Gujarati Page 228

 

ਪ੍ਰਭ ਪਾਏ ਹਮ ਅਵਰੁ ਨ ਭਾਰਿਆ ॥੭॥

 જેને જેને યશ કર્યો, તેને પ્રભુ મળી ગયા. હું પણ પ્રભુની મહીમા જ કરું છું અને તેના વગર કોઈ બીજાને શોધતો નથી ॥૭॥

ਸਾਚ ਮਹਲਿ ਗੁਰਿ ਅਲਖੁ ਲਖਾਇਆ ॥

 હંમેશા સ્થિર પ્રભુના મહેલમાં પહોંચાડીને ગુરુએ જે મનુષ્યને અલખ પ્રભુનું સ્વરૂપ હૃદયમાં પ્રત્યક્ષ કરી દીધું છે,

ਨਿਹਚਲ ਮਹਲੁ ਨਹੀ ਛਾਇਆ ਮਾਇਆ ॥

 તેને તે અટળ ઠેકાણું હંમેશા માટે પ્રાપ્ત થઇ જાય છે, જેના પર માયાનો પ્રભાવ પડતો નથી.

ਸਾਚਿ ਸੰਤੋਖੇ ਭਰਮੁ ਚੁਕਾਇਆ ॥੮॥

 જે જે લોકો હંમેશા સ્થિર પ્રભુમાં જોડાઈને માયા તરફથી તૃપ્ત થઈ જાય છે, તેની ભટકણ સમાપ્ત થઇ જાય છે ॥૮॥

ਜਿਨ ਕੈ ਮਨਿ ਵਸਿਆ ਸਚੁ ਸੋਈ ॥

 જે મનુષ્યોના મનમાં તે હંમેશા સ્થિર રહેનાર પરમાત્મા વસી પડે છે,

ਤਿਨ ਕੀ ਸੰਗਤਿ ਗੁਰਮੁਖਿ ਹੋਈ ॥ 

તેની સંગતિ જે મનુષ્યને ગુરુની સંગતિ પડીને પ્રાપ્ત થાય છે.

ਨਾਨਕ ਸਾਚਿ ਨਾਮਿ ਮਲੁ ਖੋਈ ॥੯॥੧੫॥

 હે નાનક! તે મનુષ્ય પ્રભુના હંમેશા-સ્થિર નામમાં જોડાઇને પોતાના મનની વિકારોની ગંદકી સાફ કરી લે છે ॥૯॥૧૫॥

ਗਉੜੀ ਮਹਲਾ ੧ ॥

ગૌરી રાગ મહેલ ૧॥

ਰਾਮਿ ਨਾਮਿ ਚਿਤੁ ਰਾਪੈ ਜਾ ਕਾ ॥

 જે મનુષ્યનું મન પરમાત્માના નામ-રંગમાં રંગાયેલા છે,

ਉਪਜੰਪਿ ਦਰਸਨੁ ਕੀਜੈ ਤਾ ਕਾ ॥੧॥

 તેનું દર્શન નિત્ય સવારમાં ઉઠતા જ કરવું જોઈએ, આવા ભાગ્યશાળી મનુષ્યની સંગતિથી પરમાત્માનું નામ યાદ આવે છે ॥૧॥

ਰਾਮ ਨ ਜਪਹੁ ਅਭਾਗੁ ਤੁਮਾਰਾ ॥ 

હે ભાઈ! જો તું પરમાત્માનું નામ સ્મરણ કરતો નથી, તો આ તારું ખરાબ નસીબ છે.

ਜੁਗਿ ਜੁਗਿ ਦਾਤਾ ਪ੍ਰਭੁ ਰਾਮੁ ਹਮਾਰਾ ॥੧॥ ਰਹਾਉ ॥

 પરમાત્મા પ્રભુ હંમેશાથી જ અમને બધા જીવોને દાન દેતો રહ્યો છે, આના દાનને ભુલાવુ દુર્ભાગ્યપૂર્ણ છે ॥૧॥વિરામ॥

ਗੁਰਮਤਿ ਰਾਮੁ ਜਪੈ ਜਨੁ ਪੂਰਾ ॥

 જે મનુષ્ય ગુરુની શિક્ષા લઈને પરમાત્માનું નામ જપે છે, તે સંપૂર્ણ થઈ જાય છે, તેનું મન માયાના મોહમાં ડોલતું નથી.

