Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-277

Page 277

ਅੰਤੁ ਨਹੀ ਕਿਛੁ ਪਾਰਾਵਾਰਾ ॥ તેની તાકાતની કોઈ જ સીમા નથી
ਹੁਕਮੇ ਧਾਰਿ ਅਧਰ ਰਹਾਵੈ ॥ સૃષ્ટિને પોતાના હુકમમાં પેદા કરીને અધ્ધર ટકાવીને રાખેલી છે
ਹੁਕਮੇ ਉਪਜੈ ਹੁਕਮਿ ਸਮਾਵੈ ॥ જગત તેના હુકમમાં પેદા થાય છે અને હુકમમાં લીન થઈ જાય છે
ਹੁਕਮੇ ਊਚ ਨੀਚ ਬਿਉਹਾਰ ॥ ઊંચા અને નીચા લોકો પણ તેના હુકમમાં છે
ਹੁਕਮੇ ਅਨਿਕ ਰੰਗ ਪਰਕਾਰ ॥ અનેક પ્રકારના ખેલ તેના હુકમમાં જ થઈ રહ્યા છે
ਕਰਿ ਕਰਿ ਦੇਖੈ ਅਪਨੀ ਵਡਿਆਈ ॥ પોતાની પ્રતિભા નું કામ કરી કરીને પોતે જોઈ રહ્યો છે
ਨਾਨਕ ਸਭ ਮਹਿ ਰਹਿਆ ਸਮਾਈ ॥੧॥ હે નાનક! પ્રભુ બધાં જ જીવોમાં વ્યાપક છે ।।૧।।
ਪ੍ਰਭ ਭਾਵੈ ਮਾਨੁਖ ਗਤਿ ਪਾਵੈ ॥ જો પ્રભુને ઠીક લાગે તો તે મનુષ્યને ઉચ્ચ આત્મિક અવસ્થા આપે છે
ਪ੍ਰਭ ਭਾਵੈ ਤਾ ਪਾਥਰ ਤਰਾਵੈ ॥ અને પથ્થર દિલને વાળાને પણ પાર લગાડી દે છે
ਪ੍ਰਭ ਭਾਵੈ ਬਿਨੁ ਸਾਸ ਤੇ ਰਾਖੈ ॥ જો પ્રભુ ઈચ્છે તો શ્વાસ વગર પણ પ્રાણીને મોતથી બચાવીને રાખે છે
ਪ੍ਰਭ ਭਾਵੈ ਤਾ ਹਰਿ ਗੁਣ ਭਾਖੈ ॥ તેની મહેરબાની હોય તો તે પ્રભુની મહેરબાની ના ગુણ ગાય છે
ਪ੍ਰਭ ਭਾਵੈ ਤਾ ਪਤਿਤ ਉਧਾਰੈ ॥ જો અકાલ પુરખ ની મંજૂરી હોય તો ખરાબ ચાલ ચલન વાળા ને પણ વિકારોથી બચાવી લે છે
ਆਪਿ ਕਰੈ ਆਪਨ ਬੀਚਾਰੈ ॥ જે કાંઈ પણ કરે છે પોતાની સલાહ અનુસાર જ કરે છે
ਦੁਹਾ ਸਿਰਿਆ ਕਾ ਆਪਿ ਸੁਆਮੀ ॥ પ્રભુ પોતે જ લોક પરલોક નો માલિક છે
ਖੇਲੈ ਬਿਗਸੈ ਅੰਤਰਜਾਮੀ ॥ તે બધાનાં દિલ ને જાણવા વાળો છે તે પોતે જ જગતનો રમત રમી રહ્યો છે
ਜੋ ਭਾਵੈ ਸੋ ਕਾਰ ਕਰਾਵੈ ॥ અને તેને જોઇને ખુશ થાય છે જે તેને સારું લાગે છે તે જ કામ તે કરે છે
ਨਾਨਕ ਦ੍ਰਿਸਟੀ ਅਵਰੁ ਨ ਆਵੈ ॥੨॥ હે નાનક! તેના જેવો બીજો કોઈ જ દેખાતો નથી ।।૨।।
ਕਹੁ ਮਾਨੁਖ ਤੇ ਕਿਆ ਹੋਇ ਆਵੈ ॥ માણસને જરા પૂછો કે તારા પોતાનાથી કયું કામ થઈ જાય છે?
