Gujarati Page 251

ਨਾਮ ਬਿਹੂਨੇ ਨਾਨਕਾ ਹੋਤ ਜਾਤ ਸਭੁ ਧੂਰ ॥੧॥

હે નાનક! નામથી વંચિત રહીને આખુંય જગત વ્યર્થ જીવન વિતાવી દે છે ॥૧॥

ਪਵੜੀ ॥

પગથિયું ॥

ਧਧਾ ਧੂਰਿ ਪੁਨੀਤ ਤੇਰੇ ਜਨੂਆ ॥

હે પ્રભુ તારા સેવકોના ચરણોની ધૂળ પવિત્ર કરવાવાળી હોય છે

ਧਨਿ ਤੇਊ ਜਿਹ ਰੁਚ ਇਆ ਮਨੂਆ ॥

તે લોકો ભાગ્યશાળી છે જેના મનમાં આ ધૂળની તમન્ના છે

ਧਨੁ ਨਹੀ ਬਾਛਹਿ ਸੁਰਗ ਨ ਆਛਹਿ ॥

એવાં મનુષ્ય આ ચરણ ધૂળ ના મુકાબલામાં દુનિયા વાળા ધનને નથી માંગતા નથી ઈચ્છતાં

તેઓ સ્વર્ગની પણ ઈચ્છા નથી રાખતા

ਅਤਿ ਪ੍ਰਿਅ ਪ੍ਰੀਤਿ ਸਾਧ ਰਜ ਰਾਚਹਿ ॥

તે તો પોતાના અતિશય પ્યારા પ્રભુ પ્રીતિમાં ગુરૂમુખવાણીની ચરણ ધૂળમાં જ મસ્ત રહે છે

ਧੰਧੇ ਕਹਾ ਬਿਆਪਹਿ ਤਾਹੂ ॥

માયાના કોઈ જંજાળ તેની ઉપર જોર નથી લગાડી શકતા

ਜੋ ਏਕ ਛਾਡਿ ਅਨ ਕਤਹਿ ਨ ਜਾਹੂ ॥

 જે મનુષ્ય એક પરમાત્માનો આસરો છોડીને કોઈ બીજી તરફ જતા નથી

ਜਾ ਕੈ ਹੀਐ ਦੀਓ ਪ੍ਰਭ ਨਾਮ ॥

પ્રભુએ જેના હૃદયમાં પોતાનું નામ વસાવી દીધું

ਨਾਨਕ ਸਾਧ ਪੂਰਨ ਭਗਵਾਨ ॥੪॥

હે નાનક! તે ભગવાનના રૂપમાં સંપૂર્ણ સંત છે ॥૪॥

ਸਲੋਕ ॥

શ્લોક॥

ਅਨਿਕ ਭੇਖ ਅਰੁ ਙਿਆਨ ਧਿਆਨ ਮਨਹਠਿ ਮਿਲਿਅਉ ਨ ਕੋਇ ॥

અનેક ધાર્મિક વેષ ધારણ કરીને ધર્મચર્ચા કરવાથી મનની હઠથી સમાધિ લગાડવાથી કોઈ મનુષ્ય પરમાત્માને મળી શકતો નથી

ਕਹੁ ਨਾਨਕ ਕਿਰਪਾ ਭਈ ਭਗਤੁ ਙਿਆਨੀ ਸੋਇ ॥੧॥

હે નાનક! જેના ઉપર પ્રભુની કૃપા હોય તે જ ભક્ત બની શકે છે તે જ પરમાત્માની સાથે ગાઢ સંધિ નાખી શકે છે ॥૧॥

