Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-190

Page 190

ਚਰਨ ਠਾਕੁਰ ਕੈ ਮਾਰਗਿ ਧਾਵਉ ॥੧॥ અને પગોથી હું પરમાત્માના રસ્તા પર ચાલી રહ્યો છું ॥૧॥
ਭਲੋ ਸਮੋ ਸਿਮਰਨ ਕੀ ਬਰੀਆ ॥ હે મન! મનુષ્ય જન્મનો આ સુંદર સમય તને મળ્યો છે. આ મનુષ્ય જન્મ જ પરમાત્માનું નામ જપવાનો સમય છે.
ਸਿਮਰਤ ਨਾਮੁ ਭੈ ਪਾਰਿ ਉਤਰੀਆ ॥੧॥ ਰਹਾਉ ॥ આ મનુષ્ય જન્મમાં જ પરમાત્માનું નામ સ્મરણ કરતા કરતા સંસારના અનેક ડરોથી પાર થઈ શકાય છે ॥૧॥ વિરામ॥
ਨੇਤ੍ਰ ਸੰਤਨ ਕਾ ਦਰਸਨੁ ਪੇਖੁ ॥ હે ભાઈ! તું પણ પોતાની આંખોથી ગુરુમુખોનાં દર્શન કર.
ਪ੍ਰਭ ਅਵਿਨਾਸੀ ਮਨ ਮਹਿ ਲੇਖੁ ॥੨॥ ગુરુમુખોની સંગતિમાં રહીને પોતાના મનમાં અવિનાશી પરમાત્માના સ્મરણનો લેખ લખતો રહે ॥૨॥
ਸੁਣਿ ਕੀਰਤਨੁ ਸਾਧ ਪਹਿ ਜਾਇ ॥ હે ભાઈ! ગુરુની સંગતમાં જઈને તું પરમાત્માની મહિમાનાં ગીત સાંભળ્યા કર.
ਜਨਮ ਮਰਣ ਕੀ ਤ੍ਰਾਸ ਮਿਟਾਇ ॥੩॥ અને આ રીતે જન્મ મરણમાં પડનારી આધ્યાત્મિક મૃત્યુનો ડર પોતાની અંદરથી દૂર કરી લે. ॥૩॥
ਚਰਣ ਕਮਲ ਠਾਕੁਰ ਉਰਿ ਧਾਰਿ ॥ નાનક કહે છે, હે ભાઈ! પરમાત્માના સુંદર ચરણ પોતાના હૃદયમાં ટકાવી રાખ.
ਦੁਲਭ ਦੇਹ ਨਾਨਕ ਨਿਸਤਾਰਿ ॥੪॥੫੧॥੧੨੦॥ આ મનુષ્ય શરીર ખુબજ મુશ્કેલીથી મળ્યું છે, આને નામ જપવાની કૃપાથી સંસાર સમુદ્રના વિકારોથી પાર પાડી લે ॥૪॥૫૧॥૧૨૦
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਜਾ ਕਉ ਅਪਨੀ ਕਿਰਪਾ ਧਾਰੈ ॥ પરંતુ નામ સ્મરણ પણ જીવોનાં પોતાના હાથની વાત નથી જે મનુષ્ય પર પરમાત્મા પોતાની કૃપા કરે છે
ਸੋ ਜਨੁ ਰਸਨਾ ਨਾਮੁ ਉਚਾਰੈ ॥੧॥ તે મનુષ્ય પોતાની જીભથી પરમાત્માનું નામ ઉચ્ચારે છે॥૧॥
ਹਰਿ ਬਿਸਰਤ ਸਹਸਾ ਦੁਖੁ ਬਿਆਪੈ ॥ હે ભાઈ! પરમાત્માને ભુલવાથી દુનિયાનું સહમ-દુઃખ પોતાનું જોર નાખી દે છે,
ਸਿਮਰਤ ਨਾਮੁ ਭਰਮੁ ਭਉ ਭਾਗੈ ॥੧॥ ਰਹਾਉ ॥ પરંતુ પ્રભુનું નામ સ્મરણ કરવાથી દરેક ભટકણ દૂર થઈ જાય છે. દરેક પ્રકારનો ડર ભાગી જાય છે ॥૧॥ વિરામ॥
ਹਰਿ ਕੀਰਤਨੁ ਸੁਣੈ ਹਰਿ ਕੀਰਤਨੁ ਗਾਵੈ ॥ પ્રભુની કૃપાથી જે મનુષ્ય પ્રભુની મહિમા સાંભળે છે પ્રભુની મહિમા ગાય છે.
