Page 734
ਗੁਰ ਕਿਰਪਾ ਤੇ ਹਰਿ ਮਨਿ ਵਸੈ ਹੋਰਤੁ ਬਿਧਿ ਲਇਆ ਨ ਜਾਈ ॥੧॥
પરંતુ ગુરુની કૃપાથી જ પ્રભુ મનમાં આવી વસે છે તથા કોઈ બીજી વિધિથી તેને મેળવી શકાતો નથી ॥૧॥
ਹਰਿ ਧਨੁ ਸੰਚੀਐ ਭਾਈ ॥
હે ભાઈ! હરિ-નામરૂપી ધન એકત્રિત કરવું જોઈએ,
ਜਿ ਹਲਤਿ ਪਲਤਿ ਹਰਿ ਹੋਇ ਸਖਾਈ ॥੧॥ ਰਹਾਉ ॥
ત્યારથી લોક-પરલોકમાં તે સહાયક બની રહે ॥૧॥વિરામ॥
ਸਤਸੰਗਤੀ ਸੰਗਿ ਹਰਿ ਧਨੁ ਖਟੀਐ ਹੋਰ ਥੈ ਹੋਰਤੁ ਉਪਾਇ ਹਰਿ ਧਨੁ ਕਿਤੈ ਨ ਪਾਈ ॥
હરિ નામરૂપી ધન સત્સંગીઓની સાથે મળીને જ પ્રાપ્ત કરાય છે. કોઈ બીજા સ્થાન પર કોઈ બીજા ઉપાયથી હરિ-ધન ક્યાંય પણ મેળવી શકાતું નથી.
ਹਰਿ ਰਤਨੈ ਕਾ ਵਾਪਾਰੀਆ ਹਰਿ ਰਤਨ ਧਨੁ ਵਿਹਾਝੇ ਕਚੈ ਕੇ ਵਾਪਾਰੀਏ ਵਾਕਿ ਹਰਿ ਧਨੁ ਲਇਆ ਨ ਜਾਈ ॥੨॥
હરિ-નામરૂપી રત્નોનો વ્યાપારી હરિ-ધનરૂપી રત્નોને જ ખરીદે છે. પરંતુ માયા ધનના વ્યાપારીઓથી ફક્ત વાતોથી હરિ-ધન ખરીદી શકાતું નથી ॥૨॥
ਹਰਿ ਧਨੁ ਰਤਨੁ ਜਵੇਹਰੁ ਮਾਣਕੁ ਹਰਿ ਧਨੈ ਨਾਲਿ ਅੰਮ੍ਰਿਤ ਵੇਲੈ ਵਤੈ ਹਰਿ ਭਗਤੀ ਹਰਿ ਲਿਵ ਲਾਈ ॥
હરિ ધન કિંમતી રત્ન, જવાહર તેમજ માણિક્ય છે. હરિના ભક્તોએ હરિ-ધનથી બ્રહ્મ મુહૂર્તમાં જાગીને હરિમાં પોતાના સુર લગાડેલા છે.
ਹਰਿ ਧਨੁ ਅੰਮ੍ਰਿਤ ਵੇਲੈ ਵਤੈ ਕਾ ਬੀਜਿਆ ਭਗਤ ਖਾਇ ਖਰਚਿ ਰਹੇ ਨਿਖੁਟੈ ਨਾਹੀ ॥
મહામુર્હૂતમાં વાવેલ હરિ ધન ભક્ત ખાતો રહે છે અને બીજાને ખવડાવતો રહે છે. પરંતુ આ ક્યારેય સમાપ્ત થતુ નથી.
