ત્યારે તેનું મન વિકારોના હુમલાઓની સરખામણી પર હંમેશા સ્થિર રહે છે,
ਹਰਿ ਸਿਉ ਜੁਰੈ ਨ ਵਿਆਪੈ ਕਾੜ੍ਹ੍ਹਾ ॥ કોઈ ચિંતા-ફિકર તેના પર પોતાનું જોર મૂકી શકતી નથી,
ਹਰਿ ਸਿਉ ਜੁਰੈ ਤ ਹੋਇ ਨਿਸਤਾਰਾ ॥੧॥ આ સંસાર સમુદ્રમાંથી તેનો પાર ઉતારો થઇ જાય છે ॥૧॥
ਰੇ ਮਨ ਮੇਰੇ ਤੂੰ ਹਰਿ ਸਿਉ ਜੋਰੁ ॥ હે મન! તું પોતાની પ્રીતિ પરમાત્માથી બનાવ.
ਕਾਜਿ ਤੁਹਾਰੈ ਨਾਹੀ ਹੋਰੁ ॥੧॥ ਰਹਾਉ ॥ પરમાત્માથી પ્રીતિ બનાવ્યા વગર કોઈ બીજો ઉદ્યમ તારે કોઈ કામ નહિ આવે ॥૧॥વિરામ॥
ਵਡੇ ਵਡੇ ਜੋ ਦੁਨੀਆਦਾਰ ॥ હે ભાઈ! જગતમાં જે જે મોટી મોટી સંપંત્તિવાળા છે,
ਕਾਹੂ ਕਾਜਿ ਨਾਹੀ ਗਾਵਾਰ ॥ તે મુરખોની કોઈ સંપંત્તિ આધ્યાત્મિક જીવનના રસ્તામાં તેને કામ આવતી નથી.
ਹਰਿ ਕਾ ਦਾਸੁ ਨੀਚ ਕੁਲੁ ਸੁਣਹਿ ॥ બીજી તરફ પરમાત્માનો ભક્ત ભલે નાના કુલમાં પણ ઉત્પન્ન થયો હોય,
ਤਿਸ ਕੈ ਸੰਗਿ ਖਿਨ ਮਹਿ ਉਧਰਹਿ ॥੨॥ તો પણ લોકો તેની શિક્ષા સાંભળે છે અને તેની સંગતિમાં રહીને સંસાર સમુદ્રની વિકારોની લહેરોમાંથી એક પળમાં બચી નીકળે છે ॥૨॥
ਕੋਟਿ ਮਜਨ ਜਾ ਕੈ ਸੁਣਿ ਨਾਮ ॥ હે ભાઈ! જે પરમાત્માનું નામ સાંભળવામાં કરોડો તીર્થ સ્નાન આવી જાય છે,
ਕੋਟਿ ਪੂਜਾ ਜਾ ਕੈ ਹੈ ਧਿਆਨ ॥ જે પરમાત્માનું ધ્યાન ધરવામાં કરોડો દેવ-પૂજા આવી જાય છે,
ਕੋਟਿ ਪੁੰਨ ਸੁਣਿ ਹਰਿ ਕੀ ਬਾਣੀ ॥ જે પરમાત્માની મહિમાની વાણી સાંભળવામાં કરોડો પુણ્ય આવી જાય છે,
ਕੋਟਿ ਫਲਾ ਗੁਰ ਤੇ ਬਿਧਿ ਜਾਣੀ ॥੩॥ ગુરુથી તે પરમાત્માથી મેળાપની વિધિ શીખવાથી આ બધા કરોડો ફળ પ્રાપ્ત થઇ જાય છે ॥૩॥
ਮਨ ਅਪੁਨੇ ਮਹਿ ਫਿਰਿ ਫਿਰਿ ਚੇਤ ॥ હે ભાઈ! પોતાના મનમાં તું હંમેશા પરમાત્માને યાદ રાખ,
ਬਿਨਸਿ ਜਾਹਿ ਮਾਇਆ ਕੇ ਹੇਤ ॥ માયાવાળા તારા બધા જ મોહ નાશ થઇ જશે
ਹਰਿ ਅਬਿਨਾਸੀ ਤੁਮਰੈ ਸੰਗਿ ॥ હે મન! તે કદી નાશ ના થનાર પરમાત્મા હંમેશા તારી સાથે વસે છે,
ਮਨ ਮੇਰੇ ਰਚੁ ਰਾਮ ਕੈ ਰੰਗਿ ॥੪॥ તું તે પરમાત્માના પ્રેમ-રંગમાં હંમેશા જોડાઈ રહે ॥૪॥
ਜਾ ਕੈ ਕਾਮਿ ਉਤਰੈ ਸਭ ਭੂਖ ॥ હે ભાઈ! જેની સેવા-ભક્તિમાં લાગવાથી માયાની બધી બુખ દૂર થઇ જાય છે,
ਜਾ ਕੈ ਕਾਮਿ ਨ ਜੋਹਹਿ ਦੂਤ ॥ અને યમદૂત જોઈ પણ શકતા નથી,