ਤਿਸੁ ਜਨ ਦੂਖੁ ਨਿਕਟਿ ਨਹੀ ਆਵੈ ॥੨॥ કોઈ દુઃખ તે મનુષ્યની નજીક ભટક્તું નથી ॥૨॥
ਹਰਿ ਕੀ ਟਹਲ ਕਰਤ ਜਨੁ ਸੋਹੈ ॥ હે ભાઈ! પરમાત્માની સેવા ભક્તિ કરતો મનુષ્ય સુંદર જીવનવાળો બની જાય છે,
ਤਾ ਕਉ ਮਾਇਆ ਅਗਨਿ ਨ ਪੋਹੈ ॥੩॥ કારણકે તે મનુષ્યને માયાની તૃષ્ણાની આગ હેરાન કરી શકતી નથી તેના આધ્યાત્મિક જીવનને સળગાવી શકતી નથી ॥૩॥
ਮਨਿ ਤਨਿ ਮੁਖਿ ਹਰਿ ਨਾਮੁ ਦਇਆਲ ॥ ਨਾਨਕ ਤਜੀਅਲੇ ਅਵਰਿ ਜੰਜਾਲ ॥੪॥੫੨॥੧੨੧॥ દયાનું ઘર પરમાત્માનું નામ જે મનુષ્યના મનમાં દિલમાં તેમજ મુખમાં વસી જાય છે, હે નાનક! તે મનુષ્યએ પોતાના મનમાંથી માયાના મોહના બીજા બધા મોહ ઉતારી દીધા હોય છે ॥૪॥૫૨॥૧૨૧॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਛਾਡਿ ਸਿਆਨਪ ਬਹੁ ਚਤੁਰਾਈ ॥ આ ખ્યાલ છોડી દે કે તું ખુબ બુદ્ધિશાળી અને ચતુર છે અને જીવન રસ્તાને પોતેજ સમજી શકે છે
ਗੁਰ ਪੂਰੇ ਕੀ ਟੇਕ ਟਿਕਾਈ ॥੧॥ હે ભાઈ! તું પણ સંપૂર્ણ ગુરુનો આશરો લે. ॥૧॥
ਦੁਖ ਬਿਨਸੇ ਸੁਖ ਹਰਿ ਗੁਣ ਗਾਇ ॥ હે ભાઈ! પરમાત્માના ગુણ ગાઈને તેને સુખ જ સુખ મળે છે અને તેના બધે બધા દુઃખ દુર થઈ જાય છે
ਗੁਰੁ ਪੂਰਾ ਭੇਟਿਆ ਲਿਵ ਲਾਇ ॥੧॥ ਰਹਾਉ ॥ જે મનુષ્યને સંપૂર્ણ ગુરુ મળી જાય છે અને ગુરુની કૃપાથી જે પ્રભુ ચરણોમાં ધ્યાન જોડે છે, ॥૧॥વિરામ॥
ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਦੀਓ ਗੁਰਿ ਮੰਤ੍ਰੁ ॥ હે ભાઈ! ગુરુએ જ મનુષ્યને પરમાત્માના નામ મંત્ર આપ્યાં છે
ਮਿਟੇ ਵਿਸੂਰੇ ਉਤਰੀ ਚਿੰਤ ॥੨॥ તે મંત્રની કૃપાથી તેની બધી ચિંતા-ફિકર મટી ગયા છે તેની દરેક પ્રકારની ચિંતા ઉતરી ગઈ છે ॥૨॥
ਅਨਦ ਭਏ ਗੁਰ ਮਿਲਤ ਕ੍ਰਿਪਾਲ ॥ હે ભાઈ! દયાના સ્ત્રોત ગુરુને મળીને આધ્યાત્મિક શાંતિ ઉત્પન્ન થઇ જાય છે.
