Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-290

Page 290

ਸੋ ਕਿਉ ਬਿਸਰੈ ਜਿਨਿ ਸਭੁ ਕਿਛੁ ਦੀਆ ॥ મનુષ્યને તે પ્રભુ કેવી રીતે ભૂલી શકે?
ਸੋ ਕਿਉ ਬਿਸਰੈ ਜਿ ਜੀਵਨ ਜੀਆ ॥ મહેનતને વ્યર્થ કેવી રીતે જવા દે?
ਸੋ ਕਿਉ ਬਿਸਰੈ ਜਿ ਅਗਨਿ ਮਹਿ ਰਾਖੈ ॥ તે પ્રભુ કેવી રીતે ભૂલી જાય તેણે બધું જ આપ્યું છે જે જીવોને જિંદગી નો આશરો છે
ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ਕੋ ਬਿਰਲਾ ਲਾਖੈ ॥ કારણ કે વિરલા મનુષ્યને જ ગુરુ ની પ્રસાદી મળે છે
ਸੋ ਕਿਉ ਬਿਸਰੈ ਜਿ ਬਿਖੁ ਤੇ ਕਾਢੈ ॥ તે અકાલ પુરખ કેવી રીતે વીસરી જાય જે માયાના ઝેરથી બચાવે છે
ਜਨਮ ਜਨਮ ਕਾ ਟੂਟਾ ਗਾਢੈ ॥ અને કેટલાય જન્મોથી વિજોગી થયેલા જીવને પોતાની સાથે જોડી દે છે
ਗੁਰਿ ਪੂਰੈ ਤਤੁ ਇਹੈ ਬੁਝਾਇਆ ॥ જે સેવકો પૂર્ણ ગુરૂ ની આ વાત સમજ્યા છે
ਪ੍ਰਭੁ ਅਪਨਾ ਨਾਨਕ ਜਨ ਧਿਆਇਆ ॥੪॥ હે નાનક! તેમણે પોતાના પ્રભુનું સ્મરણ કર્યું છે ।।૪।।
ਸਾਜਨ ਸੰਤ ਕਰਹੁ ਇਹੁ ਕਾਮੁ ॥ હે સજ્જનો! હે સંત જનો! આ કામ કરો
ਆਨ ਤਿਆਗਿ ਜਪਹੁ ਹਰਿ ਨਾਮੁ બાકી બધા જ પ્રયાસ છોડીને પ્રભુ નું નામ જપો
ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਸੁਖ ਪਾਵਹੁ ॥ સદાય સ્મરણ કરો અને સ્મરણ કરીને સુખ હાંસલ કરો
ਆਪਿ ਜਪਹੁ ਅਵਰਹ ਨਾਮੁ ਜਪਾਵਹੁ ॥ પ્રભુનું નામ પોતે જપો અને બીજા લોકો પાસે પણ જપાવો
ਭਗਤਿ ਭਾਇ ਤਰੀਐ ਸੰਸਾਰੁ ॥ પ્રભુની ભક્તિમાં સ્નેહ લગાડીને આ સંસાર સમુદ્ર તરી શકાય છે
ਬਿਨੁ ਭਗਤੀ ਤਨੁ ਹੋਸੀ ਛਾਰੁ ॥ ભક્તિ વિના આ શરીર કોઈ જ કામનું નથી
ਸਰਬ ਕਲਿਆਣ ਸੂਖ ਨਿਧਿ ਨਾਮੁ ॥ પ્રભુના નામનો જાપ કરવાથી કલ્યાણ થાય છે અને સુખ મળે છે
ਬੂਡਤ ਜਾਤ ਪਾਏ ਬਿਸ੍ਰਾਮੁ ॥ નામ જપવાથી વિકારોમાં ડૂબી જાતાઓ ને આશરો અને ઠેકાણું મળે છે
ਸਗਲ ਦੂਖ ਕਾ ਹੋਵਤ ਨਾਸੁ ॥ બધા જ દુઃખોનો નાશ થાય છે
ਨਾਨਕ ਨਾਮੁ ਜਪਹੁ ਗੁਨਤਾਸੁ ॥੫॥ એટલે હે નાનક! નામનો જાપ કર નામ જ ગુણોનો ખજાનો છે ।।૫।।
ਉਪਜੀ ਪ੍ਰੀਤਿ ਪ੍ਰੇਮ ਰਸੁ ਚਾਉ ॥ જેની અંદર પ્રભુની પ્રીતિ પેદા થઈ જાય છે પ્રભુના પ્રેમનો સ્વાદ અને પ્રેમ પેદા થઈ જાય છે
ਮਨ ਤਨ ਅੰਤਰਿ ਇਹੀ ਸੁਆਉ ॥ તેના મનમાં અને તનમાં એક જ ઈચ્છા રહે છે
ਨੇਤ੍ਰਹੁ ਪੇਖਿ ਦਰਸੁ ਸੁਖੁ ਹੋਇ ॥ મને નામ નું દાન મળી જાય આંખોથી ગુરુના દર્શન કરીને તેને સુખ મળે છે
ਮਨੁ ਬਿਗਸੈ ਸਾਧ ਚਰਨ ਧੋਇ ॥ ગુરુના ચરણ ધોઈને તેમનું મન ખીલી ઊઠે છે
ਭਗਤ ਜਨਾ ਕੈ ਮਨਿ ਤਨਿ ਰੰਗੁ ॥ ભક્તોના મન અને શરીરમાં પ્રભુનો પ્રેમ સ્થિર થઈ જાય છે
