Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-217

Page 217

ਭ੍ਰਮੁ ਭਉ ਕਾਟਿ ਕੀਏ ਨਿਰਵੈਰੇ ਜੀਉ ॥ ગુરુ તેની અંદરથી માયાની ભટકણ દુર કરીને દરેક પ્રકારનો ગંદો ડર દૂર કરીને તે મનુષ્યોને નિર્વેર બનાવી દે છે.
ਗੁਰ ਮਨ ਕੀ ਆਸ ਪੂਰਾਈ ਜੀਉ ॥੪॥ હે ગુરુ! તે જ મારા મનની પણ સ્મરણની આશા પુરી કરી છે ॥૪॥
ਜਿਨਿ ਨਾਉ ਪਾਇਆ ਸੋ ਧਨਵੰਤਾ ਜੀਉ ॥ જે મનુષ્યએ પરમાત્માનું નામ ધન શોધી લીધું, તે શ્રીમંત બની ગયા.
ਜਿਨਿ ਪ੍ਰਭੁ ਧਿਆਇਆ ਸੁ ਸੋਭਾਵੰਤਾ ਜੀਉ ॥ જે મનુષ્યએ પરમાત્માનું નામ સ્મરણ કર્યું તે લોક પરલોકમાં શોભાવાળો થઈ ગયો.
ਜਿਸੁ ਸਾਧੂ ਸੰਗਤਿ ਤਿਸੁ ਸਭ ਸੁਕਰਣੀ ਜੀਉ ॥ જે મનુષ્યને ગુરુની સંગતિ મળી ગઈ, તેની બધી કરની શ્રેષ્ઠ બની ગઈ.
ਜਨ ਨਾਨਕ ਸਹਜਿ ਸਮਾਈ ਜੀਉ ॥੫॥੧॥੧੬੬॥ હે નાનક! તે મનુષ્યને આધ્યાત્મિક સ્થિરતામાં લીનતા પ્રાપ્ત થઇ ગઈ ॥૫॥૧॥૧૬૬॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ਮਾਝ ॥ ગૌરી રાગ મહેલ ૫ માઝ ॥
ਆਉ ਹਮਾਰੈ ਰਾਮ ਪਿਆਰੇ ਜੀਉ ॥ હે પ્રેમાળ રામ! મારા હૃદય ઘરમાં આવી વસ.
ਰੈਣਿ ਦਿਨਸੁ ਸਾਸਿ ਸਾਸਿ ਚਿਤਾਰੇ ਜੀਉ ॥ હું રાત દિવસ દરેક શ્વાસની સાથે તને યાદ કરું છું.
ਸੰਤ ਦੇਉ ਸੰਦੇਸਾ ਪੈ ਚਰਣਾਰੇ ਜੀਉ ॥ તારા સંત જનોના ચરણોમાં પડીને હું તને સંદેશ મોકલું છું.
ਤੁਧੁ ਬਿਨੁ ਕਿਤੁ ਬਿਧਿ ਤਰੀਐ ਜੀਉ ॥੧॥ કે, હે પ્રેમાળ રામ! હું તારા વગર કઈ પણ રીતે આ સંસાર સમુદ્રને પાર નથી કરી શકતો ॥૧॥
ਸੰਗਿ ਤੁਮਾਰੈ ਮੈ ਕਰੇ ਅਨੰਦਾ ਜੀਉ ॥ હે પ્રેમાળ રામ! તારી સંગતિમાં રહીને હું આનંદ લઉં છું.
ਵਣਿ ਤਿਣਿ ਤ੍ਰਿਭਵਣਿ ਸੁਖ ਪਰਮਾਨੰਦਾ ਜੀਉ ॥ બધી વનસ્પતિમાં અને ત્રણ ભવનોવાળા સંસારમાં તને જોઈને હું પરમ સુખ પરમ આનંદ અનુભવ કરું છું.
ਸੇਜ ਸੁਹਾਵੀ ਇਹੁ ਮਨੁ ਬਿਗਸੰਦਾ ਜੀਉ ॥ મારા હૃદયની પથારી સુંદર બની ગઈ છે, મારુ આ મન ખીલી ગયું છે.
ਪੇਖਿ ਦਰਸਨੁ ਇਹੁ ਸੁਖੁ ਲਹੀਐ ਜੀਉ ॥੨॥ હે પ્રેમાળ રામ! તારા દર્શન કરીને આ આધ્યાત્મિક સુખ મળે છે ॥૨॥
ਚਰਣ ਪਖਾਰਿ ਕਰੀ ਨਿਤ ਸੇਵਾ ਜੀਉ ॥ હે રામ! કૃપા કર, હું તારા સંત જનોના ચરણ ધોઈને તેની હંમેશા સેવા કરતો રહું.
