Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-250

Page 250

ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપા થી પ્રાપ્ત થાય છે ॥
ਗਉੜੀ ਬਾਵਨ ਅਖਰੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ બાવન અક્ષરવાળો મહેલ ૫ ॥
ਸਲੋਕੁ ॥ શ્લોક ॥
ਗੁਰਦੇਵ ਮਾਤਾ ਗੁਰਦੇਵ ਪਿਤਾ ਗੁਰਦੇਵ ਸੁਆਮੀ ਪਰਮੇਸੁਰਾ ॥ ગુરુ જ માતા છે ગુરુ જ પિતા છે ગુરુ જ આધ્યાત્મિક જન્મ દેવાવાળો છે ગુરુ માલિક પ્રભુનું રૂપ છે
ਗੁਰਦੇਵ ਸਖਾ ਅਗਿਆਨ ਭੰਜਨੁ ਗੁਰਦੇਵ ਬੰਧਿਪ ਸਹੋਦਰਾ ॥ ગુરુ માયાના મોહનો અંધકારનો નાશ કરવાવાળો મિત્ર છે ગુરુ જ સંબંધી અને ભાઈ છે
ਗੁਰਦੇਵ ਦਾਤਾ ਹਰਿ ਨਾਮੁ ਉਪਦੇਸੈ ਗੁਰਦੇਵ ਮੰਤੁ ਨਿਰੋਧਰਾ ॥ ગુરુ વાસ્તવિક દાતા છે જે પ્રભુ ના નામનો ઉપદેશ આપે છે ગુરુ નો ઉપદેશ એવો છે કે જેની અસર ખોઈ નથી શકાતી
ਗੁਰਦੇਵ ਸਾਂਤਿ ਸਤਿ ਬੁਧਿ ਮੂਰਤਿ ਗੁਰਦੇਵ ਪਾਰਸ ਪਰਸ ਪਰਾ ॥ ગુરુ શાંતિ સત્ય અને બુદ્ધિનું સ્વરૂપ છે ગુરુ એક એવો પારસ છે જેનો છેડો પારસના છેડા થી શ્રેષ્ઠ છે
ਗੁਰਦੇਵ ਤੀਰਥੁ ਅੰਮ੍ਰਿਤ ਸਰੋਵਰੁ ਗੁਰ ਗਿਆਨ ਮਜਨੁ ਅਪਰੰਪਰਾ ॥ ગુરુ સાચો તીર્થ છે અમૃતનું સરોવર છે ગુરુ જ્ઞાન જળ નું સ્નાન બધા તીર્થોના સ્નાનથી શ્રેષ્ઠ છે
ਗੁਰਦੇਵ ਕਰਤਾ ਸਭਿ ਪਾਪ ਹਰਤਾ ਗੁਰਦੇਵ ਪਤਿਤ ਪਵਿਤ ਕਰਾ ॥ ગુરુ કર્તારનું રૂપ છે બધાં પાપોને દૂર કરવા વાળા છે
ਗੁਰਦੇਵ ਆਦਿ ਜੁਗਾਦਿ ਜੁਗੁ ਜੁਗੁ ਗੁਰਦੇਵ ਮੰਤੁ ਹਰਿ ਜਪਿ ਉਧਰਾ ॥ ગુરુ વિકારી લોકોના હૃદયને પવિત્ર કરવા વાળા છે જ્યારથી જગત બન્યું છે ગુરુ પહેલેથી જ દરેક યુગમાં પરમાત્માના નામના ઉપદેશનું દાન કરે છે
ਗੁਰਦੇਵ ਸੰਗਤਿ ਪ੍ਰਭ ਮੇਲਿ ਕਰਿ ਕਿਰਪਾ ਹਮ ਮੂੜ ਪਾਪੀ ਜਿਤੁ ਲਗਿ ਤਰਾ ॥ ગુરુ એ આપેલાં હરિનામ મંત્ર જપથી સંસાર સમુદ્ર ના વિકારો ને પાર નીકળી જવાય છે હે પ્રભુ! કૃપા કરીને ગુરુની સંગતિ આપ જેથી કરીને અમે મૂર્ખ પાપી તેની સંગતમાં રહીને તરી જઈએ
ਗੁਰਦੇਵ ਸਤਿਗੁਰੁ ਪਾਰਬ੍ਰਹਮੁ ਪਰਮੇਸਰੁ ਗੁਰਦੇਵ ਨਾਨਕ ਹਰਿ ਨਮਸਕਰਾ ॥੧॥ ગુરુ પરમેશ્વર પરબ્રહ્મ નું રૂપ છે હે નાનક! હરિ નું રૂપ ગુરુને હંમેશા નમસ્કાર કરવા જોઈએ ॥૧॥
ਸਲੋਕੁ ॥ શ્લોક ॥