ਬਿਰਲਾ ਕੋਊ ਪਾਵੈ ਸੰਗੁ ॥ પણ કોઈ વિરલા ભાગ્યશાળીને તેની સંગતિ નસીબ માં મળે છે
ਏਕ ਬਸਤੁ ਦੀਜੈ ਕਰਿ ਮਇਆ ॥ હે પ્રભુ! મહેર કરીને એક નામ અમને આપી દે
ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ਨਾਮੁ ਜਪਿ ਲਇਆ ॥ જેથી કરીને ગુરુની કૃપાથી તારું નામ જ શકીએ
ਤਾ ਕੀ ਉਪਮਾ ਕਹੀ ਨ ਜਾਇ ॥ તારી મહિમાનું વર્ણન ન કરી શકાય
ਨਾਨਕ ਰਹਿਆ ਸਰਬ ਸਮਾਇ ॥੬॥ હે નાનક! તે પ્રભુ બધી જગ્યાએ મોજુદ છે ।।૬।।
ਪ੍ਰਭ ਬਖਸੰਦ ਦੀਨ ਦਇਆਲ ॥ હે બક્ષણ હાર પ્રભુ! હે ગરીબો પર દયા કરવા વાળા!
ਭਗਤਿ ਵਛਲ ਸਦਾ ਕਿਰਪਾਲ ॥ હે ભક્તિને પ્રેમ કરવાવાળા! હે સદા દયા ન ઘર!
ਅਨਾਥ ਨਾਥ ਗੋਬਿੰਦ ਗੁਪਾਲ ॥ હે અનાથના નાથ! હે ગોવિંદ! હે ગોપાલ!
ਸਰਬ ਘਟਾ ਕਰਤ ਪ੍ਰਤਿਪਾਲ ॥ હે બધાં શરીરોનું પાલન પોષણ કરવા વાળા!
ਆਦਿ ਪੁਰਖ ਕਾਰਣ ਕਰਤਾਰ ॥ હે બધાનાં આદિ અને બધામાં વ્યાપક પ્રભુ! હે જગતના મૂળ! હે કરતાર!
ਭਗਤ ਜਨਾ ਕੇ ਪ੍ਰਾਨ ਅਧਾਰ ॥ હે ભક્તોની જિંદગી ના આશરા!
ਜੋ ਜੋ ਜਪੈ ਸੁ ਹੋਇ ਪੁਨੀਤ ॥ જે જે મનુષ્ય ભક્તિભાવથી પોતાના મનમાં તારો પ્રેમ સ્થિર કરે છે અને તને જપે છે તે પવિત્ર થઇ જાય છે
ਭਗਤਿ ਭਾਇ ਲਾਵੈ ਮਨ ਹੀਤ ॥ સેવકના મનમાં મનની બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે
ਹਮ ਨਿਰਗੁਨੀਆਰ ਨੀਚ ਅਜਾਨ ॥ અમે નીચ છીએ અજાણ છીએ અને ગુણ હીન છીએ
ਨਾਨਕ ਤੁਮਰੀ ਸਰਨਿ ਪੁਰਖ ਭਗਵਾਨ ॥੭॥ હે નાનક! વિનંતી કર અને બોલ હે અકાલ પુરખ! હે ભગવાન! અમે તારી શરણ આવ્યા છીએ ।।૭।।
ਸਰਬ ਬੈਕੁੰਠ ਮੁਕਤਿ ਮੋਖ ਪਾਏ ॥ તેણે સ્વર્ગ અને મોક્ષ મુક્તિ હાસિલ કરી દીધી છે
ਏਕ ਨਿਮਖ ਹਰਿ ਕੇ ਗੁਨ ਗਾਏ ॥ જેણે આંખ ના પલકારા જેટલા સમય માટે પણ પ્રભુના ગુણ ગાયા છે
ਅਨਿਕ ਰਾਜ ਭੋਗ ਬਡਿਆਈ ॥ જે મનુષ્ય ના મનમાં પ્રભુ ના નામ ની મીઠી વાતો હોય છે તેને અનેક રાજભોગ પદાર્થ અને મહિમા મળી ગઈ છે
ਹਰਿ ਕੇ ਨਾਮ ਕੀ ਕਥਾ ਮਨਿ ਭਾਈ ॥ તેના મનમાં પ્રભુ ના નામ ની કથા વસી ગઈ છે
ਬਹੁ ਭੋਜਨ ਕਾਪਰ ਸੰਗੀਤ ॥ તેને તો કેટલાય પ્રકારના ભોજન કપડા રાગ રંગ હાંસલ થઈ ગયા
ਰਸਨਾ ਜਪਤੀ ਹਰਿ ਹਰਿ ਨੀਤ ॥ એની જીભ પ્રભુના નામનો જાપ હર સમયે કરતી રહે છે
ਭਲੀ ਸੁ ਕਰਨੀ ਸੋਭਾ ਧਨਵੰਤ ॥ તેનું આચરણ ભલું થઈ જાય છે તેની તો શોભા નિરાળી થઈ જાય છે તે ધનવાન થઈ જાય છે
ਹਿਰਦੈ ਬਸੇ ਪੂਰਨ ਗੁਰ ਮੰਤ ॥ જે મનુષ્યના હૃદયમાં પૂર્ણ ગુરુ ના ઉપદેશ વસી જાય છે
ਸਾਧਸੰਗਿ ਪ੍ਰਭ ਦੇਹੁ ਨਿਵਾਸ ॥ હે પ્રભુ! પોતાના સંતોની સંગતમાં જગ્યા આપો
