Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-899

Page 899

ਪੰਚ ਸਿੰਘ ਰਾਖੇ ਪ੍ਰਭਿ ਮਾਰਿ ॥ વાસના, ક્રોધ, મોહ, લોભ તેમજ અહંકાર રૂપી પાંચ સિંહને પ્રભુએ મારી નાખ્યા છે
ਦਸ ਬਿਘਿਆੜੀ ਲਈ ਨਿਵਾਰਿ ॥ દસ ઇન્દ્રિયો રુપી વરુનો પણ અંત કરી દીધો છે
ਤੀਨਿ ਆਵਰਤ ਕੀ ਚੂਕੀ ਘੇਰ ॥ માયાના રજ, તમ તેમજ સત્ય આ ત્રણ ગુણોની ભૂલભૂલૈયા પણ સમાપ્ત થઈ ગઈ છે
ਸਾਧਸੰਗਿ ਚੂਕੇ ਭੈ ਫੇਰ ॥੧॥ સાધુઓની સંગતિથી જન્મ-મરણના ચક્રનો ભય સમાપ્ત થઈ જાય છે ॥૧॥
ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਜੀਵਾ ਗੋਵਿੰਦ ॥ હું તો ગોવિંદનું સ્મરણ કરીને જ જીવન મેળવી રહ્યો છું
ਕਰਿ ਕਿਰਪਾ ਰਾਖਿਓ ਦਾਸੁ ਅਪਨਾ ਸਦਾ ਸਦਾ ਸਾਚਾ ਬਖਸਿੰਦ ॥੧॥ ਰਹਾਉ ॥ સાચા પ્રભુ હંમેશા ક્ષમાવાન છે તેને કૃપા કરીને પોતાના દાસોની રક્ષા કરી છે ॥૧॥વિરામ॥
ਦਾਝਿ ਗਏ ਤ੍ਰਿਣ ਪਾਪ ਸੁਮੇਰ ॥ પાપોનો સુમેરુ પર્વત ઘાસના તણખાની જેમ સળગીને રાખ થઈ ગયો છે
ਜਪਿ ਜਪਿ ਨਾਮੁ ਪੂਜੇ ਪ੍ਰਭ ਪੈਰ ॥ હું નામ જંપી-જપીને પ્રભુના ચરણોની પૂજા કરી રહ્યો છું
ਅਨਦ ਰੂਪ ਪ੍ਰਗਟਿਓ ਸਭ ਥਾਨਿ ॥ આનંદરૂપી પ્રભુ બધા સ્થાનોમાં પ્રગટ થઈ ગયા છે
ਪ੍ਰੇਮ ਭਗਤਿ ਜੋਰੀ ਸੁਖ ਮਾਨਿ ॥੨॥ પ્રેમ-ભક્તિમાં ધ્યાન લગાવીને સુખ ઉપલબ્ધ થઈ ગયું છે ॥૨॥
ਸਾਗਰੁ ਤਰਿਓ ਬਾਛਰ ਖੋਜ ॥ હું સંસાર સમુદ્રમાં આવી રીતે તરી ગયો છું જેમ સમુદ્ર પાણી થી ભરેલ વાછરડાના પગલાં હતો
ਖੇਦੁ ਨ ਪਾਇਓ ਨਹ ਫੁਨਿ ਰੋਜ ॥ હવે મને કોઈ દુઃખ તેમ ચિંતા નથી
ਸਿੰਧੁ ਸਮਾਇਓ ਘਟੁਕੇ ਮਾਹਿ ॥ હરિ રૂપી સમુદ્ર મારા હૃદય રૂપી માટલામાં સમાય ગયો છે
ਕਰਣਹਾਰ ਕਉ ਕਿਛੁ ਅਚਰਜੁ ਨਾਹਿ ॥੩॥ તે કરનાર પરમાત્મા માટે આ કોઈ અદભુત વાત નથી ॥૩॥
ਜਉ ਛੂਟਉ ਤਉ ਜਾਇ ਪਇਆਲ ॥ જો મારાથી પરમાત્માનો પાલવ છૂટી જાય તો પાતાળમાં પડું છું
ਜਉ ਕਾਢਿਓ ਤਉ ਨਦਰਿ ਨਿਹਾਲ ॥ પરંતુ જ્યારે તે મને બહાર કાઢી લે છે તો તેની કરુણા-દ્રષ્ટિથી આનંદિત થઈ જાઉં છું