ਆਪਹਿ ਕੀਆ ਕਰਾਇਆ ਆਪਹਿ ਕਰਨੈ ਜੋਗੁ ॥ આખા જગતની રચના પ્રભુ એ પોતે જ કરી છે અને તે પોતે જ કરવાની સામર્થ્ય વાળો છે
ਨਾਨਕ ਏਕੋ ਰਵਿ ਰਹਿਆ ਦੂਸਰ ਹੋਆ ਨ ਹੋਗੁ ॥੧॥ હે નાનક! તમે જ આખા જગતમાં વ્યાપક છો તમારા વગર કોઈ બીજો નથી ॥૧॥
ਪਉੜੀ ॥ પગથિયું ॥
ਓਅੰ ਸਾਧ ਸਤਿਗੁਰ ਨਮਸਕਾਰੰ ॥ અમારા તે નિરંકાર ને નમસ્કાર છે જે પોતે જ ગુરુ રૂપ ધારણ કરે છે
ਆਦਿ ਮਧਿ ਅੰਤਿ ਨਿਰੰਕਾਰੰ ॥ જે જગતના આરંભમાં પણ પોતે જ હતા, અત્યારે પણ પોતે જ હતા અને જગતના અંત માં પણ પોતે જ રહેશે
ਆਪਹਿ ਸੁੰਨ ਆਪਹਿ ਸੁਖ ਆਸਨ ॥ જયારે જગતની હસ્તી નથી હોતી નાનું એકલ-સ્વરૂપ પણ તે પોતે જ હોય છે
ਆਪਹਿ ਸੁਨਤ ਆਪ ਹੀ ਜਾਸਨ ॥ પોતે જ સૂક્ષ્મ-રૂપમાં ટકેલો હોય છે ત્યારે પોતાની શોભા સાંભળવા વાળા પણ પોતે જ હોય છે
ਆਪਨ ਆਪੁ ਆਪਹਿ ਉਪਾਇਓ ॥ પોતાને દેખાતા સ્વરૂપમાં લાવવા વાળા પણ પોતે જ છે
ਆਪਹਿ ਬਾਪ ਆਪ ਹੀ ਮਾਇਓ ॥ પોતે જ પોતાની માતા છે અને પોતે જ પોતાની માતા છે
ਆਪਹਿ ਸੂਖਮ ਆਪਹਿ ਅਸਥੂਲਾ ॥ અનદેખાતા અને દેખાતા સ્વરૂપવાળા પોતે જ છે
ਲਖੀ ਨ ਜਾਈ ਨਾਨਕ ਲੀਲਾ ॥੧॥ હે નાનક! પરમાત્માની આ જગત રચના વાળી રમત વ્યક્ત કરી સકાતી નથી ॥૧॥
ਕਰਿ ਕਿਰਪਾ ਪ੍ਰਭ ਦੀਨ ਦਇਆਲਾ ॥ હે ગરીબો પર દયા કરવા વાળા પ્રભુ મારી ઉપર કૃપા કર
ਤੇਰੇ ਸੰਤਨ ਕੀ ਮਨੁ ਹੋਇ ਰਵਾਲਾ ॥ ਰਹਾਉ ॥ મારું મન તારા સંત જનોની ચરણોની ધૂળ બની રહે ॥ વિરામ॥
ਸਲੋਕੁ ॥ શ્લોક ॥
ਨਿਰੰਕਾਰ ਆਕਾਰ ਆਪਿ ਨਿਰਗੁਨ ਸਰਗੁਨ ਏਕ ॥ આકાર રહિત પરમાત્મા પોતે જ જગત આકાર બનાવે છે તે પોતે જ નિરંકાર રૂપમાં માયાના ત્રણેય સ્વભાવથી ઉપર છે અને જગત રચના રચીને માયા ના ત્રણેય ગુણ વાળો થઈ જાય છે
ਏਕਹਿ ਏਕ ਬਖਾਨਨੋ ਨਾਨਕ ਏਕ ਅਨੇਕ ॥੧॥ હે નાનક! પ્રભુ પોતાના એક સ્વરૂપથી અનેક રૂપ બનાવી લે છે પરંતુ, તે અનેક રૂપ તેનાથી અલગ નથી તે જ કહી શકાય છે કે તે એક પોતે જ પોતે છે ॥૧॥
ਪਉੜੀ ॥ પગથિયું ॥
ਓਅੰ ਗੁਰਮੁਖਿ ਕੀਓ ਅਕਾਰਾ ॥ ગુરુમુખ બનવા માટે પ્રભુએ જગતની રચના કરી છે
ਏਕਹਿ ਸੂਤਿ ਪਰੋਵਨਹਾਰਾ ॥ બધા જીવજંતુઓને પોતાના એક જ હું હુકમ રૂપી દોરા ની અંદર પરોવીને રાખવા માટે તે સમર્થ છે