ਕਰਿ ਕਿਰਪਾ ਕਾਟੇ ਜਮ ਜਾਲ ॥੩॥ ગુરૂ કૃપા કરીને મનુષ્યની અંદરથી આધ્યાત્મિક મૃત્યુ લાવનાર માયાના મોહની ફાંસી કપાઈ જાય છે ॥૩॥
ਕਹੁ ਨਾਨਕ ਗੁਰੁ ਪੂਰਾ ਪਾਇਆ ॥ નાનક કહે છે, જે મનુષ્યને સંપૂર્ણ ગુરુ મળી જાય છે,
ਤਾ ਤੇ ਬਹੁਰਿ ਨ ਬਿਆਪੈ ਮਾਇਆ ॥੪॥੫੩॥੧੨੨॥ તે ગુરુની કૃપાથી તે મનુષ્ય પર માયા પોતાનો જોર નથી મૂકી શકતી ॥૪॥૫૩॥૧૨૨॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਰਾਖਿ ਲੀਆ ਗੁਰਿ ਪੂਰੈ ਆਪਿ ॥ હે ભાઈ! જે મનુષ્ય ગુરુ અનુસાર રહે છે, સંપૂર્ણ ગુરુએ પોતે તેને હંમેશા કામાદિક દુશ્મનોથી બચાવી લીધા છે.
ਮਨਮੁਖ ਕਉ ਲਾਗੋ ਸੰਤਾਪੁ ॥੧॥ પરંતુ, પોતાના મનની પાછળ ચાલનાર મનુષ્યને કષ્ટ લાગતો જ રહે છે ॥૧॥
ਗੁਰੂ ਗੁਰੂ ਜਪਿ ਮੀਤ ਹਮਾਰੇ ॥ હે મિત્રો! હંમેશા પોતાના ગુરુને યાદ રાખો.
ਮੁਖ ਊਜਲ ਹੋਵਹਿ ਦਰਬਾਰੇ ॥੧॥ ਰਹਾਉ ॥ ગુરુનો ઉપદેશ યાદ રાખવાથી તમારું મુખ પરમાત્માની દરબારમાં રોશન થશે ॥૧॥વિરામ॥
ਗੁਰ ਕੇ ਚਰਣ ਹਿਰਦੈ ਵਸਾਇ ॥ હે ભાઈ! તું પોતાના હૃદયમાં ગુરુના ચરણ વસાવી રાખ, ગુરુ તારા બધા દુઃખ-કષ્ટ નાશ કરશે.
