Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-677

Page 677

ਧਨਾਸਰੀ ਮਃ ੫ ॥ ધનાસરી મહેલ ૫॥
ਸੋ ਕਤ ਡਰੈ ਜਿ ਖਸਮੁ ਸਮ੍ਹ੍ਹਾਰੈ ॥ જે માલિક-પ્રભુની પ્રાર્થના કરે છે, તે મનુષ્યને કોઈ પ્રકારનો ભય હોતો નથી.
ਡਰਿ ਡਰਿ ਪਚੇ ਮਨਮੁਖ ਵੇਚਾਰੇ ॥੧॥ ਰਹਾਉ ॥ બિચારો મનામુખી મનુષ્ય ડરી-ડરીને જ નાશ થઈ ગયો છે ॥૧॥વિરામ॥
ਸਿਰ ਊਪਰਿ ਮਾਤ ਪਿਤਾ ਗੁਰਦੇਵ ॥ મારો માતા-પિતારૂપ ગુરુદેવ મારો રક્ષક છે,
ਸਫਲ ਮੂਰਤਿ ਜਾ ਕੀ ਨਿਰਮਲ ਸੇਵ ॥ જેનું સ્વરૂપ દર્શન શુભ ફળદાયક છે અને તેની સેવા પણ નિર્મળ છે.
ਏਕੁ ਨਿਰੰਜਨੁ ਜਾ ਕੀ ਰਾਸਿ ॥ જે મનુષ્યની પુંજી એક નિરંજન પ્રભુ જ છે,
ਮਿਲਿ ਸਾਧਸੰਗਤਿ ਹੋਵਤ ਪਰਗਾਸ ॥੧॥ સત્સંગતિમાં શામેલ થવાથી તેના મનમાં પ્રભુ-પ્રકાશ થઈ જાય છે ॥૧॥
ਜੀਅਨ ਕਾ ਦਾਤਾ ਪੂਰਨ ਸਭ ਠਾਇ ॥ બધા જીવોનો દાતા પ્રભુ સર્વવ્યાપી છે.
ਕੋਟਿ ਕਲੇਸ ਮਿਟਹਿ ਹਰਿ ਨਾਇ ॥ હરિ-નામથી કરોડો જ ક્લેશ મટી જાય છે.
ਜਨਮ ਮਰਨ ਸਗਲਾ ਦੁਖੁ ਨਾਸੈ ॥ મનુષ્યનું જન્મ-મરણનું બધું દુઃખ મટી જાય છે
ਗੁਰਮੁਖਿ ਜਾ ਕੈ ਮਨਿ ਤਨਿ ਬਾਸੈ ॥੨॥ ગુરુની નજીકમાં મનુષ્યના મન તેમજ શરીરમાં પરમાત્માનો નિવાસ થઈ જાય છે ॥૨॥
ਜਿਸ ਨੋ ਆਪਿ ਲਏ ਲੜਿ ਲਾਇ ॥ જેને તે પોતાની સાથે મળાવી લે છે,
ਦਰਗਹ ਮਿਲੈ ਤਿਸੈ ਹੀ ਜਾਇ ॥ તે મનુષ્યને દરબારમાં સન્માનજનક સ્થાન મળી જાય છે.
ਸੇਈ ਭਗਤ ਜਿ ਸਾਚੇ ਭਾਣੇ ॥ જે સાચા પ્રભુને સારો લાગે છે, તે જ મનુષ્ય વાસ્તવમાં ભક્ત છે અને
ਜਮਕਾਲ ਤੇ ਭਏ ਨਿਕਾਣੇ ॥੩॥ તે મૃત્યુથી નીડર થઈ જાય છે ॥૩॥
ਸਾਚਾ ਸਾਹਿਬੁ ਸਚੁ ਦਰਬਾਰੁ ॥ માલિક-પ્રભુ સત્ય છે અને તેનો દરબાર પણ સત્ય છે.
ਕੀਮਤਿ ਕਉਣੁ ਕਹੈ ਬੀਚਾਰੁ ॥ તેનું મૂલ્યાંકન કોણ વર્ણન કરે અને કોણ તેના ગુણોનું કથન કરે?
ਘਟਿ ਘਟਿ ਅੰਤਰਿ ਸਗਲ ਅਧਾਰੁ ॥ તે તો દરેક હૃદયમાં નિવાસ કરે છે અને બધાનો જીવન આધાર છે.
