Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-186

Page 186

ਪੀਊ ਦਾਦੇ ਕਾ ਖੋਲਿ ਡਿਠਾ ਖਜਾਨਾ ॥ જયારે મેં ગુરુ નાનક દેવથી લઈને બધા ગુરુ સાહેબની વાણીનો ખજાનો ખોલીને જોયો.
ਤਾ ਮੇਰੈ ਮਨਿ ਭਇਆ ਨਿਧਾਨਾ ॥੧॥ ત્યારે મારા મનમાં આધ્યાત્મિક આનંદનો ભંડાર ભરાઈ ગયો ॥૧॥
ਰਤਨ ਲਾਲ ਜਾ ਕਾ ਕਛੂ ਨ ਮੋਲੁ ॥ ਭਰੇ ਭੰਡਾਰ ਅਖੂਟ ਅਤੋਲ ॥੨॥ જે ક્યારેય સમાપ્ત થઈ શકતા નથી, જે તોલી શકાતા નથી. આ ખજાનામાં પરમાત્માની મહિમાનાં અમૂલ્ય રત્નો-લાલોના ભંડાર ભરેલા મેં જોયા. ॥૨॥
ਖਾਵਹਿ ਖਰਚਹਿ ਰਲਿ ਮਿਲਿ ਭਾਈ ॥ હે ભાઈ! જે મનુષ્ય સત્સંગમાં એકત્રિત થઈને આ ભંડારોને પોતે વાપરે છે તેમજ બીજા લોકોને પણ વહેંચે છે,
ਤੋਟਿ ਨ ਆਵੈ ਵਧਦੋ ਜਾਈ ॥੩॥ તેની પાસે આ ખજાનાની ખોટ હોતી નથી. ઉલટાનું બીજો-બીજો વધારો થાય છે. ॥૩॥
ਕਹੁ ਨਾਨਕ ਜਿਸੁ ਮਸਤਕਿ ਲੇਖੁ ਲਿਖਾਇ ॥ પરંતુ, નાનક કહે છે, જે મનુષ્યના માથા પર પરમાત્માની બક્ષીશના લેખ લખેલ હોય છે.
ਸੁ ਏਤੁ ਖਜਾਨੈ ਲਇਆ ਰਲਾਇ ॥੪॥੩੧॥੧੦੦॥ તે જ આ મહિમાનાં ખજાનામાં ભાગીદાર બની જાય છે. ॥૪॥૩૧॥૧૦૦॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਡਰਿ ਡਰਿ ਮਰਤੇ ਜਬ ਜਾਨੀਐ ਦੂਰਿ ॥ જ્યાં સુધી આપણે એ સમજીએ છીએ કે પરમાત્મા ક્યાંય દૂર વસે છે. ત્યાં સુધી દુનિયાના દુઃખ રોગ ફિકરથી ડરી ડરીને આધ્યાત્મિક મૃત્યુ મરતા રહે છે
ਡਰੁ ਚੂਕਾ ਦੇਖਿਆ ਭਰਪੂਰਿ ॥੧॥ જ્યારે તેને આખા સંસારમાં કણ કણમાં વ્યાપક જોઈ લીધા. તે સમય દુનિયાના દુઃખ વગેરેનો ભય સમાપ્ત થઈ ગયો ॥૧॥
ਸਤਿਗੁਰ ਅਪਨੇ ਕਉ ਬਲਿਹਾਰੈ ॥ હું પોતાના ગુરૂથી કુરબાન જાવ છું.
ਛੋਡਿ ਨ ਜਾਈ ਸਰਪਰ ਤਾਰੈ ॥੧॥ ਰਹਾਉ ॥ તે દુઃખ-રોગ-સોગ વગેરેના સમુદ્રમાં અમને ડૂબતા છોડીને નથી જતા. તે આ સમુદ્રમાંથી જરૂર પાર પાડે છે ॥૧॥ વિરામ॥
ਦੂਖੁ ਰੋਗੁ ਸੋਗੁ ਬਿਸਰੈ ਜਬ ਨਾਮੁ ॥ હે ભાઈ! દુનિયાના દુઃખ રોગ ફિકર ત્યારે જ વ્યાપે છે જયારે પરમાત્માનું નામ ભુલાઈ જાય છે.