ਭਿੰਨ ਭਿੰਨ ਤ੍ਰੈ ਗੁਣ ਬਿਸਥਾਰੰ ॥ માયાના ત્રણેય રૂપને અલગ અલગ વિસ્તાર આપ્યો છે
ਨਿਰਗੁਨ ਤੇ ਸਰਗੁਨ ਦ੍ਰਿਸਟਾਰੰ ॥ પ્રભુએ પોતાના અદ્રશ્ય રૂપથી દ્રશ્યમાન જગત રચ્યું છે
ਸਗਲ ਭਾਤਿ ਕਰਿ ਕਰਹਿ ਉਪਾਇਓ ॥ હે પ્રભુ! તેં અનેક પ્રકારના જગતની ઉત્પત્તિ કરી છે
ਜਨਮ ਮਰਨ ਮਨ ਮੋਹੁ ਬਢਾਇਓ ॥ જન્મ-મરણ નું મૂળ, જીવના મનના મોહ પણ તેં જ વધાર્યો છે
ਦੁਹੂ ਭਾਤਿ ਤੇ ਆਪਿ ਨਿਰਾਰਾ ॥ પણ તું પોતે આ જન્મ-મરણ થી અલગ છે
ਨਾਨਕ ਅੰਤੁ ਨ ਪਾਰਾਵਾਰਾ ॥੨॥ હે નાનક! પ્રભુનો આ પારથી પેલે પારનો અંત મેળવી શકતો નથી ॥૨॥
ਸਲੋਕੁ ॥ શ્લોક॥
ਸੇਈ ਸਾਹ ਭਗਵੰਤ ਸੇ ਸਚੁ ਸੰਪੈ ਹਰਿ ਰਾਸਿ ॥ જીવ જગત માં હરિનામનો વેપાર કરવા માટે આવ્યો છે જેની પાસે પરમાત્માનું નામધન છે હરિનું નામ ની પૂંજી છે તે શાહુકાર છે તે ધનવાન છે
ਨਾਨਕ ਸਚੁ ਸੁਚਿ ਪਾਈਐ ਤਿਹ ਸੰਤਨ ਕੈ ਪਾਸਿ ॥੧॥ હે નાનક! એવા સંત જનો થી જ નામ ધન અને આધ્યાત્મિક પવિત્રતા પ્રાપ્ત થાય છે ॥૧॥
ਪਵੜੀ ॥ પગથિયું ॥
ਸਸਾ ਸਤਿ ਸਤਿ ਸਤਿ ਸੋਊ ॥ તે પરમાત્મા શાશ્વત છે અને હંમેશા સ્થિર રહેવા વાળો છે.
ਸਤਿ ਪੁਰਖ ਤੇ ਭਿੰਨ ਨ ਕੋਊ ॥ તે હંમેશા સ્થિર વ્યાપક પ્રભુ થી અલગ હસ્તિ વાળો બીજો કોઈ નથી
ਸੋਊ ਸਰਨਿ ਪਰੈ ਜਿਹ ਪਾਯੰ ॥ જે મનુષ્ય ને પ્રભુ પોતાની શરણમાં લે છે તે તેની શરણમાં આવે છે
ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਗੁਨ ਗਾਇ ਸੁਨਾਯੰ ॥ તે મનુષ્ય પ્રભુનું સ્મરણ કરીને તેની મહિમા કરીને અને લોકોને પણ સંભળાવે છે
ਸੰਸੈ ਭਰਮੁ ਨਹੀ ਕਛੁ ਬਿਆਪਤ ॥ કોઈ સંશય ડર અને ભટકાવ તે મનુષ્ય પર પોતાનું જોરનાખી શકતું નથી કારણ કે તેને બધી જ જગ્યાએ પ્રભુ જ પ્રભુ દેખાય છે
ਪ੍ਰਗਟ ਪ੍ਰਤਾਪੁ ਤਾਹੂ ਕੋ ਜਾਪਤ ॥ તેને બધી જગ્યાએ પ્રભુ નો જ પ્રતાપ પ્રત્યક્ષ દેખાય છે
ਸੋ ਸਾਧੂ ਇਹ ਪਹੁਚਨਹਾਰਾ ॥ જે મનુષ્ય આ આધ્યાત્મિકઅવસ્થા પર પહોંચી જાય છે તેને સાધુ સમજો
ਨਾਨਕ ਤਾ ਕੈ ਸਦ ਬਲਿਹਾਰਾ ॥੩॥ હે નાનક! હું તેના ઉપર કુરબાન જાઉં છું ॥૩॥
ਸਲੋਕੁ ॥ શ્લોક
ਧਨੁ ਧਨੁ ਕਹਾ ਪੁਕਾਰਤੇ ਮਾਇਆ ਮੋਹ ਸਭ ਕੂਰ ॥ તમે દુન્યવી સંપત્તિ માટે કેમ રડો છો? માયા પ્રત્યેની આ બધી ભાવનાશીલતા ખોટી છે


© 2017 SGGS ONLINE
Scroll to Top