ਪਉੜੀ ॥

પગથિયું॥

ਙੰਙਾ ਙਿਆਨੁ ਨਹੀ ਮੁਖ ਬਾਤਉ ॥

ફક્ત મોંઢાથી કહી ગયેલી વાતો થી પરમાત્માની સાથે ઓળખાણ થઈ શકતી નથી

ਅਨਿਕ ਜੁਗਤਿ ਸਾਸਤ੍ਰ ਕਰਿ ਭਾਤਉ ॥

 શાસ્ત્રોની અનેક પ્રકારની યુક્તિઓ ના ઉપયોગથી પરમાત્માની સાથે ઓળખાણ થઈ શકતી નથી

ਙਿਆਨੀ ਸੋਇ ਜਾ ਕੈ ਦ੍ਰਿੜ ਸੋਊ ॥

ફક્ત પ્રભુ મેળાપની વાતો કહેવા સાંભળવા થી પ્રભુ મેળાપ થઈ શકતો નથી

ਕਹਤ ਸੁਨਤ ਕਛੁ ਜੋਗੁ ਨ ਹੋਊ ॥

પરમાત્માની સાથે તે જ ઓળખાણ કરી શકે છે જેના હૃદયમાં પ્રભુનો પાક્કો નિવાસ બને છે

ਙਿਆਨੀ ਰਹਤ ਆਗਿਆ ਦ੍ਰਿੜੁ ਜਾ ਕੈ ॥

જેના હદયમાં પરમાત્માની મંજૂરી જ ટકી રહેલ છે તે વાસ્તવિક જ્ઞાની છે

ਉਸਨ ਸੀਤ ਸਮਸਰਿ ਸਭ ਤਾ ਕੈ ॥

તેને બધાં જ સુખ-દુઃખ એક સમાન લાગે છે

ਙਿਆਨੀ ਤਤੁ ਗੁਰਮੁਖਿ ਬੀਚਾਰੀ ॥

જે ગુરુ દ્વારા જગતનું મૂળ પ્રભુના ગુણો વિચારવાન બની જાય તેની સાથે પ્રભુનો મેળાપ થઈ જાય છે

ਨਾਨਕ ਜਾ ਕਉ ਕਿਰਪਾ ਧਾਰੀ ॥੫॥

હે નાનક! જે મનુષ્ય ઉપર પ્રભુ કૃપા કરે ॥૫॥

ਸਲੋਕੁ ॥

શ્લોક ॥

ਆਵਨ ਆਏ ਸ੍ਰਿਸਟਿ ਮਹਿ ਬਿਨੁ ਬੂਝੇ ਪਸੁ ਢੋਰ ॥

જગતમાં તે લોકોએ ફક્ત કહેવા માત્ર માટે મનુષ્ય જન્મ લીધો છે પણ જીવનનો સાચો રસ્તો સમજ્યા વગર તે પશુ જ જેવી જિંદગી પસાર કરે છે.

ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਸੋ ਬੁਝੈ ਜਾ ਕੈ ਭਾਗ ਮਥੋਰ ॥੧॥

હે નાનક! તે મનુષ્ય ગુરુ દ્વારા જીવનનો સાચો રસ્તો સમજી શકે છે જેના પૂર્વજન્મના સારા કર્મોના ભાગ્ય જાગી જાય ॥૧॥

ਪਉੜੀ ॥

પગથિયું ॥

ਯਾ ਜੁਗ ਮਹਿ ਏਕਹਿ ਕਉ ਆਇਆ ॥

મનુષ્ય આ જન્મમાં ફક્ત પરમાત્માનું સ્મરણ કરવા માટે જ જન્મ્યો છે

ਜਨਮਤ ਮੋਹਿਓ ਮੋਹਨੀ ਮਾਇਆ ॥

પણ જન્મતા જ આ જગતની માયા તેને છેતરી લે છે

ਗਰਭ ਕੁੰਟ ਮਹਿ ਉਰਧ ਤਪ ਕਰਤੇ ॥

આ સર્વ પ્રચલિત વિચાર છે કે જીવ માં ના પેટમાં ઊંધો લટકીને પરમાત્મા નું ભજન કરતો રહે છે