ਪੂਜਾ ਅਰਚਾ ਬੰਦਨ ਦੇਵਾ ਜੀਉ ॥ આ જ મારા માટે દેવ-પૂજા છે, આ જ મારા માટે દેવતાઓ માટે ફૂલ ભેટ છે
ਦਾਸਨਿ ਦਾਸੁ ਨਾਮੁ ਜਪਿ ਲੇਵਾ ਜੀਉ ॥ અને આ જ દેવતાઓની આગળ નમસ્કાર છે.
ਬਿਨਉ ਠਾਕੁਰ ਪਹਿ ਕਹੀਐ ਜੀਉ ॥੩॥ હે પ્રેમાળ રામ! તારા સંત જનોની પાસે હું વિનંતી કરું છું કે માલિક પ્રભુની પાસે મારી આ વિનંતી કહે॥૩॥
ਇਛ ਪੁੰਨੀ ਮੇਰੀ ਮਨੁ ਤਨੁ ਹਰਿਆ ਜੀਉ ॥ હે ભાઈ! પ્રેમાળ રામની કૃપાથી મારી તેના મેળાપની ઈચ્છા પુરી થઈ ગઈ છે, મારુ મન આધ્યાત્મિક જીવનવાળું થઇ ગયું છે, મારુ શરીર લીલું થઈ ગયું છે.
ਦਰਸਨ ਪੇਖਤ ਸਭ ਦੁਖ ਪਰਹਰਿਆ ਜੀਉ ॥ પ્રેમાળ રામનાં દર્શન કરીને મારું બધું દુઃખ દૂર થઈ ગયું.
ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਜਪੇ ਜਪਿ ਤਰਿਆ ਜੀਉ ॥ પ્રેમાળ રામનું નામ જપી જપીને મેં સંસાર-સમુદ્રને પાર કરી લીધું છે.
ਇਹੁ ਅਜਰੁ ਨਾਨਕ ਸੁਖੁ ਸਹੀਐ ਜੀਉ ॥੪॥੨॥੧੬੭॥ હે નાનક! તે પ્રેમાળ રામના દર્શન કરવાથી એ એક એવું સુખ મેળવી લે છે જે ક્યારેય અભાવ થનાર નથી ॥૪॥૨॥૧૬૭॥
ਗਉੜੀ ਮਾਝ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ માઝ મહેલ ૫॥
ਸੁਣਿ ਸੁਣਿ ਸਾਜਨ ਮਨ ਮਿਤ ਪਿਆਰੇ ਜੀਉ ॥ હે પ્રેમાળ સજ્જન પ્રભુ! હે મનના મિત્ર પ્રભુ! મારી વિનંતી ધ્યાનથી સાંભળ.
ਮਨੁ ਤਨੁ ਤੇਰਾ ਇਹੁ ਜੀਉ ਭਿ ਵਾਰੇ ਜੀਉ ॥ મારુ આ મન તારું દીધેલું છે, મારી આ જીવાત્મા પણ તારી જ દિધેલી છે, હું આ બધું તારા પરથી કુરબાન કરું છું.
ਵਿਸਰੁ ਨਾਹੀ ਪ੍ਰਭ ਪ੍ਰਾਣ ਅਧਾਰੇ ਜੀਉ ॥ હે જીવના આશરા પ્રભુ! મારે ભુલવુ નથી,
ਸਦਾ ਤੇਰੀ ਸਰਣਾਈ ਜੀਉ ॥੧॥ હું હંમેશા તારી શરણે પડ્યો રહું ॥૧॥
ਜਿਸੁ ਮਿਲਿਐ ਮਨੁ ਜੀਵੈ ਭਾਈ ਜੀਉ ॥ હે ભાઈ! જે હરિ પ્રભુને મળવાથી આધ્યાત્મિક જીવન પ્રાપ્ત થઇ જાય છે.
ਗੁਰ ਪਰਸਾਦੀ ਸੋ ਹਰਿ ਹਰਿ ਪਾਈ ਜੀਉ ॥ તે હરિ પ્રભુ ગુરુની કૃપાથી જ મળી શકે છે.
ਸਭ ਕਿਛੁ ਪ੍ਰਭ ਕਾ ਪ੍ਰਭ ਕੀਆ ਜਾਈ ਜੀਉ ॥ હે ભાઈ! મારુ મન શરીર બધું પ્રભુનું જ દીધેલું છે, જગતની બધી જગ્યાઓ પ્રભુની જ છે.
ਪ੍ਰਭ ਕਉ ਸਦ ਬਲਿ ਜਾਈ ਜੀਉ ॥੨॥ હું હંમેશા તે પ્રભુથી જ કુરબાન જાવ છું ॥૨॥
ਏਹੁ ਨਿਧਾਨੁ ਜਪੈ ਵਡਭਾਗੀ ਜੀਉ ॥ હે ભાઈ! પરમાત્માનું આ નામ બધા પદાર્થોનો ખજાનો છે, કોઈ ભાગ્યશાળી મનુષ્ય જ આ નામ જપે છે.