ਹਲਤਿ ਪਲਤਿ ਹਰਿ ਧਨੈ ਕੀ ਭਗਤਾ ਕਉ ਮਿਲੀ ਵਡਿਆਈ ॥੩॥
પરંતુ લોક-પરલોકમાં ભક્તોને હરિ ધનની મહાનતા મળી છે ॥૩॥
ਹਰਿ ਧਨੁ ਨਿਰਭਉ ਸਦਾ ਸਦਾ ਅਸਥਿਰੁ ਹੈ ਸਾਚਾ ਇਹੁ ਹਰਿ ਧਨੁ ਅਗਨੀ ਤਸਕਰੈ ਪਾਣੀਐ ਜਮਦੂਤੈ ਕਿਸੈ ਕਾ ਗਵਾਇਆ ਨ ਜਾਈ ॥
હરિ નામરૂપી ધન નિર્ભય તેમજ હંમેશા સ્થિર છે. આ હંમેશા શાશ્વત છે અને આ આગ, ચોર, પાણી તેમજ યમદૂત વગેરેથી પ્રભાવિત થતું નથી.
ਹਰਿ ਧਨ ਕਉ ਉਚਕਾ ਨੇੜਿ ਨ ਆਵਈ ਜਮੁ ਜਾਗਾਤੀ ਡੰਡੁ ਨ ਲਗਾਈ ॥੪॥
હરિ ધનને લૂંટવા માટે કોઈ પણ લુટેરોં નજીક આવતો નથી તથા યમરાજરૂપી મહેસુલી આને કર લગાવતો નથી ॥૪॥
ਸਾਕਤੀ ਪਾਪ ਕਰਿ ਕੈ ਬਿਖਿਆ ਧਨੁ ਸੰਚਿਆ ਤਿਨਾ ਇਕ ਵਿਖ ਨਾਲਿ ਨ ਜਾਈ ॥
માયાવી જીવોએ પાપ કરી કરીને જે ઝેરરૂપી ધન એકત્ર કર્યું છે, આ ધન એક કદમ પણ તેની સાથે જતું નથી.
ਹਲਤੈ ਵਿਚਿ ਸਾਕਤ ਦੁਹੇਲੇ ਭਏ ਹਥਹੁ ਛੁੜਕਿ ਗਇਆ ਅਗੈ ਪਲਤਿ ਸਾਕਤੁ ਹਰਿ ਦਰਗਹ ਢੋਈ ਨ ਪਾਈ ॥੫॥
માયાવી આ લોકમાં ખૂબ દુ:ખી થયા છે, જ્યારે આ ધન તેના હાથથી નીકળી ગયું. આગળ પરલોકમાં પરમાત્માના દરબારમાં તેને કોઈ સહારો મળ્યો નથી ॥૫॥
ਇਸੁ ਹਰਿ ਧਨ ਕਾ ਸਾਹੁ ਹਰਿ ਆਪਿ ਹੈ ਸੰਤਹੁ ਜਿਸ ਨੋ ਦੇਇ ਸੁ ਹਰਿ ਧਨੁ ਲਦਿ ਚਲਾਈ ॥
હે સંતજનો! આ હરિ-ધનનો શાહુકાર હરિ પોતે જ છે. જેને તે આ ધન દે છે, તે જ આને લઈને પોતાની સાથે લઈ જાય છે.
ਇਸੁ ਹਰਿ ਧਨੈ ਕਾ ਤੋਟਾ ਕਦੇ ਨ ਆਵਈ ਜਨ ਨਾਨਕ ਕਉ ਗੁਰਿ ਸੋਝੀ ਪਾਈ ॥੬॥੩॥੧੦॥
હે નાનક! ગુરુએ આ જ સમજ આપી છે કે આ હરિ-ધનમાં ક્યારેય કોઈ અભાવ આવતો નથી ॥૬॥૩॥૧૦॥
ਸੂਹੀ ਮਹਲਾ ੪ ॥
સુહી મહેલ ૪॥
ਜਿਸ ਨੋ ਹਰਿ ਸੁਪ੍ਰਸੰਨੁ ਹੋਇ ਸੋ ਹਰਿ ਗੁਣਾ ਰਵੈ ਸੋ ਭਗਤੁ ਸੋ ਪਰਵਾਨੁ ॥
જે મનુષ્ય પર પરમાત્મા ખુશ હોય છે, તે જ તેનું ગુણગાન કરે છે, તે જ તેનો સાચો ભક્ત હોય છે તેમજ તેને સ્વીકાર હોય છે.
