Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-121

Page 121

ਨਾਨਕ ਨਾਮਿ ਰਤੇ ਵੀਚਾਰੀ ਸਚੋ ਸਚੁ ਕਮਾਵਣਿਆ ॥੮॥੧੮॥੧੯॥ હે નાનક! જે મનુષ્ય પરમાત્માના નામ રંગમાં રંગાયેલા હોય છે, તે સારા-ખરાબ પરાક્રમ પરખવાને લાયક થઈ જાય છે, અને તે હંમેશા કાયમ રહેનાર પરમાત્માનું નામ જપવાની કમાણી કરે છે ।।૮।।૧૮।।૧૯।।
ਮਾਝ ਮਹਲਾ ੩ ॥ માઝ મહેલ ૩।।
ਨਿਰਮਲ ਸਬਦੁ ਨਿਰਮਲ ਹੈ ਬਾਣੀ ॥ પરમાત્માનો પવિત્ર પ્રકાશ બધા જીવો માં સમાયેલો છે. તેની મહિમાનો શબ્દ બધાને પવિત્ર કરવાવાળો છે.
ਨਿਰਮਲ ਜੋਤਿ ਸਭ ਮਾਹਿ ਸਮਾਣੀ ॥ તેની મહિમાની વાણી બધાને પવિત્ર કરવાવાળી છે
ਨਿਰਮਲ ਬਾਣੀ ਹਰਿ ਸਾਲਾਹੀ ਜਪਿ ਹਰਿ ਨਿਰਮਲੁ ਮੈਲੁ ਗਵਾਵਣਿਆ ॥੧॥ હે ભાઈ! હું તે પવિત્ર વાણી દ્વારા તેની મહિમા કરું છું, પરમાત્માનું નામ જપીને આપણે પવિત્ર થઈ જઈએ છીએ, વિકારોનો મેલ મનથી દૂર કરી લે છે ।।૧।।
ਹਉ ਵਾਰੀ ਜੀਉ ਵਾਰੀ ਸੁਖਦਾਤਾ ਮੰਨਿ ਵਸਾਵਣਿਆ ॥ હું તેનાથી કુરબાન થાઉં છું હું તેને બલિદાન આપું છું, જે સુખ દેવાવાળા પરમાત્મા ને પોતાના મનમાં વસાવું છું
ਹਰਿ ਨਿਰਮਲੁ ਗੁਰ ਸਬਦਿ ਸਲਾਹੀ ਸਬਦੋ ਸੁਣਿ ਤਿਸਾ ਮਿਟਾਵਣਿਆ ॥੧॥ ਰਹਾਉ ॥ હું ગુરુના શબ્દ માં જોડાઈને પવિત્ર પરમાત્માની મહિમા કરું છું, ગુરુના શબ્દ જ સાંભળીને હું પોતાની અંદર થી તૃષ્ણા ને દૂર કરું છું ।।૧।। વિરામ।।
ਨਿਰਮਲ ਨਾਮੁ ਵਸਿਆ ਮਨਿ ਆਏ ॥ જે મનુષ્યના મનમાં પવિત્ર પરમાત્માનું નામ આવી વસે છે
ਮਨੁ ਤਨੁ ਨਿਰਮਲੁ ਮਾਇਆ ਮੋਹੁ ਗਵਾਏ ॥ તેનું મન પવિત્ર થઈ જાય છે, તેનું શરીર પવિત્ર થઈ જાય છે, તે પોતાની અંદરથી માયાનો મોહ દૂર કરી લે છે
ਨਿਰਮਲ ਗੁਣ ਗਾਵੈ ਨਿਤ ਸਾਚੇ ਕੇ ਨਿਰਮਲ ਨਾਦੁ ਵਜਾਵਣਿਆ ॥੨॥ તે મનુષ્ય હંમેશા સ્થિર રહેવાવાળા પરમાત્માના પવિત્ર ગુણ હંમેશા ગાતા રહે છે; જેમ જોગી નાદ વગાડે છે. તે મનુષ્ય મહિમાનો જાણે નાદ વગાડે છે ।।૨।।
ਨਿਰਮਲ ਅੰਮ੍ਰਿਤੁ ਗੁਰ ਤੇ ਪਾਇਆ ॥ જે મનુષ્ય એ ગુરુથી પવિત્ર પરમાત્માનું આધ્યાત્મિક જીવન આપવાવાળું નામ જળ પ્રાપ્ત કરી લીધું છે
ਵਿਚਹੁ ਆਪੁ ਮੁਆ ਤਿਥੈ ਮੋਹੁ ਨ ਮਾਇਆ ॥ તેની અંદરથી અહં ભાવ સમાપ્ત થઈ જાય છે તેની અંદર માયાનો મોહ રહેતો નથી
