Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-151

Page 151

ਰਾਗੁ ਗਉੜੀ ਗੁਆਰੇਰੀ ਮਹਲਾ ੧ ਚਉਪਦੇ ਦੁਪਦੇ રાગ ગૌરી ગુઆરેરી મહેલ ૧, ચાર પદ, બીજું પદ
ੴ ਸਤਿ ਨਾਮੁ ਕਰਤਾ ਪੁਰਖੁ ਨਿਰਭਉ ਨਿਰਵੈਰੁ ਅਕਾਲ ਮੂਰਤਿ ਅਜੂਨੀ ਸੈਭੰ ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે બધી જગ્યાએ વ્યાપ્ત છે ભય રહિત છે વેર હિત છે જેનું સ્વરૂપ કાળથી પરે છે, જે યોનિઓમાં નથી ભટકતો જેનો પ્રકાશ તેની મેળાએ છે અને જે સદગુરૂની કૃપાથી મળે છે॥
ਭਉ ਮੁਚੁ ਭਾਰਾ ਵਡਾ ਤੋਲੁ ॥ પ્રભુનો ડર ખુબ જ ભારે છે તેનો વજન મોટો છે.
ਮਨ ਮਤਿ ਹਉਲੀ ਬੋਲੇ ਬੋਲੁ ॥ જેની બુદ્ધિ તેના મનની પાછળ ચાલે છે તે હલકા રહે છે. તે હલકા જ વચન બોલે છે.
ਸਿਰਿ ਧਰਿ ਚਲੀਐ ਸਹੀਐ ਭਾਰੁ ॥ જો પ્રભુનો ડર માથા પર ધરીને જીવન ગુજારીએ અને તેના ડરનો ભાર સહી શકીએ
ਨਦਰੀ ਕਰਮੀ ਗੁਰ ਬੀਚਾਰੁ ॥੧॥ તો પ્રભુની કૃપાની નજરથી પ્રભુની બક્ષીશથી માનવતા વિષે ગુરુનો બતાવેલો વિચાર જીવનનો હિસ્સો બની જાય છે ॥૧॥
ਭੈ ਬਿਨੁ ਕੋਇ ਨ ਲੰਘਸਿ ਪਾਰਿ ॥ સંસાર વિકારોથી ભરેલ એક એવો સમુદ્ર છે જેમાં પરમાત્માનો ડર હૃદયમાં વસાવ્યા વગર કોઈ પાર નથી થઈ શકતો.
ਭੈ ਭਉ ਰਾਖਿਆ ਭਾਇ ਸਵਾਰਿ ॥੧॥ ਰਹਾਉ ॥ ફક્ત તે જ પાર થાય છે જેને પ્રભુના ડરમાં રહીને અને પ્રભુ પ્રેમ દ્વારા પોતાનું જીવન સંવારીને પ્રભુનો ડર અદબ પોતાના હૃદયમાં ટકાવીને રાખ્યું છે ॥૧॥વિરામ॥
ਭੈ ਤਨਿ ਅਗਨਿ ਭਖੈ ਭੈ ਨਾਲਿ ॥ પ્રભુના ડર-અદબમાં રહેવાથી મનુષ્યની અંદર પ્રભુને મળવાની ચાહ ટકેલી રહે છે.
ਭੈ ਭਉ ਘੜੀਐ ਸਬਦਿ ਸਵਾਰਿ ॥ ગુરુના શબ્દ દ્વારા આધ્યાત્મિક જીવનને સુંદર બનાવીને જે જે આ વિશ્વાસમાં જીવે કે પ્રભુ આપણી અંદર છે અને બધાની અંદર હાજર છે આ ઈચ્છા અને તેજ થતી જાય છે.
ਭੈ ਬਿਨੁ ਘਾੜਤ ਕਚੁ ਨਿਕਚ ॥ પ્રભુનો ડર અદબ રાખ્યા વગર આપણા જીવનનો વિકાસ આપણા મનની ખોટ હલકી થતી જાય છે, બિલકુલ હલકી બનતી જાય છે
ਅੰਧਾ ਸਚਾ ਅੰਧੀ ਸਟ ॥੨॥ કારણ કે જે ઘાટમાં જીવન ઢળે છે તે હલકાપણું પેદા કરનાર હોય છે. આપણા પ્રયત્ન પણ અજ્ઞાનતાવાળા જ હોય છે ॥૨॥
ਬੁਧੀ ਬਾਜੀ ਉਪਜੈ ਚਾਉ ॥ જગત તમાશાનો રસ જ તેની અંદર પેદા થતો રહે છે.
