Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-115

Page 115

ਸਤਿਗੁਰੁ ਸੇਵੀ ਸਬਦਿ ਸੁਹਾਇਆ ॥ હે ભાઈ! મેં તે ગુરુને પોતાના આશરા બનાવ્યા છે, જેને પોતાના શબ્દથી મારું જીવન શણગારી દીધું છે, જેને પરમાત્માનું નામ મારા મનમાં વસાવી દીધું છે
ਜਿਨਿ ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਮੰਨਿ ਵਸਾਇਆ ॥ હે ભાઈ! પરમાત્માનું નામ પવિત્ર છે, અહંકારની ગંદકી દૂર કરી આપે છે.
ਹਰਿ ਨਿਰਮਲੁ ਹਉਮੈ ਮੈਲੁ ਗਵਾਏ ਦਰਿ ਸਚੈ ਸੋਭਾ ਪਾਵਣਿਆ ॥੨॥ જે મનુષ્ય પ્રભુ નામને પોતાના મનમાં વસાવે છે તે હંમેશા સ્થિર પ્રભુના ઓટલે શોભા કમાય છે. ।।૨।।
ਬਿਨੁ ਗੁਰ ਨਾਮੁ ਨ ਪਾਇਆ ਜਾਇ ॥ પરમાત્માનું નામ ગુરુની શરણ વિના નથી મળતું.
ਸਿਧ ਸਾਧਿਕ ਰਹੇ ਬਿਲਲਾਇ ॥ પરંતુ યોગ સાધના કરનાર અને યોગ સાધનામાં લાગેલા અનેક યોગી વિલાપ કરતા રહી ગયા,
ਬਿਨੁ ਗੁਰ ਸੇਵੇ ਸੁਖੁ ਨ ਹੋਵੀ ਪੂਰੈ ਭਾਗਿ ਗੁਰੁ ਪਾਵਣਿਆ ॥੩॥ ગુરૂની શરણમાં આવ્યા વિના આધ્યાત્મિક આનંદ નથી મળતું. ખુબ જ ભાગ્યથી ગુરુ મળે છે ।।૩।।
ਇਹੁ ਮਨੁ ਆਰਸੀ ਕੋਈ ਗੁਰਮੁਖਿ ਵੇਖੈ ॥ મનુષ્યનું આ મન અરીસા સમાન છે આના દ્વારા મનુષ્ય પોતાનું આધ્યાત્મિક જીવન જોઈ શકે છે, પરંતુ ફક્ત તે જ મનુષ્ય જોવે છે જે ગુરુની શરણે પડે. ગુરુનો આશરો લીધા વગર આ મનને અહંકારનો કાટ લાગેલો રહે છે
ਮੋਰਚਾ ਨ ਲਾਗੈ ਜਾ ਹਉਮੈ ਸੋਖੈ ॥ જ્યારે ગુરુના ઓટલે પડીને મનુષ્ય પોતાની અંદરથી અહંકાર સમાપ્ત કરી દે છે તો પછી મનને અહંકારનો કાટ લાગતો નથી. અને મનુષ્ય આના દ્વારા પોતાના જીવનને જોઈ પરખી શકે છે.
ਅਨਹਤ ਬਾਣੀ ਨਿਰਮਲ ਸਬਦੁ ਵਜਾਏ ਗੁਰ ਸਬਦੀ ਸਚਿ ਸਮਾਵਣਿਆ ॥੪॥ ગુરૂની શરણમાં પડેલો મનુષ્ય ગુરુની પવિત્ર વાણીને ગુરુના શબ્દને એક રસ પોતાની અંદર પ્રબળ કરી રાખે છે અને આ રીતે ગુરુના શબ્દની કૃપાથી તે હંમેશા સ્થિર પ્રભુમાં લીન રહે છે ।।૪।।
ਬਿਨੁ ਸਤਿਗੁਰ ਕਿਹੁ ਨ ਦੇਖਿਆ ਜਾਇ ॥ ગુરુની શરણ પડ્યા વિના કોઈ અન્ય પક્ષથી પણ પોતાનું આધ્યાત્મિક જીવન જોઈ પરખી શકાતું નથી.