ਨਿਰਮਲ ਗਿਆਨੁ ਧਿਆਨੁ ਅਤਿ ਨਿਰਮਲੁ ਨਿਰਮਲ ਬਾਣੀ ਮੰਨਿ ਵਸਾਵਣਿਆ ॥੩॥ જે જે મનુષ્ય પરમાત્માની મહિમાવાળી પવિત્ર વાણી પોતાના મનમાં વસાવે છે, પરમાત્માની સાથે તેમનું પવિત્ર ગાઢ પોતાનાપણું બની જાય છે, તેનું ધ્યાન પ્રભુ ચરણોમાં જોડાયેલું રહે છે જે વધારે પવિત્ર કરે છે ।।૩।।
ਜੋ ਨਿਰਮਲੁ ਸੇਵੇ ਸੁ ਨਿਰਮਲੁ ਹੋਵੈ ॥ જે મનુષ્ય પવિત્ર પરમાત્માને યાદ કરે છે તે પોતે પણ પવિત્ર થઈ જાય છે
ਹਉਮੈ ਮੈਲੁ ਗੁਰ ਸਬਦੇ ਧੋਵੈ ॥ ગુરુના શબ્દની કૃપાથી તે પોતાના મનમાંથી અહંકારનો મેલ ધોવે છે
ਨਿਰਮਲ ਵਾਜੈ ਅਨਹਦ ਧੁਨਿ ਬਾਣੀ ਦਰਿ ਸਚੈ ਸੋਭਾ ਪਾਵਣਿਆ ॥੪॥ તે મનુષ્યની અંદર એક રસ લગન પેદા કરવા વાળી મહિમાની પવિત્ર વાણી પોતાનો પ્રભાવ બનાવી રાખે છે અને તે હંમેશા સ્થિર પ્રભુના ઓટલે શોભા મેળવે છે ।।૪।।
ਨਿਰਮਲ ਤੇ ਸਭ ਨਿਰਮਲ ਹੋਵੈ ॥ પવિત્ર પરમાત્માના નામના સ્પર્શથી બધા લોક પવિત્ર થઈ જાય છે
ਨਿਰਮਲੁ ਮਨੂਆ ਹਰਿ ਸਬਦਿ ਪਰੋਵੈ ॥ જેમ જેમ મનુષ્ય પોતાના મનને પરમાત્માના મહિમાના શબ્દમાં ભેળવે છે તેમ તેમ તેનું મન પવિત્ર થઈ જાય છે
ਨਿਰਮਲ ਨਾਮਿ ਲਗੇ ਬਡਭਾਗੀ ਨਿਰਮਲੁ ਨਾਮਿ ਸੁਹਾਵਣਿਆ ॥੫॥ ખૂબ ભાગ્યશાળી મનુષ્ય જ પ્રભુ નામ માં લીન થાય છે, જે મનુષ્ય પ્રભુ નામ માં જોડાય છે તે પવિત્ર જીવન વાળો થઈ જાય છે, તે સુંદર જીવન વાળો થઈ જાય છે ।।૫।।
ਸੋ ਨਿਰਮਲੁ ਜੋ ਸਬਦੇ ਸੋਹੈ ॥ તે મનુષ્ય પવિત્ર જીવન વાળો બને છે જે ગુરુના શબ્દમાં જોડાઈને સુંદર જીવન વાળો બને છે
ਨਿਰਮਲ ਨਾਮਿ ਮਨੁ ਤਨੁ ਮੋਹੈ ॥ પવિત્ર પ્રભુના નામમાં તેનું મન મસ્ત રહે છે, તેનું શરીર મસ્ત રહે છે
ਸਚਿ ਨਾਮਿ ਮਲੁ ਕਦੇ ਨ ਲਾਗੈ ਮੁਖੁ ਊਜਲੁ ਸਚੁ ਕਰਾਵਣਿਆ ॥੬॥ હંમેશા સ્થિર પરમાત્માના નામમાં જોડાવાના કારણે તેને વિકારોનો મેલ ક્યારેય નથી લાગતો, હંમેશા સ્થિર રહેવાવાળા પ્રભુ તેનું મોં લોક પરલોકમાં તેજસ્વી કરી દે છે ।।૬।।
ਮਨੁ ਮੈਲਾ ਹੈ ਦੂਜੈ ਭਾਇ ॥ પરંતુ જે મનુષ્ય માયાના પ્રેમમાં મસ્ત રહે છે, તેમનું મન વિકારોના મેલથી મેલું જ રહે છે. તે રેખાઓ ખેંચી ખેંચીને જરૂર સ્વચ્છ ચોક બનાવ્યા. પરંતુ તેના હદયનો ચોક મેલો જ રહે છે.
