Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-272

Page 272

ਨਾਨਕ ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਸਫਲ ਜਨੰਮ ॥੫॥ હે નાનક! સાધુની સંગતમાં રહીનેમાનવ જન્મ નું ફળ મળી જાય છે ।।૫।।
ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਨਹੀ ਕਛੁ ਘਾਲ ॥ સાધુ-સંતો ની સંગતિ માં રહીને તપ વગેરે માં તપવાની આવશ્યકતા નથી રહેતી
ਦਰਸਨੁ ਭੇਟਤ ਹੋਤ ਨਿਹਾਲ ॥ કારણ કે તેમના દર્શન કરીને હૃદય ખીલી જાય છે
ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਕਲੂਖਤ ਹਰੈ ॥ ગુરુ ચરણોની સંગતિ માં મનુષ્ય પોતે પોતાના પાપોનો નાશ કરી લે છે
ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਨਰਕ ਪਰਹਰੈ ॥ સંતો ની સંગતિ માં આવી રીતે નર્કમાં જવાથી બચી જાય છે
ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਈਹਾ ਊਹਾ ਸੁਹੇਲਾ ॥ સંતો ની સંગતિ માં રહીને મનુષ્ય ની ઈચ્છાખતમ થઇ જાય છે એવું નથી
ਸਾਧਸੰਗਿ ਬਿਛੁਰਤ ਹਰਿ ਮੇਲਾ ॥ ગુરુ ચરણોની સંગતિ માં તે જે ઇચ્છા કરે છે તે તેને મળી જાય છે
ਜੋ ਇਛੈ ਸੋਈ ਫਲੁ ਪਾਵੈ ॥ સંતો ની સંગતિ માં રહીને મનુષ્ય આ લોકમાં પણ અને પરલોકમાં પણ સુખી થઈ જાય છે
ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਨ ਬਿਰਥਾ ਜਾਵੈ ॥ અને પ્રભુ થી અલગ થઈને તેમાં જ સમાઈ જાય છે
ਪਾਰਬ੍ਰਹਮੁ ਸਾਧ ਰਿਦ ਬਸੈ ॥ અકાલ પુરખ સંત જનોના હૃદયમાં વસે છે
ਨਾਨਕ ਉਧਰੈ ਸਾਧ ਸੁਨਿ ਰਸੈ ॥੬॥ હે નાનક! મનુષ્ય સાધુ જનોના ઉપદેશ સાંભળીને વિકારોથી બચી જાય છે ।।૬।।
ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਸੁਨਉ ਹਰਿ ਨਾਉ ॥ હું ગુરુચરણની સંગતિ માં રહીનેપ્રભુનું નામ સાંભળું
ਸਾਧਸੰਗਿ ਹਰਿ ਕੇ ਗੁਨ ਗਾਉ ॥ ગુરુચરણની સંગતિ માં પ્રભુના ગુણ ગાઉં આ મારી કામના છે
ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਨ ਮਨ ਤੇ ਬਿਸਰੈ ॥ સંતો ની સંગતિ માં રહીને પ્રભુ મનથી ભુલાતા નથી
ਸਾਧਸੰਗਿ ਸਰਪਰ ਨਿਸਤਰੈ ॥ સાધુ-સંતો ની સંગતિ માં મનુષ્ય વિકારોથી બચીને નીકળી જાય છે
ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਲਗੈ ਪ੍ਰਭੁ ਮੀਠਾ ॥ ભલા લોકોની સંગત માં રહેવાથી પ્રભુ પ્યારા લાગવા માંડે છે
ਸਾਧੂ ਕੈ ਸੰਗਿ ਘਟਿ ਘਟਿ ਡੀਠਾ ॥ સાધુ-સંતો ની સંગતિ માં દરેક શરીરમાં તે જ દેખાઈ દેવા લાગે છે
ਸਾਧਸੰਗਿ ਭਏ ਆਗਿਆਕਾਰੀ ॥ સાધુ સંગતિ કરવાથીઆપણે પ્રભુના આજ્ઞાકારી બની જઈએ છીએ
ਸਾਧਸੰਗਿ ਗਤਿ ਭਈ ਹਮਾਰੀ ॥ સાધુ સંગતિ કરવાથી આપણી આત્મિક અવસ્થા સુધરી જાય છે
ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਮਿਟੇ ਸਭਿ ਰੋਗ ॥ સંત જનોની સોબતમાં વિકાર અને બીજા બધા રોગ મટી જાય છે
ਨਾਨਕ ਸਾਧ ਭੇਟੇ ਸੰਜੋਗ ॥੭॥ હે નાનક! ઘણાં ભાગ્યથી સાધુ ની સંગતિ મળે છે ।।૭।।
ਸਾਧ ਕੀ ਮਹਿਮਾ ਬੇਦ ਨ ਜਾਨਹਿ ॥ સાધુ ની મહિમા વેદ પણ નથી જાણતા
ਜੇਤਾ ਸੁਨਹਿ ਤੇਤਾ ਬਖਿਆਨਹਿ ॥ તે જેટલું સાંભળે છે એટલું જ બયાન કરે છે પણ સાધુની મહિમા વર્ણન ની બહાર છે
ਸਾਧ ਕੀ ਉਪਮਾ ਤਿਹੁ ਗੁਣ ਤੇ ਦੂਰਿ ॥ સાધુ ની સમાનતા ત્રણ ગુણોથી ઉપર છે
ਸਾਧ ਕੀ ਉਪਮਾ ਰਹੀ ਭਰਪੂਰਿ ॥ સાધુ ની સમાનતા તે પ્રભુની સાથે જ થઈ શકે જે સર્વવ્યાપક છે
ਸਾਧ ਕੀ ਸੋਭਾ ਕਾ ਨਾਹੀ ਅੰਤ ॥ સાધુ ની શોભા નો અંદાજ લગાવી ન શકાય સદાય
ਸਾਧ ਕੀ ਸੋਭਾ ਸਦਾ ਬੇਅੰਤ ॥ તે અનંત છે તેને અનંત જ કહી શકીએ
ਸਾਧ ਕੀ ਸੋਭਾ ਊਚ ਤੇ ਊਚੀ ॥ સાધુ ની શોભાતો બધાંની શોભાથી ખૂબ જ ઊંચી છે
ਸਾਧ ਕੀ ਸੋਭਾ ਮੂਚ ਤੇ ਮੂਚੀ ॥ સાધુ ની શોભાતો બધાંની શોભાથી ખુબજ મોટી છે
ਸਾਧ ਕੀ ਸੋਭਾ ਸਾਧ ਬਨਿ ਆਈ ॥ સાધુ ની શોભા સાધુ ઉપર જ સારી લાગે છે
ਨਾਨਕ ਸਾਧ ਪ੍ਰਭ ਭੇਦੁ ਨ ਭਾਈ ॥੮॥੭॥ હે નાનક! હે ભાઈ! સાધુ અને પ્રભુમાં કોઈ જ ફરક નથી ।।૮।।૭।।
ਸਲੋਕੁ ॥ શ્લોક ।।
ਮਨਿ ਸਾਚਾ ਮੁਖਿ ਸਾਚਾ ਸੋਇ ॥ જે મનુષ્યના મનમાં સદા સ્થિર રહેવાવાળા પ્રભુ વસે છે જે મોઢાથી પણ તે પ્રભુને જ જંપે છે
ਅਵਰੁ ਨ ਪੇਖੈ ਏਕਸੁ ਬਿਨੁ ਕੋਇ ॥ જે મનુષ્ય એક અકાલ પુરખ સિવાયક્યાંય પણ કોઈને પણ નથી જોતો
ਨਾਨਕ ਇਹ ਲਛਣ ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਹੋਇ ॥੧॥ હે નાનક! તે મનુષ્ય આ ગુણોને કારણે બ્રહ્મજ્ઞાની થઈ જાય છે ।।૧।।
ਅਸਟਪਦੀ ॥ અષ્ટપદી ।।
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਸਦਾ ਨਿਰਲੇਪ ॥ બ્રહ્મજ્ઞાની મનુષ્ય વિકારો થી સદાય બેદાગ રહે છે
ਜੈਸੇ ਜਲ ਮਹਿ ਕਮਲ ਅਲੇਪ ॥ જેવી રીતે પાણીમાં ડૂબેલું કમળનું ફૂલ કીચડ થી સાફ રહે છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਸਦਾ ਨਿਰਦੋਖ ॥ તેવી રીતે બ્રહ્મજ્ઞાની મનુષ્ય બધાં પાપો ને જલાવી દે છે પાપો થી બચીને રહે છે
ਜੈਸੇ ਸੂਰੁ ਸਰਬ ਕਉ ਸੋਖ ॥ જેવી રીતે સૂર્ય બધા જ રસોને સૂકવી નાખે છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕੈ ਦ੍ਰਿਸਟਿ ਸਮਾਨਿ ॥ તેવી જ રીતે બ્રહ્મજ્ઞાની ની નજર બધા માટેએક જ જેવી હોય છે કોઈ સારું કહે અથવા ખરાબ
ਜੈਸੇ ਰਾਜ ਰੰਕ ਕਉ ਲਾਗੈ ਤੁਲਿ ਪਵਾਨ ॥ જેવી રીતે હવા રાજા અને કંગાળ બંને માટે એક જ જેવી હોય છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕੈ ਧੀਰਜੁ ਏਕ ॥ બ્રહ્મજ્ઞાની મનુષ્યમાં એક તાર જ કાયમ રહે છે
