Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-1

Page 1

ੴ ਸਤਿ ਨਾਮੁ ਕਰਤਾ ਪੁਰਖੁ ਨਿਰਭਉ ਨਿਰਵੈਰੁ ਅਕਾਲ ਮੂਰਤਿ ਅਜੂਨੀ ਸੈਭੰ ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ અકાલ પુરખ એક છે જેનું નામ ‘અસ્તિત્વ વાળો’ છે સૃષ્ટિના રચનાકાર છે જે બધી જગ્યાએ વ્યાપ્ત છે ભય રહિત છે વેર હિત છે જેનું સ્વરૂપ કાળથી પરે છે, જે યોનિઓમાં નથી ભટકતો જેનો પ્રકાશ તેની મેળાએ છે અને જે સદગુરૂની કૃપાથી મળે છે
॥ ਜਪੁ ॥ જપ
ਆਦਿ ਸਚੁ ਜੁਗਾਦਿ ਸਚੁ ॥ હે નાનક! અકાલપુરખ આરંભથી જ અસ્તિત્વમાં છે યુગો ના આરંભથી મોજુદ છે
ਹੈ ਭੀ ਸਚੁ ਨਾਨਕ ਹੋਸੀ ਭੀ ਸਚੁ ॥੧॥ આ સમયે પણ મોજુદ છે અને આગળ ઉપર પણ અસ્તિત્વમાં જ રહેશે ।।૧।।
ਸੋਚੈ ਸੋਚਿ ਨ ਹੋਵਈ ਜੇ ਸੋਚੀ ਲਖ ਵਾਰ ॥ જો હું લાખ વારસ્નાન કરીને સ્વચ્છતા રાખું તો પણ મનની સ્વચ્છતા નથી રહી શકતી
ਚੁਪੈ ਚੁਪ ਨ ਹੋਵਈ ਜੇ ਲਾਇ ਰਹਾ ਲਿਵ ਤਾਰ ॥ જો હું શરીરની સમાધિ લગાડી ને રાખું તો પણ ચૂપ રહીને મન મન શાંત ન થઈ શકે
ਭੁਖਿਆ ਭੁਖ ਨ ਉਤਰੀ ਜੇ ਬੰਨਾ ਪੁਰੀਆ ਭਾਰ ॥ જો હું બધાં ભુવનના પદાર્થો નો ઢગલો સંભાળી લઉં તો પણ તૃષ્ણા ને આધીન રહીને તૃષ્ણા દૂર નથી થઇ શકતી
ਸਹਸ ਸਿਆਣਪਾ ਲਖ ਹੋਹਿ ਤ ਇਕ ਨ ਚਲੈ ਨਾਲਿ ॥ જો મારામાં હજારો-લાખો ચતુરાઈ હોય તો પણ એમાંથી એક પણ ચતુરાઈ સાથ નથી આપતી
ਕਿਵ ਸਚਿਆਰਾ ਹੋਈਐ ਕਿਵ ਕੂੜੈ ਤੁਟੈ ਪਾਲਿ ॥ તો પછી અકાલ પુરખ ના પ્રકાશ ને યોગ્ય કેવી રીતે બની શકીએ આપણી અંદર જુઠ નો પડદો કેવી રીતે તૂટી શકે.
ਹੁਕਮਿ ਰਜਾਈ ਚਲਣਾ ਨਾਨਕ ਲਿਖਿਆ ਨਾਲਿ ॥੧॥ હે નાનક! આ વિધિ શરૂઆતથી જ જ્યારે જગત બન્યું ત્યારથી જ ચાલી આવી છે ।।૧।।
ਹੁਕਮੀ ਹੋਵਨਿ ਆਕਾਰ ਹੁਕਮੁ ਨ ਕਹਿਆ ਜਾਈ ॥ અકાલ પુરખના હુકમથી જ બધા શરીર બને છે પણ આ હુકમ કેવો છે તે કહી ન શકાય