ਦੁਖ ਦੁਸਮਨ ਤੇਰੀ ਹਤੈ ਬਲਾਇ ॥੨॥ કામાદિક તારા બધા દુશ્મનોને સમાપ્ત કરી દેશે, તારા પર દબાવ નાખનારી માયા- ડાકણને મારી દેશે ॥૨॥
ਗੁਰ ਕਾ ਸਬਦੁ ਤੇਰੈ ਸੰਗਿ ਸਹਾਈ ॥ હે ભાઈ! ગુરુના શબ્દ જ તારી સાથે હંમેશા સાથ નિભાવનાર સાથી છે,
ਦਇਆਲ ਭਏ ਸਗਲੇ ਜੀਅ ਭਾਈ ॥੩॥ ગુરુના શબ્દ હૃદયમાં પરોવી રાખવાથી બધા લોકો દયાવાન થઈ જાય છે ॥૩॥
ਗੁਰਿ ਪੂਰੈ ਜਬ ਕਿਰਪਾ ਕਰੀ ॥ નાનક કહે છે, જયારે સંપૂર્ણ ગુરુએ મારા પર કૃપા કરી
ਭਨਤਿ ਨਾਨਕ ਮੇਰੀ ਪੂਰੀ ਪਰੀ ॥੪॥੫੪॥੧੨੩॥ તો મારા જીવનની મહેનત સફળ થઇ ગઈ કામાદિક દુશ્મન મારા પર હુમલો કરવાથી હટી ગયા ॥૪॥૫૪॥૧૨૩॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਅਨਿਕ ਰਸਾ ਖਾਏ ਜੈਸੇ ਢੋਰ ॥ જેમ પશુ ઘાસચારાથી પેટ ભરી લે છે, તેમ જ સાધુ-સંગતથી વંચિત રહીને આધ્યાત્મિક મૃત્યુ મરેલ મનુષ્ય અનેક સ્વાદિષ્ટ પદાર્થ ખાતો રહે છે
ਮੋਹ ਕੀ ਜੇਵਰੀ ਬਾਧਿਓ ਚੋਰ ॥੧॥ અને રંગેલ હાથ પકડાયેલ ચોરની જેમ માયાના મોહના દોરડાઓમાં સતત અકડતો જકડાતો ચાલ્યો જાય છે ॥૧॥
ਮਿਰਤਕ ਦੇਹ ਸਾਧਸੰਗ ਬਿਹੂਨਾ ॥ હે ભાઈ! સાધુ-સંગતથી વંચિત રહે છે. તેનું શરીર મૃતક છે કારણકે તેની અંદર આધ્યાત્મિક મૃત્યુ મરેલ જીવાત્મા છે,
ਆਵਤ ਜਾਤ ਜੋਨੀ ਦੁਖ ਖੀਨਾ ॥੧॥ ਰਹਾਉ ॥ તે મનુષ્ય જન્મ મરણના ચક્રમાં પડી રહે છે, યોનિઓના દુઃખને કારણે તેનું આધ્યાત્મિક જીવન સતત નબળું થતું ચાલ્યું જાય છે ॥૧॥વિરામ॥
ਅਨਿਕ ਬਸਤ੍ਰ ਸੁੰਦਰ ਪਹਿਰਾਇਆ ॥ આધ્યાત્મિક મૃત્યુ મરેલ મનુષ્ય અનેક સુંદર સુંદર કપડાંઓ પહેરે છે, ગરીબ ગંદા કપડાંવાળા લોકો તેનાથી ડરતા થોડા ઉપર-ઉપર રહે છે.
ਜਿਉ ਡਰਨਾ ਖੇਤ ਮਾਹਿ ਡਰਾਇਆ ॥੨॥ આ રીતે ગરીબો માટે તે એવું હોય છે જેમ ખેતરોમાં જાનવરોને ડરાવવા માટે બનાવટી રખેવાળ ઉભો કરેલો હોય છે ॥૨॥
ਸਗਲ ਸਰੀਰ ਆਵਤ ਸਭ ਕਾਮ ॥ અન્ય પશુ વગેરેના બધા શરીર કોઈને કોઈ કામ આવી જાય છે.
ਨਿਹਫਲ ਮਾਨੁਖੁ ਜਪੈ ਨਹੀ ਨਾਮ ॥੩॥ જો મનુષ્ય પરમાત્માનું નામ નથી જપતો તો આનું જગતમાં આવવું વ્યર્થ જ જાય છે ॥૩॥
ਕਹੁ ਨਾਨਕ ਜਾ ਕਉ ਭਏ ਦਇਆਲਾ ॥ નાનક કહે છે, જે મનુષ્ય પર પરમાત્મા દયાવાન થાય છે,
ਸਾਧਸੰਗਿ ਮਿਲਿ ਭਜਹਿ ਗੋੁਪਾਲਾ ॥੪॥੫੫॥੧੨੪॥ તે સાધુ-સંગતમાં સત્સંગીઓની સાથે મળીને જગતના પાલનહાર પ્રભુના ભજન કરે છે ॥૪॥૫૫॥૧૨૪॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
error: Content is protected !!
Scroll to Top
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/