Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-288

Page 288

ਰਚਿ ਰਚਨਾ ਅਪਨੀ ਕਲ ਧਾਰੀ ॥ સૃષ્ટિ રચી અને પ્રભુએ પોતાની સત્તા આ સૃષ્ટિમાં સ્થિર રાખી છે
ਅਨਿਕ ਬਾਰ ਨਾਨਕ ਬਲਿਹਾਰੀ ॥੮॥੧੮॥ હે નાનક! હું કેટલીય વાર આવા પ્રભુને કુરબાન જાઉં છું. ।।૮।।૧૮।।
ਸਲੋਕੁ ॥ શ્લોક ।।
ਸਾਥਿ ਨ ਚਾਲੈ ਬਿਨੁ ਭਜਨ ਬਿਖਿਆ ਸਗਲੀ ਛਾਰੁ ॥ પ્રભુ ના ભજન વિના બીજી કોઈ વસ્તુ મનુષ્યની સાથે નથી જતી બધી જ માયા જે મનુષ્ય કમાય છે જગતમાં થીજતી વખતેરાખ સમાન થઈ જાય છે
ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਕਮਾਵਨਾ ਨਾਨਕ ਇਹੁ ਧਨੁ ਸਾਰੁ ॥੧॥ હે નાનક! અકાલ પુરખ ના નામ સ્મરણ ની કમાણી કરવી તે જ સૌથી મોટું ધન છે આ જ મનુષ્યનો સાથ નિભાવે છે ।।૧।।
ਅਸਟਪਦੀ ॥ અષ્ટપદી।।
ਸੰਤ ਜਨਾ ਮਿਲਿ ਕਰਹੁ ਬੀਚਾਰੁ ॥ સંતો ને મળીને પ્રભુના ગુણો નો વિચાર કરો
ਏਕੁ ਸਿਮਰਿ ਨਾਮ ਆਧਾਰੁ ॥ એક પ્રભુનું સ્મરણ કરો અને પ્રભુના નામનો આશરો લ્યો
ਅਵਰਿ ਉਪਾਵ ਸਭਿ ਮੀਤ ਬਿਸਾਰਹੁ ॥ હે મિત્ર! બીજાબધા જ ઉપાય છોડી દો
ਚਰਨ ਕਮਲ ਰਿਦ ਮਹਿ ਉਰਿ ਧਾਰਹੁ ॥ પ્રભુના કમળ જેવા સુંદર ચરણને હૃદયમાં સ્થિર કરી દો
ਕਰਨ ਕਾਰਨ ਸੋ ਪ੍ਰਭੁ ਸਮਰਥੁ ॥ તે પ્રભુ જે બધું પોતે જ કરે છે અને જીવો પાસે કરાવવાની ક્ષમતા રાખે છે
ਦ੍ਰਿੜੁ ਕਰਿ ਗਹਹੁ ਨਾਮੁ ਹਰਿ ਵਥੁ ॥ તે પ્રભુના નામ રૂપી સુંદર પદાર્થ સરસ રીતે સંભાળી લ્યો
ਇਹੁ ਧਨੁ ਸੰਚਹੁ ਹੋਵਹੁ ਭਗਵੰਤ ॥ હે ભાઈ! નામ રૂપી આ ધન સંચિત કરો અને ભાગ્યશાળી બનો
ਸੰਤ ਜਨਾ ਕਾ ਨਿਰਮਲ ਮੰਤ ॥ સંતોનો આજ પવિત્ર ઉપદેશ છે
ਏਕ ਆਸ ਰਾਖਹੁ ਮਨ ਮਾਹਿ ॥ પોતાના મનમાં એક પ્રભુની આસ્થા રાખો
ਸਰਬ ਰੋਗ ਨਾਨਕ ਮਿਟਿ ਜਾਹਿ ॥੧॥ હે નાનક! આ પ્રકારે બધા જ રોગ મટી જશે ।।૧।।
ਜਿਸੁ ਧਨ ਕਉ ਚਾਰਿ ਕੁੰਟ ਉਠਿ ਧਾਵਹਿ ॥ હે મિત્ર! જે ધનની માટે તું ચારે કોર દોડતો રહે છે
ਸੋ ਧਨੁ ਹਰਿ ਸੇਵਾ ਤੇ ਪਾਵਹਿ ॥ તે ધન પ્રભુની સેવા કરવાથી મળી જશે
ਜਿਸੁ ਸੁਖ ਕਉ ਨਿਤ ਬਾਛਹਿ ਮੀਤ ॥ એ મિત્ર જે સુખની તને સદાય ઈચ્છા રહેતી હતી
ਸੋ ਸੁਖੁ ਸਾਧੂ ਸੰਗਿ ਪਰੀਤਿ ॥ તે સુખ સંતોની સંગતિમાં પ્રેમ કરવાથી મળે છે