ਗੁਰਿ ਕਿਰਪਾ ਕਰਿ ਆਪੁ ਦਿਤਾ ਦਿਖਾਇ ॥ જેને દેખાડ્યું છે ગુરુએ જ કૃપા કરીને તેને પોતાનું આધ્યાત્મિક જીવન દેખાડ્યું છે
ਆਪੇ ਆਪਿ ਆਪਿ ਮਿਲਿ ਰਹਿਆ ਸਹਜੇ ਸਹਜਿ ਸਮਾਵਣਿਆ ॥੫॥ પછી તે ભાગ્યશાળીને આ નિશ્ચય બની જાય છે કે પરમાત્મા પોતે જ પોતે બધા જીવોમાં વ્યાપક થઇ રહ્યો છે, પોતાની પ્રકૃતિને જોવા પરખવાવાળો મનુષ્ય હંમેશા આધ્યાત્મિક સ્થિરતામાં ટકી રહે છે ।।૫।।
ਗੁਰਮੁਖਿ ਹੋਵੈ ਸੁ ਇਕਸੁ ਸਿਉ ਲਿਵ ਲਾਏ ॥ જે મનુષ્ય ગુરુની સન્મુખ હોય છે, તે ફક્ત પરમાત્માથી જ પ્રેમ રાખી મૂકે છે,
ਦੂਜਾ ਭਰਮੁ ਗੁਰ ਸਬਦਿ ਜਲਾਏ ॥ તે ગુરુના શબ્દમાં જોડાઈને પોતાની અંદરથી માયાવાળી ભટકણને દૂર કરી લે છે
ਕਾਇਆ ਅੰਦਰਿ ਵਣਜੁ ਕਰੇ ਵਾਪਾਰਾ ਨਾਮੁ ਨਿਧਾਨੁ ਸਚੁ ਪਾਵਣਿਆ ॥੬॥ તે પોતાના શરીરમાં રહીને જ પ્રભુ નામનો વાણિજ્ય-વ્યાપાર કરે છે અને પ્રભુનું હંમેશા સ્થિર રહેનાર નામ ખજાનો પ્રાપ્ત કરે છે. ।।૬।।
ਗੁਰਮੁਖਿ ਕਰਣੀ ਹਰਿ ਕੀਰਤਿ ਸਾਰੁ ॥ ગુરુની સન્મુખ રહેનાર મનુષ્ય પરમાત્માની મહિમાને જ કરવા યોગ્ય કામ સમજે છે, સૌથી શ્રેષ્ઠ તેમજ ઉત્તમ જાણે છે.
ਗੁਰਮੁਖਿ ਪਾਏ ਮੋਖ ਦੁਆਰੁ ॥ ગુરુની સન્મુખ રહીને તે મહિમાની કૃપાથી વિકારોથી છુટકારાનો દરવાજો શોધી લે છે.
ਅਨਦਿਨੁ ਰੰਗਿ ਰਤਾ ਗੁਣ ਗਾਵੈ ਅੰਦਰਿ ਮਹਲਿ ਬੁਲਾਵਣਿਆ ॥੭॥ તે દરેક સમય પ્રભુના નામ રંગમાં રંગાયેલો રહીને પ્રભુના ગુણ ગાતો રહે છે. પ્રભુ તેને પોતાના ચરણોમાં પોતાની હાજરીમાં બોલાવેલો રાખે છે, જોડી રાખે છે ।।૭।।
ਸਤਿਗੁਰੁ ਦਾਤਾ ਮਿਲੈ ਮਿਲਾਇਆ ॥ ગુરુ જ નામનું દાન આપનાર છે
ਪੂਰੈ ਭਾਗਿ ਮਨਿ ਸਬਦੁ ਵਸਾਇਆ ॥ પરંતુ, ગુરુ ત્યારે જ મળે છે જ્યારે પરમાત્મા પોતે મળાવે. જે મનુષ્યના સંપૂર્ણ ભાગ્યથી ગુરુ મળી જાય છે તે પોતાના મનમાં ગુરુના શબ્દ વસાવી રાખે છે
ਨਾਨਕ ਨਾਮੁ ਮਿਲੈ ਵਡਿਆਈ ਹਰਿ ਸਚੇ ਕੇ ਗੁਣ ਗਾਵਣਿਆ ॥੮॥੯॥੧੦॥ હે નાનક! તે મનુષ્યને સમ્માન મળે છે કે તે પ્રભુનું નામ જપતો રહે છે તે હંમેશા સ્થિર હરિના ગુણ ગાતો રહે છે ।।૮।।૯।।૧૦।।
ਮਾਝ ਮਹਲਾ ੩ ॥ માઝ મહેલ ૩।।
ਆਪੁ ਵੰਞਾਏ ਤਾ ਸਭ ਕਿਛੁ ਪਾਏ ॥ જે મનુષ્ય પોતાની અંદરથી સ્વયં ભાવ, અહંકાર, મમતા દૂર કરે છે, તે ઉચ્ચ આધ્યાત્મિક જીવનવાળા દરેક ગુણ ગ્રહણ કરી લે છે.
