Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-111

Page 111

ਲਖ ਚਉਰਾਸੀਹ ਜੀਅ ਉਪਾਏ ॥ પરમાત્માએ ચોર્યાસી લાખ યોનિઓમાં અનંત જીવ પેદા કરેલા છે.
ਜਿਸ ਨੋ ਨਦਰਿ ਕਰੇ ਤਿਸੁ ਗੁਰੂ ਮਿਲਾਏ ॥ જે જીવ પર તે કૃપાની નજર કરે છે, તેને ગુરુ અપાવી દે છે.
ਕਿਲਬਿਖ ਕਾਟਿ ਸਦਾ ਜਨ ਨਿਰਮਲ ਦਰਿ ਸਚੈ ਨਾਮਿ ਸੁਹਾਵਣਿਆ ॥੬॥ ગુરૂ ચરણોમાં જોડાયેલા લોકો પોતાના પાપ દૂર કરીને હંમેશા પવિત્ર જીવનવાળા થઈ જાય છે અને હંમેશા સ્થિર પ્રભુના ઓટલે પ્રભુના નામની કૃપાથી શોભા મેળવે છે ।।૬।।
ਲੇਖਾ ਮਾਗੈ ਤਾ ਕਿਨਿ ਦੀਐ ॥ અમે જીવ હંમેશા જ ભૂલ કરનાર છીએ, જો પ્રભુ અમારા કરેલા કર્મોનો હિસાબ માંગવા લાગે, તો કોઈ જીવ હિસાબ નથી દઈ શક્તો
ਸੁਖੁ ਨਾਹੀ ਫੁਨਿ ਦੂਐ ਤੀਐ ॥ પોતે કરેલા કર્મોના લેખ ગણાવવાથી કોઈને હંમેશા આનંદ નથી મળી શકતું.
ਆਪੇ ਬਖਸਿ ਲਏ ਪ੍ਰਭੁ ਸਾਚਾ ਆਪੇ ਬਖਸਿ ਮਿਲਾਵਣਿਆ ॥੭॥ પ્રભુ પોતે જ કૃપા કરીને પોતાના ચરણોમાં ભેળવી લે છે ।।૭।।
ਆਪਿ ਕਰੇ ਤੈ ਆਪਿ ਕਰਾਏ ॥ બધા જીવોમાં વ્યાપક થઈને પ્રભુ પોતે જ બધું જ કરે છે અને પોતે જ પ્રેરણા આપીને જીવો પાસેથી કરાવે છે
ਪੂਰੇ ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਮਿਲਾਏ ॥ પ્રભુ પોતે જ પુરા ગુરૂના શબ્દમાં જોડીને પોતાના ચરણોમાં મળાવે છે.
ਨਾਨਕ ਨਾਮੁ ਮਿਲੈ ਵਡਿਆਈ ਆਪੇ ਮੇਲਿ ਮਿਲਾਵਣਿਆ ॥੮॥੨॥੩॥ હે નાનક! જે મનુષ્યને તેના ઓટલેથી તેનું નામ મળે છે, તેને તેની હાજરીમાં આદર મળે છે, પ્રભુ પોતે જ તેને પોતાના ચરણોમાં જોડી લે છે ।।૮।।૨।।૩।।
ਮਾਝ ਮਹਲਾ ੩ ॥ માઝ મહેલ ૩।।
ਇਕੋ ਆਪਿ ਫਿਰੈ ਪਰਛੰਨਾ ॥ દ્દશ્યમાન જગતરૂપી પડદામાં ઢંકાયેલો પરમાત્મા સ્વયં જ સ્વયં આખા જગતમાં ભટકી રહ્યો છે
ਗੁਰਮੁਖਿ ਵੇਖਾ ਤਾ ਇਹੁ ਮਨੁ ਭਿੰਨਾ ॥ જે લોકોએ ગુરુની શરણ પડીને તે ગુપ્ત પ્રભુને જ્યારે જોઈ લીધો ત્યારે તેનું મન તેના પ્રેમ રસમાં પલળી ગયું.