ਜਿਸੁ ਸੋਭਾ ਕਉ ਕਰਹਿ ਭਲੀ ਕਰਨੀ ॥ જે શોભાની પ્રાપ્તિમાટે તેં કમાણી કરી છે
ਸਾ ਸੋਭਾ ਭਜੁ ਹਰਿ ਕੀ ਸਰਨੀ ॥ તે શોભા કમાવવા માટે તું હરિની શરણમાં પડી જા
ਅਨਿਕ ਉਪਾਵੀ ਰੋਗੁ ਨ ਜਾਇ ॥ જે અહંકારનો રોગ અનેક રીતે ઉપાય કરવાથીદૂર નથી થતો
ਰੋਗੁ ਮਿਟੈ ਹਰਿ ਅਵਖਧੁ ਲਾਇ ॥ તે રોગ પ્રભુના નામ રૂપી દવાના પ્રયોગ થી મટી જાય છે
ਸਰਬ ਨਿਧਾਨ ਮਹਿ ਹਰਿ ਨਾਮੁ ਨਿਧਾਨੁ ॥ આખી દુનિયાનો ખજાનો પ્રભુના નામ ના ખજાનાથી નાનો છે
ਜਪਿ ਨਾਨਕ ਦਰਗਹਿ ਪਰਵਾਨੁ ॥੨॥ હે નાનક! નામ જપ કર તેના દરબાર માં સ્વીકાર થઈ જઈશ ।।૨।।
ਮਨੁ ਪਰਬੋਧਹੁ ਹਰਿ ਕੈ ਨਾਇ ॥ હે ભાઈ! પોતાના મનને પ્રભુના નામ વડે જગાડ
ਦਹ ਦਿਸਿ ਧਾਵਤ ਆਵੈ ਠਾਇ ॥ નામની મહેરબાનીથી દશે દિશામાં દોડતા આ મનને ઠેકાણું મળી જશે
ਤਾ ਕਉ ਬਿਘਨੁ ਨ ਲਾਗੈ ਕੋਇ ॥ તે મનુષ્યને કોઈ મુશ્કેલી નથી આવતી
ਜਾ ਕੈ ਰਿਦੈ ਬਸੈ ਹਰਿ ਸੋਇ ॥ જેના હૃદયમાં પ્રભુ વસે છે
ਕਲਿ ਤਾਤੀ ਠਾਂਢਾ ਹਰਿ ਨਾਉ ॥ કળિયુગ ગરમ અગ્નિ છે વિકાર જીવોને બાળી રહ્યો છે પ્રભુનુ નામ ઠંડક આપે છે
ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਸਦਾ ਸੁਖ ਪਾਉ ॥ સદાય પ્રભુ ના નામનું સ્મરણ કરો જે સુખ અપાવે છે
ਭਉ ਬਿਨਸੈ ਪੂਰਨ ਹੋਇ ਆਸ ॥ નામ સ્મરણ કરવાથી ડર દૂર થઈ જાય છે અને આશા પૂરી થઈ જાય છે
ਭਗਤਿ ਭਾਇ ਆਤਮ ਪਰਗਾਸ ॥ કારણ કે પ્રભુની ભક્તિ થી આત્મા ચમકી જાય છે
ਤਿਤੁ ਘਰਿ ਜਾਇ ਬਸੈ ਅਬਿਨਾਸੀ ॥ જે સ્મરણ કરે છે તેના હૃદય ઘરમાં અવિનાશી પ્રભુ આવીને વસે છે
ਕਹੁ ਨਾਨਕ ਕਾਟੀ ਜਮ ਫਾਸੀ ॥੩॥ તારું નામ જપવાથી યમરાજની ફાંસી કપાઈ જાય છે ।।૩।।
ਤਤੁ ਬੀਚਾਰੁ ਕਹੈ ਜਨੁ ਸਾਚਾ ॥ જે મનુષ્ય પરમાત્માનું પરબ્રહ્મનું ચિંતન કરે છે તે જ સાચો મનુષ્ય છે
ਜਨਮਿ ਮਰੈ ਸੋ ਕਾਚੋ ਕਾਚਾ ॥ પણ જે પેદા થઈને ફક્ત મરી જાય છે અને બંદગી નથી કરતો તે તો સાવ કાચો છે
ਆਵਾ ਗਵਨੁ ਮਿਟੈ ਪ੍ਰਭ ਸੇਵ ॥ અહંકાર ત્યાગીને સદગુરુની શરણ પડીને પ્રભુનું સ્મરણ કરવાથી જન્મ-મરણ ના ચક્ર સમાપ્ત થઈ જાય છે
ਆਪੁ ਤਿਆਗਿ ਸਰਨਿ ਗੁਰਦੇਵ ॥ અહંકાર ત્યાગીને ગુરુને શરણે જાય છે