ਸਹਸ ਸਿਆਣਪ ਪਵੈ ਨ ਤਾਉ ॥ મનમુખ ભલે હજારો સારું પણ કરે તેનું જીવન યોગ્ય ઘાટમાં નથી ઢળતું.
ਨਾਨਕ ਮਨਮੁਖਿ ਬੋਲਣੁ ਵਾਉ ॥ હે નાનક! પોતાના મનની પાછળ ચાલવાવાળા મનુષ્યની બુદ્ધિ જગત-રમતમાં લાગેલી રહે છે,
ਅੰਧਾ ਅਖਰੁ ਵਾਉ ਦੁਆਉ ॥੩॥੧॥ મનમુખના બે અર્થ બોલ હોય છે તે અંધ નકામી લવારી જ કરે છે ॥૩॥૧॥
ਗਉੜੀ ਮਹਲਾ ੧ ॥ ગૌરી રાગ મહેલ૧॥
ਡਰਿ ਘਰੁ ਘਰਿ ਡਰੁ ਡਰਿ ਡਰੁ ਜਾਇ ॥ હે પ્રભુ! તારા ડર-અદબમાં રહેવાથી તે આધ્યાત્મિક સ્થિતિ મળી જાય છે જ્યાં મન તારા ચરણોમાં જોડાયેલ રહે છે.હૃદયમાં આ નિશ્ચય બની જાય છે કે તું મારી અંદર વસે છે અને બધામાં વસે છે.
ਸੋ ਡਰੁ ਕੇਹਾ ਜਿਤੁ ਡਰਿ ਡਰੁ ਪਾਇ ॥ તારા ડરમાં રહેવાથી દુનિયાના દરેક પ્રકારના ડર સંયમ દૂર થઈ જાય છે.તારો ડર એવો હોતો નથી કે તે ડરમાં રહેવાથી કોઈ બીજો સહમ ટકેલો રહે
ਤੁਧੁ ਬਿਨੁ ਦੂਜੀ ਨਾਹੀ ਜਾਇ ॥ હે પ્રભુ! તારા વગર જીવનું કોઈ બીજું ઠેકાણું-આશરો નથી.
ਜੋ ਕਿਛੁ ਵਰਤੈ ਸਭ ਤੇਰੀ ਰਜਾਇ ॥੧॥ જગતમાં જે કાંઈ થઈ રહ્યું છે બધું તારી મરજીથી થઈ રહ્યું છે ॥૧॥
ਡਰੀਐ ਜੇ ਡਰੁ ਹੋਵੈ ਹੋਰੁ ॥ હે પ્રભુ! તારા ડર-અદબની જગ્યાએ જો જીવના હૃદયમાં કોઈ બીજો ડર ટકેલો રહે,
ਡਰਿ ਡਰਿ ਡਰਣਾ ਮਨ ਕਾ ਸੋਰੁ ॥੧॥ ਰਹਾਉ ॥ તો જીવ હંમેશા સહમૈલો રહે છે. મનનો ડરાવ મનનો સહમ દરેક વખતે બનેલો રહે છે ॥૧॥વિરામ॥
ਨਾ ਜੀਉ ਮਰੈ ਨ ਡੂਬੈ ਤਰੈ ॥ પ્રભુના ડર-અદબમાં રહેવાથી જ આ નિશ્ચ્ર્ય બની શકે છે કે જીવ નથી મરતો. ના ક્યાંય ડૂબી શકે છે ના ક્યાંયથી તરે છે.
ਜਿਨਿ ਕਿਛੁ ਕੀਆ ਸੋ ਕਿਛੁ ਕਰੈ ॥ આ નિશ્ચ્ર્ય બની રહે છે કે જે પરમાત્માએ આ જગત બનાવ્યું છે, તે જ બધું કરી રહ્યો છે.
ਹੁਕਮੇ ਆਵੈ ਹੁਕਮੇ ਜਾਇ ॥ તેના હુકમમાં જ જીવ ઉત્પન્ન થાય છે અને હુકમમાં જ મરે છે.