ਤ੍ਰਿਸਨਾ ਤਜਿ ਸਹਜ ਸੁਖੁ ਪਾਇਆ ਏਕੋ ਮੰਨਿ ਵਸਾਵਣਿਆ ॥੧॥ માયાની તૃષ્ણા ત્યાગીને તેમને આધ્યાત્મિક સ્થિરતાનો આનંદ પ્રાપ્ત કરી લીધો. એક પરમાત્મા જ તેના મનમાં વસી ગયા ।।૧।।
ਹਉ ਵਾਰੀ ਜੀਉ ਵਾਰੀ ਇਕਸੁ ਸਿਉ ਚਿਤੁ ਲਾਵਣਿਆ ॥ હું તે મનુષ્યોથી હંમેશા બલિદાન આપું છું કુરબાન છું, જે એક પરમાત્મા સાથે મન જોડે છે.
ਗੁਰਮਤੀ ਮਨੁ ਇਕਤੁ ਘਰਿ ਆਇਆ ਸਚੈ ਰੰਗਿ ਰੰਗਾਵਣਿਆ ॥੧॥ ਰਹਾਉ ॥ ગુરુની શિક્ષા લઈને જેનું મન પરમાત્માના ચરણોમાં ટકી ગયું છે, તે હંમેશા સ્થિર રહેનાર પરમાત્માના પ્રેમ રંગમાં હંમેશા માટે રંગાઈ ગયા ।।૧।।વિરામ।।
ਇਹੁ ਜਗੁ ਭੂਲਾ ਤੈਂ ਆਪਿ ਭੁਲਾਇਆ ॥ હે પ્રભુ! આ જગત ખોટા રસ્તે પડેલું છે, પરંતુ આનું શું વશ? તે પોતે જ આને ખોટા રસ્તા પર નાખ્યા છે.
ਇਕੁ ਵਿਸਾਰਿ ਦੂਜੈ ਲੋਭਾਇਆ ॥ તને એકને ભૂલીને માયાના મોહમાં ફસાયેલો છે.
ਅਨਦਿਨੁ ਸਦਾ ਫਿਰੈ ਭ੍ਰਮਿ ਭੂਲਾ ਬਿਨੁ ਨਾਵੈ ਦੁਖੁ ਪਾਵਣਿਆ ॥੨॥ ભટકણના કારણે કુમાર્ગ પર પડેલું જગત સદા દરેક વખતે ભટક્તું ફરે છે અને તારા નામથી તૂટીને દુઃખ સહી રહ્યું છે ।।૨।।
ਜੋ ਰੰਗਿ ਰਾਤੇ ਕਰਮ ਬਿਧਾਤੇ ॥ જીવોએ કરેલા કર્મો અનુસાર પેદા કરનાર પરમાત્માના પ્રેમ રંગમાં જે લોકો મસ્ત રહે છે,
ਗੁਰ ਸੇਵਾ ਤੇ ਜੁਗ ਚਾਰੇ ਜਾਤੇ ॥ તે ગુરુની બતાવેલી સેવાના કારણે હંમેશા માટે પ્રસિધ્ધ થઇ જાય છે.
ਜਿਸ ਨੋ ਆਪਿ ਦੇਇ ਵਡਿਆਈ ਹਰਿ ਕੈ ਨਾਮਿ ਸਮਾਵਣਿਆ ॥੩॥ પરંતુ, આ તેની પોતાની જ કૃપા છે, પરમાત્મા જે મનુષ્યને પોતે જ ઈજ્જત આપે છે, તે મનુષ્ય પરમાત્માના નામમાં જોડાયેલો રહે છે ।।૩।।
ਮਾਇਆ ਮੋਹਿ ਹਰਿ ਚੇਤੈ ਨਾਹੀ ॥ જે મનુષ્ય માયાના મોહમાં ફસાઈને પરમાત્માને યાદ નથી રાખતો.
ਜਮਪੁਰਿ ਬਧਾ ਦੁਖ ਸਹਾਹੀ ॥ તે પોતે કરેલા કર્મોના વિકારોમાં બંધાયેલો યમરાજની નગરીમાં આધ્યાત્મિક મૃત્યુની પકડમાં આવેલો દુઃખ સહે છે.