ਇਉ ਰਤਨ ਜਨਮ ਕਾ ਹੋਇ ਉਧਾਰੁ ॥ આવી રીતે કીમતી માનવ જન્મ સફળ થઈ જાય છે
ਹਰਿ ਹਰਿ ਸਿਮਰਿ ਪ੍ਰਾਨ ਆਧਾਰੁ ॥ એટલે હે ભાઈ! પ્રભુનું સ્મરણ કર આજ પ્રાણ નો આશરો છે
ਅਨਿਕ ਉਪਾਵ ਨ ਛੂਟਨਹਾਰੇ ॥ અનેકો ઉપાય કરવાથી તું જન્મ-મરણના ફેરામાંથી બચી નહીં શકે
ਸਿੰਮ੍ਰਿਤਿ ਸਾਸਤ ਬੇਦ ਬੀਚਾਰੇ ॥ શ્રુતિ શાસ્ત્ર વેદ આ બધાનો વિચાર કરવાથી કોઈ જ ફાયદો નથી
ਹਰਿ ਕੀ ਭਗਤਿ ਕਰਹੁ ਮਨੁ ਲਾਇ ॥ મન લગાવીને કેવળ પ્રભુની જ ભક્તિ કરો
ਮਨਿ ਬੰਛਤ ਨਾਨਕ ਫਲ ਪਾਇ ॥੪॥ હે નાનક! જે ભક્તિ કરે છે તેને મન વાંછિત ફળ મળી જાય છે ।।૪।।
ਸੰਗਿ ਨ ਚਾਲਸਿ ਤੇਰੈ ਧਨਾ ॥ ધન તારી સાથે નહીં જઈ શકે
ਤੂੰ ਕਿਆ ਲਪਟਾਵਹਿ ਮੂਰਖ ਮਨਾ ॥ હે મૂર્ખ મન! તો શા માટે તેનેલપેટીને રાખે છે?
ਸੁਤ ਮੀਤ ਕੁਟੰਬ ਅਰੁ ਬਨਿਤਾ ॥ પુત્ર મિત્ર પરિવાર અને સ્ત્રી
ਇਨ ਤੇ ਕਹਹੁ ਤੁਮ ਕਵਨ ਸਨਾਥਾ ॥ આમાંથી બતાવ તો, કોણ તારો સાથ આપવાનું છે?
ਰਾਜ ਰੰਗ ਮਾਇਆ ਬਿਸਥਾਰ ॥ માયાનો આડંબર રાજ્ય અને રંગરેલીયા બતાવ તો
ਇਨ ਤੇ ਕਹਹੁ ਕਵਨ ਛੁਟਕਾਰ ॥ આમાંથી કોની સાથે મોહ કરવાથી સદાયને માટે માયાથી મુક્તિ મળી શકે છે?
ਅਸੁ ਹਸਤੀ ਰਥ ਅਸਵਾਰੀ ॥ ઘોડા હાથી રથ ની સવારી કરવી
ਝੂਠਾ ਡੰਫੁ ਝੂਠੁ ਪਾਸਾਰੀ ॥ આ બધો જુઠ્ઠા દેખાડો છે આ આડંબર રચવા વાળા પણ વિનાશવાન છે
ਜਿਨਿ ਦੀਏ ਤਿਸੁ ਬੁਝੈ ਨ ਬਿਗਾਨਾ ॥ મૂર્ખ મનુષ્ય તે પ્રભુને નથી ઓળખતો જેણે આ બધા પદાર્થ આપ્યા છે
ਨਾਮੁ ਬਿਸਾਰਿ ਨਾਨਕ ਪਛੁਤਾਨਾ ॥੫॥ તું નામ ને ભુલાવીને હે નાનક છેલ્લે પસ્તાય છે ।।૫।।
ਗੁਰ ਕੀ ਮਤਿ ਤੂੰ ਲੇਹਿ ਇਆਨੇ ॥ હે અજાણ મનુષ્ય! સદગુરુ ની મતિ લઈ લે તેની શિક્ષા ઉપર ચાલ
ਭਗਤਿ ਬਿਨਾ ਬਹੁ ਡੂਬੇ ਸਿਆਨੇ ॥ ઘણાં જ સમજદાર લોકો પણ ભક્તિ વગર વિકારોમાં જ ડૂબીને રહે છે
ਹਰਿ ਕੀ ਭਗਤਿ ਕਰਹੁ ਮਨ ਮੀਤ ॥ હે મિત્ર મન! પ્રભુની ભક્તિ કર
ਨਿਰਮਲ ਹੋਇ ਤੁਮ੍ਹ੍ਹਾਰੋ ਚੀਤ ॥ આવી રીતે તારી બુદ્ધિ પવિત્ર થઈ જશે
ਚਰਨ ਕਮਲ ਰਾਖਹੁ ਮਨ ਮਾਹਿ ॥ હે ભાઈ! પ્રભુના કમળ જેવા સુંદર ચરણ પોતાના મનની અંદર પરોવીને રાખ


© 2017 SGGS ONLINE
Scroll to Top