ਪਾਪ ਪੁੰਨ ਹਮਰੈ ਵਸਿ ਨਾਹਿ ॥ પાપ-પુણ્ય કર્મ અમારા હાથમાં નથી
ਰਸਕਿ ਰਸਕਿ ਨਾਨਕ ਗੁਣ ਗਾਹਿ ॥੪॥੪੦॥੫੧॥ હે નાનક! ખુબ મજા લઈને પ્રભુનું જ ગુણગાન કરી રહ્યો છું ॥૪॥૪૦॥૫૧॥
ਰਾਮਕਲੀ ਮਹਲਾ ੫ ॥ રામકલી મહેલ ૫॥
ਨਾ ਤਨੁ ਤੇਰਾ ਨਾ ਮਨੁ ਤੋਹਿ ॥ હે પ્રાણી! ન આ શરીર તારું છે અને ન તો મન તારા વશમાં છે
ਮਾਇਆ ਮੋਹਿ ਬਿਆਪਿਆ ਧੋਹਿ ॥ તું મોહ-માયાના કારણે દગામાં ફસાયેલો છે
ਕੁਦਮ ਕਰੈ ਗਾਡਰ ਜਿਉ ਛੇਲ ॥ તું ઘેટાના બચ્ચાની જેમ રમતો રહે છે
ਅਚਿੰਤੁ ਜਾਲੁ ਕਾਲੁ ਚਕ੍ਰੁ ਪੇਲ ॥੧॥ અચાનક જ મૃત્યુના જાળમાં ફસાય જાય છે ॥૧॥
ਹਰਿ ਚਰਨ ਕਮਲ ਸਰਨਾਇ ਮਨਾ ॥ હે મન! પ્રભુના ચરણોની શરણ લો
ਰਾਮ ਨਾਮੁ ਜਪਿ ਸੰਗਿ ਸਹਾਈ ਗੁਰਮੁਖਿ ਪਾਵਹਿ ਸਾਚੁ ਧਨਾ ॥੧॥ ਰਹਾਉ ॥ રામ નામનું જાપ કરો જે તારો સાથી તેમજ સહાયક છે, ગુરુમુખ જ નામ રૂપી ધન પ્રાપ્ત કરે છે ॥૧॥વિરામ॥
ਊਨੇ ਕਾਜ ਨ ਹੋਵਤ ਪੂਰੇ ॥ મનુષ્યના અધૂરા કાર્ય પુરા થતી નથી
ਕਾਮਿ ਕ੍ਰੋਧਿ ਮਦਿ ਸਦ ਹੀ ਝੂਰੇ ॥ તે વાસના, ક્રોધના નશા માં હંમેશા પરેશાન રહે છે
ਕਰੈ ਬਿਕਾਰ ਜੀਅਰੇ ਕੈ ਤਾਈ ॥ તું પોતાના મન માટે અનેક પાપ કરતો રહે છે
ਗਾਫਲ ਸੰਗਿ ਨ ਤਸੂਆ ਜਾਈ ॥੨॥ હે બેદરકાર! તારી સાથે કઈ પણ જવાનું નથી ॥૨॥
ਧਰਤ ਧੋਹ ਅਨਿਕ ਛਲ ਜਾਨੈ ॥ તું લોકોની સાથે ખુબ છળ-કપટ તેમજ અનેક પ્રકારના દગા કરે છે
ਕਉਡੀ ਕਉਡੀ ਕਉ ਖਾਕੁ ਸਿਰਿ ਛਾਨੈ ॥ કોડી-કોડી માટે તું પોતાના માથા પર નિંદાની રાખ નાખે છે
ਜਿਨਿ ਦੀਆ ਤਿਸੈ ਨ ਚੇਤੈ ਮੂਲਿ ॥ જે પરમાત્મા એ અમૂલ્ય જીવન આપ્યું છે તેને તું જરા પણ યાદ કરતો નથી
ਮਿਥਿਆ ਲੋਭੁ ਨ ਉਤਰੈ ਸੂਲੁ ॥੩॥ અસત્ય લોભના કારણે તારી પીડા દૂર થતી નથી ॥૩॥
ਪਾਰਬ੍ਰਹਮ ਜਬ ਭਏ ਦਇਆਲ ॥ જ્યારે પરમાત્મા દયાળુ થઈ જાય છે તો
ਇਹੁ ਮਨੁ ਹੋਆ ਸਾਧ ਰਵਾਲ ॥ આ મન સાધુઓની ચરણ ધૂળ બની જાય છે
ਹਸਤ ਕਮਲ ਲੜਿ ਲੀਨੋ ਲਾਇ ॥ હે નાનક! પ્રભુ જ્યારે સુંદર હાથોથી પોતાની સાથે મેળવી લે છે