ਅੰਨਾ ਬੋਲਾ ਕਿਛੁ ਨਦਰਿ ਨ ਆਵੈ ਮਨਮੁਖ ਪਾਪਿ ਪਚਾਵਣਿਆ ॥੪॥ માયાના મોહમાં અંધ થયેલો તે મનુષ્ય પરમાત્માની મહિમા સાંભળવાથી અસમર્થ રહે છે.માયા વગર તેને બીજું કાંઈ દેખાતું પણ નથી. પોતાના મનની પાછળ ચાલવાવાળા લોકો પાપવાળા જીવનમાં જ સળગતા રહે છે ।।૪।।
ਇਕਿ ਰੰਗਿ ਰਾਤੇ ਜੋ ਤੁਧੁ ਆਪਿ ਲਿਵ ਲਾਏ ॥ હે પ્રભુ! જેમનામાં તે પોતે, પોતાના નામની લગન લગાવી છે, તે તારા પ્રેમ રંગમાં રંગાયેલા રહે છે.
ਭਾਇ ਭਗਤਿ ਤੇਰੈ ਮਨਿ ਭਾਏ ॥ તારા ચરણો સાથે પ્રેમને કારણે તારી ભક્તિના કારણે તે તને તારા મનમાં પ્રેમાળ લાગે છે.
ਸਤਿਗੁਰੁ ਸੇਵਨਿ ਸਦਾ ਸੁਖਦਾਤਾ ਸਭ ਇਛਾ ਆਪਿ ਪੁਜਾਵਣਿਆ ॥੫॥ તે મનુષ્ય આધ્યાત્મિક આનંદ આપનાર ગુરુની બતાવેલી સેવા કરે છે, હે પ્રભુ! તું સ્વયં જ એની દરેક ઇચ્છા પુરી કરે છે ।।૫।।
ਹਰਿ ਜੀਉ ਤੇਰੀ ਸਦਾ ਸਰਣਾਈ ॥ હે પ્રભુ! હું હંમેશા જ તારો આશરો જોવ છું.
ਆਪੇ ਬਖਸਿਹਿ ਦੇ ਵਡਿਆਈ ॥ તું જીવોને મોટાઈ આપીને પોતે જ કૃપા કરે છે.
ਜਮਕਾਲੁ ਤਿਸੁ ਨੇੜਿ ਨ ਆਵੈ ਜੋ ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਧਿਆਵਣਿਆ ॥੬॥ હે ભાઈ! જે મનુષ્ય હંમેશા પરમાત્માનું નામ સ્મરણ કરે છે, આધ્યાત્મિક મૃત્યુ તેની નજીક નથી ભટકી શકતી ।।૬।।
ਅਨਦਿਨੁ ਰਾਤੇ ਜੋ ਹਰਿ ਭਾਏ ॥ જે મનુષ્ય પરમાત્માને પ્રેમાળ લાગે છે, તે દરેક સમય દરરોજ તેના પ્રેમમાં મસ્ત રહે છે.
ਮੇਰੈ ਪ੍ਰਭਿ ਮੇਲੇ ਮੇਲਿ ਮਿਲਾਏ ॥ મારા પ્રભુએ તેને પોતાની સાથે મળાવી લીધા છે, પોતાના ચરણોમાં જોડી લીધા છે.
ਸਦਾ ਸਦਾ ਸਚੇ ਤੇਰੀ ਸਰਣਾਈ ਤੂੰ ਆਪੇ ਸਚੁ ਬੁਝਾਵਣਿਆ ॥੭॥ હે હંમેશા સ્થિર રહેનાર પ્રભુ! તે મનુષ્ય હંમેશા જ હંમેશા તારો પાલવ પકડી રહે છે, તું પોતે જ તેને પોતાના નામની સમજ પ્રદાન કરે છે ।।૭।।
ਜਿਨ ਸਚੁ ਜਾਤਾ ਸੇ ਸਚਿ ਸਮਾਣੇ ॥ જે લોકોએ હંમેશા સ્થિર પ્રભુની સાથે ગાઢ સંધિ બનાવી છે,
ਹਰਿ ਗੁਣ ਗਾਵਹਿ ਸਚੁ ਵਖਾਣੇ ॥ તે હંમેશા સ્થિર પ્રભુનું નામ ઉચ્ચારી ઉચ્ચારીને હંમેશા તેના ગુણ ગાય છે.