ਜਿਉ ਬਸੁਧਾ ਕੋਊ ਖੋਦੈ ਕੋਊ ਚੰਦਨ ਲੇਪ ॥ જેવી રીતે ધરતીને કોઈ ખોદે છે કોઈ ચંદનનો લેપ કરે છે પણ ધરતી ને તેનાથી કોઇ જ ફરક નથી પડતો
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕਾ ਇਹੈ ਗੁਨਾਉ ॥ તેવી રીતે બ્રહ્મજ્ઞાની મનુષ્યનું પણ એવું જ છે
ਨਾਨਕ ਜਿਉ ਪਾਵਕ ਕਾ ਸਹਜ ਸੁਭਾਉ ॥੧॥ હે નાનક! જેમ આગ નો કુદરતી સ્વભાવદરેક વસ્તુનો મેલ બાળી નાખવાનો છે ।।૧।।
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਨਿਰਮਲ ਤੇ ਨਿਰਮਲਾ ॥ બ્રહ્મજ્ઞાની મનુષ્ય પણઅંદરથી મહા નિર્મળ થઈ જાય છે
ਜੈਸੇ ਮੈਲੁ ਨ ਲਾਗੈ ਜਲਾ ॥ જેવી રીતે પાણી મેલું નથી રહી શકતું તે બાષ્પ બનીને ફરીથી સાફ અને સાફ થતું રહે છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕੈ ਮਨਿ ਹੋਇ ਪ੍ਰਗਾਸੁ ॥ તેવી રીતેબ્રહ્મજ્ઞાની ના મનમાં પણ એક રોશની થઈ જાય છેકે પ્રભુ બધી જગ્યાએ મોજુદ છે
ਜੈਸੇ ਧਰ ਊਪਰਿ ਆਕਾਸੁ ॥ જેવી રીતે ધરતીની ઉપર આકાશ બધી જગ્યાએ વ્યાપ્ત છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕੈ ਮਿਤ੍ਰ ਸਤ੍ਰੁ ਸਮਾਨਿ ॥ બ્રહ્મજ્ઞાની ને માટે સજ્જન અને વેરી એક જ જેવા બની જાય છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕੈ ਨਾਹੀ ਅਭਿਮਾਨ ॥ તેની અંદર અહંકાર નથી કે આપણે ખરાબ ની સાથે ખરાબ અને સારાં ની સાથે સારો વ્યવહાર કરીએ અથવા હર્ષ અને શોક પણ તેની અંદર નથી રહેતો
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਊਚ ਤੇ ਊਚਾ ॥ બ્રહ્મજ્ઞાની આત્મિક અવસ્થામાં સૌથી ઊંચો છે
ਮਨਿ ਅਪਨੈ ਹੈ ਸਭ ਤੇ ਨੀਚਾ ॥ અને પોતાના મનમાંપોતાની જાતને સૌથી નીચો જાણે છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਸੇ ਜਨ ਭਏ ॥ તે મનુષ્ય બ્રહ્મજ્ઞાની બની જાય છે
ਨਾਨਕ ਜਿਨ ਪ੍ਰਭੁ ਆਪਿ ਕਰੇਇ ॥੨॥ હે નાનક! જેને પ્રભુ ખુદ બ્રહ્મજ્ઞાની બનાવે છે ।।૨।।
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਸਗਲ ਕੀ ਰੀਨਾ ॥ બ્રહ્મજ્ઞાની મનુષ્ય બધાનાં જ પગની રાખ જેવો થઇને રહે છે
ਆਤਮ ਰਸੁ ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਚੀਨਾ ॥ બ્રહ્મજ્ઞાની એ આત્મિક આનંદ ઓળખી લીધો છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਕੀ ਸਭ ਊਪਰਿ ਮਇਆ ॥ બ્રહ્મજ્ઞાની બધાં જ ઉપર ખુશ રહે છે
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਤੇ ਕਛੁ ਬੁਰਾ ਨ ਭਇਆ ॥ અને તે કોઈપણ બુરા કામ નથી કરતો
ਬ੍ਰਹਮ ਗਿਆਨੀ ਸਦਾ ਸਮਦਰਸੀ ॥ બ્રહ્મજ્ઞાની સદા બધી તરફ એક જ જેવી નજરથી જુએ છે


© 2017 SGGS ONLINE
Scroll to Top