ਸਦਾ ਅਨੰਦੁ ਜਾ ਹਰਿ ਗੁਣ ਗਾਮੁ ॥੨॥ જયારે પરમાત્માની મહિમાનાં ગીત ગાઈએ છીએ તો મનમાં હંમેશા આનંદ બની રહે છે ॥૨॥
ਬੁਰਾ ਭਲਾ ਕੋਈ ਨ ਕਹੀਜੈ ॥ હે ભાઈ! ના કોઈની નિંદા કરવી જોઈએ ન કોઈની ચાપલૂસી.
ਛੋਡਿ ਮਾਨੁ ਹਰਿ ਚਰਨ ਗਹੀਜੈ ॥੩॥ દુનિયાનાં માન ત્યાગીને પરમાત્માનાં ચરણો હૃદયમાં ટકાવી લેવા જોઈએ ॥૩॥
ਕਹੁ ਨਾਨਕ ਗੁਰ ਮੰਤ੍ਰੁ ਚਿਤਾਰਿ ॥ નાનક કહે છે. હે ભાઈ! ગુરુનો ઉપદેશ પોતાના ચિત્તમાં પરોવી રાખ.
ਸੁਖੁ ਪਾਵਹਿ ਸਾਚੈ ਦਰਬਾਰਿ ॥੪॥੩੨॥੧੦੧॥ હંમેશા કાયમ રહેનાર પરમાત્માના દરબારમાં આનંદ મેળવીશ. ॥૪॥૩૨॥૧૦૧॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਜਾ ਕਾ ਮੀਤੁ ਸਾਜਨੁ ਹੈ ਸਮੀਆ ॥ જે મનુષ્યને આ વિશ્વાસ બની જાય છે કે તેનો સજ્જન પ્રભુ મિત્ર પ્રભુ બધી જગ્યાએ વ્યાપક છે.
ਤਿਸੁ ਜਨ ਕਉ ਕਹੁ ਕਾ ਕੀ ਕਮੀਆ ॥੧॥ હે ભાઈ! તે મનુષ્યને પછી કઈ વસ્તુની ખોટ રહી જાય છે? ॥૧॥
ਜਾ ਕੀ ਪ੍ਰੀਤਿ ਗੋਬਿੰਦ ਸਿਉ ਲਾਗੀ ॥ હે ભાઈ! જે મનુષ્યનો પ્રેમ પરમાત્મા સાથે બની જાય છે.
ਦੂਖੁ ਦਰਦੁ ਭ੍ਰਮੁ ਤਾ ਕਾ ਭਾਗੀ ॥੧॥ ਰਹਾਉ ॥ તેના દરેક દુઃખ, દરેક દર્દ, દરેક ભ્રમ-વહેમ દુર થઇ જાય છે ॥૧॥વિરામ॥
ਜਾ ਕਉ ਰਸੁ ਹਰਿ ਰਸੁ ਹੈ ਆਇਓ ॥ હે ભાઈ! જે મનુષ્યને પરમાત્માના નામનો આનંદ આવી જાય છે.