ਨਾਨਕ ਨਾਮਿ ਰਤੇ ਬੈਰਾਗੀ ਨਿਜ ਘਰਿ ਤਾੜੀ ਲਾਵਣਿਆ ॥੮॥੩॥੪॥ હે નાનક! જે મનુષ્ય પરમાત્માના નામમાં રંગાયેલો રહે છે, તે માયાના મોહ તરફથી બચી જાય છે, તે બહાર માયાની પાછળ ભટકવાની જગ્યાએ પોતાના હૃદય ઘરમાં ટકીવી રહે છે ।।૮।।૩।।૪।।
ਮਾਝ ਮਹਲਾ ੩ ॥ માઝ મહેલ ૩।।
ਸਬਦਿ ਮਰੈ ਸੁ ਮੁਆ ਜਾਪੈ ॥ જે મનુષ્ય ગુરુના શબ્દમાં જોડાઈને સ્વયં ભાવ તરફથી મરે છે, તે સ્વયં ભાવ તરફથી મરેલો મનુષ્ય જગતમાં આદર માન મેળવે છે.
ਕਾਲੁ ਨ ਚਾਪੈ ਦੁਖੁ ਨ ਸੰਤਾਪੈ ॥ તેને આધ્યાત્મિક મૃત્યુ પોતાના પંજામાં ફસાવી શકતી નથી, તેને કોઈ દુઃખ-કષ્ટ દુઃખી કરી શકતું નથી.
ਜੋਤੀ ਵਿਚਿ ਮਿਲਿ ਜੋਤਿ ਸਮਾਣੀ ਸੁਣਿ ਮਨ ਸਚਿ ਸਮਾਵਣਿਆ ॥੧॥ પ્રભુની જ્યોતિમાં મળીને તેનું ધ્યાન પ્રભુમાં જ લીન રહે છે અને હે મન! તે મનુષ્ય પ્રભુની મહિમા સાંભળીને હંમેશા સ્થિર પરમાત્મામાં સમાયેલો રહે છે ।।૧।।
ਹਉ ਵਾਰੀ ਜੀਉ ਵਾਰੀ ਹਰਿ ਕੈ ਨਾਇ ਸੋਭਾ ਪਾਵਣਿਆ ॥ હું હંમેશા તેના પર બલિદાન આપું છું, જે પરમાત્માના નામમાં જોડાઈને લોક પરલોકમાં શોભા કમાય છે.
ਸਤਿਗੁਰੁ ਸੇਵਿ ਸਚਿ ਚਿਤੁ ਲਾਇਆ ਗੁਰਮਤੀ ਸਹਜਿ ਸਮਾਵਣਿਆ ॥੧॥ ਰਹਾਉ ॥ જે ગુરુએ બતાવેલી સેવા કરી કરીને હંમેશા સ્થિર પ્રભુમાં ચિત્ત જોડે છે અને ગુરુની બુદ્ધિ પર ચાલીને આધ્યાત્મિક સ્થિરતામાં ટકી રહે છે ।।૧।।વિરામ।।
ਕਾਇਆ ਕਚੀ ਕਚਾ ਚੀਰੁ ਹੰਢਾਏ ॥ આ શરીર નાશવાન છે. જાણે કમજોર કપડું છે, પરંતુ મનુષ્યની જીવ આ જર્જર કપડાનો જ ઉપયોગ કરતી રહે છે
ਦੂਜੈ ਲਾਗੀ ਮਹਲੁ ਨ ਪਾਏ ॥ જીવ માયાના પ્રેમમાં લાગ્યો રહે છે આ માટે આ પ્રભુ ચરણોમાં ઠેકાણું મેળવી શકતો નથી
error: Content is protected !!
Scroll to Top
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/