ਸਾਸਿ ਸਾਸਿ ਸਿਮਰਤ ਪ੍ਰਭੁ ਰਹਤੇ ॥

ત્યાં શ્વાસ શ્વાસ પ્રભુનું સ્મરણ કરતો રહે છે

ਉਰਝਿ ਪਰੇ ਜੋ ਛੋਡਿ ਛਡਾਨਾ ॥

પણ પ્રભુની માયા ગજબ છે કે જે માયાને આપણે અવશ્ય છોડીને જવાનું છે તેનાથી આખી જિંદગી ફસાઈને રહે છે

ਦੇਵਨਹਾਰੁ ਮਨਹਿ ਬਿਸਰਾਨਾ ॥

પણ પ્રભુ જે બધા જ પદાર્થો દેવાવાળો છે તેને મનથી ભુલાવી દે છે

ਧਾਰਹੁ ਕਿਰਪਾ ਜਿਸਹਿ ਗੁਸਾਈ ॥

હે નાનક! માલિક પ્રભુ જે મનુષ્યો ઉપર કૃપા કરે છે

ਇਤ ਉਤ ਨਾਨਕ ਤਿਸੁ ਬਿਸਰਹੁ ਨਾਹੀ ॥੬॥

તેના મનથી તો લોક પરલોક ક્યાંય પણ તું ભુલાતો નથી ॥૬॥

ਸਲੋਕੁ ॥

શ્લોક ॥

ਆਵਤ ਹੁਕਮਿ ਬਿਨਾਸ ਹੁਕਮਿ ਆਗਿਆ ਭਿੰਨ ਨ ਕੋਇ ॥

જીવ પ્રભુના હુકમમાં જન્મે છે અને હુકમમાં જ મરી જાય છે કોઈપણ જીવ પ્રભુ ના હુકમ થી અલગ થઈ શકતો નથી

ਆਵਨ ਜਾਨਾ ਤਿਹ ਮਿਟੈ ਨਾਨਕ ਜਿਹ ਮਨਿ ਸੋਇ ॥੧॥

હે નાનક! ફક્ત તે જીવ આ જન્મ મરણના ચક્કર સમાપ્ત કરી શકે છે જેના મનમાં પ્રભુનો વાસ છે ॥૧॥