ਤਿਤੁ ਘਟ ਅਨਹਤ ਬਾਜੇ ਤੂਰਾ ॥੨॥

 તેના હૃદયમાં સુખ જ સુખ બની રહે છે, જેમ એક-રસ તુર્માં વગેરે વાજા વાગી રહ્યા છે ॥૨॥

ਜੋ ਜਨ ਰਾਮ ਭਗਤਿ ਹਰਿ ਪਿਆਰਿ ॥

 જે લોકો હરિ પરમાત્માની ભક્તિ અને પ્રેમમાં જોડાય છે,

ਸੇ ਪ੍ਰਭਿ ਰਾਖੇ ਕਿਰਪਾ ਧਾਰਿ ॥੩॥

  તેને પ્રભુએ કૃપા કરીને અહંકાર વગેરેથી બચાવી લીધા છે ॥૩॥

ਜਿਨ ਕੈ ਹਿਰਦੈ ਹਰਿ ਹਰਿ ਸੋਈ ॥

જે મનુષ્યોના હૃદયમાં તે દયા-નિધિ પરમાત્મા વસે છે,

ਤਿਨ ਕਾ ਦਰਸੁ ਪਰਸਿ ਸੁਖੁ ਹੋਈ ॥੪॥

  તેના દર્શન કરવાથી આધ્યાત્મિક આનંદ મળે છે ॥૪॥

ਸਰਬ ਜੀਆ ਮਹਿ ਏਕੋ ਰਵੈ ॥ 

 બધા જીવોની અંદર એક પરમાત્મા જ વ્યાપક છે.

ਮਨਮੁਖਿ ਅਹੰਕਾਰੀ ਫਿਰਿ ਜੂਨੀ ਭਵੈ ॥੫॥

 પરંતુ મનની પાછળ ચાલનાર મનુષ્ય આ વાત સમજતો નથી, તે આમાં ઈશ્વર વસતો જોતો નથી, તે જીવોની સાથે અહંકાર ભરેલું વર્તન કરે છે, અને વારંવાર યોનિઓમાં ભ્રમિત થાય છે ॥૫॥

ਸੋ ਬੂਝੈ ਜੋ ਸਤਿਗੁਰੁ ਪਾਏ ॥

 જે મનુષ્યને સતગુરુ મળે છે તે સમજી લે છે કે બધા જીવોમાં પરમાત્મા જ વસે છે,

ਹਉਮੈ ਮਾਰੇ ਗੁਰ ਸਬਦੇ ਪਾਏ ॥੬॥

 આ કારણે તે પોતાની અંદરથી અહંકાર મારે છે, ગુરુના શબ્દમાં જોડાઈને તે પરમાત્માનો મેળ પ્રાપ્ત કરી લે છે ॥૬॥

ਅਰਧ ਉਰਧ ਕੀ ਸੰਧਿ ਕਿਉ ਜਾਨੈ ॥

  સ્મરણથી વંચિત રહેવાથી મનુષ્યને જીવાત્મા અને પરમાત્માના મેળાપની ઓળખાણ આવી શકતી નથી,

ਗੁਰਮੁਖਿ ਸੰਧਿ ਮਿਲੈ ਮਨੁ ਮਾਨੈ ॥੭॥

 તે જ ઓળખે છે જે ગુરુમુખોની સંગતિમાં મળે છે, અને તેનું મન સ્મરણમાં લાગી જાય છે ॥૭॥

ਹਮ ਪਾਪੀ ਨਿਰਗੁਣ ਕਉ ਗੁਣੁ ਕਰੀਐ ॥

  હે પ્રભુ! અમે જીવ વિકારી છીએ, ગુણહીન છીએ, પોતાનું નામ સ્મરણ કરવાનો ગુણ તું પોતે બક્ષ.