ਤਿਸ ਕੀ ਮਹਿਮਾ ਕਿਆ ਵਰਨੀਐ ਜਿਸ ਕੈ ਹਿਰਦੈ ਵਸਿਆ ਹਰਿ ਪੁਰਖੁ ਭਗਵਾਨੁ ॥੧॥
જેના હૃદયમાં પરમાત્મા વસી ગયો છે, તેની મહિમા શું વર્ણન કરાય ॥૧॥
ਗੋਵਿੰਦ ਗੁਣ ਗਾਈਐ ਜੀਉ ਲਾਇ ਸਤਿਗੁਰੂ ਨਾਲਿ ਧਿਆਨੁ ॥੧॥ ਰਹਾਉ ॥
દિલ લગાવીને ગોવિંદનું ગુણગાન કરવું જોઈએ તથા સદ્દગુરૂમાં જ ધ્યાન લગાવવું જોઈએ ॥૧॥વિરામ॥
ਸੋ ਸਤਿਗੁਰੂ ਸਾ ਸੇਵਾ ਸਤਿਗੁਰ ਕੀ ਸਫਲ ਹੈ ਜਿਸ ਤੇ ਪਾਈਐ ਪਰਮ ਨਿਧਾਨੁ ॥
તે જ સદ્દગુરુ છે અને તે સદ્દગુરૂની સેવા સફળ છે, જેનાથી નામરૂપી પરમ ખજાનો મળે છે.
ਜੋ ਦੂਜੈ ਭਾਇ ਸਾਕਤ ਕਾਮਨਾ ਅਰਥਿ ਦੁਰਗੰਧ ਸਰੇਵਦੇ ਸੋ ਨਿਹਫਲ ਸਭੁ ਅਗਿਆਨੁ ॥੨॥
જે માયાવી જીવ દ્વેતભાવમાં ફસાઈને પોતાની મનોકામનાઓની પૂર્તિ માટે વિષય-વિકારોની દુર્ગંધને ભોગવે છે, અજ્ઞાની છે, અને તેના બધા કર્મ નિષ્ફળ છે ॥૨॥
ਜਿਸ ਨੋ ਪਰਤੀਤਿ ਹੋਵੈ ਤਿਸ ਕਾ ਗਾਵਿਆ ਥਾਇ ਪਵੈ ਸੋ ਪਾਵੈ ਦਰਗਹ ਮਾਨੁ ॥
જેને પરમાત્મા પર શ્રદ્ધા હોય છે, તેનું જ સ્તુતિગાન સ્વીકાર્ય છે અને તે દરબારમાં સત્કાર મેળવી લે છે.
ਜੋ ਬਿਨੁ ਪਰਤੀਤੀ ਕਪਟੀ ਕੂੜੀ ਕੂੜੀ ਅਖੀ ਮੀਟਦੇ ਉਨ ਕਾ ਉਤਰਿ ਜਾਇਗਾ ਝੂਠੁ ਗੁਮਾਨੁ ॥੩॥
જે કપટી મનુષ્ય શ્રદ્ધા વગર જ અસત્યથી આંખો બંધ કરતો રહે છે, તેનો અસત્ય અહંકાર દૂર થઈ જશે ॥૩॥
ਜੇਤਾ ਜੀਉ ਪਿੰਡੁ ਸਭੁ ਤੇਰਾ ਤੂੰ ਅੰਤਰਜਾਮੀ ਪੁਰਖੁ ਭਗਵਾਨੁ ॥
હે પરમાત્મા! તું અંતરયામી છે, આ પ્રાણ તેમજ શરીર વગેરે જેટલું પણ છે, આ બધું તારું જ દીધેલું છે.
ਦਾਸਨਿ ਦਾਸੁ ਕਹੈ ਜਨੁ ਨਾਨਕੁ ਜੇਹਾ ਤੂੰ ਕਰਾਇਹਿ ਤੇਹਾ ਹਉ ਕਰੀ ਵਖਿਆਨੁ ॥੪॥੪॥੧੧॥
હે પ્રભુ! નાનક કહે છે કે હું તારા દાસના દાસ છું, જે તું મારાથી કહેવડાવે છે, હું તે જ વખાણ કરું છું ॥૪॥૪॥૧૧॥