GUJARATI PAGE 202

ਸੰਤ ਪ੍ਰਸਾਦਿ ਪਰਮ ਪਦੁ ਪਾਇਆ ॥੨॥
ગુરુ સંતોની કૃપાથી સૌથી ઉંચી આધ્યાત્મિક અવસ્થા મળે છે. ॥૨॥

ਜਨ ਕੀ ਕੀਨੀ ਆਪਿ ਸਹਾਇ ॥
હે ભાઈ! પ્રભુએ સ્વયં જે મનુષ્યની મદદ કરી છે,

ਸੁਖੁ ਪਾਇਆ ਲਗਿ ਦਾਸਹ ਪਾਇ ॥
એને પ્રભુના ભક્તોના ચરણોમાં પડીને આધ્યાત્મિક આનંદ મેળવ્યો છે.

ਆਪੁ ਗਇਆ ਤਾ ਆਪਹਿ ਭਏ ॥
એમની અંદરનો અહં ભાવ દૂર થયો ત્યારે તેઓ પ્રભુના રૂપ બની ગયા

ਕ੍ਰਿਪਾ ਨਿਧਾਨ ਕੀ ਸਰਨੀ ਪਏ ॥੩॥
જે મનુષ્ય દયાના ખજાના રૂપી પ્રભુની શરણોમાં આવી પડે. ।।૩।।

ਜੋ ਚਾਹਤ ਸੋਈ ਜਬ ਪਾਇਆ ॥
હે ભાઈ જ્યારે કોઈ મનુષ્ય ને ગુરુની કૃપાથી એ પ્રભુ જ મળી જાય છે જેને એ મળવા માંગે છે

ਤਬ ਢੂੰਢਨ ਕਹਾ ਕੋ ਜਾਇਆ ॥
ત્યારે એ એમને બહાર જંગલ પહાડો વગેરેમાં ગોતવા જતાં નથી,

ਅਸਥਿਰ ਭਏ ਬਸੇ ਸੁਖ ਆਸਨ ॥
પ્રભુને પોતાની અંદર શોધી લેનાર મનુષ્ય સ્થિર મન વાળા થઇ જાય છે અને હંમેશા આનંદ અવસ્થામાં ટકી રહે છે.

ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ਨਾਨਕ ਸੁਖ ਬਾਸਨ ॥੪॥੧੧੦॥
હે નાનક! ગુરુની કૃપાથી એ હંમેશા સુખમાં વસનારા થઇ જાય છે. ।।૪।।૧૧૦।।

ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥
ગૌરી મહેલ ૫।।

ਕੋਟਿ ਮਜਨ ਕੀਨੋ ਇਸਨਾਨ ॥
હે ભાઈ! તેને માની લો કરોડો તીર્થમાં ડૂબકીઓ લગાવી લીધી છે, કરોડો તીર્થોમાં સ્નાન કરી લીધું છે

ਲਾਖ ਅਰਬ ਖਰਬ ਦੀਨੋ ਦਾਨੁ ॥
તેને માની લો તેણે લાખો કરોડો અરબો ખરબો રૂપિયા દાન કરી દીધા છે,

ਜਾ ਮਨਿ ਵਸਿਓ ਹਰਿ ਕੋ ਨਾਮੁ ॥੧॥
જે મનુષ્યના મનમાં પ્રભુનું નામ આવીને વસ્યું છે. ।।૧।।

ਸਗਲ ਪਵਿਤ ਗੁਨ ਗਾਇ ਗੁਪਾਲ ॥
હે ભાઈ! સૃષ્ટિના પાલનહાર પ્રભુના ગુણ ગાઈને બધા મનુષ્યો પવિત્ર થઇ ગયા છે.

ਪਾਪ ਮਿਟਹਿ ਸਾਧੂ ਸਰਨਿ ਦਇਆਲ ॥ ਰਹਾਉ ॥
દયાના સ્ત્રોત ગુરુની શરણમાં પડવાથી બધા પાપો દૂર થઇ જાય છે. ।। વિરામ।।

ਬਹੁਤੁ ਉਰਧ ਤਪ ਸਾਧਨ ਸਾਧੇ ॥
તેને માની લો ઊંધા લટકીને અનેક તપોની સાધનાઓ સાધી છે.

ਅਨਿਕ ਲਾਭ ਮਨੋਰਥ ਲਾਧੇ ॥
તેને માની લો રિદ્ધિ સિદ્ધિઓના અનેક પ્રકારના લાભો પ્રાપ્ત કર્યા છે,

ਹਰਿ ਹਰਿ ਨਾਮ ਰਸਨ ਆਰਾਧੇ ॥੨॥
હે ભાઈ! જે મનુષ્ય પોતાની જીભ થી પ્રભુનું નામ જપે છે. ।।૨।।

ਸਿੰਮ੍ਰਿਤਿ ਸਾਸਤ ਬੇਦ ਬਖਾਨੇ ॥
એ મનુષ્યએ માની લો સ્મૃતિઓ શાસ્ત્રો અને વેદોનું ઉચ્ચારણ કરી લીધું છે.