ਮੈਲਾ ਚਉਕਾ ਮੈਲੈ ਥਾਇ ॥ તેમનું ધ્યાન હંમેશા મેલી જગ્યા પર જ ટકેલું રહે છે. તે મનુષ્ય વિકારોના મેલને જ પોતાનો આધ્યાત્મિક ખોરાક બનાવે છે.
ਮੈਲਾ ਖਾਇ ਫਿਰਿ ਮੈਲੁ ਵਧਾਏ ਮਨਮੁਖ ਮੈਲੁ ਦੁਖੁ ਪਾਵਣਿਆ ॥੭॥ જે કરીને તે પોતાની અંદર વધારે વિકારો નો મેલ વધારતો જાય છે, આવી રીતે પોતાના મનની પાછળ ચાલવાવાળો મનુષ્ય વિકારોનો મેલ વધારી વધારીને દુઃખ સહે છે ।।૭।।
ਮੈਲੇ ਨਿਰਮਲ ਸਭਿ ਹੁਕਮਿ ਸਬਾਏ ॥ પરંતુ જીવો નો પણ શું વશ? વિકારી જીવ અને પવિત્ર આત્મા જીવ બધા પરમાત્માના આદેશમાં જ ચાલે છે.
ਸੇ ਨਿਰਮਲ ਜੋ ਹਰਿ ਸਾਚੇ ਭਾਏ ॥ જે લોકો હંમેશા સ્થિર હરિ ને વ્હાલા લાગવા લાગે છે, તે પવિત્ર જીવનવાળા થઈ જાય છે
ਨਾਨਕ ਨਾਮੁ ਵਸੈ ਮਨ ਅੰਤਰਿ ਗੁਰਮੁਖਿ ਮੈਲੁ ਚੁਕਾਵਣਿਆ ॥੮॥੧੯॥੨੦॥ હે નાનક! જે મનુષ્ય ગુરુ એ દેખાડેલા રસ્તા પર ચાલે છે, તેના મનમાં પરમાત્માનુ નામ વસે છે, તે પોતાની અંદરથી વિકાર વગેરેનો મેલ દૂર કરી લે છે ।।૮।।૧૯।।૨૦।।
ਮਾਝ ਮਹਲਾ ੩ ॥ માઝ મહેલ ૩।।
ਗੋਵਿੰਦੁ ਊਜਲੁ ਊਜਲ ਹੰਸਾ ॥ જે મનુષ્ય પરમાત્માનું નામ યાદ કરે છે તે ખૂબ પવિત્ર આત્માવાળો થઈ જાય છે
ਮਨੁ ਬਾਣੀ ਨਿਰਮਲ ਮੇਰੀ ਮਨਸਾ ॥ તેના મનમાં પણ શુદ્ધ વિચાર આવે છે તેનું મોં પણ સુંદર દેખાય છે
ਮਨਿ ਊਜਲ ਸਦਾ ਮੁਖ ਸੋਹਹਿ ਅਤਿ ਊਜਲ ਨਾਮੁ ਧਿਆਵਣਿਆ ॥੧॥ તેનું મન પવિત્ર થઈ જાય છે તે પવિત્ર રૂપ થઈ જાય છે, પરમાત્માં સરોવરના તે જાણે સુંદર હંસ બની જાય છે ।।૧।।
ਹਉ ਵਾਰੀ ਜੀਉ ਵਾਰੀ ਗੋਬਿੰਦ ਗੁਣ ਗਾਵਣਿਆ ॥ હું હંમેશા તે મનુષ્ય થી કુરબાન થાઉં છું, જે ગોવિંદ ના ગુણ હંમેશા ગાય છે
ਗੋਬਿਦੁ ਗੋਬਿਦੁ ਕਹੈ ਦਿਨ ਰਾਤੀ ਗੋਬਿਦ ਗੁਣ ਸਬਦਿ ਸੁਣਾਵਣਿਆ ॥੧॥ ਰਹਾਉ ॥ જે દિવસ રાત ગોવિંદનું નામ ઉચ્ચારે છે, જે ગુરુના શબ્દ દ્વારા બીજા લોકોને પણ ગોવિંદના ગુણ સંભળાવે છે ।।૧।। વિરામ।।