ਜੋ ਤਿਸੁ ਭਾਵੈ ਸੋਈ ਕਰਾਵੈ ॥ જે પ્રભુ ને સારું લાગે છે તે જ જીવ પાસે તે કરાવે છે
ਇਸ ਕੈ ਹਾਥਿ ਹੋਇ ਤਾ ਸਭੁ ਕਿਛੁ ਲੇਇ ॥ જો મનુષ્યના હાથમાં હોય તો બધી એ વસ્તુ ઉપર તે કબજો કરી લે
ਜੋ ਤਿਸੁ ਭਾਵੈ ਸੋਈ ਕਰੇਇ ॥ પણ પ્રભુએ પ્રભુ તે જ કરે છે જે તેને ગમે છે
ਅਨਜਾਨਤ ਬਿਖਿਆ ਮਹਿ ਰਚੈ ॥ મૂર્ખતા ને કારણે મનુષ્ય માયામાં ડૂબી ગયો છે
ਜੇ ਜਾਨਤ ਆਪਨ ਆਪ ਬਚੈ ॥ જો સમજદાર હોય તો પોતે જ તેનાથી બચેલો રહે
ਭਰਮੇ ਭੂਲਾ ਦਹ ਦਿਸਿ ਧਾਵੈ ॥ પણ તેનું મન ભુલાવામાં ભુલાયેલું છે
ਨਿਮਖ ਮਾਹਿ ਚਾਰਿ ਕੁੰਟ ਫਿਰਿ ਆਵੈ ॥ માયા માટે થઈને દશેય દિશાઓમાં દોડે છે આંખના પલકારામાં ચારે કોર દોડભાગ કરે છે
ਕਰਿ ਕਿਰਪਾ ਜਿਸੁ ਅਪਨੀ ਭਗਤਿ ਦੇਇ ॥ પ્રભુ ની મહેર જે જે મનુષ્યને મળે તે તે મનુષ્યને તે પોતાની ભક્તિ બક્ષે છે
ਨਾਨਕ ਤੇ ਜਨ ਨਾਮਿ ਮਿਲੇਇ ॥੩॥ હે નાનક! તે મનુષ્યનામમાં અડોલ રહે છે ।।૩।।
ਖਿਨ ਮਹਿ ਨੀਚ ਕੀਟ ਕਉ ਰਾਜ ॥ ક્ષણમાં પ્રભુ કીડી જેવા મનુષ્યને રાજ્ય આપી દે છે
ਪਾਰਬ੍ਰਹਮ ਗਰੀਬ ਨਿਵਾਜ ॥ પ્રભુ ગરીબો ઉપર મહેર કરવાવાળો છે
ਜਾ ਕਾ ਦ੍ਰਿਸਟਿ ਕਛੂ ਨ ਆਵੈ ॥ જે મનુષ્યમાં કોઈ ગુણ નથી દેખાતો
ਤਿਸੁ ਤਤਕਾਲ ਦਹ ਦਿਸ ਪ੍ਰਗਟਾਵੈ ॥ તેને તે એક પળમાં દશે દિશાઓમાં ચમકાવી દે છે
ਜਾ ਕਉ ਅਪੁਨੀ ਕਰੈ ਬਖਸੀਸ ॥ જે મનુષ્ય ઉપર જગતનો માલિક પ્રભુ પોતાની બક્ષિશ કરે છે
ਤਾ ਕਾ ਲੇਖਾ ਨ ਗਨੈ ਜਗਦੀਸ ॥ તેના કર્મોના લેખ નથી ગણાતા
ਜੀਉ ਪਿੰਡੁ ਸਭ ਤਿਸ ਕੀ ਰਾਸਿ ॥ આ જીવન અને શરીર બધું જ તે પ્રભુએ આપેલી પૂંજી છે
ਘਟਿ ਘਟਿ ਪੂਰਨ ਬ੍ਰਹਮ ਪ੍ਰਗਾਸ ॥ દરેક શરીરમાં વ્યાપક પ્રભુનો જ જલવો છે
ਅਪਨੀ ਬਣਤ ਆਪਿ ਬਨਾਈ ॥ આ જગતની રચના તેણે પોતે જ રચી છે
ਨਾਨਕ ਜੀਵੈ ਦੇਖਿ ਬਡਾਈ ॥੪॥ હે નાનક! પોતાની પ્રતિભા ને પોતે જ જોઈ ને ખુશ થઇ રહ્યો છે ।।૪।।
ਇਸ ਕਾ ਬਲੁ ਨਾਹੀ ਇਸੁ ਹਾਥ ॥ આ જીવની તાકાત તેના પોતાના હાથમાં નથી
ਕਰਨ ਕਰਾਵਨ ਸਰਬ ਕੋ ਨਾਥ ॥ બધાં જ જીવો પાસે પ્રભુ સ્વયં બધું કરાવવા માટે સમર્થ છે
ਆਗਿਆਕਾਰੀ ਬਪੁਰਾ ਜੀਉ ॥ બિચારો જીવ પ્રભુના હુકમમાં ચાલવાવાળો છે
ਜੋ ਤਿਸੁ ਭਾਵੈ ਸੋਈ ਫੁਨਿ ਥੀਉ ॥ કારણ કે થાય છે એ જ જે પ્રભુ ને ગમે છે
ਕਬਹੂ ਊਚ ਨੀਚ ਮਹਿ ਬਸੈ ॥ પ્રભુ સ્વયમ ક્યારે ઊંચામાં ક્યારેક નીચામાં પ્રગટ થઈ જાય છે