ਪ੍ਰਭ ਹੋਇ ਦਇਆਲੁ ਨਾਨਕ ਜਨ ਤਰੀਐ ॥੮॥੧੬॥

  નાનક કહે છે, હે પ્રભુ! તું દયાળુ થઈને જ્યારે નામનું દાન બક્ષે છે, ત્યારે તારા દાસ સંસાર સમુદ્રથી પાર થઇ શકે છે ॥૮॥૧૬॥

ਸੋਲਹ ਅਸਟਪਦੀਆ ਗੁਆਰੇਰੀ ਗਉੜੀ ਕੀਆ ॥

સોળ અષ્ટપદી ગુઆરેરી ગૌરી રાગ કિઆ॥

ਗਉੜੀ ਬੈਰਾਗਣਿ ਮਹਲਾ ੧

ગૌરી રાગ બૈરાગણ મહેલ ૧

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥

  એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપા થી પ્રાપ્ત થાય છે॥

ਜਿਉ ਗਾਈ ਕਉ ਗੋਇਲੀ ਰਾਖਹਿ ਕਰਿ ਸਾਰਾ ॥ 

જેમ ગોવાળીયો ગાયોની રક્ષા કરે છે, તેમ જ તું સંભાળ કરીને જીવોની રક્ષા કરે છે,

ਅਹਿਨਿਸਿ ਪਾਲਹਿ ਰਾਖਿ ਲੇਹਿ ਆਤਮ ਸੁਖੁ ਧਾਰਾ ॥੧॥  

તું દિવસ રાત જીવોને પાળે છે, રક્ષા કરે છે અને, આધ્યાત્મિક સુખ બક્ષે છે ॥૧॥

ਇਤ ਉਤ ਰਾਖਹੁ ਦੀਨ ਦਇਆਲਾ ॥

  હે ગરીબો પર દયા કરનાર પ્રભુ! લોક પરલોકમાં મારી રક્ષા કર.

ਤਉ ਸਰਣਾਗਤਿ ਨਦਰਿ ਨਿਹਾਲਾ ॥੧॥ ਰਹਾਉ ॥

  હું તારી શરણે આવ્યો છું, કૃપાની નજરથી મારી તરફ જો! ॥૧॥વિરામ॥

ਜਹ ਦੇਖਉ ਤਹ ਰਵਿ ਰਹੇ ਰਖੁ ਰਾਖਨਹਾਰਾ ॥

 હે રક્ષણહાર પ્રભુ! હું જ્યાં જોવ છું, ત્યાં જ દરેક જગ્યાએ તું હાજર છે, અને બધાનો રક્ષક છે,

ਤੂੰ ਦਾਤਾ ਭੁਗਤਾ ਤੂੰਹੈ ਤੂੰ ਪ੍ਰਾਣ ਅਧਾਰਾ ॥੨॥

 તું પોતે જ જીવોને દાન આપનાર છે અને બધા જીવોમાં વ્યાપક થઈને પોતે જ ભોગનાર છે, તું જ બધાના જીવનનો આશરો છે ॥૨॥

ਕਿਰਤੁ ਪਇਆ ਅਧ ਊਰਧੀ ਬਿਨੁ ਗਿਆਨ ਬੀਚਾਰਾ ॥

 આ જ્ઞાન વગર, વિચાર વગર, જીવ પોતાના કરેલા કર્મોના એકત્રિત થયેલ સંસ્કારોને હેઠળ ક્યારેક પાતાળમાં પડે છે અને ક્યારેક આકાશ તરફ ચઢે છે, ક્યારેક દુઃખી તો ક્યારેક સુખી.

ਬਿਨੁ ਉਪਮਾ ਜਗਦੀਸ ਕੀ ਬਿਨਸੈ ਨ ਅੰਧਿਆਰਾ ॥੩॥

 પ્રભુની મહિમા કર્યા વગર જીવની અજ્ઞાનતા દૂર થતી નથી ॥૩॥

ਜਗੁ ਬਿਨਸਤ ਹਮ ਦੇਖਿਆ ਲੋਭੇ ਅਹੰਕਾਰਾ ॥

 રોજ જોઈએ છીએ કે જગત લોભ તેમજ અહંકારને વશ થઈને આધ્યાત્મિક મૃત્યુ મરતું રહે છે.