ਜਾ ਕੈ ਕਾਮਿ ਤੇਰਾ ਵਡ ਗਮਰੁ ॥ હે ભાઈ! જેની સેવા ભક્તિની કૃપાથી તારો દરેક જગ્યાએ ખૂબ તેજ પ્રતાપ બની શકે છે,
ਜਾ ਕੈ ਕਾਮਿ ਹੋਵਹਿ ਤੂੰ ਅਮਰੁ ॥੫॥ અને તું હંમેશાં આધ્યાત્મિક જીવનવાળો બની શકે છે ॥૫॥
ਜਾ ਕੇ ਚਾਕਰ ਕਉ ਨਹੀ ਡਾਨ ॥ હે ભાઈ! જે પરમાત્માના સેવક-ભક્તને કોઈ દુઃખ-કષ્ટ સ્પર્શી શકતું નથી,
ਜਾ ਕੇ ਚਾਕਰ ਕਉ ਨਹੀ ਬਾਨ ॥ કોઈ વ્યસન ચોંટી શકતો નથી,
ਜਾ ਕੈ ਦਫਤਰਿ ਪੁਛੈ ਨ ਲੇਖਾ ॥ જે પરમાત્માની કચેરીમાં સેવક ભક્તથી કરેલા કર્મોનો કોઈ હિસાબ માંગવામાં આવતો નથી
ਤਾ ਕੀ ਚਾਕਰੀ ਕਰਹੁ ਬਿਸੇਖਾ ॥੬॥ કારણ કે સેવા-ભક્તિની બરકતથી તેનાથી કોઈ કુકર્મ થતા જ નથી, તે પરમાત્માની સેવા ભક્તિ વિશેષ રીતથી કરતો રહે ॥૬॥
ਜਾ ਕੈ ਊਨ ਨਾਹੀ ਕਾਹੂ ਬਾਤ ॥ ਏਕਹਿ ਆਪਿ ਅਨੇਕਹਿ ਭਾਤਿ ॥ હે મન! જે પરમાત્માના ઘરમાં કોઈ વસ્તુનો અભાવ નથી,
ਜਾ ਕੀ ਦ੍ਰਿਸਟਿ ਹੋਇ ਸਦਾ ਨਿਹਾਲ ॥ જે પરમાત્મા એક પોતે જ પોતે હોય છતાં અનેક રૂપોમાં પ્રગટ થઇ રહ્યો છે,
ਮਨ ਮੇਰੇ ਕਰਿ ਤਾ ਕੀ ਘਾਲ ॥੭॥ જે પરમાત્માની કૃપાની નજરથી દરેક જીવ ખુશ થઇ જાય છે,તું તે પરમાત્માની સેવા ભક્તિ કર ॥૭॥
ਨਾ ਕੋ ਚਤੁਰੁ ਨਾਹੀ ਕੋ ਮੂੜਾ ॥ પરંતુ, પોતાની રીતે ના કોઈ મનુષ્ય સમજદાર બની શક્યો છે, ના કોઈ મનુષ્ય પોતાની મરજીથી મૂર્ખ ટકી રહે છે,
ਨਾ ਕੋ ਹੀਣੁ ਨਾਹੀ ਕੋ ਸੂਰਾ ॥ ના કોઈ શક્તિહીન છે ના કોઈ બળવાન શૂરવીર છે.
error: Content is protected !!
Scroll to Top
slot gacor slot demo https://ijwem.ulm.ac.id/pages/demo/ situs slot gacor https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/ https://bappelitbangda.bangkatengahkab.go.id/storage/images/x-demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
slot gacor slot demo https://ijwem.ulm.ac.id/pages/demo/ situs slot gacor https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/ https://bappelitbangda.bangkatengahkab.go.id/storage/images/x-demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/