ਨਾਨਕ ਸਾਚੈ ਸਾਚਿ ਸਮਾਇ ॥੪॥੪੧॥੫੨॥ તો જીવ પરમ સત્યમાં જ જોડાય જાય છે ॥૪॥૪૧॥૫૨॥
ਰਾਮਕਲੀ ਮਹਲਾ ੫ ॥ રામકલી મહેલ ૫॥
ਰਾਜਾ ਰਾਮ ਕੀ ਸਰਣਾਇ ॥ જે પણ રામની શરણમાં આવ્યા છે
ਨਿਰਭਉ ਭਏ ਗੋਬਿੰਦ ਗੁਨ ਗਾਵਤ ਸਾਧਸੰਗਿ ਦੁਖੁ ਜਾਇ ॥੧॥ ਰਹਾਉ ॥ તે તેનું ગુણગાન કરીને નિર્ભય થઈ ગયા છે સાધુઓની સંગતિ કરવાથી દરેક પ્રકારના દુઃખ દૂર થઈ જાય છે ॥૧॥વિરામ॥
ਜਾ ਕੈ ਰਾਮੁ ਬਸੈ ਮਨ ਮਾਹੀ ॥ જેના મનમાં રામ સ્થિત થઈ જાય છે
ਸੋ ਜਨੁ ਦੁਤਰੁ ਪੇਖਤ ਨਾਹੀ ॥ તેને મુશ્કેલીઓથી પાર કરવાવાળો સંસાર-સમુદ્ર દેખાતો નથી
ਸਗਲੇ ਕਾਜ ਸਵਾਰੇ ਅਪਨੇ ॥ તેના બધા કાર્ય પૂર્ણ થઈ જાય છે
ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਰਸਨ ਨਿਤ ਜਪਨੇ ॥੧॥ જે પોતાની જીભથી હંમેશા હરિ-નામનું જ જાપ કરે છે ॥૧॥
ਜਿਸ ਕੈ ਮਸਤਕਿ ਹਾਥੁ ਗੁਰੁ ਧਰੈ ॥ જેના માથા પર ગુરુ પોતાનો આશીર્વાદનો હાથ રાખી દે છે
ਸੋ ਦਾਸੁ ਅਦੇਸਾ ਕਾਹੇ ਕਰੈ ॥ તે દાસને કોઈ વાતની ચિંતા રહેતી નથી
ਜਨਮ ਮਰਣ ਕੀ ਚੂਕੀ ਕਾਣਿ ॥ તેની જન્મ-મરણની ચિંતા સમાપ્ત થઈ જાય છે
ਪੂਰੇ ਗੁਰ ਊਪਰਿ ਕੁਰਬਾਣ ॥੨॥ તે સંપૂર્ણ ગુરુ પર બલિહાર જાય છે ॥૨॥
ਗੁਰੁ ਪਰਮੇਸਰੁ ਭੇਟਿ ਨਿਹਾਲ ॥ ગુરુ પરમાત્માથી મળીને મન આનંદિત થઈ જાય છે
ਸੋ ਦਰਸਨੁ ਪਾਏ ਜਿਸੁ ਹੋਇ ਦਇਆਲੁ ॥ તેને દર્શન તે જ પ્રાપ્ત કરે છે જેના પર તે દયાળુ થાય છે
ਪਾਰਬ੍ਰਹਮੁ ਜਿਸੁ ਕਿਰਪਾ ਕਰੈ ॥ પરમાત્મા જેના પર કૃપા કરે છે
ਸਾਧਸੰਗਿ ਸੋ ਭਵਜਲੁ ਤਰੈ ॥੩॥ તે સાધુઓની સંગતિ કરીને સંસાર સમુદ્રથી તરી જાય છે ॥૩॥
ਅੰਮ੍ਰਿਤੁ ਪੀਵਹੁ ਸਾਧ ਪਿਆਰੇ ॥ વ્હાલા સાધુઓ નામ અમૃતનું સેવન કરો
ਮੁਖ ਊਜਲ ਸਾਚੈ ਦਰਬਾਰੇ ॥ સત્યના દરબારમાં મુખ ઉજ્વલ થઈ જશે
ਅਨਦ ਕਰਹੁ ਤਜਿ ਸਗਲ ਬਿਕਾਰ ॥ બધા વિષય- વિકારોને ત્યાગીને આનંદ કરો
ਨਾਨਕ ਹਰਿ ਜਪਿ ਉਤਰਹੁ ਪਾਰਿ ॥੪॥੪੨॥੫੩॥ હે નાનક! પ્રભુનું નામ જપીને સંસાર-સમુદ્રથી પાર થઈ જાઓ ॥૪॥૪૨॥૫૩॥


© 2025 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top