ਪਉੜੀ ॥

પગથિયું ॥

ਏਊ ਜੀਅ ਬਹੁਤੁ ਗ੍ਰਭ ਵਾਸੇ ॥

આ જીવ અનેક યોનિઓમાં વાસ કરે છે

ਮੋਹ ਮਗਨ ਮੀਠ ਜੋਨਿ ਫਾਸੇ ॥

મીઠા મોહ ની અંદર મસ્ત થઈને યોનિઓના ચક્કરમાં ફસાઈ જાય છે

ਇਨਿ ਮਾਇਆ ਤ੍ਰੈ ਗੁਣ ਬਸਿ ਕੀਨੇ ॥

માયા જીવને પોતાના ત્રણ ગુણોમાં વશ કરીને રાખે છે

ਆਪਨ ਮੋਹ ਘਟੇ ਘਟਿ ਦੀਨੇ ॥

દરેક જીવના હૃદયમાં તેણે પોતાનો મોહ લગાડી દીધો છે

ਏ ਸਾਜਨ ਕਛੁ ਕਹਹੁ ਉਪਾਇਆ ॥

હે સજ્જન! કોઈ એવો ઇલાજ બતાવો

ਜਾ ਤੇ ਤਰਉ ਬਿਖਮ ਇਹ ਮਾਇਆ ॥

જેથી કરીને હું આ મુશ્કેલ માયા રૂપી સમુદ્ર પાર કરી શકું

ਕਰਿ ਕਿਰਪਾ ਸਤਸੰਗਿ ਮਿਲਾਏ ॥

પ્રભુ પોતાની કૃપા કરીને જે જીવ ને સત્સંગ આપે છે

ਨਾਨਕ ਤਾ ਕੈ ਨਿਕਟਿ ਨ ਮਾਏ ॥੭॥

હે નાનક! માયા તેની નજીક પણ ભટકી શકતી નથી ॥૭॥

ਸਲੋਕੁ ॥

શ્લોક ॥

ਕਿਰਤ ਕਮਾਵਨ ਸੁਭ ਅਸੁਭ ਕੀਨੇ ਤਿਨਿ ਪ੍ਰਭਿ ਆਪਿ ॥

દરેક જીવમાં બેસીને બધાં સારા અને ખરાબ કાર્યો તે સ્વયં જ કરી રહ્યો છે પ્રભુ પોતે જ કરી રહ્યા છે

ਪਸੁ ਆਪਨ ਹਉ ਹਉ ਕਰੈ ਨਾਨਕ ਬਿਨੁ ਹਰਿ ਕਹਾ ਕਮਾਤਿ ॥੧॥

પણ હે નાનક! મૂર્ખ મનુષ્ય અભીમાન કરે છે કે હું કરું છું પ્રભુ ની પ્રેરણા વગર જીવ કાંઈ જ કરી શકતો નથી ॥૧॥

ਪਉੜੀ ॥

પગથિયું ॥

ਏਕਹਿ ਆਪਿ ਕਰਾਵਨਹਾਰਾ ॥

જીવ પાસે થી સારા અને ખરાબ કાર્ય કરવાવાળા પ્રભુ પોતે જ છે

ਆਪਹਿ ਪਾਪ ਪੁੰਨ ਬਿਸਥਾਰਾ ॥

તે પોતે જ સારાં ખરાબ કામનો ફેલાવો કરે છે

ਇਆ ਜੁਗ ਜਿਤੁ ਜਿਤੁ ਆਪਹਿ ਲਾਇਓ ॥

આ મનુષ્ય જન્મમાં જે જે તરફ પ્રભુ લગાડે છે તે તરફ જીવ જાય છે

ਸੋ ਸੋ ਪਾਇਓ ਜੁ ਆਪਿ ਦਿਵਾਇਓ ॥

તેની બુદ્ધિ પ્રભુ પોતે જ જીવોને આપે છે તે જ જીવ ગ્રહણ કરે છે

ਉਆ ਕਾ ਅੰਤੁ ਨ ਜਾਨੈ ਕੋਊ ॥

તે પ્રભુના ગુણો નો કોઈ અંત જાણી શકતા નથી

ਜੋ ਜੋ ਕਰੈ ਸੋਊ ਫੁਨਿ ਹੋਊ ॥

જગતમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે પ્રભુ પોતે કરી રહ્યા છે

ਏਕਹਿ ਤੇ ਸਗਲਾ ਬਿਸਥਾਰਾ ॥

હે નાનક! આખા જગત નો ફેલાવો તેણે સ્વયં ફેલાવ્યો છે

ਨਾਨਕ ਆਪਿ ਸਵਾਰਨਹਾਰਾ ॥੮॥

તે પોતે જ જીવોને સીધા રસ્તા ઉપર લાવવા વાળો છે ॥૮॥

ਸਲੋਕੁ ॥ 

શ્લોક

ਰਾਚਿ ਰਹੇ ਬਨਿਤਾ ਬਿਨੋਦ ਕੁਸਮ ਰੰਗ ਬਿਖ ਸੋਰ ॥

આપણે જીવ, સ્ત્રી વગેરે રંગ તમાશામાં મસ્ત થઈ રહી એ રહ્યા છીએ પણ આ માયા નો ફૂફકાર ક્ષણભંગુર છે

ਨਾਨਕ ਤਿਹ ਸਰਨੀ ਪਰਉ ਬਿਨਸਿ ਜਾਇ ਮੈ ਮੋਰ ॥੧॥

હે નાનક! હું તો તે પ્રભુની શરણમાં પડું છું જેની કૃપાથી અહંકાર અને મમતા દૂર થઈ જાય છે ॥૧॥