ਗੁਰ ਸਬਦੀ ਸਚੀ ਲਿਵ ਲਾਏ ॥ તે ગુરુના શબ્દમાં જોડાઈને પરમાત્માના ચરણોમાં હંમેશા ટકી રહેનાર લગન બનાવી લે છે
ਸਚੁ ਵਣੰਜਹਿ ਸਚੁ ਸੰਘਰਹਿ ਸਚੁ ਵਾਪਾਰੁ ਕਰਾਵਣਿਆ ॥੧॥ પ્રકૃતિ દૂર કરનાર મનુષ્ય હંમેશા સ્થિર પ્રભુના નામનો સૌદો કરે છે. નામ ધન એકત્ર કરે છે અને નામનો જ વ્યાપાર કરે છે ।।૧।।
ਹਉ ਵਾਰੀ ਜੀਉ ਵਾਰੀ ਹਰਿ ਗੁਣ ਅਨਦਿਨੁ ਗਾਵਣਿਆ ॥ હું હંમેશા તેનાથી કુરબાન જાવ છું, જે દરરોજ પરમાત્માના ગુણ ગાય છે.
ਹਉ ਤੇਰਾ ਤੂੰ ਠਾਕੁਰੁ ਮੇਰਾ ਸਬਦਿ ਵਡਿਆਈ ਦੇਵਣਿਆ ॥੧॥ ਰਹਾਉ ॥ હે પ્રભુ! તું મારો માલિક છે, હું તારો સેવક છું, તું પોતે જ ગુરુના શબ્દમાં જોડીને પોતાની મહિમાની મોટાઈ બક્ષે છે, મને પણ આ દાન દે ।।૧।।વિરામ।।
ਵੇਲਾ ਵਖਤ ਸਭਿ ਸੁਹਾਇਆ ॥ હે ભાઈ! મને તે બધા ક્ષણ સારા લાગે છે તે બધા સમય શુભ લાગે છે
ਜਿਤੁ ਸਚਾ ਮੇਰੇ ਮਨਿ ਭਾਇਆ ॥ જે સમય હંમેશા કાયમ રહેનાર પ્રભુ મારા મનમાં પ્રેમાળ લાગે
ਸਚੇ ਸੇਵਿਐ ਸਚੁ ਵਡਿਆਈ ਗੁਰ ਕਿਰਪਾ ਤੇ ਸਚੁ ਪਾਵਣਿਆ ॥੨॥ હંમેશા સ્થિર પ્રભુનો આશરો લેવાથી હંમેશા સ્થિર પ્રભુનું નામ પ્રાપ્ત થઇ જાય છે ।।૨।।
ਭਾਉ ਭੋਜਨੁ ਸਤਿਗੁਰਿ ਤੁਠੈ ਪਾਏ ॥ જો ગુરુ પ્રસન્ન થઇ જાય, તો મનુષ્યને પરમાત્માનો પ્રેમ આધ્યાત્મિક જીવન માટે ખોરાક મળી જાય છે
ਅਨ ਰਸੁ ਚੂਕੈ ਹਰਿ ਰਸੁ ਮੰਨਿ ਵਸਾਏ ॥ જો મનુષ્ય પરમાત્માના નામનો આનંદ પોતાના મનમાં વસાવે છે, તેનો દુનિયાના પદાર્થોથી ચસ્કો સમાપ્ત થઇ જાય છે.