ਆਗੈ ਪਾਛੈ ਹੁਕਮਿ ਸਮਾਇ ॥੨॥ લોક પરલોકમાં જીવને તેના હુકમમાં ટકી રહેવું પડે છે ॥૨॥
ਹੰਸੁ ਹੇਤੁ ਆਸਾ ਅਸਮਾਨੁ ॥ જે હૃદયમાં પ્રભુનો ડર અદબ નથી અને મોહ છે, અહંકાર છે.
ਤਿਸੁ ਵਿਚਿ ਭੂਖ ਬਹੁਤੁ ਨੈ ਸਾਨੁ ॥ તે હૃદયમાં તૃષ્ણાની કાંગ નદીની જેમ ઠાઠ મારી રહી છે.
ਭਉ ਖਾਣਾ ਪੀਣਾ ਆਧਾਰੁ ॥ પ્રભુનો ડર અદબ જ આધ્યાત્મિક જીવનનો ખોરાક છે, આત્માનો આશરો છે.
ਵਿਣੁ ਖਾਧੇ ਮਰਿ ਹੋਹਿ ਗਵਾਰ ॥੩॥ જે આ ખોરાક નથી ખાતા તે દુનિયાના સહમમાં રહીને ડરેલા રહે છે ॥૩॥
ਜਿਸ ਕਾ ਕੋਇ ਕੋਈ ਕੋਇ ਕੋਇ ॥ હે પ્રભુ! તારા ડર-અદબમાં રહેવાથી જ આ યકીન બને છે કે જે કોઈનો કોઈ સહયોગી બને છે કોઈ દુર્લભ જ બને છે.
ਸਭੁ ਕੋ ਤੇਰਾ ਤੂੰ ਸਭਨਾ ਕਾ ਸੋਇ ॥ પરંતુ, દરેક જીવ તારો પેદા કરેલ છે, તું બધાની સંભાળ રાખનાર છે.
ਜਾ ਕੇ ਜੀਅ ਜੰਤ ਧਨੁ ਮਾਲੁ ॥ જે પરમાત્માના આ બધા જીવ-જંતુ પેદા કરેલ છે, જીવો માટે તેનું જ આ ધન માલ બનાવેલ છે.
ਨਾਨਕ ਆਖਣੁ ਬਿਖਮੁ ਬੀਚਾਰੁ ॥੪॥੨॥ હે નાનક! આનાથી વધારે આ વિચારવું અને કહેવું કે તે પ્રભુ પોતાના પેદા કરેલ જીવોની કેમ સંભાળ કરે છે, કઠીન કામ છે ॥૪॥૨॥
ਗਉੜੀ ਮਹਲਾ ੧ ॥ ગૌરી રાગ મહેલ૧॥
ਮਾਤਾ ਮਤਿ ਪਿਤਾ ਸੰਤੋਖੁ ॥ જો કોઈ જીવ-સ્ત્રી શ્રેષ્ઠ બુદ્ધિને પોતાની માતા બનાવી લે શ્રેષ્ઠ બુદ્ધિની ગોદમાં પળે, સંતોષને પોતાનો પિતા બનાવે, સંતોષરૂપી પિતાની નિગરાનીમાં રહે,
ਸਤੁ ਭਾਈ ਕਰਿ ਏਹੁ ਵਿਸੇਖੁ ॥੧॥ દાનની સેવાને વિશેષ ભાઈ બનાવે, લોકોની સેવારૂપી ભાઇના જીવન પર વિશેષ અસર પાડે ॥૧॥
ਕਹਣਾ ਹੈ ਕਿਛੁ ਕਹਣੁ ਨ ਜਾਇ ॥ હે પ્રભુ! તારી સાથે મેળાપની સ્થિતિ વ્યક્ત નથી થઇ શકતી.
ਤਉ ਕੁਦਰਤਿ ਕੀਮਤਿ ਨਹੀ ਪਾਇ ॥੧॥ ਰਹਾਉ ॥ રત્તી માત્ર બતાવેલી છે, કારણ કે તારી કુદરતનું પૂરું મૂલ્ય નથી પડી શકતું ॥૧॥વિરામ॥
error: Content is protected !!
Scroll to Top
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html