ਸਰਬ ਸੂਖ ਨਾਨਕ ਪਰਗਾਸ ॥੮॥੨੦॥ હે નાનક! સત્સંગમાં રહેવાવાળાને બધાં જ સુખનો પ્રકાશ મળી જાય છે ।।૮।।૨૦।।
ਸਲੋਕੁ ॥ શ્લોક ।।
ਸਰਗੁਨ ਨਿਰਗੁਨ ਨਿਰੰਕਾਰ ਸੁੰਨ ਸਮਾਧੀ ਆਪਿ ॥ નિરંકાર આકાર રહિત અકાલ પુરખ ત્રિગુણી માયા નું રૂપ પણ પોતે જ છે અને માયાના ત્રણ ગુણોથી પર પણ પોતે જ છે નિર્વિચાર અવસ્થામાં સ્થિર થયેલો પણ તે જ છે
ਆਪਨ ਕੀਆ ਨਾਨਕਾ ਆਪੇ ਹੀ ਫਿਰਿ ਜਾਪਿ ॥੧॥ હે નાનક! આખુંયે જગત પ્રભુ એ પોતે રચેલું છે અને જગતના જીવો માં બેસી ને પોતે જ પોતાને યાદ કરી રહ્યો છે ।।૧।।
ਅਸਟਪਦੀ ॥ અષ્ટપદી ।।
ਜਬ ਅਕਾਰੁ ਇਹੁ ਕਛੁ ਨ ਦ੍ਰਿਸਟੇਤਾ ॥ જ્યારે જગતના જીવોની કોઈ ચહેરો નથી દેખાતો
ਪਾਪ ਪੁੰਨ ਤਬ ਕਹ ਤੇ ਹੋਤਾ ॥ ત્યારે પાપ અથવા પુણ્ય કયા જીવથી થઈ શકતા હતા?
ਜਬ ਧਾਰੀ ਆਪਨ ਸੁੰਨ ਸਮਾਧਿ ॥ જ્યારે પ્રભુ એ પોતે જ શૂન્ય અવસ્થામાં સમાધિ લગાડેલી હતી
ਤਬ ਬੈਰ ਬਿਰੋਧ ਕਿਸੁ ਸੰਗਿ ਕਮਾਤਿ ॥ ત્યારે કોની સાથે વેર વિરોધ ની કમાણી થતી હતી
ਜਬ ਇਸ ਕਾ ਬਰਨੁ ਚਿਹਨੁ ਨ ਜਾਪਤ ॥ જ્યારે આ જગતના કોઇ જ રૂપ રંગ નથી દેખાતા
ਤਬ ਹਰਖ ਸੋਗ ਕਹੁ ਕਿਸਹਿ ਬਿਆਪਤ ॥ ત્યારે જરા બતાવો કે ખુશી અથવા ચિંતા કોને થતી હતી?
ਜਬ ਆਪਨ ਆਪ ਆਪਿ ਪਾਰਬ੍ਰਹਮ ॥ જ્યારે અકાલ પુરખ કેવળ પોતે જ પોતે હતા
ਤਬ ਮੋਹ ਕਹਾ ਕਿਸੁ ਹੋਵਤ ਭਰਮ ॥ ત્યારે મોહ ક્યાંથી હોઈ શકે ત્યારે ભ્રમ અને ભુલાવા કોને થતા હતા?
error: Content is protected !!
Scroll to Top
https://apidiv.undipa.ac.id/adodb/snsgacor/ https://expo.poltekkesdepkes-sby.ac.id/app_mobile/situs-gacor/ https://expo.poltekkesdepkes-sby.ac.id/app_mobile/demo-slot/ https://pdp.pasca.untad.ac.id/apps/akun-demo/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/wp-content/upgrade/demo-slot/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/pasca/ugacor/
https://jackpot-1131.com/ jp1131
https://apidiv.undipa.ac.id/adodb/snsgacor/ https://expo.poltekkesdepkes-sby.ac.id/app_mobile/situs-gacor/ https://expo.poltekkesdepkes-sby.ac.id/app_mobile/demo-slot/ https://pdp.pasca.untad.ac.id/apps/akun-demo/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/wp-content/upgrade/demo-slot/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/pasca/ugacor/
https://jackpot-1131.com/ jp1131