ਜੋਗ ਗਿਆਨ ਸਿਧ ਸੁਖ ਜਾਨੇ ॥
તેને માની લો યોગની મૂંઝવણોનું સમાધાન કરી લીધું છે ને તેણે માનો સિદ્ધોને મળેલા સુખોની સમજણ પામી લીધી છે,

ਨਾਮੁ ਜਪਤ ਪ੍ਰਭ ਸਿਉ ਮਨ ਮਾਨੇ ॥੩॥
હે ભાઈ! પ્રભુનું નામ સ્મરણ કરતા જે મનુષ્ય નું મન પ્રભુમાં લીન થઇ જાય છે. ।।૩।।

ਅਗਾਧਿ ਬੋਧਿ ਹਰਿ ਅਗਮ ਅਪਾਰੇ ॥
હે ભાઈ! જે મનુષ્ય પર એ ઊંડા અસ્તિત્વ વાળા દુર્ગમ અને અનંત પ્રભુ કૃપા કરે છે.

ਨਾਮੁ ਜਪਤ ਨਾਮੁ ਰਿਦੇ ਬੀਚਾਰੇ ॥
એ મનુષ્ય એ પ્રભુનું નામ જપે છે અને એનું નામ પોતાના હૃદયમાં ટકાવી રાખે છે,

ਨਾਨਕ ਕਉ ਪ੍ਰਭ ਕਿਰਪਾ ਧਾਰੇ ॥੪॥੧੧੧॥
હે નાનક! તું પણ પ્રાર્થના કર અને કહે કે હે પ્રભુ! તું નાનક પર કૃપા કર જેથી હું તારું નામ જપી શકું. ।।૪।।૧૧૧।।

ਗਉੜੀ ਮਃ ੫ ॥
ગૌરી મહેલ ૫||

ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਸੁਖੁ ਪਾਇਆ ॥
તેણે ગોવિંદનું નામ સ્મરણ કરી કરી ને આધ્યાત્મિક આનંદ મેળવ્યો છે,

ਚਰਨ ਕਮਲ ਗੁਰ ਰਿਦੈ ਬਸਾਇਆ ॥੧॥
પરંતુ હે ભાઈ! ગોવિંદની આરાધના ગુરુ દ્વારા જ મળે છે એટલે જે મનુષ્ય એ ગુરુના સુંદર ચરણોને હૃદયમાં વસાવ્યા છે. ।।૧।।

ਗੁਰ ਗੋਬਿੰਦੁ ਪਾਰਬ੍ਰਹਮੁ ਪੂਰਾ ॥
ગુરુ ગોવિંદ સર્વોચ્ચ પરમબ્રહ્મ છે અને એ સર્વગુણ સંપન્ન બધા ગુણોનો માલિક છે,

ਤਿਸਹਿ ਅਰਾਧਿ ਮੇਰਾ ਮਨੁ ਧੀਰਾ ॥ ਰਹਾਉ ॥
એ ગોવિંદનું ધ્યાન કરીને મારું મન ધીરજવાળું બની જાય છે ને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવા સક્ષમ બની જાય છે. ।। વિરામ।।

ਅਨਦਿਨੁ ਜਪਉ ਗੁਰੂ ਗੁਰ ਨਾਮ ॥
હે ભાઈ! હું આખો સમય ગુરુનું નામ યાદ રાખું છું અને ગુરુની કૃપાથી જ ગોવિંદની યાદ પ્રાપ્ત થાય છે

ਤਾ ਤੇ ਸਿਧਿ ਭਏ ਸਗਲ ਕਾਂਮ ॥੨॥
એ નામના જાપના પ્રતાપથી બધા જ કામોમાં સફળતા મળે છે. ।।૨।।

ਦਰਸਨ ਦੇਖਿ ਸੀਤਲ ਮਨ ਭਏ ॥
હે ભાઈ! ગુરુ દ્વારા દરેક જગ્યાએ પ્રભુના દર્શન કરીને દર્શન કરનારનું મન ઠંડક પામે છે,

ਜਨਮ ਜਨਮ ਕੇ ਕਿਲਬਿਖ ਗਏ ॥੩॥
અને એના અનેક જન્મોના કરેલા પાપો નાશ થઇ જાય છે. ।।૩।।

ਕਹੁ ਨਾਨਕ ਕਹਾ ਭੈ ਭਾਈ ॥
નાનક કહે, હે ભાઈ! ગુરુની શરણમાં પડીને ગોવિંદનું નામ સ્મરણ કરવાથી સંસારના બધા ડર દૂર થઇ જાય છે,

ਅਪਨੇ ਸੇਵਕ ਕੀ ਆਪਿ ਪੈਜ ਰਖਾਈ ॥੪॥੧੧੨॥
કેમ કે નામ જપના પ્રતાપથી એવો વિશ્વાસ બની જાય છે કે ગોવિંદ પોતાના સેવકોની લાજ રાખે છે. ।।૪।।૧૧૨।।

ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥
ગૌરી મહેલ ૫,

ਅਪਨੇ ਸੇਵਕ ਕਉ ਆਪਿ ਸਹਾਈ ॥
હે ભાઈ પ્રભુ હંમેશા પોતાના સેવકોનો મદદગાર બની રહે છે,

ਨਿਤ ਪ੍ਰਤਿਪਾਰੈ ਬਾਪ ਜੈਸੇ ਮਾਈ ॥੧॥
પ્રભુ હંમેશા પોતાના સેવકોની સંભાળ લે છે જેમ માતાપિતા પોતાના બાળકોની સંભાળ લે.।।૧।।

ਪ੍ਰਭ ਕੀ ਸਰਨਿ ਉਬਰੈ ਸਭ ਕੋਇ ॥
હે ભાઈ! જે મનુષ્ય પ્રભુની શરણમાં આવે છે એ બધા વિકારો, ડરો અને બધા પ્રકારના ભયથી મુક્ત થઇ જાય છે,

ਕਰਨ ਕਰਾਵਨ ਪੂਰਨ ਸਚੁ ਸੋਇ ॥ ਰਹਾਉ ॥
એમને નિશ્ચય થઈ જાય છે કે સદાય કાયમ રહેનારા પ્રભુ બધું જ કરવાનું સામર્થ્ય રાખે છે અને જીવો પાસે બધું જ કરાવનારા છે. ।।વિરામ।।

ਅਬ ਮਨਿ ਬਸਿਆ ਕਰਨੈਹਾਰਾ ॥
હે ભાઈ! બધું જ કરવાનું સામર્થ્ય રાખનાર પ્રભુ મારા મનમાં આવીને વસ્યા છે,

ਭੈ ਬਿਨਸੇ ਆਤਮ ਸੁਖ ਸਾਰਾ ॥੨॥
હવે મારા બધા ડર દૂર થઇ ગયા છે ને હું અધ્યાત્મિક આનંદ પામી રહ્યો છું. ।।૨।।

ਕਰਿ ਕਿਰਪਾ ਅਪਨੇ ਜਨ ਰਾਖੇ ॥
હે ભાઈ! પ્રભુ કૃપા કરીને પોતાના સેવકોની સ્વયં રક્ષા કરે છે,

ਜਨਮ ਜਨਮ ਕੇ ਕਿਲਬਿਖ ਲਾਥੇ ॥੩॥
એના પહેલાના અનેક જન્મોના કરેલા પાપોના સંસ્કારો એમના મનથી ઉતરી જાય છે. ।।૩।।

ਕਹਨੁ ਨ ਜਾਇ ਪ੍ਰਭ ਕੀ ਵਡਿਆਈ ॥
પ્રભુ કેટલા સામર્થ્યવાળા છે એ વાત વર્ણવી શકાય એમ નથી,

ਨਾਨਕ ਦਾਸ ਸਦਾ ਸਰਨਾਈ ॥੪॥੧੧੩॥
હે નાનક! પ્રભુના સેવકો પ્રભુની શરણમાં પડેલા રહે છે. ।।૪।।૧૧૩।।

ਰਾਗੁ ਗਉੜੀ ਚੇਤੀ ਮਹਲਾ ੫ ਦੁਪਦੇ ॥
ગૌરી રાગ ચેતી મહેલ ૫ બીજું પદ

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥
એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે

ਰਾਮ ਕੋ ਬਲੁ ਪੂਰਨ ਭਾਈ ॥
હે ભાઈ પ્રભુની તાકત બધી જગ્યાએ પોતાનો પ્રભાવ નાખી રહી છે આથી જે સેવકના માથા પર પ્રભુ પોતાની કૃપાનો હાથ રાખે છે,

ਤਾ ਤੇ ਬ੍ਰਿਥਾ ਨ ਬਿਆਪੈ ਕਾਈ ॥੧॥ ਰਹਾਉ ॥
એ તાકત ના પ્રતાપથી એ સેવક પર કોઈ દુઃખ કે કષ્ટ પોતાનું બળ નાખી શકતા નથી. ।।૧।।વિરામ ।।

ਜੋ ਜੋ ਚਿਤਵੈ ਦਾਸੁ ਹਰਿ ਮਾਈ ॥
હે મારી માં! પ્રભુના સેવક જે જે ઈચ્છાઓ મનમાં માંગે છે,

ਸੋ ਸੋ ਕਰਤਾ ਆਪਿ ਕਰਾਈ ॥੧॥
કર્તાર સ્વયં જ એની એ ઈચ્છા પુરી કરી દે છે. ।।૧।।

ਨਿੰਦਕ ਕੀ ਪ੍ਰਭਿ ਪਤਿ ਗਵਾਈ ॥
પરંતુ સેવકના દુઃખદાયી નિંદકોએ પોતાની ઈજ્જત પ્રભુના લોક પરલોકમાં સ્વયં જ ખોઈ દીધી હોઈ છે,

ਨਾਨਕ ਹਰਿ ਗੁਣ ਨਿਰਭਉ ਗਾਈ ॥੨॥੧੧੪॥
હે નાનક! પ્રભુનો સેવક પ્રભુના ગીત ગાતો રહે છે અને દુનિયાના ડરોથી નીડર રહે છે. ।।૨।।૧૧૪।।