ਗੋਬਿਦੁ ਗਾਵਹਿ ਸਹਜਿ ਸੁਭਾਏ ॥ જે મનુષ્ય ગોવિંદના ગુણ આધ્યાત્મિક સ્થિરતામાં પ્રભુના ચરણોના પ્રેમમાં ટકીને ગાય છે
ਗੁਰ ਕੈ ਭੈ ਊਜਲ ਹਉਮੈ ਮਲੁ ਜਾਏ ॥ ગુરુના ડર આશ્ચર્યમાં રહીને તે લોક-પરલોકમાં સુખી થઈ જાય છે, તેની અંદરથી અહંકાર નો મેલ દૂર થઈ જાય છે
ਸਦਾ ਅਨੰਦਿ ਰਹਹਿ ਭਗਤਿ ਕਰਹਿ ਦਿਨੁ ਰਾਤੀ ਸੁਣਿ ਗੋਬਿਦ ਗੁਣ ਗਾਵਣਿਆ ॥੨॥ તે દિવસ રાત પરમાત્માની ભક્તિ કરે છે, હંમેશા આધ્યાત્મિક આનંદમાં મગન રહે છે; તે બીજાથી સાંભળીને ગોવિંદ ના ગુણ પણ ગાય છે ।।૨।।
ਮਨੂਆ ਨਾਚੈ ਭਗਤਿ ਦ੍ਰਿੜਾਏ ॥ જેમ જેમ મનુષ્ય ભક્તિ દ્રઢ કરે છે તેનું મન નાચે છે
ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਮਨੈ ਮਨੁ ਮਿਲਾਏ ॥ ગુરુના શબ્દ દ્વારા તે પોતાના મનને તે બાજું જ ટકાવી રાખે છે, બહાર ભટકવાથી બચાવી રાખે છે
ਸਚਾ ਤਾਲੁ ਪੂਰੇ ਮਾਇਆ ਮੋਹੁ ਚੁਕਾਏ ਸਬਦੇ ਨਿਰਤਿ ਕਰਾਵਣਿਆ ॥੩॥ જેવી રીતે કોઈ રાસ-ધારિયા રાસ રમતા સમયે રાગ અને જોડીની સાથે સાથે મળીને નૃત્ય કરે છે તેવી જ રીતે તે મનુષ્ય જાણે સાચું નૃત્યુ કરે છે. જયારે તે પોતાની અંદરથી માયાનો મોહ દૂર કરે છે, ગુરુના શબ્દમાં જોડાયને તે આધ્યાત્મિક નૃત્ય કરે છે ।।૩।।
ਊਚਾ ਕੂਕੇ ਤਨਹਿ ਪਛਾੜੇ ॥ પરંતુ, જે મનુષ્ય રાસ વગેરેના સમયે ઉંચ્ચા ઉંચ્ચા અવાજ માં બોલે છે અને પોતાના શરીર ને કોઈ વસ્તુથી પછાડે છે
ਮਾਇਆ ਮੋਹਿ ਜੋਹਿਆ ਜਮਕਾਲੇ ॥ તેવી રીતે તે માયાના મોહમાં ફસાયેલો છે તેને આધ્યાત્મિક મૃત્યુએ પોતાની નજર સીમા માં રાખેલો છે


© 2025 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top