ਨਾਨਕੁ ਜਾਚੈ ਸੰਤ ਰੇਣਾਰੁ ॥੪॥੩॥੨੪॥ નાનક તો સંતોની ચરણ-ધૂળ જ માંગે છે ॥૪॥૩॥૨૪॥
ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੫ ધનાસરી મહેલ ૫
ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥ એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે
ਘਰਿ ਬਾਹਰਿ ਤੇਰਾ ਭਰਵਾਸਾ ਤੂ ਜਨ ਕੈ ਹੈ ਸੰਗਿ ॥ હે પ્રભુ! મને ઘર તેમજ બહાર તારો જ વિશ્વાસ છે અને તું હંમેશા જ પોતાના સેવકની સાથે રહે છે.
ਕਰਿ ਕਿਰਪਾ ਪ੍ਰੀਤਮ ਪ੍ਰਭ ਅਪੁਨੇ ਨਾਮੁ ਜਪਉ ਹਰਿ ਰੰਗਿ ॥੧॥ હે પ્રિયતમ પ્રભુ! મારા પર પોતાની કૃપા કર, જેથી હું પ્રેમપૂર્વક તારા નામનું જાપ કરતો રહું ॥૧॥
ਜਨ ਕਉ ਪ੍ਰਭ ਅਪਨੇ ਕਾ ਤਾਣੁ ॥ સેવકને તો પોતાના પ્રભુનું જ બળ પ્રાપ્ત છે.
ਜੋ ਤੂ ਕਰਹਿ ਕਰਾਵਹਿ ਸੁਆਮੀ ਸਾ ਮਸਲਤਿ ਪਰਵਾਣੁ ॥ ਰਹਾਉ ॥ હે સ્વામી! જે કંઈ તું પોતે કરે તેમજ મારાથી કરાવે છે, તારી તે પ્રેરણાત્મક સલાહ મને સહર્ષ સ્વીકાર છે ॥વિરામ॥
ਪਤਿ ਪਰਮੇਸਰੁ ਗਤਿ ਨਾਰਾਇਣੁ ਧਨੁ ਗੁਪਾਲ ਗੁਣ ਸਾਖੀ ॥ તે નારાયણ સ્વરૂપ, જગતપાલક પરમેશ્વર જ મારા માટે મારી લાજ-પ્રતિષ્ઠા છે, તે જ મારી મુક્તિ છે અને તેના ગુણોની કથા જ મારુ ધન છે.
ਚਰਨ ਸਰਨ ਨਾਨਕ ਦਾਸ ਹਰਿ ਹਰਿ ਸੰਤੀ ਇਹ ਬਿਧਿ ਜਾਤੀ ॥੨॥੧॥੨੫॥ હે દાસ નાનક! સંતોએ આ વિચાર જાણી લીધો છે કે પરમાત્માના ચરણોની શરણમાં પડી રહે ॥૨॥૧॥૨૫॥
ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੫ ॥ ધનાસરી મહેલ ૫॥
ਸਗਲ ਮਨੋਰਥ ਪ੍ਰਭ ਤੇ ਪਾਏ ਕੰਠਿ ਲਾਇ ਗੁਰਿ ਰਾਖੇ ॥ બધી ઇચ્છા પ્રભુથી પ્રાપ્ત કરી લીધી છે અને ગુરુએ પોતાના ગળાથી લગાવીને બચાવી લીધો છે.
ਸੰਸਾਰ ਸਾਗਰ ਮਹਿ ਜਲਨਿ ਨ ਦੀਨੇ ਕਿਨੈ ਨ ਦੁਤਰੁ ਭਾਖੇ ॥੧॥ ગુરુએ સંસાર- સમુદ્રની તૃષ્ણારૂપી આગમાં સળગવા દીધો નથી અને કોઈ પણ ભક્તે ક્યારેય આ કહ્યું નથી કે સંસાર સમુદ્રમાંથી પાર થવું અઘરું છે ॥૧॥
ਜਿਨ ਕੈ ਮਨਿ ਸਾਚਾ ਬਿਸ੍ਵਾਸੁ ॥ જેના મનમાં પ્રભુ પ્રત્યે સાચો વિશ્વાસ છે,
ਪੇਖਿ ਪੇਖਿ ਸੁਆਮੀ ਕੀ ਸੋਭਾ ਆਨਦੁ ਸਦਾ ਉਲਾਸੁ ॥ ਰਹਾਉ ॥ પોતાના સ્વામીની શોભા જોઈ-જોઈને તેના મનમાં હંમેશા જ આનંદ તેમજ ઉલ્લાસ બની રહે છે ॥વિરામ॥
ਚਰਨ ਸਰਨਿ ਪੂਰਨ ਪਰਮੇਸੁਰ ਅੰਤਰਜਾਮੀ ਸਾਖਿਓ ॥ તેને અંતર્યામી સંપૂર્ણ પરમેશ્વરના ચરણોની શરણ લઈને તેના દર્શન કરી લીધા છે.