ਸਚੁ ਸੰਤੋਖੁ ਸਹਜ ਸੁਖੁ ਬਾਣੀ ਪੂਰੇ ਗੁਰ ਤੇ ਪਾਵਣਿਆ ॥੩॥ તે સતગુરુની વાણીમાં જોડાઈને પુરા ગુરુથી પરમાત્માનું હંમેશા સ્થિર નામ પ્રાપ્ત કરે છે. સંતોષ અને આધ્યાત્મિક સ્થિરતા નો આનંદ મેળવે છે ।।૩।।
ਸਤਿਗੁਰੁ ਨ ਸੇਵਹਿ ਮੂਰਖ ਅੰਧ ਗਵਾਰਾ ॥ માયાના મોહમાં અંધ થયેલો મૂર્ખ અભણ મનુષ્ય ગુરુનો આશરો નથી લેતો,
ਫਿਰਿ ਓਇ ਕਿਥਹੁ ਪਾਇਨਿ ਮੋਖ ਦੁਆਰਾ ॥ તે પછી કોઈ પણ જગ્યાએથી વિકારોના છુટકારાનો રસ્તો શોધી શકતો નથી.
ਮਰਿ ਮਰਿ ਜੰਮਹਿ ਫਿਰਿ ਫਿਰਿ ਆਵਹਿ ਜਮ ਦਰਿ ਚੋਟਾ ਖਾਵਣਿਆ ॥੪॥ તે આ રીતે આધ્યાત્મિક મૃત્યુનો શિકાર થઈને વારંવાર જન્મી થઈ મરતો રહે છે, જન્મ મરણના ચક્કરમાં પડી રહે છે, અને યમરાજના ઓટલે ઇજાઓ ખાતો રહે છે ।।૪।।
ਸਬਦੈ ਸਾਦੁ ਜਾਣਹਿ ਤਾ ਆਪੁ ਪਛਾਣਹਿ ॥ જ્યારે કોઈ ભાગ્યશાળી ગુરુના શબ્દનો સ્વાદ જાણી લે છે, ત્યારે તે પોતાના આધ્યાત્મિક જીવનને ઓળખે છે, તપાસતા રહે છે,
ਨਿਰਮਲ ਬਾਣੀ ਸਬਦਿ ਵਖਾਣਹਿ ॥ ગુરુની પવિત્ર વાણીથી ગુરુના શબ્દ દ્વારા તે પરમાત્માની મહિમા ઉચ્ચારતા રહે છે
ਸਚੇ ਸੇਵਿ ਸਦਾ ਸੁਖੁ ਪਾਇਨਿ ਨਉ ਨਿਧਿ ਨਾਮੁ ਮੰਨਿ ਵਸਾਵਣਿਆ ॥੫॥ હંમેશા સ્થિર રહેનાર પ્રભુનું સ્મરણ કરતા તે હંમેશા આધ્યાત્મિક આનંદ લે છે અને પરમાત્માના નામને તે પોતાના મનમાં એવું વસાવે છે જાણે તે દુનિયાના બધા નવ ખજાના છે ।।૫।।
ਸੋ ਥਾਨੁ ਸੁਹਾਇਆ ਜੋ ਹਰਿ ਮਨਿ ਭਾਇਆ ॥ હે ભાઈ! તે હૃદય સ્થળ સુંદર બની જાય છે જે પરમાત્માના મનને પ્રેમાળ લાગે છે
ਸਤਸੰਗਤਿ ਬਹਿ ਹਰਿ ਗੁਣ ਗਾਇਆ ॥ અને તે મનુષ્યનું હૃદય સ્થળ સુંદર બને છે જેને સાધુ-સંગતમાં બેસીને પરમાત્માની મહિમાનાં ગીત ગાયા છે.
ਅਨਦਿਨੁ ਹਰਿ ਸਾਲਾਹਹਿ ਸਾਚਾ ਨਿਰਮਲ ਨਾਦੁ ਵਜਾਵਣਿਆ ॥੬॥ આવા મનુષ્ય દરરોજ હંમેશા સ્થિર પ્રભુની મહિમા કરે છે, મહિમાનો પવિત્ર બાજા વગાળે છે ।।૬।।
error: Content is protected !!
Scroll to Top
slot gacor slot demo https://ijwem.ulm.ac.id/pages/demo/ situs slot gacor https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/ https://bappelitbangda.bangkatengahkab.go.id/storage/images/x-demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
slot gacor slot demo https://ijwem.ulm.ac.id/pages/demo/ situs slot gacor https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/ https://bappelitbangda.bangkatengahkab.go.id/storage/images/x-demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/