ਕਬਹੂ ਸੋਗ ਹਰਖ ਰੰਗਿ ਹਸੈ ॥ ક્યારેક ચિંતામાં હોય છે ક્યારેક ખુશી ની મોજ માં હસતો દેખાય છે
ਕਬਹੂ ਨਿੰਦ ਚਿੰਦ ਬਿਉਹਾਰ ॥ ક્યારેક બીજાની નિંદા વિચારવાનો વ્યવહાર બનાવીને બેઠો છે
ਕਬਹੂ ਊਭ ਅਕਾਸ ਪਇਆਲ ॥ ક્યારેકખુશી ના કારણે આકાશમાં ઊંચે ચડે છે; ક્યારેક ચિંતાને કારણે પાતાળમાં પડી જાય છે
ਕਬਹੂ ਬੇਤਾ ਬ੍ਰਹਮ ਬੀਚਾਰ ॥ ક્યારેક તે પોતે જ ઈશ્વરીય વિચાર કરે છે
ਨਾਨਕ ਆਪਿ ਮਿਲਾਵਣਹਾਰ ॥੫॥ હે નાનક! જીવને પોતાનામાં મેળવવા વાળો તે પોતે જ છે ।।૫।।
ਕਬਹੂ ਨਿਰਤਿ ਕਰੈ ਬਹੁ ਭਾਤਿ ॥ પ્રભુ જીવોમાં વ્યાપક થઈ ને ક્યારેક કેટલાય પ્રકારના નાચ કરી રહ્યો છે
ਕਬਹੂ ਸੋਇ ਰਹੈ ਦਿਨੁ ਰਾਤਿ ॥ ક્યારેક દિવસ-રાત સૂતો જ રહે છે
ਕਬਹੂ ਮਹਾ ਕ੍ਰੋਧ ਬਿਕਰਾਲ ॥ ક્યારેક ક્રોધમાં આવીને ખૂબ જ ડરામણો લાગે છે
ਕਬਹੂੰ ਸਰਬ ਕੀ ਹੋਤ ਰਵਾਲ ॥ ક્યારેક જીવોના ચરણોની ધૂળ બનીને રહે છે
ਕਬਹੂ ਹੋਇ ਬਹੈ ਬਡ ਰਾਜਾ ॥ ક્યારેક મોટો રાજા બની બેસે છે
ਕਬਹੁ ਭੇਖਾਰੀ ਨੀਚ ਕਾ ਸਾਜਾ ॥ ક્યારેક એક નીચી જાતિના ભિખારીનો વેશ ધરી લે છે
ਕਬਹੂ ਅਪਕੀਰਤਿ ਮਹਿ ਆਵੈ ॥ ક્યારેક બદનામ કરાવે છે
ਕਬਹੂ ਭਲਾ ਭਲਾ ਕਹਾਵੈ ॥ ક્યારેક પોતાના વખાણ કરાવે છે
ਜਿਉ ਪ੍ਰਭੁ ਰਾਖੈ ਤਿਵ ਹੀ ਰਹੈ ॥ જીવ તેવી જ રીતે જીવન વ્યતીત કરે છે જેમ પ્રભુ કરાવે છે
ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ਨਾਨਕ ਸਚੁ ਕਹੈ ॥੬॥ હે નાનક !કોઈ વિરલા મનુષ્ય ગુરુની કૃપાથી પ્રભુનું સ્મરણ કરે છે ।।૬।।
ਕਬਹੂ ਹੋਇ ਪੰਡਿਤੁ ਕਰੇ ਬਖ੍ਯ੍ਯਾਨੁ ॥ સર્વ વ્યાપી પ્રભુ ક્યારેક પંડિત બનીને બીજા ને ઉપદેશ કરી રહ્યો હોય છે
ਕਬਹੂ ਮੋਨਿਧਾਰੀ ਲਾਵੈ ਧਿਆਨੁ ॥ ક્યારેક મૌની સાધુ બનીને સમાધિ લગાડીને બેઠો હોય છે
ਕਬਹੂ ਤਟ ਤੀਰਥ ਇਸਨਾਨ ॥ ક્યારેક તીર્થના કિનારે સ્નાન કરી રહ્યો હોય છે
ਕਬਹੂ ਸਿਧ ਸਾਧਿਕ ਮੁਖਿ ਗਿਆਨ ॥ ક્યારેક સિધ્ધો અને સાધક ના રૂપમાં મોઢાથી જ્ઞાનની વાતો કરે છે
ਕਬਹੂ ਕੀਟ ਹਸਤਿ ਪਤੰਗ ਹੋਇ ਜੀਆ ॥ ક્યારેક કીડી, હાથી, પતંગિયું એવા જીવ બનીને રહે છે
ਅਨਿਕ ਜੋਨਿ ਭਰਮੈ ਭਰਮੀਆ ॥ પોતે જ પરમાત્મા એ ભ્રમમાં નાખેલા કેટલીય યોનિઓમાં ભટકે છે


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top