ਹੁਕਮੀ ਹੋਵਨਿ ਜੀਅ ਹੁਕਮਿ ਮਿਲੈ ਵਡਿਆਈ ॥ ઈશ્વર ના આદેશ મુજબ જ બધાં જીવ પેદા થાય છે અને તેના આદેશ અનુસાર જ તેમને ઈશ્વરના દરવાજે શોભા મળે છે
ਹੁਕਮੀ ਉਤਮੁ ਨੀਚੁ ਹੁਕਮਿ ਲਿਖਿ ਦੁਖ ਸੁਖ ਪਾਈਅਹਿ ॥ ઈશ્વરના હુકમમાં કોઈ માણસ સારો બને છે અને કોઈ ખરાબ એના હુકમમાં જ આપણે જે કર્મો કર્યા છે તે લખેલાં છે અને તેની અનુસાર જ આપણે દુઃખ અને સુખ ભોગવીએ છીએ
ਇਕਨਾ ਹੁਕਮੀ ਬਖਸੀਸ ਇਕਿ ਹੁਕਮੀ ਸਦਾ ਭਵਾਈਅਹਿ ॥ તેના હુકમમાં જ ઘણા માણસોઉપર તેની કૃપા થાય છે અને તેના હુકમમાં જ માણસ નિત્ય જન્મ-મરણના ચક્કરમાં ફસાયેલો રહે છે
ਹੁਕਮੈ ਅੰਦਰਿ ਸਭੁ ਕੋ ਬਾਹਰਿ ਹੁਕਮ ਨ ਕੋਇ ॥ દરેક જીવ ઈશ્વર ના હુકમ માં જ રહે છે કોઈ જીવ હુકમ નીબહાર નથી થઈ શકતો
ਨਾਨਕ ਹੁਕਮੈ ਜੇ ਬੁਝੈ ਤ ਹਉਮੈ ਕਹੈ ਨ ਕੋਇ ॥੨॥ હે નાનક! જો કોઈ માણસ અકાલ પુરખ ના હુકમ ને સમજી લે તો પછી તે સ્વાર્થ વાળું જીવન છોડી દે છે ।।૨।।
ਗਾਵੈ ਕੋ ਤਾਣੁ ਹੋਵੈ ਕਿਸੈ ਤਾਣੁ ॥ જે કોઈ માણસ સમર્થ છે તે ઈશ્વરની શક્તિ ના ગુણ ગાય છે અને કર્મોના કથન કરે છે જેનાથી તેમની અંદર શક્તિ પ્રગટ થાય છે
ਗਾਵੈ ਕੋ ਦਾਤਿ ਜਾਣੈ ਨੀਸਾਣੁ ॥ કોઈ માણસતેમના દાનની મહિમા ગાય છે અને તેને ઈશ્વરનું સ્વરૂપ સમજે છે
ਗਾਵੈ ਕੋ ਗੁਣ ਵਡਿਆਈਆ ਚਾਰ ॥ કોઈ મનુષ્ય ઈશ્વરના સુંદર ગુણો અને તેમની સારી વાતોનું વર્ણન કરે છે
ਗਾਵੈ ਕੋ ਵਿਦਿਆ ਵਿਖਮੁ ਵੀਚਾਰੁ ॥ મનુષ્ય વિદ્યાના બળે અકાલ પુરખના કઠિન જ્ઞાન ના ગીત ગાય છે
ਗਾਵੈ ਕੋ ਸਾਜਿ ਕਰੇ ਤਨੁ ਖੇਹ ॥ કોઈ મનુષ્ય એવી રીતે ગાય છે અકાલ પુરખ શરીરને બનાવી ને પછી રાખ કરી દે છે
ਗਾਵੈ ਕੋ ਜੀਅ ਲੈ ਫਿਰਿ ਦੇਹ ॥ કોઈ એવી રીતે ગાય છે કે હરિ શરીરમાંથી પ્રાણ કાઢી લે છે અને પછી બીજાં શરીરમાં નાખી દે છે
ਗਾਵੈ ਕੋ ਜਾਪੈ ਦਿਸੈ ਦੂਰਿ ॥ કોઈ માણસ કહે છે અકાલ પુરખ દૂર લાગે છે


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top