ਜਾਨਿ ਬੂਝਿ ਅਪਨਾ ਕੀਓ ਨਾਨਕ ਭਗਤਨ ਕਾ ਅੰਕੁਰੁ ਰਾਖਿਓ ॥੨॥੨॥੨੬॥ હે નાનક! પ્રભુએ તેની ભાવનાને સારી રીતે સમજીને તેને પોતાનો બનાવી લીધો છે. તેને પોતાના ભક્તોના મનમાં ભક્તિના અંકુરિત થઈ રહેલાઅંકુરને તૃષ્ણારૂપી આગમાં સળગવાથી બચાવી લીધો છે ॥૨॥૨॥૨૬॥
ਧਨਾਸਰੀ ਮਹਲਾ ੫ ॥ ધનાસરી મહેલ ૫॥
ਜਹ ਜਹ ਪੇਖਉ ਤਹ ਹਜੂਰਿ ਦੂਰਿ ਕਤਹੁ ਨ ਜਾਈ ॥ હું જ્યાં પણ જોવ છું, ત્યાં જ પરમાત્મા પ્રત્યક્ષ દેખાઈ દે છે, તે કોઈ પણ સ્થાનથી દૂર નથી.
ਰਵਿ ਰਹਿਆ ਸਰਬਤ੍ਰ ਮੈ ਮਨ ਸਦਾ ਧਿਆਈ ॥੧॥ તે તો બધામાં સમાઈ રહ્યો છે, આથી મનમાં હંમેશા જ તેનું ધ્યાન-મનન કર ॥૧॥
ਈਤ ਊਤ ਨਹੀ ਬੀਛੁੜੈ ਸੋ ਸੰਗੀ ਗਨੀਐ ॥ ફક્ત તેને જ મિત્ર ગણાય છે જે આ લોક તેમજ પરલોકમાં અલગ થતો નથી.
ਬਿਨਸਿ ਜਾਇ ਜੋ ਨਿਮਖ ਮਹਿ ਸੋ ਅਲਪ ਸੁਖੁ ਭਨੀਐ ॥ ਰਹਾਉ ॥ જે એક ક્ષણમાં જ નાશ થઈ જાય છે, તેને નિમ્ન સુખ કહેવાય છે ॥વિરામ॥
ਪ੍ਰਤਿਪਾਲੈ ਅਪਿਆਉ ਦੇਇ ਕਛੁ ਊਨ ਨ ਹੋਈ ॥ તે ભોજન આપીને બધા જીવોનું પાલન-પોષણ કરે છે અને તેને કોઈ પણ વસ્તુનો અભાવ થતો નથી.
ਸਾਸਿ ਸਾਸਿ ਸੰਮਾਲਤਾ ਮੇਰਾ ਪ੍ਰਭੁ ਸੋਈ ॥੨॥ મારો પ્રભુ શ્વાસ-શ્વાસ જીવોની સંભાળ કરતો રહે છે ॥૨॥
ਅਛਲ ਅਛੇਦ ਅਪਾਰ ਪ੍ਰਭ ਊਚਾ ਜਾ ਕਾ ਰੂਪੁ ॥ પ્રભુથી કોઈ પ્રકારનો કોઈ છળ કરી શકાતો નથી, તે તો સ્થિર તેમજ અનંત છે. તેનું રૂપ પણ સર્વોચ્ચ છે.
ਜਪਿ ਜਪਿ ਕਰਹਿ ਅਨੰਦੁ ਜਨ ਅਚਰਜ ਆਨੂਪੁ ॥੩॥ તેની ખુબ અદભુત હસ્તી છે અને તે ખુબ જ સુંદર છે. તેના સેવક તેના નામનું ભજન સ્મરણ કરીને આનંદ પ્રાપ્ત કરે છે ॥૩॥
ਸਾ ਮਤਿ ਦੇਹੁ ਦਇਆਲ ਪ੍ਰਭ ਜਿਤੁ ਤੁਮਹਿ ਅਰਾਧਾ ॥ હે દયાળુ પ્રભુ! મને એવી મતિ આપો, જેનાથી હું તારી પ્રાર્થના કરતો રહું.


© 2025 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top