ਸੋ ਅਨ ਰਸ ਨਾਹੀ ਲਪਟਾਇਓ ॥੨॥ તે દુનિયાના અન્ય પદાર્થોને સ્વાદોથી નથી ચીપકતો ॥૨॥
ਜਾ ਕਾ ਕਹਿਆ ਦਰਗਹ ਚਲੈ ॥ જે મનુષ્યના બોલેલ બોલ પરમાત્માની હાજરીમાં માનવામાં આવે છે,
ਸੋ ਕਿਸ ਕਉ ਨਦਰਿ ਲੈ ਆਵੈ ਤਲੈ ॥੩॥ તેને બીજા કોઇની તાબેદારી રહી જતી નથી ॥૩॥
ਜਾ ਕਾ ਸਭੁ ਕਿਛੁ ਤਾ ਕਾ ਹੋਇ ॥ જે પરમાત્માનો રચેલ આ સંસાર છે તે પરમાત્માનો સેવક જે મનુષ્ય બની જાય છે.
ਨਾਨਕ ਤਾ ਕਉ ਸਦਾ ਸੁਖੁ ਹੋਇ ॥੪॥੩੩॥੧੦੨॥ હે નાનક! તેને હંમેશા આનંદ પ્રાપ્ત રહે છે. ॥૪॥૩૩॥૧૦૨॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਜਾ ਕੈ ਦੁਖੁ ਸੁਖੁ ਸਮ ਕਰਿ ਜਾਪੈ ॥ પ્રભુની રજામાં ચાલવાને કારણે જે મનુષ્યના હૃદયમાં દરેક સુખ દુઃખ એક જેવા જ લાગે છે.
ਤਾ ਕਉ ਕਾੜਾ ਕਹਾ ਬਿਆਪੈ ॥੧॥ તેને કોઈ ચિંતા-ફિકર ક્યારેય દબાવી શકતી નથી. ॥૧॥
ਸਹਜ ਅਨੰਦ ਹਰਿ ਸਾਧੂ ਮਾਹਿ ॥ હે ભાઈ! પરમાત્માના ભક્તના હૃદયમાં હંમેશા આધ્યાત્મિક સ્થિરતા બની રહે છે. હંમેશા આધ્યાત્મિક આનંદ બની રહે છે.
ਆਗਿਆਕਾਰੀ ਹਰਿ ਹਰਿ ਰਾਇ ॥੧॥ ਰਹਾਉ ॥ હરિનો ભક્ત હરિ-પ્રભુની આજ્ઞામાં જ ચાલે છે ॥૧॥વિરામ॥
ਜਾ ਕੈ ਅਚਿੰਤੁ ਵਸੈ ਮਨਿ ਆਇ ॥ હે ભાઈ! ચિંતા-રહિત પરમાત્મા જે મનુષ્યના હૃદયમાં આવી વસે છે.
ਤਾ ਕਉ ਚਿੰਤਾ ਕਤਹੂੰ ਨਾਹਿ ॥੨॥ તેને ક્યારેય કોઈ ચિંતા હેરાન કરતી નથી. ॥૨॥
ਜਾ ਕੈ ਬਿਨਸਿਓ ਮਨ ਤੇ ਭਰਮਾ ॥ જે મનુષ્યના મનથી ભટકવું સમાપ્ત થઇ જાય છે.
ਤਾ ਕੈ ਕਛੂ ਨਾਹੀ ਡਰੁ ਜਮਾ ॥੩॥ તેના મનમાં મૃત્યુનો ડર નથી રહી જાતો ॥૩॥
ਜਾ ਕੈ ਹਿਰਦੈ ਦੀਓ ਗੁਰਿ ਨਾਮਾ ॥ ગુરુએ જે મનુષ્યના હૃદયમાં પરમાત્માનું નામ ટકાવી દીધું છે.
ਕਹੁ ਨਾਨਕ ਤਾ ਕੈ ਸਗਲ ਨਿਧਾਨਾ ॥੪॥੩੪॥੧੦੩॥ નાનક કહે છે, તેની અંદર જેમ બધા ખજાના આવી જાય છે. ॥૪॥૩૪॥૧૦૩॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਅਗਮ ਰੂਪ ਕਾ ਮਨ ਮਹਿ ਥਾਨਾ ॥ જે મનમાં મહિમાનાં ચશ્મા જાહેર થઇજાય છે. તે મનમાં અગમ્ય સ્વરૂપવાળા પરમાત્માનો નિવાસ થઇ જાય છે.
ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ਕਿਨੈ ਵਿਰਲੈ ਜਾਨਾ ॥੧॥ પરંતુ કોઈ દુર્લભ મનુષ્યએ ગુરુની કૃપાથી આ ભેદ સમજ્યો છે. ॥૧॥
ਸਹਜ ਕਥਾ ਕੇ ਅੰਮ੍ਰਿਤ ਕੁੰਟਾ ॥ જે ગુરુની કૃપાથી આધ્યાત્મિક સ્થિરતા અને મહિમાનાં અમૃતના ચશ્માંનો આનંદ મેળવે છે
ਜਿਸਹਿ ਪਰਾਪਤਿ ਤਿਸੁ ਲੈ ਭੁੰਚਾ ॥੧॥ ਰਹਾਉ ॥ તે મનુષ્યના ભાગ્યોમાં પ્રાપ્તિનો લેખ હોય છે ॥૧॥ વિરામ॥
ਅਨਹਤ ਬਾਣੀ ਥਾਨੁ ਨਿਰਾਲਾ ॥ જ્યાં મહિમા અને આધ્યાત્મિક સ્થિરતાના ચશ્મા ચાલી પડે છે તેનું હૃદય-સ્થળ એક-રસ મહિમાની વાણીની કૃપાથી અનોખું થઇ જાય છે.
ਤਾ ਕੀ ਧੁਨਿ ਮੋਹੇ ਗੋਪਾਲਾ ॥੨॥ તેના જોડાયેલ ધ્યાન પર પરમાત્મા પણ મોહિત થઇ જાય છે ॥૨॥
ਤਹ ਸਹਜ ਅਖਾਰੇ ਅਨੇਕ ਅਨੰਤਾ ॥ આધ્યાત્મિક સ્થિરતાના અનેક અને અનંત અખાડા રચીને રાખેલ છે
ਪਾਰਬ੍ਰਹਮ ਕੇ ਸੰਗੀ ਸੰਤਾ ॥੩॥ જ્યાં મહિમાનાં ચશ્મા હોય છે જ્યાં તે આધ્યાત્મિક સ્થિરતામાં ટકેલ સંત જન પરમાત્માના ચરણોમાં જોડાઈને ॥૩॥
ਹਰਖ ਅਨੰਤ ਸੋਗ ਨਹੀ ਬੀਆ ॥ તે સ્થિતિમાં અનંત ખુશી જ ખુશી બની રહે છે, કોઈ પ્રકારની અન્ય કોઈ ચિંતા ફિકર નથી.
ਸੋ ਘਰੁ ਗੁਰਿ ਨਾਨਕ ਕਉ ਦੀਆ ॥੪॥੩੫॥੧੦੪॥ હે ભાઈ! ગુરુએ તે આધ્યાત્મિક ઠેકાણું મને નાનકને પણ આપ્યું છે ॥૪॥૩૫॥૧૦૪॥
ਗਉੜੀ ਮਃ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਕਵਨ ਰੂਪੁ ਤੇਰਾ ਆਰਾਧਉ ॥ હે પ્રભુ! જગતના બધા જીવ તારા જ રૂપ છે અને તારું કોઈ ખાસ રૂપ નથી. હું નથી જાણતો કે તારું તે ક્યુ રૂપ છે જેનું હું ધ્યાન ધરું.
ਕਵਨ ਜੋਗ ਕਾਇਆ ਲੇ ਸਾਧਉ ॥੧॥ હે પ્રભુ! મને સમજ નથી કે જોગનું તે કયું સાધન છે જેનાથી હું પોતાના શરીરને વશમાં લઇ આવું અને તે પ્રસન્ન કરું. યોગ સાધનાની સાથે તેને ખુશ નથી કરી શકાતા ॥૧॥


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top