ਨਾਮ ਨਿਰੰਜਨ ਏਕ ਲਿਵ ਲਾਗੀ ਜੀਉ ॥ પવિત્ર સ્વરૂપ પ્રભુના નામથી તે ભાગ્યશાળી મનુષ્યની લગન લાગી જાય છે.
ਗੁਰੁ ਪੂਰਾ ਪਾਇਆ ਸਭੁ ਦੁਖੁ ਮਿਟਾਇਆ ਜੀਉ ॥ જે ભાગ્યશાળી મનુષ્યને સંપૂર્ણ ગુરુ મળી જાય છે, તે દરેક પ્રકારનું દુઃખ દૂર કરી લે છે.
ਆਠ ਪਹਰ ਗੁਣ ਗਾਇਆ ਜੀਉ ॥੩॥ તે આઠેય પ્રહર પરમાત્માની મહિમાનાં ગીત ગાતો રહે છે ॥૩॥
ਰਤਨ ਪਦਾਰਥ ਹਰਿ ਨਾਮੁ ਤੁਮਾਰਾ ਜੀਉ ॥ હે પ્રેમાળ સજ્જન પ્રભુ! હે હરિ! તારું નામ કીમતી પદાર્થોનો સ્ત્રોત છે.
ਤੂੰ ਸਚਾ ਸਾਹੁ ਭਗਤੁ ਵਣਜਾਰਾ ਜੀਉ ॥ હે હરિ! તું હંમેશા કાયમ રહેનાર તે રત્ન પદાર્થોનો શાહુકાર છે, તારો ભક્ત તે રત્ન પદાર્થોનો વ્યાપાર કરનાર છે
ਹਰਿ ਧਨੁ ਰਾਸਿ ਸਚੁ ਵਾਪਾਰਾ ਜੀਉ ॥ હે હરિ! તારું નામ-ધન તારા ભક્તોની સંપત્તિ છે, તારો ભક્ત આ જ હંમેશા સ્થિર રહેનાર વણજ કરે છે.
ਜਨ ਨਾਨਕ ਸਦ ਬਲਿਹਾਰਾ ਜੀਉ ॥੪॥੩॥੧੬੮॥ હે નાનક! હે હરિ! હું તારાથી અને તારા ભક્તોથી હંમેશા કુરબાન જાવ છું ॥૪॥૩॥૧૬૮॥
ਰਾਗੁ ਗਉੜੀ ਮਾਝ ਮਹਲਾ ੫ રાગ ગૌરી માઝ ૨ મહેલ ૫
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે॥
ਤੂੰ ਮੇਰਾ ਬਹੁ ਮਾਣੁ ਕਰਤੇ ਤੂੰ ਮੇਰਾ ਬਹੁ ਮਾਣੁ ॥ હે કર્તાર! તું મારા માટે ગર્વવાળી જગ્યા છે, તું મારું માન છે.
ਜੋਰਿ ਤੁਮਾਰੈ ਸੁਖਿ ਵਸਾ ਸਚੁ ਸਬਦੁ ਨੀਸਾਣੁ ॥੧॥ ਰਹਾਉ ॥ હે કર્તાર! તારા બળ પર હું સુખી વસુ છું, તારી હંમેશા સ્થિર મહિમાની વાણી મારા જીવન સફરમાં મારા માટે રાહદારી છે ॥૧॥વિરામ॥
ਸਭੇ ਗਲਾ ਜਾਤੀਆ ਸੁਣਿ ਕੈ ਚੁਪ ਕੀਆ ॥ હે કર્તાર! માયામાં મોહિત જીવ પદર્થોની બધી વાતો સાંભળીને સમજે પણ છે.
ਕਦ ਹੀ ਸੁਰਤਿ ਨ ਲਧੀਆ ਮਾਇਆ ਮੋਹੜਿਆ ॥੧॥ તો પણ કાળજી નથી કરતો, અને ક્યારેય પણ પરમાર્થ તરફ ધ્યાન નથી દેતો ॥૧॥
ਦੇਇ ਬੁਝਾਰਤ ਸਾਰਤਾ ਸੇ ਅਖੀ ਡਿਠੜਿਆ ॥ જો કોઈ ગુરુમુખી કોઈ ઈશારો અથવા સંકેત દે પણ છે કે અહીં હંમેશા સ્થિર નથી રહેવાનું, પછી આ વાતો આંખોથી પણ જોઈ લે છે કે બધા ચાલ્યા જઈ રહ્યા છે.
error: Content is protected !!
Scroll to Top
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/