ਗੁਰ ਸੇਵਾ ਪ੍ਰਭੁ ਪਾਇਆ ਸਚੁ ਮੁਕਤਿ ਦੁਆਰਾ ॥੪॥

  ગુરુની બતાવેલી સેવા કરવાથી હંમેશા સ્થિર પ્રભુ મળી જાય છે, અને લોભ તેમજ અહંકારથી મુક્તિનો રસ્તો મળી જાય છે ॥૪॥

ਨਿਜ ਘਰਿ ਮਹਲੁ ਅਪਾਰ ਕੋ ਅਪਰੰਪਰੁ ਸੋਈ ॥

 અનંત પરમાત્માનું ઠેકાણું પોતાનામાં છે, તે પ્રભુ લોભ તેમજ અહંકારના પ્રભાવથી ઉપરથી ઉપર છે.

ਬਿਨੁ ਸਬਦੈ ਥਿਰੁ ਕੋ ਨਹੀ ਬੂਝੈ ਸੁਖੁ ਹੋਈ ॥੫॥

 કોઈ પણ જીવ ગુરુના શબ્દમાં જોડાયા વગર તે સ્વરૂપમાં હંમેશા સ્થિર થઇ શકતો નથી. જે મનુષ્ય ગુરુના શબ્દને સમજે છે, તેને આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત થાય છે ॥૫॥

ਕਿਆ ਲੈ ਆਇਆ ਲੇ ਜਾਇ ਕਿਆ ਫਾਸਹਿ ਜਮ ਜਾਲਾ ॥

  હે જીવ! ના તું કોઈ ઘન-પદાર્થ પોતાની સાથે લઈને જગતમાં આવ્યો હતો, અને ના અહીંથી કોઈ માલ ધન લઈને જઈશ. વ્યર્થ જ માયા મોહને કારણે યમરાજના જાળમાં ફસાઈ રહ્યો છે.

ਡੋਲੁ ਬਧਾ ਕਸਿ ਜੇਵਰੀ ਆਕਾਸਿ ਪਤਾਲਾ ॥੬॥

 જેમ દોરડાથી બાંધેલ ડોલ ક્યારેક કૂવામાં જાય છે ક્યારેક બહાર આવી જાય છે, તેમ જ તું ક્યારેક આકાશમાં ચઢે છે ક્યારેક પાતાળમાં પડે છે ॥૬॥

ਗੁਰਮਤਿ ਨਾਮੁ ਨ ਵੀਸਰੈ ਸਹਜੇ ਪਤਿ ਪਾਈਐ ॥

  હે જીવ! જો ગુરુની બુદ્ધિ લઈને ક્યારેય પરમાત્માનું નામ ના ભૂલે, તો નામની કૃપાથી સ્થિર સ્થિતિમાં ટકીને પ્રભુના ઓટલા પર ઈજ્જત પ્રાપ્ત કરી લે છે.

ਅੰਤਰਿ ਸਬਦੁ ਨਿਧਾਨੁ ਹੈ ਮਿਲਿ ਆਪੁ ਗਵਾਈਐ ॥੭॥

 જે મનુષ્યના હૃદયમાં ગુરુના શબ્દરુપી ખજાના છે તે પ્રભુને મળી જાય છે. પ્રભુને મળીને સ્વયં ભાવ ગુમાવી શકાય છે ॥૭॥

ਨਦਰਿ ਕਰੇ ਪ੍ਰਭੁ ਆਪਣੀ ਗੁਣ ਅੰਕਿ ਸਮਾਵੈ ॥

  જે જીવ પર પ્રભુ પોતાની કૃપાની નજર કરે છે તેને પોતાના ગુણ બક્ષે છે, અને ગુણોની કૃપાથી તે પ્રભુના અંકમાં લીન થઇ જાય છે.

ਨਾਨਕ ਮੇਲੁ ਨ ਚੂਕਈ ਲਾਹਾ ਸਚੁ ਪਾਵੈ ॥੮॥੧॥੧੭॥

 હે નાનક! તે જીવનો પરમાત્માથી બનેલ મેળાપ ક્યારેય પણ તૂટતો નથી, તે જીવ પ્રભુની મહિમા કમાવી લે છે ॥૮॥૧॥૧૭॥